પાણીની બોટલમાં ઉગાડો કોથમીર... જાણો સરળ રીત
કોથમીર માર્કેટમાંથી ખરીદવી કરતાં ઘરમાં જ ઉગાડીને તેનો ઉપયોગ કરવો સારો
કોથમીરના બીજને એક કપમાં પાણીમાં પલાડી રાખ્યા પછી ઉગાડવાની પ્રોસેસ કરવી જોઈએ
Image Envato |
તા. 6 સપ્ટેમ્બર 2023, બુધવાર
કોથમીરનો ઉપયોગ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે વાપરવામાં આવે છે. આજે દરેક ઘરની મહિલાઓ રસોઈ દરમ્યાન અચુક કોથમીરનો ઉપયોગ કરે છે.કોથમીર માર્કેટમાંથી ખરીદવી કરતાં ખૂબ સરળતાથી ઘરમાં જ ઉગાડીને તેનો ઉપયોગ કરવો સારો. તેથી તેને ઘરમાં જ ઉગાડવી જોઈએ, તેના માટેની સરળ રીત આ પ્રમાણે છે.
ઘરમાં કોથમીર ઉગાડવા માટેની રીત
જો તમારા ઘરમાં કોથમીર ઉગાડવા માટે કુંડા ન હોય તો તમે પાણીની ખાલી બોટલનો ઉપયોગ કરી કોથમીર ઉગાડી શકો છો. જેમા તમારે કેટલીક ટીપ્સ ફોલો કરવાની રહેશે. કોથમીરના બીજને એક કપમાં લઈ તેને પાણીમાં પલાડી દો. ત્યાર બાદ એક પ્લાસ્ટિકની બોટલની ઉપરવાળા ભાગમાં કટર અથવા કાતર વડે કાપી અલગ કરી દો.
ઘરમાં કોથમીરનો પ્લાન ઉગાડતા પહેલા આ મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ
ઘરમાં કોથમીર ઉગાડતા પહેલા પ્લાસ્ટિકની બોટલની ક્ષમતા ઓછામાં ઓછી એક લીટરની હોવી જોઈએ અને તેમા નીચે કાંકરા,માટી નાખ્યા બાદ જ્યારે તમે કોથમીરના બીજ નાખો તો તેના વિકાસ માટેની જગ્યા હોવી જોઈએ.
તમારે બોટલના વચ્ચેના ભાગમાં કાંકરા રાખવા જોઈએ. ધનિયાનો છોડ પુરતા પ્રમાણમાં તકડો મળે તે માટે તમારે ઉપરના ભાગમાં 4 ઈંચની જગ્યા રાખવી જોઈએ.
બોટલની વચ્ચેના એક ભાગમાં પહેલા થોડુ પાણી નાખો અને પછી તેમા કોથમીરના બીજ નાખો તેમા અગાઉ પલાડેલા બીજ હતા તે નાખી દો. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે દરેક બીજ પાણીમાં બરોબર પલડી ગયુ હોવું જોઈએ.
બીજને પાણીમાં નાખવાથી બરોબર રીતે અંકુરિત થઈ જાય છે. આ રીતે પાણીમાં પલાડીને ઉગાડવાથી લગભગ 10 થી 15 દિવસની અંદર કોથમીર ઉગી નીકળેલા જોવા મળશે.