- ÷kufkuLku zhkðe-Ä{fkðeLku ykuLk÷kRLk hf{ Ãkzkðe ÷uðkLkk y™uf rfMMkkyku ÃkAe yk¾hu...
હજી હમણાં સુધી કૌન બનેગા કરોડપતિમાં બચ્ચનજી આપણને ઓનલાઇન પેમેન્ટનો ડેમો આપતા હતા, યે આપકા નંબર ડાલા, યે કુછ નંબર ડાલે... ઔર પેમેન્ટ
હો ગયા આપકે એકાઉન્ટ મેં...! ઓનલાઇન પેમેન્ટ, ખાસ કરીને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) આ ઇન્સ્ટન્ટ પેમેન્ટની ખાસિયત
ભારતમાં અનેક લોકોને નડી ગઈ છે. ફોન પર કોઈ અજાણી વ્યક્તિ ડરાવે, ધમકાવે અને પેમેન્ટ કરવા કહે, આપણે એ કહે એમ કરીએ અને લો હો ગયા પેેમેન્ટ! રૂપિયા પલકવારમાં આપણા એકાઉન્ટમાંથી ગાયબ!
આપણા દેશમાંયુપીઆઇનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને તેની સાથે સાથે તેનાથી
ફ્રોડનું પ્રમાણ પણ હદ બહારનું વધી રહ્યું છે.
તેને અંકુશમાં લેવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ કેટલાંક પગલાં
વિચાર્યાં છે.
તેનાં સૂચનો અમલમાં આવશે તો યુપીઆઇના આપણા ઉપયોગમાં પણ નોંધપાત્ર ફેરફારો થશે.
ભારતમાં આ પ્રકારનાં પગલાં હવે અનિવાર્ય બન્યાં છે કેમ કે વર્ષ ૨૦૨૧ દરમિયાન
ભારતમાં સાયબર મની ફ્રોડના ૨.૬ લાખ કેસ નોંધાયા હતા અને તેમાં લોકોએ કુલ રૂ.૫૫૧
કરોડ ગુમાવ્યા હતા. ફક્ત ચાર વર્ષમાં સાયબર મની ફ્રોડનું પ્રમાણ એટલી હદે વધ્યું
કે કેસોની સંખ્યા ૨.૬ લાખથી ૨૮ લાખે પહોંચી અને લોકોએ ગુમાવેલા રૂપિયાનો આંક રૂ.૨૨,૯૩૧ કરોડે પહોંચી ગયો. આ બધા આંકડા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલમાં
નોંધાયેલા આંકડા છે. નોંધાયા વિનાના કેસ અલગ.
આ બધું ધ્યાનમાં રાખીને યુપીઆઇ વ્યવસ્થાને વધુ સલામત બનાવવા માટે આરબીઆઇએ જે
પગલાં સૂચવ્યા છે તે વિગતવાર સમજીએ.
yk¾hu
ÞwÃkeykR{kt hf{ íkhík Lku íkhík xÙkLMkVh Lknª ÚkkÞ!
આ સુધારો અમલમાં આવશે તો જ્યારે યુપીઆઇથી રૂ.૧૦,૦૦૦થી વધુ રકમ - વ્યક્તિથી વ્યક્તિ - ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે પેમેન્ટ
કરનારના એકાઉન્ટમાંથી એક કલાક પછી જ રકમ ટ્રાન્સફર થશે. આ સમય દરમિયાન પેમેન્ટ
કરનાર વ્યક્તિ ઇચ્છે તો પેમેન્ટ કેન્સલ કરી શકશે. અત્યારે યુપીઆઇથી થતું પેમેન્ટ
ગમે તેટલી રકમનું હોય તે ઇન્સ્ટન્ટ થાય છે.
