UPI પેમેન્ટ હવે સ્માર્ટફોનની બહાર વિસ્તરશે !

- nðu ykÃkýkt M{kxo MkkÄLkku Ãký ÞwÃkeykR Ãku{uLx fhþu - ykÃkýk fkuE yuõþLk rðLkk, Ãký ftxÙku÷ MkkÚku
આ જે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) સંબંધિત બે મહત્ત્વની વાત કરવી છે, પણ એ પહેલાં એક સ્પષ્ટતા - આ બંને વાત હજી આવું કંઈક થશે એવા સ્તર પર છે. એનો લાભ
આપણને મળે એવી સ્થિતિ આવતાં વાર લાગી શકે છે,
પણ એ દિશામાં પ્રયાસો
જરૂર શરૂ થયા છે.
પહેલો મુદ્દો, આપણને થોડો ઝાટકો લાગે એવો છે
- હવે આપણું ટીવી કે ઇન્ટરનેટ કનેક્ટેડ કાર
કે ફ્રીઝ વગેરે યુપીઆઇથી, આપણા બેંક એકાઉન્ટમાંથી જરૂરી
પેમેન્ટ પોતાની રીતે, આપમેળે કરી શકે એવા પ્રયાસો
શરૂ થયા છે! આટલું વાંચીને તમને પહેલો વિચાર એ આવ્યો હશે કે અત્યારે જ યુપીઆઇ
ફ્રોડ આટલા વધી રહ્યા છે ત્યાં આ વળી શું નવું આવ્યું?
દેખીતું છે કે એ વ્યવસ્થામાં પણ સલામતીનાં બધાં પાસાંનો વિચાર થશે. ઉપરાંત, બીજો મુદ્દો, હાલ સતત વધતા યુપીઆઇ ફ્રોડને
ઘટાડવા માટેનો જ છે.
આગળ કહ્યું તેમ, બંને વાત ભલે હજી સંભાવનાના સ્તરે હોય, બંને વાત રસપ્રદ છે અને આપણે સમજવી જરૂરી છે!
xeðe, fkh fu
£eÍ ykÃkkuykÃk fhþu rçk÷Lke [qfðýe!
આપણા સૌની જૂની અને જાણીતી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) વ્યવસ્થામાં
નજીકના ભવિષ્યમાં એક જબરો ફેરફાર આવી રહ્યો છે. આ ફેરફારનું મહત્ત્વ સમજવા માટે
પહેલાં નીચેની થોડી સ્થિતિઓનો વિચાર કરીએ.
અત્યારે આપણે ફોન, પાવર કે ગેસ કંપની વગેરેના
બિલનું ઓનલાઇન પેમેન્ટ કરવું હોય તો શું કરીએ છીએ?
પહેલા રસ્તા તરીકે, પોતાના ફોનમાં જે તે કંપનીની
એપ ઓપન કરીએ.પે નાઉ બટન પર ક્લિક કરીએ. વિવિધ પેમેન્ટ મેથડમાંથી યુપીઆઇ સિલેક્ટ કરીએ. તેમાં આપણી
યુપીઆઇ એપ સિલેક્ટ કરીએ કે પોતાનું યુપીઆઇ આઇડી આપીએ. આથી આપણી યુપીઆઇ એપમાં જે તે
કંપની તરફથી પેમેન્ટ રિકવેસ્ટ આવે. આપણે તેને તપાસીને સ્વીકારીએ એટલે કંપનીનું
આપણું બિલ ભરાઈ જાય.
બીજો રસ્તો પહેલેથી યુપીઆઇ એપ કે બેંક એપ ઓપન કરીને તેમાંથી બિલ પેમન્ટ કરવાનો
છે.
તમે તમારા ટીવીમાં જે કંપનીની ડિજિટલ સર્વિસ (જેમ કે જિઓફાઇબર, એરટેલ વગેરે) મેળવો છો તેનું બિલ પણ લગભગ આ જ રીતે ભરતા હશો.
