Science & Technology

મેટા પર ટ્રમ્પ સરકારનું દબાણ: AI મોડલની સુરક્ષા તપાસના આદેશથી ડેટા પ્રાઇવસી પર ઉઠ્યા સવાલ

By GS TEAM
25 Jun 20263 mins read
TukuTouch Logo
ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે મેટા સામે મોરચો ખોલી, તેના એડવાન્સ AI મોડલ્સ ટેસ્ટિંગ માટે સરકારને સોંપવા દબાણ કર્યું છે. વ્હાઇટ હાઉસે ગુપ્ત ઇમેઇલ દ્વારા મેટાને તેના AI સિસ્ટમ્સ રાષ્ટ્રીય સુરક્ષા માટે સમીક્ષા કરવા આદેશ આપ્યો. Anthropic પર પ્રતિબંધ બાદ, મેટા પણ હવે સરકાર સાથે સહમત થવા તૈયાર છે. આનાથી ડેટા પ્રાઇવસી અને ભાવિ AI ફીચર્સ પર મોટા પ્રશ્નો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેટા પર ટ્રમ્પ સરકારનું દબાણ: AI મોડલની સુરક્ષા તપાસના આદેશથી ડેટા પ્રાઇવસી પર ઉઠ્યા સવાલ
AI Image

Trump On Meta AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની અસીમિત શક્તિ હવે વૈશ્વિક સત્તાઓ માટે સુરક્ષાનો સૌથી મોટો મુદ્દો બની ગઈ છે. અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે હવે ટેક જગતના સૌથી શક્તિશાળી સામ્રાજ્ય ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરન્ટ કંપની મેટા સામે મોરચો ખોલ્યો છે. AI સ્ટાર્ટઅપ કંપની Anthropic પર કડક પ્રતિબંધો લાદ્યા બાદ, વ્હાઇટ હાઉસે હવે માર્ક ઝકરબર્ગની કંપની પર તેના સૌથી એડવાન્સ AI મોડલ્સ ટેસ્ટિંગ માટે સરકારને સોંપવા ભારે દબાણ કર્યું છે. આ પગલાથી વૈશ્વિક સ્તરે ડેટા પ્રાઇવસી અને ભવિષ્યના AI ફીચર્સને લઈને મોટા સવાલો ઊભા થયા છે.

એક અહેવાલ અનુસાર, ટ્રમ્પ પ્રશાસને મેટા મેનેજમેન્ટને એક ગુપ્ત ઇમેઇલ મોકલીને આદેશ આપ્યો છે કે તેઓ તેમના મોસ્ટ એડવાન્સ AI સિસ્ટમ્સ સરકારના રિવ્યુ માટે સબમિટ કરે. સરકારનો તર્ક છે કે પબ્લિક લોન્ચ પહેલાં આ મોડલ્સની સાચી તાકાત, તેની ખામીઓ અને તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને થનારા સંભવિત જોખમોની તપાસ કરવી અનિવાર્ય છે.

વ્હાઇટ હાઉસ સામે એકલી પડેલી મેટા આખરે સમજૂતી માટે તૈયાર?

અત્યાર સુધી મેટા અમેરિકાની એકમાત્ર એવી AI ડેવલપર કંપની હતી જેણે પોતાના એડવાન્સ મોડલ્સની સિક્રેટ ટેક્નોલોજી સરકાર સાથે શેર કરવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ તાજેતરમાં જ તેનું અત્યંત શક્તિશાળી 'Muse Spark AI' મોડલ લોન્ચ કર્યું છે. જોકે, સરકારના આકરા વલણ બાદ હવે મેટાના સૂર બદલાયા છે.

