હવાઈ હુમલાઓ વચ્ચે આપણે પણ પ્લેન્સ ટ્રેક કરીએ
- ¼khík-ÃkkrfMíkkLkLkk «khtr¼f nðkE ÞwØ{kt ^÷kRxhzkh24 Lkk{Lke yuf MkŠðMk Ãký ÷kR{÷kRx{kt ykðe Au
આ લખાઈ રહ્યું છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેરાત થયાના
થોડા કલાકો પછી ફરી મિસાઇલ્સ અને ડ્રોનથી હુમલા શરૂ થયા છે. આજના સમયમાં આવા
યુદ્ધમાં અનેક પ્રકારની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થાય એ દેખીતું છે, પણ એ બધી ટેક્નોલોજી આપણી પહોંચની બહાર હોય છે. આપણે વાત કરીએ એક એવી
ટેક્નોલોજીની, જે આપણે માટે ખરેખર હાથવગી
છે! અલબત્ત, તેનો ઉપયોગ યુદ્ધ માટે થતો
નથી.
ટેક્નોવર્લ્ડ માટે જ લેવાયેલા બાજુના બંને સ્ક્રીનશોટ ધ્યાનથી જુઓ, બંને પડોશી દેશોના આકાશમાં ઊડતાં અનેક પ્લેનનું જે તે સમયનું સ્થાન તેમાં જોઈ
શકાય છે. પહેલો સ્ક્રીનશોટ ભારતીય સમય મુજબ ૬ મે, ૨૦૨૫ની રાત્રે ૧૦.૫૦ વાગ્યે લેવાયેલો છે. એટલે કે ભારતના ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના કબજા હેઠળના
કાશ્મીર અને પાકિસ્તાનમાં પણ ઊંડે સુધી ઘૂસીને આક્રમણ શરૂ કરવામાં આવ્યું એ
પહેલાંનો.
એપ્રિલ ૨૨ની પહેલગામ ઘટના પછી ભારતે પાકિસ્તાન સામે અત્યંત કડક પગલાં લેવાનું
શરૂ કર્યું તેના બે દિવસ પછી, એપ્રિલ ૨૪ના રોજ પાકિસ્તાને તેની એરસ્પેસ ભારતીય એરલાઇન્સ માટે
બંધ કરી હતી. અગમચેતી રૂપે વિશ્વના અન્ય દેશોની એરલાઇન્સે પણ પાકિસ્તાન પરથી ઉડાન
ભરવાનું બંધ કર્યું (એ રીતે, એ એરલાઇન્સ પાસેથી મળતી
એરસ્પેસ વાપરવાના ભાડાની આવક પણ પાકિસ્તાને ગુમાવી!). એટલે પહેલા, ૬ મેની રાતના સ્ક્રીનશોટમાં પાકિસ્તાન પર ગણ્યાગાંઠ્યાં પ્લેન જ ઊડતાં જોઈ
શકાય છે.
બીજો સ્ક્રીનશોટ ૧૦ મે, ૨૦૨૫નો છે. એ દિવસે
પાકિસ્તાને તેની એરસ્પેસ તમામ એરલાઇન્સ માટે બંધ કરી. એટલે પાકિસ્તાનનું આકાશ
કોરુંધાકોડ છે, આકાશમાં એક ચકલુંય ફરકતું નથી એમ કહી શકાય એવું ખાલખમ! આ બંને સ્ક્રીનશોટ્સ ફ્લાઇટરડાર૨૪ (https://www.flightradar24.com/) નામની એક વેબસાઇટ પરથી લેવામાં આવ્યા છે (તેની એપલ અને એન્ડ્રોઇડ એપ પણ છે). આ
સર્વિસે ૧૦ મેના દિવસે એક્સ પ્લેટફોર્મ પર
એક પોસ્ટ મૂકીને કહ્યું કે આજની સ્થિતિ પ્રમાણે ફ્લાઇટરડાર૨૪ સર્વિસ પાકિસ્તાનની
એરસ્પેસમાં કોઈ પ્લેનનું ટ્રેકિંગ કરતી નથી. આ મુદ્દે આ સર્વિસ પર, તે પાકિસ્તાનને મદદ કરતી હોવાની પસ્તાળ પડી ત્યારે ફ્લાઇડરડાર સર્વિસે ચોખવટ
કરવી પડી કે નોટેમ-NOTAM (નોટિસ ટુ એરમેન - એરસ્પેસ સિસ્ટમમાં થયેલા ફેરફારો કે જોખમો વિશે પાઇલટ્સને
મોકલવામાં આવતી અત્યંત મહત્ત્વની માહિતી) અનુસાર, પાકિસ્તાનની એરસ્પેસ બંધ કરાઈ છે, એક પણ પ્લેન આકાશમાં નથી તો
અમે ટ્રેક શું કરીએ?!