પરંતુ આ બધા પ્રકારનાં બિલ ભરવા માટે આપણે જાતે થોડાં એકશન લેવાં પડે છે. જે
તે કંપનીની એપ, પોતાની બેંક એપ કે યુપીઆઇ
એપમાં જઇને ત્યાંથી બિલ પેમેન્ટ કરવાની પ્રોસેસ કરવી પડે છે.
બીજી તરફ, યુપીઆઇથી થતું એક પ્રકારનું
ઓનલાઇન પેમેન્ટ એવું છે, જેમાં આપણે પોતે કંઈ કરવાનું
હોતું નથી. હાઇવે પરના ટોલ ટેક્સ પ્લાઝા પર થતું પેમેન્ટ કે કોઈ મોલ, એરપોર્ટ વગેરે જગ્યાના પાર્કિંગમાં થતું પેમેન્ટ. એ પેમેન્ટ આપણી કારમાં આપણે
લગાવેલા ફાસ્ટેગને કારણે આપોઆપ થઈ જાય છે.
આ બધી અત્યારની સ્થિતિ છે. આપણે અલગ અલગ જગ્યાએ યુપીઆઇ પેમેન્ટ કરવા માટે જાતે
થોડાં પગલાં લેવાં પડે છે અથવા ફાસ્ટેગ જેવી વ્યવસ્થાનો લાભ લેવો પડે છે.
હવે કંઈક જુદું પણ થશે
માની લો કે આપણું ટીવી સ્માર્ટ ટીવી છે. એટલે એ ઇન્ટરનેટ સાથે સીધું કનેક્ટ થઈ
શકે છે. હવે ઘણી કારમાં પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી આવી ગઈ છે. એટલે કાર પણ પોતાની
રીતે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકે છે. આપણા ઘરના ખૂણામાં ચૂપચાપ કામ કરતા
રેફ્રિજરેટરનાં નવાં મોડેલ પણ ઇન્ટરનેટ કનેક્ટેડ હોય છે.
અત્યારે જ આપણે કાર, રેફ્રિજરેટર, એસી, વગેરે જુદા જુદા પ્રકારનાં
સાધનો પોતાનાં ફોનથી ઓપરેટ કરી શકીએ છીએ તથા તેમાં જુદાં જુદાં એકશન લઈ શકીએ છીએ.
આ બધાં સાધનો ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ ગયાં હોવાથી આ શક્ય બને છે.
હવે થોડા સમયમાં આ બધાં સાધનો ઇન્ટરનેટને કારણે યુપીઆઇ સાથે પણ કનેક્ટ થશે!
ઝાટકો લાગ્યો? આનો અર્થ એ થયો કે આપણાં
સ્માર્ટ, ઇન્ટરનેટ કનેકટેડ સાધનો પણ
આપણી જેમ યુપીઆઇથી, પોતાની રીતે પેમેન્ટ કરી
શકશે! આપણી જૂની ને જાણીતી યુપીઆઇ વ્યવસ્થા જેનો અત્યાર સુધી આપણે પોતે પોતાના
ફોનથી (કે ફાસ્ટેગથી) ઉપયોગ કરતા આવ્યા છીએ,
એ જ યુપીઆઇ વ્યવસ્થા નજીકના
ભવિષ્યમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સને કારણે સ્માર્ટ, ઇન્ટરનેટ કનેકટેડ ડિવાઇસિસમાં
પણ કામ કરતી થાય એવી શક્યતા છે.
એવી શી જરૂર છે?
આપણાં સ્માર્ટ સાધનો યુપીઆઇ કનેક્ટેડ હોય તો શું થઈ શકશે એ પણ થોડું વિચારીએ.
જો આપણી પાસે ઇન્ટરનેટ કનેક્ટેડ સ્માર્ટ ટીવી હોય અને તેમાં આપણે પહેલેથી
યુપીઆઇ સંબંધિત કેટલાંક સેટિંગ્સ કર્યા હોય તથા નિશ્ચિત મંજૂરીઓ આપી હોય તો મહિનો
પૂરો થતાં, જિઓફાઇબર કે એરટેલ જેવી
સર્વિસનું બિલ જનરેટ થાય એ સાથે સ્માર્ટ ટીવી પોતાની રીતે આપણા યુપીઆઇ એકાઉન્ટની
મદદથી બિલનું પેમેન્ટ કરી દેશે.
