Twitterની ચકલી ફરી ઉડી જશે! મસ્કે ટ્વિટ કરીને આપ્યા સંકેત, જાણો શું છે કારણ
ટ્વિટર ખરીદ્યા બાદ મસ્ક એક પછી એક નવા ફેરફાર કરી રહ્યો છે
નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI લોન્ચ કરી
એલન મસ્ક અવાનવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતો જોવા મળે છે. તેની સાથે જોડાયેલ ફરી એક નવા સમાચાર મળી રહ્યા છે.
એલન મસ્કે બદલાવના આપ્યા સંકેત!
ટ્વિટરનો લોગોમાં જે ચકલીનો સિમ્બોલ છે તેને ફરી એક વખત હટાવવાની વાત સામે આવી રહી છે. મસ્કે ટ્વિટ કરીને આ ફેરફારનો સંકેત આપ્યો છે. મસ્કે લખ્યું કે, ટૂંક સમયમાં અમે ટ્વિટર બ્રાન્ડને અને ધીમે ધીમે તમામ ચકલીને અલવિદા કહીશું. ટ્વિટર ખરીદ્યા બાદ મસ્ક એક પછી એક નવા ફેરફાર કરી રહ્યો છે. તાજેતરમાં મસ્કે કહ્યું છે કે, ટ્વિટર પર ડાયરેક્ટ મેસેજિંગ માટે પણ પૈસા ચૂકવવા પડશે.
Twitter પરથી શબ્દનો લોગો દૂર કરવામાં આવશે!
તાજેતરની એક ટ્વિટમાં મસ્કે ટ્વિટરના લોગોમાં ફેરફાર કરવાનો સંકેત આપ્યો હતો. મસ્કે ટ્વિટ કર્યું, ટૂંક સમયમાં જ અમે ટ્વિટર બ્રાન્ડને અને ધીમે ધીમે તમામ ચકલીને અલવિદા કહીશું. તેણે અન્ય ટ્વિટમાં કહ્યું કે, જો આજે રાત્રે કૂલ X લોગો પોસ્ટ કરવામાં આવશે, તો અમે આવતીકાલે તેને વિશ્વભરમાં લાઇવ કરીશું. મસ્કની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે મસ્કે તાજેતરમાં જ તેની નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI લોન્ચ કરી છે. મસ્ક આ કંપની વિશે દાવો કરે છે કે તે બ્રહ્માંડને સમજશે.
Like this but X pic.twitter.com/PRLMMA2lYl
— Elon Musk (@elonmusk) July 23, 2023
X શબ્દ લોગોમાં ફેરવાઈ જશે
એલન મસ્કે તેની મોટાભાગની કંપનીઓના નામ અને લોગોમાં Xનો સમાવેશ કર્યો છે. તાજેતરમાં લૉન્ચ થયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીનું નામ પણ xAI રાખવામાં આવ્યું છે. તેમજ મસ્કની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજી કોર્પોરેશન કંપની સ્પેસએક્સનું નામ પણ Xનું બનેલું છે. હવે મસ્ક ટ્વિટર બર્ડ લોગોને X સાથે બદલવાની પણ તૈયારી કરી રહ્યો છે. તેણે ટ્વીટમાં લખ્યું કે લોગો આવો હશે પરંતુ તેમાં X હશે.