ફોન/ લેપટોપના કેમેરાથી કોઈ તમને સતત જોતું હોય તો ?
- ½ýkt ÷uÃkxkuÃk{kt nðu fu{uhkLku Zktfe þfkÞ íkuðwt rVrÍf÷ þxh òuðk {¤u Au - yu rðLkk fkhý LkÚke
આઆપણા સ્માર્ટફોન અને લેપટોપમાંના કેમેરા આપણે માટે જેટલા ઉપયોગી છે એટલા જ
જોખમી પણ છે. સ્માર્ટફોનમાંનો કેમેરા ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી ઉપરાંત ડોક્યુમેન્ટ/ક્યૂઆર કોડ સ્કેન કરવા તથા આપણી આસપાસ દેખાતી
ચીજવસ્તુઓ વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરવા માટે પણ ઉપયોગી છે. જ્યારે લેપટોપ પરના
વેબકેમનો ઉપયોગ મોટા ભાગે ઓનલાઇન મીટિંગ કે પછી વીડિયો રેકોર્ડિંગ પૂરતો સીમિત હોય
છે.
પરંતુ આ બંને સાધનમાંના કેમેરાનો કંટ્રોલ મેળવીને હેકર્સ આપણી જાસૂસી પણ કરી
શકે છે. વધુ તકલીફદાયક વાત એ કે આવું આપણી જાણ બહાર પણ થઈ શકે છે.
હવેના સમયમાં આપણો સ્માર્ટફોન લગભગ સતત અથવા વારંવાર ઇન્ટરનેટ સાથે કનેક્ટ થતો
હોય છે. એ જ એનું મુખ્ય કામ હોય છે, વાતચીતની વાત તો પછી આવે! એમ, પીસી કે લેપટોપ પણ હવે લગભગ સતત નેટ સાથે કનેક્ટેડ હોય છે. આથી બંનેમાં કોઈને
કોઈ રીતે હેકિંગની શક્યતા રહે છે.
તમે ઇન્ટરનેટ સેફ્ટીની પૂરી કાળજી લેતા હો તો પણ, ક્યારેક એવું બની શકે કે કોઈ આપણી જાણ બહાર ફોન-પીસીમાં માલવેર ઘૂસાડે અને આપણો કેમેરા એક્ટિવેટ કરી દે - આપણી જાણ બહાર. નીચે એવા કેટલાક સંકેતોની વાત કરી છે જેની મદદથી આપણે જાણી શકીએ કે કોઈ આપણા ડિવાઇસના કેમેરાને હેક કરીને આપણને જોઈ રહ્યું છે કે કેમ?
fu{uhk
RÂLzfuxh ÷kRx yfkhý ykuLk Au?
સ્માર્ટફોન અને લેપટોપ બંનેમાં કેમેરા ઓન હોય ત્યારે, તે ઓન હોવાનું દર્શાવતી એક ઇન્ડિકેટર લાઇટ જોવા મળે છે (સ્માર્ટફોનમાં
માઇક્રોફોનથી વોઇસ કેપ્ચર થતો હોય ત્યારે પણ આવી ઇન્ડિકેટર લાઇટ જોવા મળે છે).
આપણે કોઈ મીટિંગમાં જોડાયેલા હોઇએ ત્યારે દેખીતું છે કે કેમેરા ઓન હોવાનું
ઇન્ડિકેશન જોવા મળે.
પરંતુ આપણે લેપટોપ કે સ્માર્ટફોનમાં બીજું કંઈ કામ કરી રહ્યા હોઇએ એ સમયે
કેમેરા ઓન હોવાની લાઇટ જોવા મળે તો એ દેખીતી રીતે જોખમનો સંકેત છે. જો તમારા
લેપટોપમાં વેબકેમ ઓન હોવાની ઇન્ડિકેટર લાઇટ ન હોય તો મોટા ભાગે સ્ક્રીન પર સિસ્ટમ
ટ્રેમાં તે ઓન હોવાનું નોટિફિકેશન જોવા મળતું હોય છે. આપણે બીજું કોઈ કામ કરી
રહ્યા હોઇએ ત્યારે કેમેરા ઓન હોવાનું ઇન્ડિકેશન જોવા મળે એનો અર્થ એ થઈ શકે કે કોઈ
હેકરે લેપટોપ કે ફોનમાં ઘૂસાડેલા માલવેરની મદદથી આપણા ડિવાઇસના કેમેરાની રિમોટ
એક્સેસ મેળવી છે.
