Get The App

ચેટજીપીટીને ટક્કર આપવા ગૂગલ લઈને આવ્યું ટ્રાન્સલેશનગેમા: ફોટો અને ડોક્યુમેન્ટ પરના શબ્દો પણ થશે ટ્રાન્સલેટ...

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
ચેટજીપીટીને ટક્કર આપવા ગૂગલ લઈને આવ્યું ટ્રાન્સલેશનગેમા: ફોટો અને ડોક્યુમેન્ટ પરના શબ્દો પણ થશે ટ્રાન્સલેટ... 1 - image


Google Open Source Translation Tool: ગૂગલ દ્વારા હાલમાં જ ટ્રાન્સલેટગેમા રજૂ કરવામાં આવ્યું છે. ગૂગલના ગેમા 3 મોડલ પર આધારિત આ એક ઓપન ટ્રાન્સલેશન મોડલ છે. આ મોડલની મદદથી ગૂગલ ડેવલપર્સને તેમની જરૂરિયાત અનુસાર એમાં બદલાવ કરવાની સ્વતંત્રતા આપે છે. તેમ જ એક કરતાં વધુ ભાષાનો પણ ટ્રાન્સલેશનમાં ઉપયોગ કરી શકે છે. આ ટ્રાન્સલેટગેમાના ત્રણ મોડલ છે, જે 4B, 12B અને 27B પેરામીટર્સ છે. આ તમામ મોડલની મદદથી કમ્પ્યુટર અને મોબાઇલથી લઈને તમામ ક્લાઉડ સિસ્ટમમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે.

ટ્રાન્સલેટગેમા ટ્રેનિંગ પ્રોસેસ અને પરફોર્મન્સ

ગૂગલના કહ્યા અનુસાર ટ્રાન્સલેટગેમાને બે સ્ટેજમાં ટ્રેન કરવામાં આવ્યું છે. એમાં સુપરવાઇઝ ફાઇન ટ્યુનિંગ અને રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગનો સમાવેશ થાય છે. એમાં હાઇ ક્વોલિટી હ્યુમન અને સિન્થેટિક ટ્રાન્સલેટ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગૂગલનું કહેવું છે કે બેસિક ગેમા મોડલ કરતાં આ મોડલમાં ભૂલની શક્યતા ખૂબ જ ઓછી છે. તેમ જ ટ્રાન્સલેટ કરવા માટે ખૂબ જ ઓછા પેરામીટર્સનો ઉપયોગ કરવામાં આવે છે.

ટ્રાન્સલેટગેમા બનાવવામાં આવ્યું ઓપન સોર્સ

ચેટજીપીટીનું ટ્રાન્સલેશન સિસ્ટમ એક ક્લોઝ સિસ્ટમ છે. એની સરખામણીએ ગૂગલનું ટ્રાન્સલેટગેમા ઓપન સોર્સ છે. એનો અર્થ એ થયો કે ડેવલપર્સ એને ડાઉનલોડ કરીને તેમની જરૂરિયાત અનુસાર એમાં બદલાવ પણ કરી શકે છે. ઓપન સોર્સ હોવાથી ટ્રાન્સલેટગેમાનો ઉપયોગ લોકલ ડિવાઇસ પર પણ કરી શકાય છે અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ એટલું કામ આવી શકે છે.

કેટલી ભાષાને છે સપોર્ટ?

ટ્રાન્સલેટગેમા મુખ્ય 55 ભાષાને સપોર્ટ કરે છે. તેમ જ આ મોડલને અંદાજે 500 જેટલી ભાષાને લઈને ટ્રેન કરવામાં આવ્યું છે. આ મોડલમાં ગેમા 3ની ક્ષમતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ ફોટો પર ટેક્સ્ટ રહેલી હશે તો એને પણ ટ્રાન્સલેટ કરવામાં આવશે. આથી ગૂગલ દ્વારા ઓપન સોર્સ રાખવામાં આવ્યું હોવાથી યુઝર્સ તેમની જરૂરિયાત અનુસાર નવા ફીચર્સનો સમાવેશ કરીને ઈમેજ અને ડોક્યુમેન્ટ દ્વારા પણ ટ્રાન્સલેશન કરવું શક્ય થશે.

આ પણ વાંચો: વિશ્વની કોઈ AI કંપની ન્યૂડ તસવીરો બનતા રોકી નહીં શકે! જાણીતી AI કંપનીની ચિંતાજનક કબૂલાત

ટ્રાન્સલેટગેમાનો કેવી રીતે ઉપયોગ કરશો?

ટ્રાન્સલેટગેમાનો ઉપયોગ કરવા માટે કેગલ, હગિંગ ફેસ, ગૂગલ કોલેબ અને વર્ટેક્સ AI દ્વારા એ મળી શકશે. ગૂગલ દ્વારા આ માટે ટેક્નિકલ રિપોર્ટ પણ રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં મોડલને કેવી રીતે ટ્રેન કરવામાં આવ્યું છે અને આ મોડલ કઈ કઈ ભાષાને સપોર્ટ કરે છે દરેક માહિતીનો એમાં સમાવેશ કરવામાં આવે છે. આ મોડલ લોન્ચ દ્વારા ગૂગલ ઓપન ટ્રાન્સલેશન મોડલમાં આગળ નીકળી ગયું છે જેના દ્વારા ડેવલપર્સ હવે વિવિધ ટૂલ બનાવી શકશે.