વોટ્સએપના વેબ વર્ઝનમાં આવી રહ્યાં છે આ નવાં ફીચર
અમદાવાદ, તા. 28 સપ્ટેમ્બર 2020 સોમવાર
એક તરફ વોટ્સએપની મોબાઇલ એપમાં સતત નવાં ફીચર ઉમેરાઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ તેના વેબ વર્ઝનમાં પણ ફેરફારો આવી રહ્યા છે. તમે કદાચ જાણતા હશો કે પીસીમાં બ્રાઉઝરમાં web.whatsapp.com પેજ પર જતાં એક ક્યુઆર કોડ જોવા મળે છે.
આપણા ફોનમાંની વોટ્સએપના સેટિંગ્સમાં ‘વોટ્સએપ વેબ’ પર ક્લિક કરી, કેમેરાથી પીસીમાંનો ક્યુઆર કોડ સ્કેન કરીને પીસીમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે. આ વેબ વર્ઝનમાં અત્યાર સુધી પ્રમાણમાં મર્યાદિત સુવિધાઓ હતી. પરંતુ હવે તેમાં વોઇસ અને વીડિયો કોલનાં બટન પણ ઉમેરાઈ રહ્યાં છે.
એ ઉપરાંત વોટ્સએપના વેબ વર્ઝનમાં મેસેન્જર રૂમ, કેમેરા અને ગેલેરીના આઇકન પણ ઉમેરાશે. એવી પણ શક્યતા છે કે ટૂંક સમયમાં અલગ અલગ ડિવાઇસમાં પણ વોટ્સએપનો ઉપયોગ કરી શકાશે.