- Mxeð òuçMk yLku Mxeð ðkuÍrLkÞkf - yk çku r{ºkku WÃkhktík yuÃk÷Lke MÚkkÃkLkk{kt ºkeS yuf ÔÞÂõíkLkku Ãký Vk¤ku níkku
હજી હમણાં, પહેલી એપ્રિલે આપણે વાત કરી
હતી કે એપલની સ્થાપના એપ્રિલ ફૂલના દિવસે થઈ હતી! વાસ્તવમાં એપલ માટે ફક્ત
સ્થાપનાનો એ એક જ દિવસ કંઇક અનોખો હતો એવું નહોતું. આજે એપલ કંપની જે ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી છે તેના મૂળમાં, તેના એપ્રિલ ફૂલના સ્થાપના દિવસ પહેલાંના અને સ્થાપના પછીના શરૂઆતના દિવસો હજી
વધુ રસપ્રદ, રોમાંચક અને અાડાઅવળા
વળાંકોવાળા હતા! એપલ કંપનીની સ્થાપનાને પચાસ વર્ષ થયાં છે અને હવે કંપની કમ્પ્યૂટર
કરતાંય આઇફોન અને આઇપેડ માટે વધુ જાણીતી બની છે ત્યારે તેના શરૂઆતના દિવસો તરફ એક
નજર નાખવા જેવી છે.
જેમ કે, એપલના સ્થાપકોની વાત નીકળે તો
આપણે લગભગ બે સ્ટીવને જ ઓળખીએ છીએ - સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક.
પરંતુ એપલની સ્થાપના સમયે ત્રીજા એક સ્થાપક પણ હતા. એ કંપનીમાંથી લગભગ ૮૦૦
ડોલર લઈને તરત જ નીકળી ગયા. ન નીકળ્યા હોત તો આજે ૩૮૦ અબજ ડોલરના માલિક હોત!
જે એપલ કંપનીને સ્ટીવ જોબ્સે જન્મ આપ્યો ને જબરી ઊંચાઈએ પહોંચાડી એ જ કંપનીમાં
તેને પાણીચું મળ્યું, પછી કંપનીને તેના વગર ન
ચાલ્યું ને ફરી બોલાવ્યા... એ બધી વાતો તો
પ્રમાણમાં જાણીતી છે, પણ આ ત્રીજા સ્થાપકવાળી વાત
લગભગ અજાણી રહી છે.
અત્યારે ૯૧ વર્ષની વયે પહોંચેલા એપલના ત્રીજા સ્થાપકે હમણાં એક મેગેઝિનની મુલાકાતમાં ધડાકો કર્યો અને કહ્યું કે તેમણે એપલના પોતાના શેર હજી પણ વેચ્યા નથી! જોકે, તમે ક્યારેય એપલ કંપનીનો આ વિશે સંપર્ક કર્યો કે નહીં? એવા સવાલનો જવાબ તેમણે ઉડાડી દીધો!
yuf rð[kh,
suýu yuÃk÷ fBÃÞqxMkoLkkt çkes hkuÃÞkt
એપલ કંપનીની સત્તાવાર રીતે સ્થાપના થઈ તે પહેલાંના વર્ષ ૧૯૭૫નો ડિસેમ્બર મહિનો
હતો. અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં બાઇટ શોપ નામનો એક સ્ટોર ખૂલ્યો. એ સ્ટોર એ જમાના કરતાં ઘણો આગળ હતો કારણ કે એ એવા
બિઝનેસને લગતો હતો, જેનું એ સમયમાં સામાન્ય લોકો
માટે લગભગ કોઈ નામોનિશાન નહોતું!
આ શોપ કમ્પ્યૂટરને લગતી હતી. એ જમાનામાં કમ્પ્યૂટર તો આવી ગયાં હતાં પરંતુ ઘર
ઘરમાં કે દરેક ઓફિસમાં કમ્પ્યૂટર હોય અને લોકો તેને લગતી ચીજવસ્તુ ખરીદવા આસપાસની
દુકાનમાં જાય એવો સમય બહુ દૂર હતો.