આ વાત યુપીઆઇ વ્યવસ્થાની શક્તિ છે તેમ બહુ મોટી નબળાઈ પણ છે. રકમ તરત ને તરત
ટ્રાન્સફર થઈ જતી હોવાથી લોકો બેધ્યાનપણે કે કોઈના દબાણમાં આવીને કહેવામાં આવે તે
રકમ, કહેવામાં આવે તે ખાતામાં
ટ્રાન્સફર કરે તો એ પછી તેના પર તેમનો કોઈ અંકુશ રહેતો નથી. આરબીઆઇના જણાવ્યા
અનુસાર ભારતમાં સાયબર ફ્રોડના જે કિસ્સાઓમાં
ફ્રોડની રકમને ધ્યાનમાં લઇએ તો લગભગ ૯૮.૫ ટકા કેસમાં રકમ રૂ. ૧૦,૦૦૦થી વધુની હોય છે. એ જોતાં રૂ.૧૦,૦૦૦થી વધુ રકમનું ટ્રાન્ઝેકશન
એક કલાક સુધી અટકાવવાનું મહત્ત્વનું બની જાય છે.
આ પ્રકારે દબાણપૂર્વક કરવામાં આવતાં પેમેન્ટ ટેકનિકલ ભાષામાં ઓથોરાઇઝ્ડ પુશ પેમેન્ટ (એપીપી) ફ્રોડ
તરીકે ઓળખાય છે. એટલે
કે તેમાં પેમેન્ટ કાયદેસર અને યોગ્ય રીતે જ થાય છે, ફક્ત પેમેન્ટ કરનાર વ્યક્તિ પર કોઈને કોઈ રીતે દબાણ લાવીને તેની ખરેખરી ઇચ્છા
વિરુદ્ધ પેમેન્ટ કરાવી લેવામાં આવે છે. આમ આવા ફ્રોડમાં સિસ્ટમની કોઈ ખામી હોતી
નથી.
જોકે આ સૂચનના અમલમાં કેટલાક પડકાર પણ છે. જેમ કે ઘણી જગ્યાએ આપણે રૂ. ૧૦,૦૦૦થી વધુ રકમની ખરીદી કર્યા પછી યુપીઆઇથી પેમેન્ટ કરીએ અને તેને એક કલાક
સુધીમાં કેન્સલ કરવાની સવલત મળે તો વેપારી માટે વાત જોખમી બની જાય. વેપારી રકમ
મળ્યાની ખાતરી ન થાય ત્યાં સુધી ચીજવસ્તુ આપી ન શકે.
આના ઉપાય તરીકે મર્ચન્ટ પેમેન્ટ્સ, ઇ-મેન્ડેટ (અમુક નિશ્ચિત
વેપારી કે સંસ્થાને નિશ્ચિત રકમ સુધીનું પેમેન્ટ આપોઆપ થાય તેવી આપણે આપેલી સૂચના), નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (એનએસીએચ) પેમેન્ટ એટલે કે મોટાં બિલ્સ, ઇએમઆઇ, વીમાનું પ્રીમિયમ વગેરે માટે
ઓટો ડેબિટની વ્યવસ્થા વગેેરે રીતે થતા પેમેન્ટમાં રૂ.૧૦,૦૦૦થી વધુનું પેમેન્ટ હોય તો તેને એક કલાકમાં કેન્સલ કરવાની સવલત બાકાત
રાખવામાં આવશે.
એ જ રીતે પેમેન્ટ કરનાર કસ્ટમર પોતે પણ નિશ્ચિત જગ્યાએ પેમેન્ટ વખતે એક કલાકના
વિલંબની વ્યવસ્થા બાયપાસ કરીને તુરંત પેમેન્ટ થાય એવો રસ્તો અપનાવી શકશે.
આ પગલું સૂચવતી વખતે રિઝર્વ બેંકે લોકોનું ખાસ ધ્યાન દોર્યું છે કે ભારતમાં જે
પણ ડિજિટલ ફ્રોડ થાય છે તેમાંના લગભગ તમામ કેસમાં સિસ્ટમની કોઈ ટેકનિકલ ખામી કે
ભંગ જવાબદાર હોતા નથી. ઠગ ટોળકીઓ કોઈ ને કોઈ રીતે લોકોને ભરમાવીને, દબાણમાં લાવીને કે બીજી રીતે છેતરીને તેમની પાસે જાતે જ રકમ ટ્રાન્સફર કરાવતા
હોય છે.
