નવી દિલ્હી, તા. 7 ફેબ્રુઆરી 2021, રવિવાર
ઉત્તરાખંડના ચમૌલીમાં સાત વપર્ષ બાદ ફરી એક વખત કુદરતે કહેર વર્તાવ્યો છે. ચમૌલીમાં ગ્લેશિયર ફાટવાના કારણે ભારે તબાહી થઇ છે. ચમૌલીના રેણી ગામ નજીક ગ્લેશિયર ફાટવાના કારણે 150 કરચતા વધારે લોકો ગાયબ થયા છે. ધૌલી ગંગા નદીમાં અચાનક જળસ્તર વધવાના કારણે આ તબાહી સર્જાઇ છે.
આ તબાહીમાં કેટલાય પુલ તૂટી ગયા છે અને કેટલાય ગામો સાથેના સંપર્ક તૂટી ગયા છે. ત્યારે એ સવાલ થાય છે કે ગ્લેશિયર કેમ અને શા માટે તૂટે છે? સૌથી પહેલા તો એ જાણીએ કે ગ્લેશિયર શું હોય છે અને તે કઇ રીતે બને છે. પહાડોના ઉંચા શિખરો પર વર્ષો સુધી બરફ જમા થવાના કારણે ગ્લેશિયરનું નિર્માણ થાય છે. જેને સામાન્ય રીતે આપણે બરફના પહાડ પમ કહીએ છીએ. ગ્લેશિયરના પણ બે પ્રકાર હોય છે એક લ્પાઇન અને બીજી આઇસ શીટ્સ. પહાડો પર જે બરફ જમા થઇને બને છે તે ગ્લેશિયપરને અલ્પાઇન શ્રેણીમાં રાખવામાં આવે છે.
સામાન્ય રીતે તો ગ્લેશિર તૂટવાના અનેક કારણો હોય છે, પરંતુ મુખ્ય કારણોની વાત કરે તો તે છે ગુરુત્વાકર્ષણ. તો ગ્લેશિય તૂટવાનું બીજુ મહત્વનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગના કારણે બરફ પીઘળવા માંડે છે અને તેના વિવિધ ભાગો તૂટે છે. ગ્લેશિયરનો કોઇ મોટો ભાગ તૂટે છે તો તેને કાલ્વિંગ કહેવામાં આવે છે.
ગ્લેશિયર તૂટ્યા બાદ અંદર રહેલું પાણી પોતાનો રસ્તો બનાવી લે છે અને જ્યારે આ પાણી વહેવાનું શરુ થાય છે ત્યારે ગ્લેશિયર ઝડપથી પીઘળવા લાગે છે. જેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. જેના કારણે અચાનક નદીઓના જળસ્તરમાં વધારો થાય છે.


