Get The App

ઇન્ટરનેટ પરની પોતાની વિગતો દૂર કરવી છે ?

Updated: Mar 5th, 2025

GS TEAM


Google News
Google News
ઇન્ટરનેટ પરની પોતાની વિગતો દૂર કરવી છે ? 1 - image


Mk[o rhÍÕxTMk{kt fkuE ¾kuxe MkkRx fu Ãkus Ãkh ík{khe rðøkíkku Ëu¾kE hne Au?

સમાચાર બસ આટલા જ છે : ગૂગલ સર્ચના રિઝલ્ટ પેજમાં જોવા મળતી આપણી અમુક વિગતો - જો એ ત્યાં ન હોય એવું આપણે ઇચ્છતા  હોઇએ તો - દૂર કરવી હવે સહેલી બની છે. સમાચાર નાના છે, પણ થોડા ઊંડા ઊતરવા જેવા છે. આપણે સૌ ઇન્ટરનેટ પર દુનિયાભરની જાતભાતની બાબતો સર્ચ કરીએ, પરંતુ આપણા પોતાના વિશે ઇન્ટરનેટ પર શું છે એ તપાસતા હોતા નથી. ક્યારેક આવું કુતૂહલ થાય અને તમે પોતાનું નામ કે અન્ય વિગતો સર્ચ એન્જિનમાં સર્ચ કરો તો સુખદ આશ્ચર્ય થઈ શકે કે તમારા પોતાના વિશે ઇન્ટરનેટ પર ઘણી બધી વિગતો છે! અથવા એવું પણ બને કે તમને આઘાતનો આંચકો લાગે કેમ કે ઇન્ટરનેટ પર ઘણી જગ્યાએ તમારું નામ, ફોન નંબર કે ઇમેઇલ એડ્રેસ જેવી વિગતો જોવા મળે.

ખાસ કરીને, આ બધી સાદી સંપર્ક વિગતો કોઈ વાંધાજનક કન્ટેન્ટ સાથે કે વાંધાજનક સાઇટ પર હોય તો આપણે ચોક્કસ ઇચ્છીએ કે એ દૂર થઈ જાય.

વધુ ખરાબ વાત એ કે આવી ‘સાદી’ સંપર્ક વિગતો ઉપરાંત ઇન્ટરનેટ પર આપણા વિશે એવું કંઈક જોવા મળે જે પોતે જ વાંધાજનક હોય, જેને આપણે શક્ય એટલું ખાનગી રાખવા માગતા હોઈએ, એ જગજાહેર થઈ ગયું હોય.

આ પરિસ્થિતિ કોઈ પણ વ્યક્તિ માટે બહુ મુશ્કેલ બની શકે. વધુ તકલીફએ કે પોતાની સંપર્ક વિગતો દૂર કરવી સહેલી છે, એ દૂર ન થાય તો બહુ મોટું નુકસાન પણ નથી, પરંતુ બીજા પ્રકારનું કન્ટેન્ટ દૂર કરવું ખાસ્સું અઘરું હોય છે. આપણે આ બંને પ્રકારની સ્થિતિમાં કેવાં પગલાં લઈ શકાય એ વિગતવાર સમજીએ.

Mk[o Ãkus{ktLke ykÃkýe rðøkíkku Ëqh fhðe õÞkhu sYhe çkLku?

આ સાદા સવાલ પાછળની ગંભીરતા સમજવા, પોતાના નામને ગૂગલમાં સર્ચ કરી જુઓ. જો તમે ઇન્ટરનેટ પર ખાસ્સા સક્રિય હશો, એટલે કે ફક્ત નેટ પર ઘણું બધું વાંચી-જોઈને સંતોષ ન માનતા હો, પણ પોતે તેમાં કમેન્ટ, વીડિયો, બ્લોગ-પોસ્ટ વગેરે વિવિધ રીતે, સાચા નામથી યોગદાન આપતા હશો તો તમને ગૂગલ પરની તમારા પોતાના વિશેની સર્ચ ક્વેરીમાં ઘણું બધું જોવા મળશે. બીજા લોકોએ કરેલા તમારા ઉલ્લેખ પણ જોવા મળશે.

