ત્રણ મોટી ટેક કંપની અલગ અલગ રીતે તકલીફમાં
- xuf MxkxoyÃMk sux÷e ÍzÃkÚke «økrík fhu Au, yux÷e s ÍzÃkÚke {w~fu÷e{kt Ãký {wfkE òÞ Au
Ãkuxeyu{ Ãkh
rhÍðo çkutfLkkt ykfhkt rLkÞtºkýku
નોટબંધી સમયની રોકડની તંગીનો ભરપૂર ફાયદો જેને મળ્યો હતો તે પેટીએમ કંપની હવે
મુશ્કેલીમાં મુકાઈ છે. ગયા અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ નિયમોના સતત ઉલ્લંઘન બદલ પેટીએમ પેમેન્ટ્સ બેંકનાં
વિવિધ ઓપરેશન્સ પર કડક નિયંત્રણો લાદી દીધાં છે. આ નિયંત્રણો ફેબ્રુઆરી ૨૯, ૨૦૨૪થી લાગુ થશે. આ કારણે પેટીએમ બંધ થઈ જશે એવી હવા ઊભી થઈ છે.
વાસ્તવમાં પેટીએમ કંપની મોબાઇલ વોલેટ,
યુપીઆઇ પ્લેટફોર્મ, પેમેન્ટ્સ બેંક, ફાસ્ટટેગ તથા અન્ય પ્રકારની
ફાઇનાન્સિયલ સર્વિસિસ એમ જુદી જુદી રીતે વિવિધ સર્વિસ આપે છે. આમાંથી જે કંઈ
પેમેન્ટ્સ બેંક પર આધારિત હશે તેને જ આરબીઆઇનાં નિયંત્રણોની અસર થશે.
તમારું પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં કોઈ એકાઉન્ટ જ ન હોય તો તમને આ નિયંત્રણોની
કોઈ અસર થશે નહીં. જો તમારું પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં એકાઉન્ટ અને તેમાં રૂપિયા
હોય તો તે પણ સલામત રહેશે. પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ફેબ્રુઆરી ૨૯, ૨૦૨૪થી ફક્ત નવાં એકાઉન્ટ ખોલાવવા પર કે હાલના એકાઉન્ટમાં વધુ રૂપિયા જમા કરવા
પર નિયંત્રણો મૂકાયાં છે. તેમાંનાં રૂપિયા
અન્ય કોઈ પણ બેંકમાંના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશે.
પેટીએમ વિવિધ પ્રકારના ફાઇનાન્સિયલ સર્વિસિસ તેની પોતાની પેમેન્ટ્સ બેંક અથવા અન્ય જાહેર/ખાનગી બેંકના સાથમાં ઓફર કરે છે. જે સર્વિસિસ પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા ઓફર કરવામાં આવે છે તેને હવે અન્ય પાર્ટનર બેંક્સમાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી પેટીએમ કંપનીએ શરૂ કરી છે. પરંતુ આ કારણે કંપનીને ભારે આર્થિક ફટકો ચોક્કસ પડશે.
yuf Mk{ÞLke
xkuÃk yußÞw yuÃk nðu fxkufxe{kt
એક સમયે ટેકનોલોજી આધારિત એજ્યુકેશન સ્ટાર્ટઅપ્સમાં બાયજૂસનો દબદબો હતો. તેના સ્થાપક
બાયજૂ રવિન્દ્રન સાવ શરૂઆતના સમયમાં મિત્રોના એક્ઝામ પ્રોબ્લેમ સોલ્વ કરી આપતા
હતા. તેમની શીખવવાની પદ્ધતિ ધીમે ધીમે એટલી લોકપ્રિય થઈ કે તેમણે સ્ટેડિયમમાં
વિશાળ સ્ક્રીન પર મેથ્સના કન્સેપ્ટ સમજાવવાનું શરૂ કર્યું. તે પછી તેમણે કોચિંગનો
ઓફલાઇન બિઝનેસ ઓનલાઇન સ્ટાર્ટઅપમાં ફેરવી નાખ્યો. શરૂઆતમાં પ્રચંડ સફળતા મેળવી.
કોરોના સમયગાળામાં કંપનીનો બિઝનેસ હજી વધુ વિસ્તર્યો. કંપનીનું વેલ્યુએશન અબજો
ડોલરમાં અંકાવા લાગ્યું. કોરોના પછી ડિમાન્ડ થોડી ઘટી તો કંપનીએ ઓફલાઇન કોચિંગ
ક્લાસીસ ખરીદી લઇને ભારતનાં વિવિધ શહેરોમાં ઓફલાઇન કોચિંગની શરૂઆત પણ કરી.