શોપના માલિક પોલ ટેરેલને પોતાને કમ્પ્યૂટરમાં ઊંડો રસ હતો. કેલિફોર્નિયામાં એ
સમયે હોબી તરીકે કમ્પ્યૂટરમાં રસ ધરાવતા લોકો માટે એક ઇનફોર્મલ કલબ ચાલતી હતી.
ક્લબના મેમ્બર્સ અવારનવાર ભેગા થતા અને કમ્પ્યૂટરના પાર્ટ્સ, સર્કિટ્સ કે જાતે કમ્પ્યૂટર બનાવવાને લગતી ઇન્ફર્મેશનની આપલે કરતા.
પેલી બાઇટ શોપનો માલિક પોલ ટેરેલ આ ક્લબનો મેમ્બર હતો. ક્લબની એક મીટિંગમાં તેનો બે
જુવાનિયા સાથે ભેટો થયો. પોલની શોપ ખૂલ્યાને હજી થોડા મહિના જ થયા હતા.
હવે વર્ષ હતું ૧૯૭૬. પેલા બંને જુવાનિયાએ ક્લબની મીટિંગમાં તેમણે બનાવેલા એક
પ્રાથમિક કક્ષાના પર્સનલ કમ્પ્યૂટરનો ડેમો આપ્યો. તેમનો ઇરાદો ક્લબના મેમ્બર્સને આ
મશીન વેચવાનો હતો. જોકે કોઈ મેમ્બરને તેમાં ખાસ રસ પડ્યો નહીં સિવાય પોલ. બીજા
દિવસે, બંને જુવાનિયા બાઇટ શોપ પર
પહોંચ્યા. તેમને હતું કે જો પોલ ટેરેલ પોતાની શોપમાં તેમનું મશીન વેચવા તૈયાર થઈ
જાય તો વાત કંઈક જામે.
આ બંને જુવાનિયાનાં નામ હતાં સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક.
Ãknu÷ku
ykuzoh, suýu yk¾e çkkS s çkË÷e Lkk¾e
બંને સ્ટીવ મિત્રોએ પોતે બનાવેલા મશીનને એપલ-૧ નામ આપ્યું હતું. જોકે તેને
કમ્પ્યૂટર કહેવું મુશ્કેલ હતું કેમ કે હકીકતમાં એ ડુ-ઇટ-યોરસેલ્ફ કિટ હતી. એટલે કે
કમ્પ્યૂટરને નામે તેમાં વિવિધ છૂટાછવાયા પાર્ટ્સ મળતા હતા અને આ કિટ ખરીદનારા
લોકોએ પોતે સર્કિટ બોર્ડમાં વિવિધ ચિપ્સ સોલ્ડર કરીને જોડવી પડતી હતી. પછી પાવર
સપ્લાય, કી-બોર્ડ અને ડિસ્પ્લે જેવા
પાર્ટસ ઉમેરવા પડતા હતા. ત્યારે એ સાધન કમ્પ્યૂટર તરીકે કામ કરતું હતું.
બાઇટ શોપના માલિક પોલ ટેરેલને આ મશીનમાં રસ તો પડ્યો, પણ તેની એક મુશ્કેલી હતી. તેને આવાં જાતે બનાવવાં પડે તેવાં કમ્પ્યૂટરની કિટ
તો બીજી કંપનીઓ તરફથી પણ મળતી હતી. વધુ એક કિટ વેચવા માટે લેવાનો કોઈ અર્થ નહોતો.
