For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

Twitter પર લોગિન માટે પણ ચૂકવવા પડશે રૂપિયા! જાણો એલન મસ્ક શું કરવા જઈ રહ્યા છે ફેરફાર

રિપોર્ટ પ્રમાણે ખૂબ જ જલ્દી મસ્ક પુર્ણ રીતે પેઈડ સર્વિસ લાવવાનું પણ વિચારી રહ્યા છે

હવે ખૂબ જ જલ્દી ટ્વિટરનો ઉપયોગ કરવા માટે તમારે રુપિયા ચુકવવા પડશે.

Updated: Sep 19th, 2023

Image Twitter 

તા. 19 સપ્ટેમ્બર 2023, મંગળવાર 

એલન મસ્ક ટ્વિટર પર સ્પેમ અને બૉટ એકાઉન્ટથી છુટકારો મેળવવા માટે પેઈડ વેરિફિકેશન સિસ્ટમ અમલમાં મુકી હતી. જેની મદદથી કંપનીએ લાખો બૉટ એકાઉન્ટને પ્લેટફોર્મ પરથી હટાવી દીધા હતા. જો કે હજુ પણ એક્સ પર એવા કેટલાક એકાઉન્ટ એક્ટિવ છે. આ દરમ્યાન IANS ના રિપોર્ટ પ્રમાણે ખૂબ જ જલ્દી મસ્ક પુર્ણ રીતે પેઈડ સર્વિસ લાવવાનું પણ વિચારી રહ્યા છે,  જેથી કરીને બૉટ્સને પ્લેટફોર્મ પરથી પુરી રીતે ખત્મ કરી શકાય. એટલે હવે ખૂબ જ જલ્દી ટ્વિટરનો ઉપયોગ કરવા માટે તમારે રુપિયા ચુકવવા પડશે. આ અપડેટ એ લોકો માટે છે કે જે હાલમાં ટ્વિટરની ફ્રી સેવા લઈ રહ્યા છે. જે યુજર્સે ટ્વિટરની બ્લૂનું સબ્સક્રિપ્શન લીધેલું છે તેમને અલગથી વધારીની કોઈ રકમ ચુકવવાની રહેશે નહી. 

ભરવા પડશે આટલા રુપિયા

જોકે હાલમાં એવી કોઈ માહિતી સામે નથી આવી કે મસ્કે ટ્વિટર લોગિન માટે કેટલા રુપિયા લેશે, પરંતું એ વાત નક્કી છે કે તેનો ચાર્જ ટ્વિટરના બ્લુ એટલે કે એક્સ પ્રીમિયમથી ઓછુ હશે. જો કે તેમા કંપની તમને બ્લૂ ટિક નહી આપે. બ્લૂ ટિક માટે તમારે એક્સ પ્રીમિયમની સર્વિસ જ લેવી પડશે. જો કે હાલમાં કંપની બ્લુ ટિક માટે મોબાઈલ પર ભારતમાં 900 રુપિયા લઈ રહી છે. ધ્યાનમાં રહે કે મસ્ક દરેક માટે પેમેન્ટ સિસ્ટમ એટલા માટે લાવી રહ્યા છે કે જેથી કરીને બોટ્સને ઓછા કરી શકાય. 

મોટા ટ્વિટરના એક્ટિવ યુજર્સ

એલન મસ્કે એક ઈન્ટરવ્યુમાં જાણકારી આપતા કહ્યું હતું કે હવે દર મહીને 550 મિલિયનથી વધારે યુજર્સ ટ્વિટર પર એક્ટિવ છે અને રોજ 100 થી 200 મિલિયન જેટલી પોસ્ટ પ્લેટફોર્મ પર અપલોડ થાય છે. મસ્કે ગયા વર્ષે ઓક્ટોમ્બરમાં ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યુ હતું. જો કે ત્યારે કંપની પાસે ઓછા યુજર્સ હતા પરંતુ મસ્ક તરફથી સતત નવા અપડેટ કરતા રહેવાના કારણે યુજર્સની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને એક્સ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામ પછી યુજર્સની સંખ્યામાં ઘણો વધારો થયો છે. 

Gujarat
Worldcup 2023
English
Magazines