એ પછી કંપનીના મેનેજમેન્ટમાં ગંભીર ગરબડો થવા લાગી. વિવિધ નિયમોના પાલનમાં ચૂક
સંબંધિત ફરિયાદો ઊઠી અને કંપનીના વેલ્યુએશનમાં લગભગ ૯૯ ટકા જેટલો કમરતોડ ઘટાડો
નોંધાયો.
હવે સમાચાર છે કે કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૨ના હિસાબો એ વર્ષ પૂરું થયાના લગભગ
૨૨ મહિના પછી હવે છેક ફાઇલ કર્યા છે. તેમાં તેનો નેટ લોસ વધીને રૂ. ૮૨૪૫ કરોડના
આંકે પહોંચ્યો હોવાનું દર્શાવાયું છે. હવે કંપનીના ઇન્વેસ્ટર્સ સફાળા જાગ્યા છે.
તેમણે ઉકેલ માટે એકસ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ યોજવાની તજવીજ શરૂ કરી છે જેમાં
મૂળ સ્થાપક બાયજૂ રવિન્દ્રન અને તેમના પરિવારના અન્ય બે સભ્યોને કંપનીના
બોર્ડમાંથી દૂર કરવાનો પ્રયાસ થશે.
એક સમયે એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સને તેમણે પોતે સ્થાપેલી કંપનીમાંથી કંઈક આ જ રીતે દૂર કરાયા હતા. પરંતુ સ્ટીવ જોબ્સમાં એવું કરામતી તત્વ હતું કે થોડાં વર્ષો પછી કંપનીએ તેમને ફરી કંપનીના સીઇઓ બનાવ્યા અને સ્ટીવે એપલને આજના સ્થાને પહોંચાડી. બાયજૂસમાં શું થાય છે એ જોવું રસપ્રદ રહેશે.
MkuÕVe ÷uíkk
zÙkuLkLkwt økíkfzwt MLkuÃkLku ¼khu Ãkzâwt
વર્ષ ૨૦૧૧માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે શરૂ થયેલી સ્નેપચેટ યંગસ્ટર્સમાં બહુ પોપ્યુલર
છે. ચેટિંગ ઉપરાંત કંપનીએ શોર્ટ વીડિયો રેકોર્ડ કરી શકે તેવા સ્માર્ટગ્લાસિસ પણ
લોન્ચ કર્યા એટલે ૨૦૧૬માં કંપનીનું નામ બદલીને ફક્ત સ્નેપ કર્યું.
એ પછી કંપનીએ એપ્રિલ ૨૦૨૨માં યૂઝર્સ
હવામાં ઊડતાં ડ્રોનથી પોતાના સેલ્ફી વીડિયો કેપ્ચર કરીને સ્નેપ પર શેર કરી શકે
તેવી એક પ્રોડક્ટ લોન્ચ કરી. નામ અપાયું પિક્સી ડ્રોન. એ સમયે આવું એક પિક્સી ડ્રોન ૨૩૦ ડોલર (૧૯-૨૦ હજાર રૂપિયા)માં વેચાતુ હતું.
આ ટચૂકડું ડ્રોન માંડ ૧૦૦ ગ્રામ વજનનું હતું અને તેને હથેળીમાંથી હવામાં
ઉડાડીને પરત હથેળીમાં લેન્ડ કરી શકાતું હતું. પરંતુ ઓગસ્ટ ૨૦૨૨માં, આ પ્રોડક્ટ લોન્ચ કર્યાના ફક્ત ચાર મહિનામાં કંપનીએ તેનું વેચાણ બંધ કરી
દીધું. હવે સમાચાર છે કે યુએસ કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી કમિશને સ્નેપ કંપનીએ
અત્યાર સુધી વેચેલાં તમામ પિક્સી ડ્રોન પરત ખેંચવાનો આદેશ આપ્યો છે.
આ સંસ્થાના કહેવા અનુસાર ડ્રોનમાંની રિચાર્જેબલ લિથિયમ-આયન બેટરીમાં ખામી
હોવાને કારણે ડ્રોન ઊડતું હોય ત્યારે હવામાં જ આગ પકડી લે તેવું જોખમ છે.
સ્નેપ કંપનીને અત્યાર સુધીમાં બેટરી વધુ પડતી ગરમ થઈને ફૂલી ગઈ હોય તેવી ચાર
ફરિયાદ મળી હતી અને તેમાંથી એક બેટરી સળગી ઊઠી હોવાનું નોંધાયું હતું. કંપનીએ
અત્યાર સુધીમાં એકોતેર હજાર પિક્સી ડ્રોનનુ વેચાણ કર્યું હતું. હવે સૌએ પોતે
ખરીદેલાં ડ્રોન કંપનીમાં જમા કરાવવાં પડશે અને બદલામાં ફુલ રિફંડ મળશે.
સ્નેપ કંપની માટે આ બહુ મોટો ખર્ચ નથી,
પણ નામ ખરડાયું.