આ છે ભારતના ટોપ 5 સુપર કોમ્પ્યુટર, 1500 પ્રોસેસર સાથે કરે છે કામ
નવી દિલ્હી, 29 જુલાઈ 2019, સોમવાર
કોમ્પ્યૂટર એટલે એવું મશીન જે અટક્યા વિના અને ઝડપથી કામ કરે. પરંતુ વાત જો સુપર કોમ્પ્યૂટરની કરવામાં આવે તો એક મોટા અને મશીનની છબી સામે આવે જે પળવારમાં મુશ્કેલમાં મુશ્કેલ ગણતરી કરી આપે. આવા સુપર કોમ્પ્યૂટર પર દુનિયાભરના દેશો કામ કરી રહ્યા છે. જો કે અમેરિકામાં આવા સુપર કોમ્પ્યૂટરની સંખ્યા 233 છે અને ભારતમાં માત્ર 11. પરંતુ તેમાંથી 2 કોમ્પ્યૂટર તાજેતરમાં ટોપ 100ની યાદીમાં સ્થાન મેળવી ચુક્યા છે.
તાજેતરમાં એક સંસ્થાએ દુનિયાભરના 500 ટોપ સુપર કોમ્પ્યૂટરની યાદી જાહેર કરી છે જેમાં ભારતના 11 સુપર કોમ્પ્યૂટરનો સમાવેશ પણ થાય છે. આ સંસ્થા સુપર કોમ્પ્યૂટરના આંકડા એકત્ર કરે છે. આ સંસ્થા દર બે વર્ષે સુપર કોમ્પ્યૂટરનો ઉપયોગ કરતા દેશની યાદી જાહેર કરે છે. તો ચાલો આજે તમે પણ જાણો ભારતના 5 સુપર કોમ્પ્યૂટર અને તેના ઉપયોગ વિશે.
ભારતમાં સુપર કોમ્પ્યૂટરનો ઉપયોગ ઓટોમોબાઈલ ઈંડસ્ટ્રીથી લઈ મેડિકલ અને શિક્ષા ક્ષેત્રે રિસર્ચ માટે થાય છે. ભારતના ટોપ 5 કોમ્પ્યૂટર્સની વાત કરીએ તો તેમાં સહસ્ત્ર (ક્રે XC40), આદિત્ય, ટીઆઈએફઆર કલર બોસોન, આઈઆઈટી દિલ્હી એચપીસી અને પરમ યુવા 2 જેવા સુપર કોમ્પ્યૂટરના નામનો સમાવેશ થાય છે.
1. સહસ્ત્ર સુપર કોમ્પ્યૂટરને બેંગલોરમાં ભારતીય વિજ્ઞાન સંસ્થાનમાં સુપર કોમ્પ્યૂટર શિક્ષા અને અનુસંધાન કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. તે એસઈઆરસી વિજ્ઞાન અને ઈંજીનિયરિંગના ક્ષેત્રમાં હાઈ પરફોર્મેંસ કોમ્પ્યૂટિંગમાં મદદ કરે છે. આ કોમ્પ્યૂટરનું ટોપ 500ની યાદીમાં 96મું સ્થાન મળ્યું છે. સહસ્ત્ર સુપર કોમ્પ્યૂટરની ખાસિયતની વાત કરીએ તો તેમાં ઈંટેલનું Haswell Xeon E5 2680v3 પ્રોસેસર છે અને ગ્રાફિક્સ માટે તેમાં NVIDIA K40 જીપીયૂ આપવામાં આવ્યું છે. તેમાં 2.1PB પેરાબાઈટની સ્ટોરેજ છે અને 1500 પ્રોસેસર અને 44 ગ્રાફિક્સ છે. તેમાં 5600GBની રેમ છે અને તે Linux ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેનો ઉપયોગ એરોસ્પેસ ઈંજીનિયરિંગ, હવામાન વિભાગની ભવિષ્યવાણી કરવા માટે અને જ્યોતિષી ક્ષેત્રમાં કરવામાં આવે છે.