વાસ્તવમાં, ભારતે પાકિસ્તાન નાગરિક
વિમાનોનો ઢાલ તરીકે ઉપયોગ કરતું હોવાના આક્ષેપ કર્યા પછી, પાકિસ્તાનને તેની એરસ્પેસ તમામ એર ટ્રાફિક માટે બંધ કરવાની ફરજ પડી છે.
હમણાં તમે ટીવી ચેનલ્સમાં પણ આ બધી વાતો સાથે, ફ્લાઇટરડાર૨૪ની રેફરન્સ ઇમેિજસ જોઈ હશે. એ જોઈને તમને આ સર્વિસ વિશે જિજ્ઞાસા જાગી હોય તો થોડી વધુ વાત કરીએ - આ સર્વિસ પરદેશ રહેતા દીકરા-દીકરી અને દેશમાં રહેતાં મમ્મી-પપ્પાને પણ કેવી ઉપયોગી છે તેની વાત સાથે!
Ã÷uLk xÙuf
fhðkLke nkuçke, òuíkòuíkkt{kt çkLke yuf ø÷kuçk÷ rçkÍLkuMk
આખી દુનિયાના આકાશમાં ઊડતાં હજારો પ્લેન્સને લગભગ રિઅલ ટાઇમમાં ટ્રેક કરતી
ફ્લાઇટરડાર૨૪ સર્વિસ વિશે વધુ વાત કરતાં પહેલાં, સામાન્ય રીતે આકાશમાં ઊડતાં પ્લેન કઈ રીતે ટ્રેક થાય છે એની થોડી વાત કરીએ.
રડાર સિસ્ટમ
છેક ૧૯૫૦ના દાયકાથી એર ટ્રાફિક કંટ્રોલર્સ રડારનો ઉપયોગ કરે છે અને પ્લેન
ટ્રેક કરવા માટે હજી પણ એ જ મુખ્ય આધાર છે. રડારનો ઉપયોગ એ પહેલાં, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શરૂ થઈ જ ગયો હતો.
રડાર બે પ્રકારનાં હોય છે, પ્રાઇમરી અને સેકન્ડરી.
પ્રાઇમરી રડાર આકાશમાં વીજચુંબકીય તરંગો મોકલે છે, જે કોઈ પદાર્થ જેમ કે પ્લેન ને અથડાઈને પરત ફરે તો રડારના સ્ક્રીન પર તે પ્લેન એક પોઇન્ટ તરીકે જોવા મળે.
તેમાં એ ટપકાની ઓળખ થતી નથી. પ્રાઇમરી રડારનો મોટા ભાગે મિલિટરી એર ડીફેન્સ માટે
ઉપયોગ થાય છે.
સિવિલ એવિએશનમાં સેકન્ડરી રડારનો વધુ ઉપયોગ થાય છે. સેક્ન્ડરી રડાર પણ
વીજચુંબકીય તરંગો જ મોકલે છે, પણ તેમાં પ્લેનમાંનું ટ્રાન્સપોન્ડર (ટ્રાન્સમીટર અને
રીસ્પોન્ડરનું ટૂંકું નામ) આ તરંગો ઝીલીને વળતો, પોતાની ઓળખ સાથેનો સંદેશો મોકલે છે.
આ સંદેશા ઝીલવા માટે જમીન પર લગભગ ૩૦૦ કિલોમીટરના અંતર સુધીમાં રડાર સ્ટેશન હોવાં
જરૂરી છે. આથી જ જ્યારે પ્લેન નીચેની જમીન છોડીને મહાસાગર પર આગળ વધે તે પછી તે
સેકન્ડરી રડારના કવરેજમાં રહેતાં નથી (માર્ચ ૨૦૧૪માં તૂટી પડેલું મલેશિયાનું એક
પ્લેન આ જ કારણે ગાયબ થઈ ગયું હતું અને લાંબો સમય તેના કાટમાળની શોધ ચલાવવી પડી હતી).