તેણે બંને સ્ટીવને કહ્યું કે તેના ગ્રાહકો માટે કમ્પ્યૂટરના વિવિધ પાર્ટસ જાતે
જોડવાનું મુશ્કેલ બનશે. જો બંને મિત્રો પૂરેપૂરા એસેમ્બલ કરેલાં કમ્પ્યૂટર સપ્લાય
કરવા તૈયાર હોય તો એ પહેલે ધડાકે ૫૦ કમ્પ્યૂટર ખરીદવા તૈયાર હતો. સ્ટીવ જોબ્સ અને
સ્ટીવ વોઝનિયાક તરત તૈયાર થયા.
પોલ ટેરેલ આ બંને મિત્રો રેડી-ટુ-યૂઝ કમ્પ્યૂટર ખરેખર બનાવી આપે તો એક પીસના
૫૦૦ ડોલર આપવા તૈયાર હતો, ડિલિવરી સમયે તે રોકડા ડોલર
ગણી આપવા પણ તૈયાર હતો, પણ શરત એક સાથે ૫૦ કમ્પ્યૂટર
ડિલિવર કરવાની હતી.
આટલાં કમ્પ્યૂટર્સ બનાવવા માટે પાર્ટ્સના ડોલર ક્યાંથી લાવવા? બંને સ્ટીવનાં દિમાગ કમ્પ્યૂટરની ઝડપે દોડતાં હતાં, પણ બંનેનાં ખિસ્સાં લગભગ ખાલી હતાં.
કમ્પ્યૂટર કંપની સ્થાપવાના પોતાના સ્વપ્નને પૂરું કરવા, જરૂરી નાણાં મેળવવા સ્ટીવ જોબ્સે પોતાની ફોક્સવેગન માઇક્રોબસ (એક પ્રકારની મિનિ બસ) વેચી નાખી અને સ્ટીવ વોઝેનિયાકે પોતાનું એચપી-૬૫ કેલ્ક્યુલેટર ૫૦૦ ડોલરમાં વેચી નાખ્યું.
Ãknu÷e
WÄkhe, suýu ºkeò MÚkkÃkfLku zhkðe ËeÄk
એ પછી સ્ટીવ જોબ્સે વધુ એક કીમિયો લડાવ્યો. તેણે પોલ ટેરેલ પાસેથી, પૂરી રકમનો કેશ-ઓન-ડિલિવરીનો પરચેઝ ઓર્ડર મેળવ્યો અને એ ઓર્ડર ક્રેમર
ઇલેક્ટ્રોનિક્સ નામની એક કંપનીને બતાવી, તેની પાસેથી ૩૦ દિવસની ઉધારી
પર પાર્ટ્સ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો.
પેલી કંપનીએ બાઇટ શોપના માલિકનો સંપર્ક કરીને કેશ-ઓન-ડિલિવરીનો પરચેઝ ઓર્ડર
સાચો હોવાની ખાતરી મેળવી.
આમ, એક રીતે જોઇએ તો બાઇટ શોપ અને
ક્રેમર ઇલેક્ટ્રોનિક્સ એપલ કંપનીના પહેલા ઇન્વેસ્ટર બન્યા!
પછી તો જે થયું એ ખરેખર ઇતિહાસ છે - સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોઝનિયાક અને તેમના બીજા સાથીદારોએ રાત-દિવસ મથામણ કરીને બાઇટ શોપને ૫૦
કમ્પ્યૂટર ડિલિવર કર્યાં. શોપના માલિકે પોતાનું વચન પાળ્યું. બંને મિત્રોને તરત
પેમેન્ટ મળ્યું, જેમાંથી તેમણે પેલી પાર્ટ્સ
કંપનીનું બિલ ભરપાઈ કર્યું.
પોલ ટેરેલે વચન પાળ્યું ન હોત, કમ્પ્યૂટર વેચાય તો જ ને
ત્યાેર જ રકમ ચૂકવવા જેવી વાત કરી હોત તો બંને સ્ટીવે કરેલી ઉધારી જાતે ચૂકવવી પડી
હોત અને બંને દેવાળિયા બન્યા હોત!