આ સંકેત ક્યારે ખોટો હોઈ શકે
આપણે પોતે પોતાના ડિવાઇસમાં કોઈ વીડિયો કોન્ફરન્સિંગ એપનો ઉપયોગ કરી રહ્યા હોઇએ, આપણે તેમાં કોઈ મીટિંગમાં જોડાયા હોઇએ અને તેને માટે કેમેરા ઓન કર્યો હોય તથા એવે સમયે એ મીટિંગ એપ બેકગ્રાઉન્ડમાં ઓપન રાખીને બીજા કોઈ પ્રોગ્રામમાં કામ પર વળી ગયા હોઇએ એવું બની શકે. એ સ્થિતિમાં આપણે પોતે ચાલુ કરેલો કેમેરા ઓન હોવાનું ઇન્ડિકેશન જોવા મળે, પરંતુ એ કોઈ હેકરની હરકત ન હોય!
rzðkRMk{kt
yòýe {erzÞk VkRÕMk Ëu¾kE?
લેપટોપ કે સ્માર્ટફોનના કેમેરાથી ઇમેજ કે વીડિયો કેપ્ચર કરવામાં આવે ત્યારે
દેખીતી રીતે તે આપણા જે તે ડિવાઇસની ફોટો ગેેલેરીમાં સેવ થાય છે. જો કોઈ હેકર આપણી
જાણબહાર ડિવાઇસના કેમેરાથી ફોટો કે વીડિયો કેપ્ચર કરતો હોય, તો તે પણ ડિવાઇસની ફોટો ગેલેરી કે કોઈ ચોક્કસ ફોલ્ડરમાં સેવ થતું હોય.
જો હેકર સ્માર્ટ હોય તો એ આપણા વેબકેમથી ઇમેજ કે વીડિયો કેપ્ચર કર્યા પછી અને
પોતાને ટ્રાન્સફર કર્યા પછી આપણા સ્ટોરેજમાંથી તેને ડિલીટ પણ કરે. પરંતુ તે થોડો
ગાફેલ રહે તો આવી ફાઇલ્સ લેપટોપના રિસાઇકલ બિનમાં કે ફોનમાંની ગૂગલ ફોટોઝ જેવી
એપમાં ટ્રેશ ફોલ્ડરમાં જોવા મળી શકે છે.
જો ફક્ત તમે તમારા લેપટોપ કે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હો અને તમે પોતે કેપ્ચર
ન કર્યા હોય તેવા ફોટો-વીડિયો તમારા ફોટો ફોલ્ડર કે ફોટો ગેલેરી એપમાં અથવા
રિસાઇકલ બિન કે ટ્રેશ ફોલ્ડરમાં જોવા મળે તો એવી પૂરી શક્યતા છે કે તમારો વેબકેમ
હેક થયો હોય.
આ સંકેત ક્યારે ખોટો હોઈ શકે
સ્માર્ટફોનના કિસ્સામાં તમે તમારા લાઇફ પાર્ટનર્સ સાથે લાઇવ શેરિંગ ઇનેબલ રાખ્યું હોય તો તેમણે લીધેલા ફોટો, વીડિયો તમારી ફોટોઝ એપમાં જોવા મળી શકે છે, જે તમે પોતે લીધા હોવાથી તમારે માટે અજાણ્યા હોઈ શકે. લેપટોપમાં તમે કોઈ વીડિયો કોન્ફરન્સિંગ એપને ઓટોમેટિક રેકોર્ડ કરવાની મંજૂરી આપી હોય તો પણ એ રીતે કેપ્ચર થયેલી ફાઇલ્સ ડિવાઇસમાં જોવા મળી શકે છે.
rMkõÞkurhxe
Mku®xøMk{kt VuhVkh ÚkÞk Au?
જો હેકર ખરેખર સ્માર્ટ હોય તો એ આપણા ડિવાઇસનો કેમેરા હેક કરવાની સાથોસાથ
ડિવાઇસના સિક્યોરિટી સેટિંગ્સમાં પણ ફેરફાર કરવાનું ચૂકે નહીં. એ સમયે તે આપણા
પાસવર્ડ બદલવાની કે નવી એપ ઇન્સ્ટોલ કરવાની કોશિશ કરે છે.