યુપીઆઇ કે ઇમિડિએટ પેમેન્ટ સર્વિસ (આઇએમપીએસ) જેવી ઇન્સ્ટન્ટ વ્યવસ્થાથી
પેમેન્ટ થાય અને રકમ એક ખાતામાંથી બીજા કોઈ પણ ખાતામાં ચાલી જાય પછી તેને પાછી વાળવી
કે રકમની રિકવરી કરવી બહુ મુશ્કેલ બની જાય છે. જો આવે સમયે રકમ ટ્રાન્સફર કરનાર
વ્યક્તિને એક કલાક સુધીમાં પોતાનો નિર્ણય રદ કરવાની સવલત મળે તો એટલા સમયમાં તેના
પર દબાણ લાવનાર ઠગના માનસિક અંકુશમાંથી તે બહાર આવી જાય એવી શક્યતા વધુ રહે છે.
આરબીઆઈ પેમેન્ટ પછીના એક કલાકને ગોલ્ડન અવર તરીકે ઓળખાવે છે. જો આ એક કલાકમાં પેમેન્ટ કરનાર વ્યક્તિને પોતાનો નિર્ણય બદલવાની સગવડ મળે તો તે ફ્રોડથી બચી શકે એ જ રીતે બેંકને પણ ટ્રાન્ઝેકશન શંકાસ્પદ લાગે તો તેને આગળ વધારતાં પહેલાં તેને અટકાવવા માટે કંઈક સમય મળી રહે - એ દૃષ્ટિએ આ પગલું બહુ મહત્ત્વનું બનશે.
yLÞ fuðk
VuhVkh Úkþu, su Úkkuze yøkðz MkkÚku Mk÷k{íke ðÄkhþu?
rMkrLkÞh
rMkrxÍLMk ‘xÙMxuz fkuLxuõxTMk’ Lk¬e fhe þfþu
ભારતમાં નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલમાં નોંધાતા સાયબર ફ્રોડના
કિસ્સાઓમાં લગભગ ૯૨ ટકા રકમ રૂ. ૫૦,૦૦૦થી વધુની હોય છે. આવા
કિસ્સાઓમાં ઓનલાઇન પેમેન્ટની આંટીઘૂંટીઓ બરાબર સમજી ન શકતા સિનિયર સિટિઝન્સ વધુ
પ્રમાણમાં સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે. આથી તેમને સુરક્ષિત કરવા માટે ૭૦ વર્ષથી
વધુ વયની વ્યક્તિ તથા દિવ્યાંગ વ્યક્તિ જ્યારે રૂ. ૫૦,૦૦૦થી વધુ રકમની ઓનલાઇન ટ્રાન્સફર કરે ત્યારે અન્ય કોઈ પણ વિશ્વસનીય વ્યક્તિ તરફથી ટ્રાન્સફરને મંજૂરી
આપવી ફરજિયાત બનશે. ૭૦ વર્ષથી વધુ વયના વ્યક્તિ તથા દિવ્યાંગ વ્યક્તિઓ આ માટે
પોતાના યુપીઆઇ/બેંક એકાઉન્ટમાં ઓથેન્ટિકેશન માટે પહેલેથી કોઈ ટ્રસ્ટેડ પર્સનને નોમિનેટ કરી શકશે.
y{wf hf{Úke ðÄw
ðkŠ»kf xÙkLMkVh Ãký ytfwþ ykðþu
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોઈ પણ વ્યક્તિના અંગત કે નાના બિઝનેસના એકાઉન્ટમાં
વાર્ષિક કુલ રૂ. ૨૫ લાખથી વધુની રકમ જમા કરવા પર નિયંત્રણો મૂકવાનું પણ સૂચન
કર્યું છે.
જો આ રકમથી વધુનું પેમેન્ટ કરવામાં આવે તો એ ટ્રાન્સફર શેડો ક્રેડિટ તરીકે નોંધવામાં આવશે. એવા
કિસ્સામાં રકમ મેળવરનાર ખાતાધારકેે બેંકને ખાતરી કરાવવી પડશે કે તેના ખાતામાં આ
રકમ યોગ્ય અને કાયદેસર રીતે આવી છે.