એ રીતે બાઇટ શોપ દુનિયાની પહેલી એપલ ડીલર બની. આ દુકાને વેચાયેલા પહેલા એપલ-૧
કમ્પ્યૂટર માટે લાકડાના કેસનો ઉપયોગ થયો હતો!
ખાસ નોંધવા જેવી વાત એ છે કે લોકોને ક્યા પ્રકારનાં મશીન ગમશે એનો આઇડિયા
સ્ટીવ જોબ્સને બાઇટ શોપના માલિક પોલ ટેરેલ તરફથી મળ્યો. સ્ટીવ વોઝનિયાક ટેકનિકલ
બાબતોનો જિનિયસ અને સ્ટીવ જોબ્સ માર્કેટિંગનો ખરા અર્થમાં મહારથી હતો. એ બંનેને
સાચી દિશા બતાવવામાં પોલ ટેરેલ નિમિત્ત બન્યો. જો તેણે ટુ-ઇટ-યોરસેલ્ફ કિટને બદલે
રેડી-યુ-યૂઝ કમ્પ્યૂટર્સનો આગ્રહ ન રાખ્યો હોત અને એક સાથે ૫૦ કમ્પ્યૂટર્સ, ડિલિવરી સમયે જ રોકડા ડોલર ચૂકવીને ખરીદવાની તૈયારી બતાવી ન હોત તો?
ઘણા લોકો પોલ ટેરેલને એપલ કંપનીના ચોથા સ્થાપક તરીકેનું માન પણ આપે છે (બંને
સ્ટીવ મિત્રો ઉપરાંત, ત્રીજો સ્થાપક કોણ? એવો સવાલ થયો? જવાબ નીચે મળશે!)
આગળ જતાં, પોલ ટેરેલે પોતાનો કમ્પ્યૂટર શોપનો બિઝનેસ, સંખ્યાબંધ શોપ્સની ચેઇન ઓફ ડીલરશીપમાં ફેલાવ્યો. પછી તેણે ફ્રેન્ચાઇઝી આપવાનું શરૂ કરીને પોતાનો બિઝનેસ અમેરિકાની બહાર જાપાન સુધી ફેલાવ્યો. અચ્છા, ૧૯૭૬માં બંને સ્ટીવ મિત્રોએ કુલ ૨૦૦ કમ્પ્યૂટર બનાવ્યાં હતાં, તેમાંથી બે કમ્પ્યૂટર આગળ જતાં, ૨૦૧૪માં ૯,૦૫,૦૦૦ ડોલર અને ૨૦૧૬માં ૮,૧૫,૦૦૦ ડોલરની કિંમતે લિલામ થયાં હતાં!
yuÃk÷Lkk ºkeò
MÚkkÃkf, su yçkòuÃkrík çkLkðkLkku {kufku [qfe økÞk
એપલ કંપનીની એપ્રિલ ૧, ૧૯૭૬માં સ્થાપના થઈ ત્યારે
તેના સ્થાપકોમાં સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક ઉપરાંત ત્રીજું એક નામ પણ હતું -
રોનાલ્ડ વાયન. એમની ભૂમિકા કંપનીનું એડમિન સંભાળવાની હતી. વાસ્તવમાં સ્ટીવ જોબ્સના
મગજમાં ડોલર કમાવાની ધૂન સવાર હતી, તો સ્ટીવ વોઝનિયાક કમ્પ્યૂટર
બનાવવામાં જ મસ્ત.
એ બંનેેએ ત્યારે હજી માંડ વીસી વટાવી હતી. બંને જ્યાં કામ કરતા હતા એ કંપનીમાં
ચાલીસેક વર્ષના રોનાલ્ડ વાયનની તેમણે સલાહ લીધી. રોનાલ્ડે તેમને વિધિવત કંપની
સ્થાપવાનું મહત્ત્વ સમજાવ્યું. બંને સ્ટીવ ૪૫-૪૫ ટકાના ભાગીદાર બન્યા અને
રોનાલ્ડને ૧૦ ટકા આપ્યા.