આ વિશે મેટાએ સત્તાવાર ગરગળાટ સાથે જણાવ્યું કે, તે સુરક્ષિત AI ડેવલપમેન્ટના સરકારી ઉદ્દેશ્યનું સમર્થન કરે છે. કંપનીએ સ્વીકાર્યું કે, "અમે ફ્રન્ટિયર AIના ક્ષેત્રમાં અમેરિકાના વૈશ્વિક પ્રભુત્વને જાળવી રાખવાના લક્ષ્ય સાથે સહમત છીએ. અમે હાલમાં તપાસની શરતો પર ચર્ચા કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જ આ સરકારી કરાર પર હસ્તાક્ષર કરીશું."

એન્થ્રોપિકનું ઉદાહરણ સામે છે: સુપર-મોડલ્સ પર લાગી ચૂક્યો છે પ્રતિબંધ

ટ્રમ્પ સરકાર આ મામલે કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તાજેતરમાં જ નેશનલ સિક્યોરિટીનું કારણ આપીને Anthropic કંપનીના અત્યંત અદ્યતન AI મોડલ્સ 'Fable 5' અને 'Mythos 5'ના એક્સેસ પર આંશિક પ્રતિબંધ મૂકી દેવાયો છે. વિદેશી નાગરિકો આ મોડલ્સનો ઉપયોગ ન કરે તે માટે સરકાર કડક છે.

બીજી તરફ, માઇક્રોસોફ્ટ, ગૂગલ ડીપમાઇન્ડ, ઇલોન મસ્કની xAI અને OpenAI જેવી દિગ્ગજ કંપનીઓએ વિવાદ ટાળવા માટે મે મહિનામાં જ સરકારને પોતાના અનરિલીઝ્ડ મોડલ્સનું ‘અર્લી એક્સેસ’ આપવાના કરાર પર સહીઓ કરી દીધી હતી.

અબજો યુઝર્સનો ફફડાટ: ચેટ અને પર્સનલ ડેટાની કસ્ટડી કોની પાસે?

આ હાઈ-પ્રોફાઈલ તપાસને કારણે દુનિયાભરના સામાન્ય યુઝર્સમાં ભારે ફફડાટ છે. ફેસબુક અને વોટ્સએપએ અબજો લોકોના રોજિંદા જીવન અને ખાનગી ડેટાનો હિસ્સો છે. જ્યારે કોઈ દેશની સરકાર આ એપ્સ ચલાવતી કંપનીના AI એન્જિનની તપાસ કરવા માંગે, ત્યારે સૌથી મોટો ખતરો એ ઊભો થાય છે કે શું યુઝર્સની પર્સનલ ચેટ હિસ્ટ્રી અને પ્રાઇવેટ ડેટા પર પણ સરકાર નજર રાખશે? રાષ્ટ્રીય સુરક્ષાના બહાના હેઠળ સામાન્ય નાગરિકોના ‘રાઇટ ટુ પ્રાઇવસી’નું હનન થવાનો મોટો ભય ટેક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

ભારતીય યુઝર્સ પર આની શું અસર થશે?

આ આખી કાનૂની અને ટેકનિકલ લડાઈ સીધી રીતે ભારતીય યુઝર્સના ડેટાને અસર કરતી નથી, કારણ કે અમેરિકન સરકારની તપાસ માત્ર તેમની સરહદોની સુરક્ષા અને AIના લશ્કરી દુરુપયોગને રોકવા પૂરતી સીમિત છે.

જોકે ભારતીય યુઝર્સ માટે ખરી ચિંતા ‘ટેક્નોલોજીકલ ડિલે’ની છે. જો મેટા અને યુએસ સરકાર વચ્ચેનો આ ગજગ્રાહ લાંબો ખેંચાશે, તો વોટ્સએપ, મેસેન્જર કે ઇન્સ્ટાગ્રામ પર મળનારા સ્માર્ટ AI ફીચર્સ અને ફ્યુચરિસ્ટિક ટૂલ્સ ગ્લોબલ રોલઆઉટમાં અટકી જશે. સુરક્ષાના બહાને જો કોઈ મોડલ પર કાયમી પ્રતિબંધ મુકાશે, તો ભારતીય યુઝર્સે પણ તે આધુનિક ટેક્નોલોજીથી વંચિત રહેવું પડી શકે છે.