કલ્પનાને હજી થોડી આગળ વધારીએ. અત્યારે આપણું રેફ્રિજરેટર ઇન્ટરનેટ કનેક્ટેડ
છે તેથી તેને દૂર બેઠાં પોતાના ફોનથી ઓન/ઓફ કરી શકીએ કે ટેમ્પરેચર વધારવા ઘટાડવા
જેવાં સાદાં પગલાં લઈ શકીએ છીએ. પરંતુ રેફ્રિજરેટરની સ્માર્ટનેસ તેનાથી આગળ વધવા
લાગી છે. એ કારણે ફ્રીઝની મિલ્ક ટ્રેમાં દૂધની થેલીઓ ખૂટવા આવી હોય તો રેફ્રિજરેટર
પોતે, પોતાની રીતે, દૂધની હોમ ડિલિવરી કરતી એપ સાથે કનેક્ટ થઈને તેમાં દૂધની બે-ચાર થેલીનો ઓર્ડર
આપી દેશે અને ફરી આપણા યુપીઆઇ એકાઉન્ટની મદદથી એ માટે જરૂરી પેમેન્ટ પણ કરી દેશે!
હજી આગળનું વિચારીએ તો પેટ્રોલ પંપ પર બાઇક કે કારમાં પેટ્રોલ પૂરાવીએ એ પછી
બાઇક કે કાર લોકેશનનો તાળો મેળવીને પેટ્રોલ પંપ સાથેનો હિસાબ સરભર કરી શકશે -
પોતાની મેળે.
આ બધી હજી દૂરની વાતો છે, ઘણી બધી સરકારી મંજૂરીઓને આધીન છે, પણ સ્માર્ટ ડિવાઇસિસને યુપીઆઇ સાથે કનેક્ટ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે!
yk '[{ífkh’
ÃkkA¤Lkku rð[kh
હવે એ વાત કરીએ કે આ ચમત્કાર કેવી રીતે થશે અને ક્યારથી અમલમાં આવશે. પહેલી
વાત એ કે આ બધા ફેરફાર અમલમાં આવતાં હજી વાર લાગશે. યુપીઆઇ વ્યવસ્થાનું સંચાલન
કરતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)માં અત્યારે યુપીઆઇમાં આ
મેજર અપગ્રેડ માટેનું ફ્રેમવર્ક તૈયાર કરવા પર કામ ચાલી રહ્યું છે એવા સમાચાર છે.
આ વર્ષ દરમિયાન એનપીસીઆઇ તેનો પ્રારંભ કરે તેવી શક્યતા છે.
હવે વાત કરીએ તમારી મૂળ જિજ્ઞાસાની - ટીવી, રેફ્રિજરેટર વગેરે સાધનો યુપીઆઇથી પેમેન્ટ કેવી રીતે કરશે?!
આમ જુઓ તો આઇડિયા એકદમ સાદો છે. તેમાં યુપીઆઇની જે બે ખૂબીનો ઉપયોગ થઈ રહ્યો
છે તેનો આપણે અત્યારે પણ ઉપયોગ કરીએ છીએ.
આપણી પાસે વર્ષો જૂની કાર હોય, તેમાં કોઈ રીતે ઇન્ટરનેટ
કનેક્ટિવિટી ન હોય તો પણ હાઇવેના ટોલ ટેક્સ પ્લાઝા પર આપણી કાર ફટાફટ, પોતાની રીતે ટોલ ટેક્સ ચૂકવી આપે છે. કેમ? કારણ કે કારના સ્ક્રીન પર લગાવેલા ફાસ્ટેગથી ફક્ત એ કામ પૂરતી આપણી જૂની કાર
સ્માર્ટ બની ગઈ છે. ફાસ્ટેગના મૂળમાં પણ યુપીઆઇ છે. આપણે જ્યારે પોતાના ફાસ્ટેગનું
એકાઉન્ટ ઓપન કરીએ ત્યારે તેનું એક ચોક્કસ યુપીઆઇ આઇડી બને છે. આ પછી આપણે એ
એકાઉન્ટ રિચાર્જ કરીએ એટલે કે કોઈ પણ રીતે તેમાં રૂપિયા ઉમેરીએ પછી એ એકાઉન્ટમાંથી
ટોલટેક્સ કપાતો જાય છે. આપણે ઇચ્છીએ તો ફાસ્ટેગ એકાઉન્ટમાં અમુક નિશ્ચિત રકમ કરતાં
ઓછું બેલેન્સ થાય ત્યારે તેમાં આપોઆપ આપણા બેંક ખાતામાંથી અમુક નિશ્ચિત રકમ ઉમેરાઈ
જાય તેવું પણ થઈ શકે.