અલબત્ત, ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયા પરની તમારી બધી પોસ્ટ સુધી ગૂગલ સર્ચ એન્જિન પહોંચી શકતું નથી, એટલે એની ચિંતા કરશો નહીં, પણ શક્ય છે કે ગૂગલના સર્ચ રિઝલ્ટમાં, તમે પોતે લખેલું કે તમારા વિશેનું એવું પણ કશુંક તમને જોવા મળે, જે હવે ગૂગલ ભૂલી જાય તો સારું એવું તમે ઇચ્છતા હો. કમનસીબે, ગૂગલનું સર્ચ એન્જિન લગભગ કશું જ ભૂલતું નથી.

આપણે ગૂગલમાં લોગ-ઈન હોઈએ ત્યાર પછી ઇન્ટરનેટ પર જે કંઈ કરીએ એ બધું તો ગજબની ચોક્સાઈથી ગૂગલ યાદ રાખે છે, પણ એ બધી બાબતો બહુ ચિંતાજનક નથી હોતી કેમ કે ગૂગલ સિવાય એ બધું બહુ સ્પષ્ટ રીતે બીજાને જોવા મળતું નથી.

આપણે વાત કરી રહ્યા છીએ, ગૂગલ પર તમારા વિશેના એ ઉલ્લેખોની, જે હવે દુનિયા ન જુએ એવું તમે ઇચ્છતા હો. હવે લગભગ તમામ કંપની જેને નોકરી આપવાનો વિચાર કરી રહી હોય એ ઉમેદવારો વિશે તથા પરિવારો દીકરી/દીકરા માટેના સંભવિત પાત્ર વિશે ગૂગલ પર અને સોશિયલ સાઇટ્સ પર સર્ચ કરીને તેમના વ્યક્તિત્વનો તાગ મેળવવાનો પ્રયાસ કરતા હોય છે.

આ કામ પ્રોફેશનલી કરી આપતી કંપનીઝ પણ ખૂલવા લાગી છે. વિદેશોમાં તો આપણા વિશેનો અલગ અલગ કેટલીય જાતનો ડેટા શોધીને આપણા ડિટેઇલ્ડ રિપોર્ટ આપતી કંપનીઝ પણ છે. તમે ઘર ભાડે લેવા માગતા હો અને અમુક બાબતો મકાનમાલિકથી છૂપાવી હોય, પણ સોશિયલ મીડિયા પર એની વાત કરી હોય તો તમે ચોક્કસ સકંજામાં આવી જાવ, મકાનમાલિકને ફ્રેન્ડ ન બનાવ્યા હોય તો પણ! આ બધાં કારણોસર, ઇન્ટરનેટ પર કશું પણ પોસ્ટ કરતાં પહેલાં વિચારવું જરૂરી હોય છે.

ફરી ગૂગલના સર્ચ રિઝલ્ટમાં આપણા ઉલ્લેખની વાત કરીએ તો, એને ભૂંસવા માટે ગૂગલ કાયદેસર રીતે જવાબદાર છે, એ માટેના કડક કાયદા મોટા ભાગે યુરોપમાં અમલી છે. યુરોપમાં ‘રાઇટ ટુ બી ફરગોટન (ભૂલાઈ જવાનો અધિકાર)’ હેઠળ, કોઈ પણ નાગરિક ગૂગલ તથા અન્ય પ્લેટફોર્મને પોતાના ઉલ્લેખનું યુઆરએલ મોકલીને તેને ડિલીટ કરવા માટે ફરજ પાડી શકે છે. તોય એ ઉલ્લેખ ફક્ત યુરોપમાં દેખાય નહીં, બીજા દેશોમાં તો દેખાઈ શકે! આપણા દેશમાં આ વાતો અસ્પષ્ટ છે, આપણે ગૂગલને વિનંતી ચોક્કસ કરી શકીએ, પણ ફરજ ન પાડી શકીએ.