એવું પણ બને કે આપણા ડિવાઇસમાં આપણે પોતે ઇન્સ્ટોલ કરેલી કોઈ એપ ડિવાઇસનો
કેમેરા એક્સેસ કરી શકતી હોય, પરંતુ આપણે તેને એવી મંજૂરી
આપી ન હોય. એવી સ્થિતિમાં હેકર ડિવાઇસમાં ઘૂસાડેલા માલવેરની મદદથી, આ પ્રકારની એપ શોધીને તેને કેમેરા એક્સેસ કરવાની પરમિશન આપવાની કોશિશ કરે છે.
આ બધાં કારણે આપણે લેપટોપ કે ફોનના સિક્યોરિટી સેટિંગમાં થતા કોઈ પણ ફેરફાર
જાણવા સજાગ રહેવું પડે. મોટા ભાગે આવા ફેરફાર કે તેના પ્રયાસનાં નોટિફિકેશન આવતાં
હોય છે. તેને અવગણવામાં જોખમ છે.
આ સંકેત ક્યારે ખોટો હોઈ શકે
આપણા સિક્યોરિટી સેટિંગમાં ફેરફાર થયા હોવાનું નોટિફિકેશન જોવા મળે પરંતુ હેકરને બદલે એ ફેરફાર આપણે પોતે કર્યા હોય અને નોટિફિકેશન પ્રમાણમાં જૂનું હોય તેવું પણ બની શકે. આપણે પોતે ફેરફાર કર્યા હોય તો પણ આ પ્રકારનું નોટિફિકેશન મળે તેને તક ગણીને આપણે ડિવાઇસમાં ક્યા ક્યા પ્રોગ્રામ કે એપને કેમેરા એક્સેસ કરવાની પરમિશન આપી છે એ એક વાર શાંતિથી તપાસી લેવું જોઇએ. બિનજરૂરી એપ્સને આપેલી પરમિશન ચોક્કસપણે બંધ કરવી જોઇએ.
nufh íkhVÚke
hf{Lke {køkýe fhðk{kt ykðe?
ઘણા કિસ્સામાં લોકોને હેકર તરફથી મોટા ભાગે ઇમેઇલ અથવા વોટ્સએપ કે એસએમએસ
દ્વારા રકમની માગણી કરતા મેસેજ મોકલવામાં આવે છે. આવા મેસેજમાં હેકર દાવો કરતા હોય
છે કે તેમણે આપણા ડિવાઇસના કેમેરાની એક્સેસ મેળવી લીધી છે તથા આપણા વાંધાજનક ફોટો કે વીડિયો કેપ્ચર કરી
લીધા છે, આપણે જે સાઇટ્સ સર્ફ કરી હોય
તેના સ્ક્રીનશોટ્સ આપણા વીડિયો સાથે કેપ્ચર કર્યા છે. એ બધું ડિલીટ કરવાના બદલામાં
હેકર રકમની માગણી કરે. મોટા ભાગે આવી માગણી માટે ક્રિપ્ટોકરન્સીમાં રકમ ચૂકવવાનું
કહેવામાં આવતું હોય છે. આ સ્થિતિમાં બે જ શક્યતા છે - એ હેકરે ખરેખર આપણા ડિવાઇસના
કેમેરાનો પૂરેપૂરો કે આંશિક કંટ્રોલ મેળવી લીધો હોય અને તે ખરેખર આપણા ફોટો, વીડિયો કેપ્ચર કરતો હોય (એ પણ વાંધાજનક) અથવા પછી એ સાવ ખોટું બોલતો હોય!
આ સંકેત ક્યારે ખોટો હોઈ શકે
ઉપરની બીજી શક્યતા મુજબ, હેકર સાવ ખોટું બોલીને આપણને
ડરાવીને રકમની માગણી કરી રહ્યો હોય એવું બની શકે. તમે સોશિયલ મીડિયા પર શેર કરેલી
સામાન્ય ઇમેજ કે વીડિયો જોયા પછી ફક્ત તેનું વર્ણન કરીને હેકર આપણને ડરાવી રહ્યો
હોય તેવું પણ બને. હેકર સાચું બોલતો હોય અને તેણે ખરેખર વાંધાજનક વીડિયો-ફોટો
કેપ્ચર કર્યા હોય, તેનો તે પુરાવો આપતો હોય તો
પણ તેની રકમની માગણી સંતોષવાનો બદલે પોલીસ ફરિયાદ કરવી વધુ હિતાવહ છે.