સ્માર્ટ ડિવાઇસિસ પોતાની રીતે યુપીઆઇનો ઉપયોગ કરી શકે તે માટે તેમાં કંઈક આ જ કન્સેપ્ટનો ઉપયોગ થયો છે.
ફેર એટલો કે તેમાં ડિવાઇસ પોતે ઇન્ટરનેટ કનેક્ટેડ છે. ફાસ્ટેગ જેવા કોઈ વધારા
સાધનની તેમાં જરૂર નથી.
ઉપરાંત જે બીજી ખૂબી કામે લાગે છે તે છે થોડા સમય પહેલું લોન્ચ થયેલું યુપીઆઇ
સર્કલ ફીચર. આપણે તેના વિશે ટેકનોવર્લ્ડમાં વિગતવાર વાત કરી ગયા છીએ. આ ફીચરને કારણે આપણા પરિવાર કે ઓફિસના અન્ય લોકો
પોતાના ફોનમાં યુપીઆઇ ઇન્સ્ટોલ કરે, તે આપણા યુપીઆઇ એકાઉન્ટ મારફત
આપણા બેંક એકાઉન્ટ સાથે કનેક્ટ થાય અને પછી તેમણે જ્યારે પણ કોઈ જગ્યાએ યુપીઆઇથી
પેમેન્ટ કરવાનું થાય ત્યારે એ પેમેન્ટ આપણા બેંક એકાઉન્ટમાંથી થાય. આમાં પાછી બે
સગવડ છે. કાં તો એ અન્ય વ્યક્તિ તરફથી પેમેન્ટ પ્રોસેસ શરૂ થાય ત્યારે દરેક વખતે
આપણે પોતાનો યુપીઆઇ પિન આપીને તેને મંજૂરી આપીએ, અથવા એ વ્યક્તિ અમુક નિશ્ચિત રકમની મર્યાદામાં આપણા બેંક એકાઉન્ટમાંથી પોતાની
રીતે પેમેન્ટ કરી શકે એવું આપણે સેટિંગ કરી લઇએ.
યુપીઆઇ સર્કલ અત્યારે અન્ય વ્યક્તિ માટે કામ કરે છે. એ જ સર્કલને હવે
વિસ્તારીને તેમાં આપણાં ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ સ્માર્ટ ડિવાઇસિસને આવરી લેવામાં
આવેે એવી શક્યતા છે!
એટલે કે આપણે યુપીઆઇ સર્કલ જેવી વ્વયવસ્થાથી પોતાના ટીવી, રેફ્રિજરેટર કે ઇન્ટરનેટ
કનેક્ટેડ કાર-બાઇકમાં યુપીઆઇ ફીચર ઉમેરી શકીશું અને આપણી મંજૂરી વિના કેટલું
પેમેન્ટ થાય તે નક્કી કરી શકીશું (જે રીતે અત્યારે યુપીઆઇમાં ઓટો પેમેન્ટ મેન્ડેટ
છે કે બેંક એકાઉન્ટમાં ઇલેક્ટ્રોનિક ક્લીયર સર્વિસ (ઇસીએસ)ની સગવડ હોય છે). એ પછી
એ સાધન પણ અન્ય વ્યક્તિની જેમ આપણા યુપીઆઇ એકાઉન્ટથી પેમેન્ટ કરી શકશે - આપણા
તરફથી કોઈ એક્શન વિના, પણ આપણા કંટ્રોલ સાથે!