ગૂગલ જો તેની નીતિનો, કાયદાકીય બાબતોનો કે કોપીરાઇટનો ભંગ થતો હોય કે એડલ્ટ મટિરીઅલની વાત હોય તો જ તેને ડિલીટ કરવાનું વિચારશે (ધ્યાન આપજો, વિચારશે!). ઉપરાંત એ પણ ખાસ સમજવા જેવું છે કે ગૂગલ કદાચ આપણા ઉલ્લેખ દૂર કરશે તો પણ એ ફક્ત ગૂગલના સર્ચ રિઝલ્ટમાંથી દૂર થશે, સર્ચ રિઝલ્ટ જ્યાંથી આવ્યું છે તે વેબસાઇટ પરથી નહીં! બીજા સર્ચ એન્જિનમાં એ ફરી દેખાઈ શકે છે. આથી, જો કશું કોઈ પણ રીતે વાંધાજનક હોય તો એ સાઇટના વેબમાસ્ટરના ઇ-મેઇલ એડ્રેસ પર યોગ્ય કારણ આપીને એ ઉલ્લેખ કરવાનો પ્રયાસ કરી શકાય. બહુ વાંધાજનક હોય તો પોલીસની મદદ લેવી જરૂરી બને.

સૌથી સારો રસ્તો, વેબ પર કશું પણ પોસ્ટ કરતાં પહેલાં એક મિનિટ અટકી, પરિણામો વિચારી લેવાનો છે!

MktÃkfo rðøkíkku fE heíku Ëqh fhe þfkÞ?

સામાન્ય રીતે આપણી સંપર્ક વિગતો ઇન્ટરનેટ પર બે રીતે પહોંચી શકે. એક, આપણે પોતે જુદી જુદી જગ્યાએ આ વિગતો આપીએ. બે, અન્ય કોઈ વ્યક્તિ કે કંપની આપણી વિગતો ઇન્ટરનેટ પર શેર કરે.

આપણે પોતે જુદી જુદી જગ્યાએ જે કંઈ શેર કરીએ તેને ઇન્ટરનેટ પરથી દૂર કરવું પ્રમાણમાં સહેલું છે. જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર આપણે કંઈ પોસ્ટ કરીએ અને તેમાં પોતાના અભિપ્રાય ઉપરાંત પોતાની વિગતો પણ આપીએ તો તેને ઇચ્છીએ ત્યારે એડિટ કરી શકીએ અને દૂર પણ કરી શકીએ. ગૂગલ માય બિઝનેસ જેવી સર્વિસમાં આપણે પોતાની વિગતો આપી હોય તો તેને પણ એડિટ કરી શકીએ કે દૂર કરી શકીએ.

પરંતુ ઇન્ટરનેટ પરની બધી સર્વિસ આવી રીતે આપણા વિશેની વિગતો એડિટ કે ડિલીટ કરવાની સગવડ ન પણ આપે. ઉપરાંત આપણે બદલે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા જ્યારે આપણી વિગતો શેર કરે ત્યારે તેને ઇન્ટરનેટ પરથી દૂર કરવી બહુ મુશ્કેલ બની જાય છે.

આમ તો અફાટ ઇન્ટરનેટ પર ક્યાંક કોઈક ખૂણેખાંચરે દબાઈને પડેલા વેબપેજ પર આપણી સંપર્ક વિગતો હોય તો તેનાથી આપણને ખાસ કોઈ નુકસાન થતું નથી. પરંતુ ગૂગલ સર્ચ જેવી સગવડ, જે સામાન્ય સંજોગોમાં વરદાનરૂપ છે તે જ, આપણે માટે અભિશાપ બની શકે! કારણ કે તે પેલા દટાયેલા પડેલા વેબપેજમાંની આપણી વિગતો સર્ચ રિઝલ્ટ્સ પેજ પર લાવી મૂકે છે!