પરંતુ, કંપની રચાયાના બાર જ દિવસમાં, રોનાલ્ડે કંપનીમાંનો પોતાનો ૧૦ ટકા હિસ્સો જોબ્સ અને વોઝનિયાકને ૮૦૦ ડોલરમાં
પરત વેચી નાખ્યો! (જોકે સ્ટીવ વોઝનિયાકના મતે, રોનાલ્ડે ફક્ત ૧૨ દિવસ પછી નહીં, પણ થોડા મહિના પછી કંપની છોડી
હતી).
કારણ? એ સમયે રોનાલ્ડ કોઈ પ્રકારનું
બિઝનેસ જોખમ લઈ શકે તેમ નહોતા. પાંચેક વર્ષ પહેલાં, તેમણે શરૂ કરેલા બીજા એક બિઝનેસમાં ખાસ્સું નુક્સાન વેઠ્યું હતું. બીજી તરફ, સ્ટીવ જોબ્સે બાઇટ શોપના કેશ-ઓન-ડિલિવરી ઓર્ડરના ભરોસે, લગભગ ૧૫૦૦૦ ડોલરના પાર્ટ્સ ઉધારીથી ખરીદવાનું જોખમ ઉઠાવ્યું હતું. એ સમયે બાઇટ
શોપ, તેના સપ્લાયર્સને પેમેન્ટમાં
ઠાગાઠૈયા કરતી હોવાની છાપ હતી.
જો એપલને કમ્પ્યૂટરના બદલામાં બાઇટ શોપ તરફથી તરત પેમેન્ટ ન મળે તો કાયદેસર
રીતે કંપનીના ત્રણે ભાગીદારોના માથે ૧૫,૦૦૦ ડોલરનું દેવું આવે.
ત્યારે ૨૧ અને ૨૫ વર્ષના બંને સ્ટીવ પાસે અંગત કોઈ મૂડી કે મિલકત નહોતી. રોનાલ્ડ
પાસે પોતાની મિલકત હતી, જે સંભવિત લેણદારો પચાવી શકે
તેમ હતા!
રોનાલ્ડ આવું મોટું જોખમ લેવા તૈયાર નહોતોા.
એપલ કંપનીની વિધિવત રચના થઈ ત્યારે તેમણે વધારાના ૧૫૦૦ ડોલર લઈને ભવિષ્યનો કોઈ
પણ માલિકી દાવો પણ જતો કર્યો. આગળ જતાં, સ્ટીવ જોબ્સે રોનાલ્ડને ફરી
એપલમાં લાવવાની કોશિશ કરી, પણ દરેક વખતે રોનાલ્ડે ઇનકાર
કર્યો.
વિધિની વક્રતા જુઓ, ૧૯૯૦ના દાયકામાં રોનાલ્ડે, પોતાની અને બંને સ્ટીવની સહીવાળો એપલની સ્થાપનાનો પાર્ટનરશીપ કોન્ટ્રાક્ટ પેપર
૫૦૦ ડોલરમાં વેચ્યો. એ જ કોન્ટ્રાક્ટ પેપર,
૨૦૧૧માં એક જાહેર
લિલામમાં ૧૬ લાખ ડોલરમાં વેચાયો!
અને હા, જે એપલ કંપનીનો ૧૦ ટકા હિસ્સો
રોનાલ્ડે ૮૦૦ ડોલરમાં વેચ્યો હતો એ એપલ આજે ૩.૮ ટ્રિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતી
કંપની છે. આજે ૯૧ વર્ષના થયેલા રોનાલ્ડે તેમનો ૧૦ ટકા હિસ્સો વેચ્યો ન હોત તો આજે
૩૮૦ અબજ ડોલરના માલિક હોત!


