જો તમે Tweet ચોરી કરો છો તો થઇ જાઓ સાવધાન!
- ટ્વિટરે 'ટ્વિટડેકર્સ' વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરતા કેટલાય જાણિતાં એકાઉન્ટ્સ રદ્દ કર્યા
સેન ફ્રાન્સિસ્કો, તા. 14 માર્ચ 2018, બુધવાર
ટ્વિટરે 'ટ્વિટડેકર્સ' વિરુદ્ધ પોતાની કાર્યવાહી શરૂ કરતા કેટલાય જાણિતાં એકાઉન્ટસ રદ્દ કરી દીધા છે. આ એકાઉન્ટ્સની ટ્વિટ ચોરી અને ટ્વિટને વાઇરલ બનાવવા મોટા પાયે રિટ્વિટ કરવા માટે રદ્દ કરી દેવામાં આવ્યા છે. બજફીડ અનુસાર, આ ખાતામાં ડોરી, ગર્લપોસ્ટ, સોડેમટ્ર, ગર્લકોડ, કૉમનવ્હાઇટગર્લ, ટીનેજરનોટ્સ, ફિનાહ, હોલીફેગ અને મેમેપ્રોવાઇડર સામેલ છે જેના પર કાર્યવાહી કરવામાં આવી છે.
તેમાંથી કેટલાય એકાઉન્ટસ ઘણા જાણિતાં લોકોના છે જેમના લાખોની સંખ્યામાં પ્રશંસક છે. ક્રેડિટ આપ્યા વગર ટ્વિટ ચોરી કર્યા ઉપરાંત તેમાંથી કેટલાક એકાઉન્ટ્સને 'ટ્વીટડેકર્સ'ના નામથી ઓળખવામાં આવે છે. ટ્વિટડેકિંગ ટ્વિટરની સ્પૈમ નીતિનું ઉલ્લંઘન છે, જે ઉપયોગકર્તાને વેચવા, ખરીદવા અથવા એકાઉન્ટની વાતચીતને કૃત્રિમ રીતે વધારીને જણાવવાની પરવાનગી આપતું નથી.
ટ્વિટરના નિયમો અનુસાર, આ નીતિનું ઉલ્લંઘન સ્થાયી સસ્પેનશનનો આધાર છે. ગત અઠવાડિયે, મેસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજી (એમઆઇટી)ના ત્રણ સ્કોલર્સ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ટ્વિટર પર રાજકારણના સાચા સમાચારની જગ્યાએ ખોટા સમાચાર ઝડપથી ફેલાઇ રહ્યા છે.