2. આદિત્ય નામનું સુપર કોમ્પ્યૂટર ઈંડિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ ટ્રોપિકલ પુણેમાં છે. અહીંનું હવામાન વિજ્ઞાન વિભાગ ભારતનું સૌથી પરફેક્ટ જાણકારી આપતું હવામાન વિભાગ છે. આ કોમ્પ્યૂટરને દુનિયાના ટોપ 500 કોમ્પ્યૂટરમાં 116મું સ્થાન મળ્યું છે. આ સુપર કોમ્પ્યૂટરમાં E5 2670 2.6GHZ નું પ્રોસેસર છે અને તેમાં 15 ટીબી રૈમ છે તેમાં Linux ઓપરેટિંગ સિસ્ટમ છે. આ સુપર કોમ્પ્યૂટરનો ઉપયોગ હવામાન વિશે જાણવા, ચોમાસામાં વરસાદના ચક્રોની ભવિષ્યવાણી કરવા અને વાયુની ગુણવત્તાના પૂર્વાનુમાન માટે કરવામાં આવે છે.
3. TIFR Colour Boson સુપર કોમ્પ્યૂટર ટાટા ઈંસ્ટીટ્યૂટ ઓફ ફંડામેંટલ રિસર્ચ ફૈસિલિટીમાં રાખવામાં આવ્યું છે. આ સુપર કોમ્પ્યૂટરને હૈદરાબાદમાં તૈયાર કરવામાં આવ્યું છે અને તેને દુનિયાના ટોપ 500 સુપર કોમ્પ્યૂટરની લિસ્ટમાં 145મું સ્થાન મળ્યું છે. તેની ખાસિયતોની વાત કરીએ તો તેમાં ઈંટેલનું Xeon E5 2680 પ્રોસેસર છે અને ગ્રાફિક્સ માટે તેમાં NVIDIA Tesla K20x GPU છે. તેમાં કુલ 1.1PBની સ્ટોરેજ છે. તેમાં પણ લાઈનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, તેનો ઉપયોગ સૈદ્ધાંતિક ભૌતિકી અને ક્વાંટમ ક્રોમોડાયનામિકસ પર આધારિત રિસર્ચ માટે કરવામાં આવે છે. તેના માધ્યમથી બ્રહ્માંડ વિશેની જાણકારી મેળવવામાં આવે છે.
4. આઈઆઈટી દિલ્હીના કેમ્પસમાં ભારતનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યૂટર છે. આ કોમ્પ્યૂટરમાં જે ગ્રાફિક્સ છે તે દુનિયાના ગણતરીના જ કોમ્પ્યૂટરમાં છે. તેના માટે આઈઆઈટી દિલ્હી NVIDIA સાથે કામ કરી રહી છે. આ કોમ્પ્યૂટરને દુનિયાના 500 કોમ્પ્યૂટરમાં 166મું સ્થાન મળ્યું છે. તેમાં HP ProLiant XL230a સર્વર અને HP ProLiant XL250a Gen9 સર્વર છે. જેને NVIDIAના K40M GPU કાર્ડનો સપોર્ટ મળ્યો છે. તેમાં કુલ 1.5PB ની સ્ટોરેજ છે. તેમાં કુલ 322 ગ્રાફિક્સ કાર્ડ છે જે NVIDIA ના ટેસ્લા મોડલ K40M છે. સુપર કોમ્પ્યૂટરનો ઉપયોગ જીવ વિજ્ઞાન, નૈનો સિસ્ટમ, વાયુમંડલીય વિજ્ઞાન અને જૈવ સૂચના વિજ્ઞાનના ક્ષેત્રમાં શોધ કરવા માટે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ સિસ્ટમ ડેટા એનાલિટિક્સ, ડીપ લર્નિંગ, કંપ્યૂટેશનલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેટેરિયલ સાયન્સના ક્ષેત્રમાં અધ્યયન માટે પણ થાય છે.
5. પરમ યુવા 2 સુપર કોમ્પ્યૂટરને પુણેના સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાંસ્ડ કોમ્પ્યૂટિંગમાં રાખવામાં આવ્યું છે. તેને ઈંટેલએ તૈયાર કર્યું છે અને તે ટોપ 500 કોમ્પ્યૂટરમાં 251મું સ્થાન ધરાવે છે. તેની ખાસિયતોની વાત કરીએ તો તેમાં ઈંટેલનું 221 Xeon E5 2670 નોડ્સ છે અને તેમાં કુલ 200TBની સ્ટોરેજ છે. તેમાં 26520 નું કો પ્રોસેસર છે. તેનો ઉપયોગ પરમ યુવા 2નો ઉપયોગ જૈવ સૂચના વિજ્ઞાન, અંતરિક્ષ, હવામાન પૂર્વાનુમાન, ભૂકંપીય ડેટા વિશ્લેષણ, એરોસ્પેસ ઈંજીનિયરિંગ, વૈજ્ઞાનિક અનુસંધાન અને દવાના ક્ષેત્રમાં હોય છે.