એડીએસ-બી
પ્લેન ટ્રેક કરવાની બીજી, પ્રમાણમાં નવી ટેક્નોલોજી છે
એડીએસ-બી (ઓટોમેટિક ડીપેન્ડન્ટ સર્વેલન્સ-બ્રોડકાસ્ટ). આ ટેક્નોલોજીમાં, મોટા ભાગે પ્લેનના તળિયે બેસાડેલું એક જુદા પ્રકારનું ટ્રાન્સપોન્ડર રેડિયો
વેવ્ઝ મોકલતું રહે છે, તેને કોકપીટમાંથી કંટ્રોલ કરી
શકાય છે. એડીએસ-બી ટ્રાન્સપોન્ડર, જુદા જુદા સેટેલાઇટના આધારે
નક્કી થયેલી પ્લેનની જીપીએસ માહિતી, ફ્લાઇટ નંબર, સ્પીડ, પ્લેન ઊંચે ચઢી રહ્યું હોય તો
તેની માહિતી વગેરે પણ મોકલતું રહે છે. આ ટેક્નોલોજીમાં સેક્ન્ડરી રડાર કરતાં ઘણા
ઓછા ખર્ચે ઘણી વધુ માહિતી મળી શકે છે.
આ ટેક્નોલોજી પ્રમાણમાં નવી છે અને મોટા ભાગની પ્લેન બનાવતી કંપનીઓ પોતાનાં
પ્લેનમાં એડીએસ-બી ટ્રાન્સપોન્ડર્સ ફીટ કરવા લાગી છે, પણ હજી એર ટ્રાફિક કંટ્રોલમાં તેનો પૂરતો ઉપયોગ થતો નથી. કેમ? નિષ્ણાતો કહે છે કે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં સલામતીને એટલી ગંભીરતાથી લેવામાં આવે
છે કે તેને લગતો કોઈ પણ ફેરફાર અમલી બનતાં વર્ષો નીકળી જાય છે.
આ સિવાય પાઇલટ્સ રેડિયો કમ્યુનિકેશનથી એર ટ્રાફિક કંટ્રોલ અને ગ્રાઉન્ડ
સ્ટેશન્સના સંપર્કમાં રહે છે. લગભગ આપણા એસએમએસની જેમ કામ કરતી એરક્રાફ્ટ
કમ્યુનિકેશન્સ એડ્રેસિંગ એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ (એસીએઆરએસ) તરીકે ઓળખાતી એક
સિસ્ટમથી પણ તેઓ જમીનના સંપર્કમાં રહી શકે છે.
ફ્લાઇટરડાર24ની ઉડાન
આજના સમયમાં રોજેરોજ બે લાખથી વધુ વિમાનો જમીન છોડીને આકાશમાં ઉડાન ભરતાં હોય
છે. આમાં અડધોઅડધ બિઝનેસ કે પ્રાઇવેટ પ્લેન,
એર એમ્પ્યુલન્સ, સરકારી કે મિલિટરી એરક્રાફ્ટ વગેરે હોય છે અને બાકીનામાં કમર્શિયલ, કાર્ગો અને ચાર્ટર પ્રકારનાં - વિમાનો હોય છે. આવાં મોટા ભાગનાં પ્લેનમાં ઉપર
જેની વાત કરી એ એડીએસ-બી ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં ટ્રાન્સપોન્ડર હોય છે.
દુનિયાભરમાં, આ ટેક્નોલોજી એક હોબી પણ છે.
સ્વીડનના બે ઉત્સાહી યુવાનોને હવામાં ઊડતાં પ્લેનને ટ્રેક કરવામાં જરા વધુ રસ
જાગ્યો. હેમરેડિયોના ઉત્સાહી લોકોની જેમ,
ખાસ પ્રકારનું રીસિવર
સેટઅપ કર્યા પછી કાયદેસર રીતે, એરક્રાફ્ટમાંથી મળતા
એડીબી-એસનાં સિગ્નલ મેળવી શકતા હોય છે (તેને આગળ કોઈને મોકલવા લાઇસન્સ જરૂરી છે).
પેલા બે મિત્રોએ ઉત્તર અને મધ્ય યુરોપમાંનાં એડીએસ-બી રીસિવર્સનું એક નેટવર્ક
બનાવવાનો હોબી જેવો એક પ્રોજેક્ટ ૨૦૦૬માં શરૂ કર્યો. આ ડેટા તેમણે વેબસાઇટ પર
આકર્ષક વિઝ્યુઅલાઇઝેશન સાથે બતાવવાનું શરૂ કર્યું. ત્રણેક વર્ષમાં તેમણે આખો
પ્રોજેક્ટ ઓપન કર્યો અને એડીએસ-બી રીસિવર ધરાવતી કોઈ પણ વ્યક્તિ પોતાનો ડેટા આ
નેટવર્કમાં ઉમેરી શકે એવી સગવડ આપી.
