- xÙkrVf rMkøLk÷u huz ÷kRx õÞkhu økúeLk Úkþu yu òýðkLke Mkíkík [xÃkxe hnuíke nkuÞ íkku...
અત્યાર સુધી આપણા દેશની ટેકનોલોજી કંપનીઓ મોટા ભાગે ગ્લોબલ બિઝનેસના ટેક
પાર્ટનર તરીકે કામ કરતી આવી છે. આ કંપનીઓ માટે ઇઆરપી, સેપ, ઓરેકલ, વગેરે પ્રોગ્રામનું કસ્ટમાઇઝેશન, ઇન્ટિગ્રેશન, સપોર્ટ વગેરે કામ આપણા દેશની ટેક કંપનીઓએ બહુ સારી રીતે સંભાળી લીધું છે. આમ
ભારતીય આઇટી કંપનીઓ વિદેશોના બહુ મોટા બિઝનેસિસ માટે બેકરૂમ ઓફિસ તરીકે કામ કરે
છે.
પરંતુ આપણી કંપનીઓએ આપણી પોતાની પ્રોડક્ટ ડેવલપ કરવા પર પ્રમાણમાં ઓછું ધ્યાન
આપ્યું છે. એ કારણે આપણા જેવા સરેરાશ યૂઝર્સે જીમેઇલ, કેલેન્ડર, ઇન્સ્ટન્ટ મેસેજિંગ, સોશિયલ મીડિયા, મેપ્સ વગેરે લગભગ બધી બાબતે
વિદેશી કંપનીઓની પ્રોડક્ટ્સ અને સર્વિસિસ પર આધાર રાખવો પડે છે.
અલબત્ત હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ભારતની મેપમાયઇન્ડિયા કંપનીની મેપલ્સ એપ
ગૂગલ મેપ્સની સીધી હરીફાઈ કરવા લાગી છે. તો દક્ષિણ ભારતના ઝોહો કોર્પોરેશને
વોટ્સએપ ઉપરાંત ગૂગલ અને માઇક્રોસોફ્ટની લગભગ બધી જ સર્વિસ જેવી સર્વિસ ઓફર
કરવાનું શરૂ કર્યું છે. જેનું પર્ફોર્મન્સ રીતે વિદેશી હરીફો કરતાં કોઈ રીતે ઉતરતું નથી.
ઘણા સંજોગમાં, આપણી જરૂરિયાત મુજબ, ભારતીય કંપનીઓની પ્રોડક્ટ્સ કે સર્વિસ ચઢિયાતી પણ સાબિત થઈ રહી છે.
જેમ કે મેપલ્સ એપમાં નેવિગેશન ઓન હોય ત્યારે આગળ ફ્લાયઓવર હોય તો આપણે
ફ્લાયઓવર ચઢવાનો છે કે નીચે આગળ વધવાનું છે તે ગૂગલ મેપ્સ કરતાં મેપલ્સમાં વધુ
સારી રીતે જોઈ શકાય છે.
એ જ રીતે મેપલ્સે હમણાં એક નવી સરસ પહેલ કરી. કંપનીએ બેંગલુરુ ટ્રાફિક પોલીસ
સાથે જોડાણ કર્યું છે. તેને કારણે બેંગલુરુમાં આપણે વાહન ચલાવતા હોઇએ તો આગળના
ટ્રાફિક જંકશન પરનું ટ્રાફિક સિગ્નલ કાઉન્ટ ડાઉન પોતાના મોબાઇલ ફોન પર મેપલ્સ
એપમાં જોઈ શકીશું! હાલમાં આ સુવિધા આઇઓએસ એપમાં લોન્ચ થઈ છે, ટૂંક સમયમાં એન્ડ્રોઇડમાં પણ આવશે.
આપણા રૂટ પરના ટ્રાફિક જંકશનનાં કાઉન્ટ ડાઉન લગભગ ૫૦૦ મીટર દૂરથી મોબાઇલ પર
જોઈ શકાશે. ભારતમાં પહેલી જ વાર આવી સર્વિસ બેંગલુરુ શહેરમાં લોન્ચ થઈ છે. અત્યારે
આ ફીચરમાં શહેરનાં ૧૨૫ જેટલાં જંકશન આવરી લેવાયા છે. આ કારણે આપણે દરેક ટ્રાફિક
સિગ્નલે કેટલો સમય રોકાવું પડશે એ જાણી શકીશું. ઘણી વાર આપણી આગળ ટ્રક કે બસ જેવું
મોટું વાહન હોય ત્યારે સિગ્નલ કાઉન્ટ ડાઉન દેખાતું જ હોતું નથી એ ચિંતા પણ રહેશે
નહીં!