અગાઉ, સર્ચ રિઝલ્ટ્સમાં આપણી વિગતો જોવા મળે તો તેને દૂર કરવાની ગૂગલ કંપની સગવડ આપતી હતી. પરંતુ એ માટેનાં સેટિંગ ગૂગલ સર્ચ એપ કે બ્રાઉઝરમાં બહુ ઊંડે દટાયેલાં હતાં. જો નસીબજોગે આપણે તેના સુધી પહોંચીએ તો પણ તેનો લાભ લઇને આપણી વિગતો દૂર કરવાની રિકવેસ્ટ મોકલવી પડે તથા ગૂગલ પાસે તેનું પાલન કરાવવાનું કામ ઘણું મુશ્કેલ હતું.

હવે ગૂગલે આ આખી વાત સહેલી બનાવી છે. તેને કારણે, ગૂગલને આપણી નિશ્ચિત વિગતો (જુઓ બાજુના સ્ક્રીનશોટ્સ) આપ્યા પછી જ્યારે પણ સર્ચ રિઝલ્ટ્સમાં આપણે જણાવેલી વિગતો જોવા મળે ત્યારે ગૂગલ પોતે આપણને એ વિશે એલર્ટ આપશે. તેની મદદથી એ સર્ચ રિઝલ્ટ્સ પેજ પર પહોંચીને આપણે સર્ચ રિઝલ્ટ્સની બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરીએ તો ‘રિમૂવ ધીસ રિઝલ્ટ્સ’ એવો વિકલ્પ મળી શકે છે. તેની મદદથી આપણે પોતાની વિગતો સર્ચ રિઝલ્ટ્સમાંથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકીએ છીએ. અલબત્ત હજી પણ આ સુવિધા ઘણી શરતોને આધિન છે.

કેવાં પગલાં લેવાં જોઈશે?

સૌથી પહેલાં આપણે https://myactivity.google.com/results-about-you પેજ પર જઇને પોતાના ગૂગલ એકાઉન્ટમાં લોગઇન થઈને આપણી નિશ્ચિત કોન્ટેક્ટ ડીટેઇલ્સ આપવાની હોય છે. આ પછી ગૂગલ આપણે આપેલી આ વિગતો કોઈ પણ રિઝલ્ટ્સ વેબપેજ પર જોવા મળી છે કે કેમ તે તપાસે છે. સ્વાભાવિક રીતે આપણા મનમાં શંકા રહે કે ગૂગલને આપણે પોતાની કોન્ટેક્ટ ડિટેઇલ્સ આપીએ તો ગૂગલ પોતે તેને અન્ય કંપનીઓ સાથે શેર તો નહીં કરે ને? અથવા આપણે ગૂગલની અન્ય સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ ત્યારે આપણે આપેલી કોન્ટેક્ટ ડિટેઇલ્સનો આપણી જ સામે ઉપયોગ નહીં થાય ને? ગૂગલ આવું કશું નહીં થાય એવી બાંહેધરી આપે છે.

વાસ્તવમાં ગૂગલ સર્ચ એન્જિનમાં કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત સંપર્ક વિગતો સર્ચ રિઝલ્ટ્સમાં જોવા મળે અને જે તે વ્યક્તિ તેને દૂર કરવા ઇચ્છતી હોય તો તેને મદદ કરવાનું ગૂગલ પર કાયદાકીય દબાણ આવ્યું છે. એ જ કારણે ગૂગલે આ સુવિધાને હવે વધુ સરળ બનાવી છે.

ગૂગલ સર્ચ રિઝલ્ટ્સમાં આપણી વિગતો જોવા મળે તો એ વિશેનો એલર્ટ મેળવી શકીએ છીએ.

આવા એલર્ટ મળ્યા પછી જો આપણને લાગે કે સર્ચ રિઝલ્ટ્સમાં જોવા મળતી આપણી વિગતો દૂર થવી જોઇએ તો આપણે તેની રિકવેસ્ટ સબમિટ કરી શકીએ છીએ. આવી રિકવેસ્ટ કરીએ એ પછી ગૂગલ તેની પોલિસીના સંદર્ભે આપણી વિગતો તપાસે છે. ઉપરાંત એ પણ તપાસવામાં આવે છે કે આપણી વિગતો સરકાર કે કોઈ શૈક્ષણિક સંસ્થાની વેબસાઇટ પર છે કે અન્ય કોઈ કંપની કે સંસ્થાએ આપણી મંજૂરી વિના આપણી સંપર્ક વિગતો શેર કરી છે. આપણી રિકવેસ્ટનો રિવ્યૂ કરવાની આ પ્રોસેસમાં કેટલાક દિવસો વીતી શકે છે.