જો ૩૦ દિવસની અંદર આવી ખાતરી આપવામાં ન આવે તો ખાતામાં આવેલી એ રકમ, રકમ મોકલનાર વ્યક્તિના ખાતામાં પરત મોકલી દેવામાં આવશે.
yuf Íkxfu
çkÄe xÙkLÍuõþLk [uLk÷ çktÄ fhe þfkþu
રિઝર્વ બેંકના આ સૂચન વિશે આપણે ટેકનોવર્લ્ડમાં અગાઉ વિગતવાર વાત કરી છે. આ સૂચન મુજબ બેંકના ખાતાધારકોને તેમના ખાતા માટે
કિલ સ્વિચનો ઉપયોગ કરવાની સગવડ મળશે, જેની મદદથી તેઓ ઇચ્છે ત્યારે પોતાના એકાઉન્ટમાંથી ડિજિટલ પેમેન્ટ કરવાની તમામ
સગવડ એક ઝાટકે બંધ કરી શકશે.
અત્યારે પોતાની સાથે ફ્રોડ થયો હોવાનું લાગે એ પછી આપણે પોતાના ખાતામાંથી વધુ રકમ ટ્રાન્સફર ન થાય એ માટે લાંબી ભાગાદોડી કરવી પડે છે. જો કિલ સ્વિચનું સૂચન અમલમાં આવે તો આ કામ ઘણું સહેલું બની જશે. અત્યારે સિંગાપોરમાં આવી સગવડ અમલમાં મુકાઈ ગઈ છે અને ઓસ્ટ્રેલિયામાં પણ અમુક બેંકે તેનો અમલ શરૂ કર્યો છે.
yk çkÄk Lkðk
rLkÞ{ku ¾hu¾h - yLku õÞkhu - y{÷{kt ykðþu?
સાયબર મની ફ્રોડને અંકુશમાં લેવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિઆએ આ બધાં પગલાં
સૂચવ્યાં તો છે પરંતુ બેંક પોતે કબૂલે છે કે આમાંથી અમુક પગલાં યુપીઆઇ વ્યવસ્થાની
કેટલીક ખાસ વિશેષતાની વિરુદ્ધ જાય છે.
જેમ કે યુપીઆઇની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં રકમની ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર
થઈ શકે છે. તેમાં એક કલાક સુધીમાં તેને રદ કરવાની સગવડ ઘણી બધી ગૂંચવણો ઊભી કરી
શકે છે. ઉપરાંત ઘણા પ્રકારનાં ટ્રાન્ઝેકશનને આવી એક કલાકની મર્યાદામાં રદ કરવાની
સગવડથી મુક્ત રાખ્યા વિના પણ છૂટકો નથી.
મતલબ કે અમુક એકાઉન્ટને આવી મર્યાદા લાગુ ન પડે એ રીતે તેને વ્હાઇટ લિસ્ટ કરવાં પડે. એમ કરવા જતાં
છેતરપિંડી કરનારા લોકો આ છટકબારીનો લાભ લઇને તેમના નિશાન પરના લોકો પર દબાણ લાવીને, પહેલાં એકાઉન્ટ વ્હાઇટ લિસ્ટ કરાવે અને પછી તેમની પાસે રકમ ટ્રાન્સફર કરાવે
એવી પણ શક્યતા છે.
આવી સ્થિતિમાં ફ્રોડ થઈ જાય અને વ્યક્તિને એક કલાકની અંદર ટ્રાન્ઝેકશન રદ
કરવાની સગવડ પણ ન મળે!
એ પણ નોંધવા જેવું છે કે આંખના પલકારે નાની મોટી રકમનું ઇન્સ્ટન્ટ પેમેન્ટ
કરવા જેવી સગવડે જ યુપીઆઇને હાલની લોકપ્રિયતા અપાવી છે.