પછીની લાંબી વાત ટૂંકી કરીએ તો અત્યારે રોજની બે લાખ જેટલી ફ્લાઇટ્સ આ
વેબસર્વિસ પર ટ્રેક થાય છે. એ માટેનો ડેટા તેને ૪૦,૦૦૦ જેટલાં, એકમેક સાથે કનેક્ટેડ
રીસિવર્સમાંથી મળે છે. દુનિયાનું આ પ્રકારનું આ સૌથી મોટું નેટવર્ક છે.
તમારા મોબાઇલને બનાવો રડાર
તમે આ સાઇટ કે તેની એપ પર જશો તો દુનિયાનો નક્શો જોવા મળશે, જેમાં આપણે આપણા રસનો વિસ્તાર પસંદ કરી શકીએ. યુરોપ કે નોર્થ અમેરિકા જેવા
ભાગમાં તો કીડિયારું ઊભરાતું હોય એમ પાર વગરનાં પ્લેન્સ જોવા મળશે. સહેજ ધીરજ
ધરીને જોયા કરશો તો બધાં પ્લેનને જરાતરા ખસતાં પણ જોઈ શકશો. સાઇટની સિસ્ટમ તેની
પાસે જે પ્લેનનો ડેટા ઉપલબ્ધ હોય તેને ગૂગલ મેપ સાથે સાંકળે છે.
તમે કોઈ પણ પ્લેન પર ક્લિક કરશો એટલે સ્ક્રીન પર ડાબી તરફની પેનલમાં એ પ્લેન
કઈ એરલાઇન્સનું છે, કઈ ફ્લાઇટ છે, ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે વગેરે માહિતી જોવા મળશે. એ ક્ષણે પ્લેન નક્શા પર
ક્યાં છે, તેની મુસાફરીનો રૂટ શો છે, તે કેટલી ઊંચાઈએ, કેટલી સ્પીડે આગળ વધી રહ્યું
છે એ બધું અહીં આપણે જાણી શકીએ છીએ (આ બધો જ ડેટા, સલામતીને ધ્યાનમાં રાખીને ઉપલબ્ધ કરાતો પબ્લિક ડેટા હોય છે). પ્લેને તેની કુલ મુસાફરીમાંથી
કેટલા કિલોમીટરનું અંતર કાપી લીધું છે એ પણ અહીં જોવા મળે છે.
પેનલમાં ૩ડી વ્યૂ લિંક પર ક્લિક કરતાં,
હવામાં ઊડતા પ્લેનને
જુદા જુદા વ્યૂમાં જોઈ શકાય છે. તમારું નેટ કનેક્શન અને કમ્પ્યુટર સારી
કેપેસિટીનું હોય તો આ વ્યૂ ઘણો સારો જોઈ શકો છો. અલબત્ત, પ્લેનનું નક્શા પરનું સ્થાન સાચું હોય છે, પણ તેના વ્યૂ વાસ્તવિક નથી હોતા, માત્ર નક્શા પર તેનો આભાસ ઊભો
કરવામાં આવે છે.
જો તમે આ એપનું પ્રો વર્ઝન ખરીદો તો ચોક્કસ ફ્લાઇટને સર્ચ કરી શકાય છે. એમાં
ઓગમેન્ટેડ રિયાલિટી વ્યૂની મજા પણ મળે છે,
એટલે કે કંપનીના દાવા
મુજબ આપણા માથેથી કોઈ પ્લેન પસાર થઈ રહ્યું હોય તો મોબાઇલના કેમેરાને ઓન કરી, એ પ્લેન સામે ધરતાં ફ્લાઇટરડાર૨૪ એપ એ પ્લેનને ઓળખી લે છે અને તેની બધી વિગતો
આપણને આપે છે!
છેલ્લી વાત, તમારા પરિવારમાં યુવાન
દીકરા-દીકરી પરદેશ રહેતાં હોય અને માતા-પિતા દેશમાં રહેતાં હોય, તો ઘર આવતા દીકરા-દીકરીનું પ્લેન તમારું હૈયું તો ટ્રેક કરતું જ હોય, આ આ સાઇટ પર પણ તમે તેની મુસાફરી ટ્રેક કરી શકો છો!