એ પછી ગૂગલને આપણી વિનંતી યોગ્ય લાગે તો સર્ચ પેજ પરથી એ વિગતો દૂર થાય છે. જોકે એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે કે આ વિગતો માત્ર ગૂગલ સર્ચમાંથી દૂર થાય છે. એ વિગતો ઇન્ટરનેટ પરથી દૂર થતી નથી. મતલબ કે આપણે ઇચ્છતા ન હોઇએ એવી વિગતો જે તે વેબપેજ પર યથાવત રહે છે. એનો અર્થ એ પણ થયો કે તે સીધા જ વેબપેજ પર પહોંચતા લોકો હજી પણ આપણી વિગતો જોઈ શકે છે. તે જ રીતે લોકો ગૂગલ સિવાય અન્ય કોઈ સર્ચ એન્જિનનો ઉપયોગ કરે ત્યારે તેના સર્ચ રિઝલ્ટ્સમાં આપણી વિગતો જોવા મળી શકે છે.

આપણે પોતાની વિગતો ઇન્ટરનેટ પરથી સદંતર દૂર કરવી હોય તો એ વિગતો જે વેબસાઇટ પર હોય તેના માલિક કે સંચાલકનો સંપર્ક કરીને તેની પ્રક્રિયા આગળ વધારી શકીએ છીએ.

RLxhLkux ÃkhÚke yLÞ ðktÄksLkf fLxuLx fuðe heíku Ëqh fhe þfkÞ?

આસવાલ જેટલો મહત્ત્વનો છે, એટલો જ તેનો જવાબ કે અમલ મુશ્કેલ છે. ઇન્ટરનેટ પર કે સોશિયલ મીડિયામાં આપણા વિશે આપત્તિજનક લખાણ કે ફોટોગ્રાફ, વીડિયો વગેરે અપલોડ થાય તો તેને પણ દૂર કરવાના બે રસ્તા છે - એક, એ કન્ટેન્ટ સર્ચ રિઝલ્ટ્સમાંથી દૂર થાય એવા પ્રયાસો કરવા અને બીજું, એ કન્ટેન્ટ ખરેખર જ્યાં હોય તે પ્લેટફોર્મ કે વેબસાઇટમાંથી તેને દૂર કરવાનો પ્રયાસ કરવો.

બીજું પગલું - મૂળ સ્રોતમાંથી એ કન્ટેન્ટ દૂર કરવું - જ સૌથી અસરકારક પગલું છે. સદનસીબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આવું કન્ટેન્ટ રિપોર્ટ કરવાની વ્યવસ્થા હોય છે. જે તે પ્લેટફોર્મ ફરિયાદ યોગ્ય હોય તો એ કન્ટેન્ટ દૂર કરે છે. એ સિવાય કોઈ વેબસાઇટ પર કંઈ વાંધાજનક અપલોડ થયું હોય તો પોલીસ કે સાયબરક્રાઇમ સેલની મદદ લેવી જરૂરી બને.

સર્ચ રિઝલ્ટ્સ પેજ પરથી આવું કન્ટેન્ટ દૂર કરવું હોય તો, ગૂગલ આવી સગવડ આપે છે. એ માટે આપણે https://support.google.com/websearch/contact/content_removal_form પેજ પર જઈને, ત્યાં આપેલા ફોર્મમાં જણાવેલી વિગતો આપવાની રહે છે. આ પછી, ગૂગલ જરૂરી પગલાં લે છે અને ફરિયાદ યોગ્ય જણાય તો સર્ચ રિઝલ્ટ્સમાંથી એ કન્ટેન્ટ દૂર કરે છે.

Tags :