રિઝર્વ બેંક માટે મોટી જવાબદારી એ રહેશે કે યુપીઆઇની આ ખાસિયત જોખમમાં મૂક્યા
વિના તેના ઉપયોગને સલામત બનાવવાના રસ્તા શોધવા પડશે.
ઇ-કોમર્સ માટેનાં વિવિધ મોટા ઓનલાઇન પ્લેટફોર્મ પર યુપીઆઇથી પેમેન્ટ કરવામાં
આવે ત્યારે તેમાં પેમેન્ટની સલામતી માટે વિવિધ પક્ષો તરફથી પગલાં લેવામાં આવે છે.
પરંતુ બે વ્યક્તિ વચ્ચે પેમેન્ટ કરવાની વાત આવે ત્યારે આખી વાત વધુ જોખમી બની જાય
છે. મોટા ભાગના ફ્રોડ આ રીતે બે વ્યક્તિ વચ્ચે જ થાય છે.
આવી વિવિધ બારીક આંટીઘૂંટીઓ પર પૂરતી ચર્ચા વિચારણા કર્યા પછી તેને અમલમાં
મુકી શકાશે.
હાલમાં રિઝર્વ બેંક યુપીઆઇ વ્યવસ્થા સાથે સંકળાયેલ વિવિધ સ્ટેકહોલ્ડર્સ પાસેથી આ વિશે સૂચનો, મંતવ્યો મેળવી રહી છે. મે ૮, ૨૦૨૬ સુધીમાં આવા મંતવ્યો મળ્યા પછી આ બધાં પગલાં વિશે કોઈ આખરી નિર્ણય લેવામાં આવશે.
ykÃkýLku þe
yMkh Úkþu?
જો તમે પણ કોઈ પણ યુપીઆઇ એપથી રોજેરોજ ફટાફટ નાની મોટી રકમ ટ્રાન્સફર કરતા હો
તો રિઝર્વ બેંકના આ નવાં પગલાંઓ અમલમાં આવે તો પણ તમને તેનાથી ખાસ ફેર પડશે નહીં.
આપણા રોજબરોજની નાની રકમની ટ્રાન્સફર હાલની જેમ જ ચાલુ રહેશે.
એટલે કે રૂ.૧૦,૦૦૦થી ઓછી રકમ માટેની યુપીઆઇ
ટ્રાન્સફરને એક કલાકની અંદર રદ કરી શકાશે નહીં. આથી રેસ્ટોરાં, કરિયાણાંની દુકાન કે અન્ય વ્યક્તિને રૂ. ૧૦,૦૦૦થી ઓછી રકમને ટ્રાન્સફર કરતી વખતે તે ઇન્સ્ટન્ટ જ થશે.
એક શક્યતા અનુસાર શરૂઆતમાં આપણે ફક્ત
એક રૂપિયો ટ્રાન્સફર કરીને યુપીઆઇ વ્યવસ્થાને એવી ખાતરી આપી શકીશું કે
સામેનું ખાતુંં આપણે માટે ભરોસાપાત્ર છે. આ રીતે કોઈ ખાતું વ્હાઇટ લિસ્ટ કર્યા પછી રૂ. ૧૦,૦૦૦થી વધુ રકમની ટ્રાન્સફર પણ તરતને તરત કરી શકાશે.
એ જ રીતે આપણે ક્યારેક ઇમરજન્સીમાં રૂ. ૧૦,૦૦૦થી વધુની રકમ તાબડતોબ ટ્રાુન્સફર કરવાની હોય તો યુપીઆઇ એપમાંથી મોબાઇલ નંબર
પર રકમ મોકલવાને બદલે ફિઝિકલ ક્યૂઆર કોડ સ્કેન કરીને રકમ ટ્રાન્સફર કરવામાં આવે તો
ત્યારે એક કલાકનો વિલંબ લાગુ ન થાય એવી શક્યતા છે.
જો આપણે પોતે જેને બરાબર ઓળખતા હોઇએ
અને રકમ ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર કરવાની જરૂર ન હોય એવા સંજોગમાં રકમ એક કલાક પછી
ટ્રાન્સફર થાય તો આપણે માટે તે અવરોધરૂપ ન બને.


