- nðu fku÷us rMk÷uõþLk MkkÚku ÷uÃkxkuÃk rMk÷uõþLkLkk rËðMkku Ãký ykðe økÞk Au
એક્ઝામ્સ અને રિઝલ્ટ્સની મોસમ પૂરી થઈ. હવે આવી ગયા છે એડમિશન પ્રોસેસના
દિવસો. આ સાથે, ખાસ કરીને કોલેજમાં પહોંચેલા
સ્ટુડન્ટ્સની આંખોમાં પોતાના લેપટોપનાં સપનાં પણ અંજાઈ જાય છે. પેરેન્ટ્સ ખમતીધર
હોય અને બજેટની બહુ ચિંતા ન હોય તો તેમને માટે તો લેપટોપ્સના અનેક ઓપ્શન્સ છે.
પરંતુ ખિસ્સું જોર ન કરતું હોય, પણ સાથે સંતાનની બધી
જરૂરિયાતો પૂરી કરવી હોય ત્યારે વાત થોડી મુશ્કેલ બને.
તમે પણ આવી ભીંસ અનુભવી રહ્યા હો તો તમારે માટે રીફર્બિશ્ડ લેપટોપ સારો ઓપ્શન બની શકે. હવેના સમયમાં ડેસ્કટોપ કે લેપટોપ એવું તો વિચારવાનું જ રહ્યું નથી. લેપટોપ નક્કી છે, પરંતુ એમાં નવું કે જૂનું એવો સવાલ થઈ શકે. જો બજેટ ખરેખર મોટો પ્રશ્ન હોય તો કોલેજનાં ૩-૪ વર્ષ માટે રીફર્બિશ્ડ લેપટોપથી કામ ચલાવીને પછી નોકરીએ ચડી, પોતાની કમાણીમાંથી સારું, એ સમયનાં લેટેસ્ટ ફીચરવાળું લેપટોપ લેવામાં આવે એવું પણ થઈ શકે. અત્યારે રીફર્બિશ્ડ લેપટોપનાં બધાં પાસાં સમજી લઈએ.
ík{kÁt çksux
{ÞkorËík nkuÞ íkku ®[íkk Lk fhþku
આજના સમયમાં પરિવારના દરેક સભ્ય માટે ટેક સાધનોની જરૂરિયાત સતત વધતી જાય છે
અને તેની સામે આપણું બજેટ જો એટલું જોર ન કરતું હોય, તો આપણે નવાંનક્કોર સાધનોના વિકલ્પો તરફ નજર દોડાવવી પડે.
આવો એક વિકલ્પ એટલે રીફર્બિશ્ડ સાધન.
હવે સ્માર્ટફોન ઉપરાંત લેપટોપ જેવાં સાધનોની પણ ઓનલાઇન ખરીદી વધી ગઈ છે ત્યારે
જો તમે વિવિધ શોપિંગ સાઇટ્સ પર જુદી જુદી કંપનીનાં જુદાં જુદાં લેપટોપ મોડલ્સ પર
નજર ફેરવતા હો ત્યારે ક્યારેક એવું બની શકે કે એક સરખાં સ્પેસિફિકેશન ધરાવતા, એક જ કંપનીના એક જ મોડેલની કિંમતમાં જુદી જુદી સાઇટ પર ઘણો મોટો તફાવત જોવા
મળે.
આપણે શૂટિંગ-શર્ટિંગનું કાપડ ખરીદી રહ્યા હોઇએ ત્યારે વેપારી બે કાપડના
ભાવફેરને હળવા સ્મિત સાથે એ તો ક્વોલિટીમાં ફેર હોય ને! એમ કહીને આપણને સમજાવી દે, પણ લેપટોપ જેવા ડિવાઇmfસની બાબતમાં સ્પેસિફિકેશન્સ એક જ હોવા છતાં મોટો ભાવફેર આપણા દિમાગમાં ઉતરે
નહીં એ સ્વાભાવિક છે.
આવે સમયે આપણને પહેલી શંકા એવી જાગે કે ઓછી કિંમતનું મોડેલ ડુપ્લિકેટ કે
સેકન્ડહેન્ડ હશે!
વાસ્તવમાં આવું જ હોય છે, જરા ફેર સાથે. મોટા ભાગની
પ્રતિષ્ઠિત ઓનલાઇન સાઇટ્સ આવા ઓછી કિંમતનાં મોડેલ્સ માટે રીફર્બિશ્ડ અથવા તો રીન્યૂડ શબ્દનો ઉલ્લેખ કરવાનું ચૂકતી
નથી.
એ ખાસ નોંધવા જેવું છે કે રીફર્બિશ્ડ ડિવાઇસ હંમેશાં જૂનું અને વપરાયેલું જ
હોય એવું જરૂરી નથી. ઘણા કિસ્સામાં રીટેઇલર પાસેથી કે ઓનલાઇન નવું લેપટોપ ખરીદ્યા
પછી ખરીદનારને તેમાં કોઈ નાની કે મોટી ખામી ધ્યાનમાં આવે અને લેપટોપ હજી તેના રિટર્ન પીરિયડમાં હોય તો તે રીટેઇલર અને
તેના દ્વારા મેન્યુફેકચરરને પરત મોકલી શકે છે.
આ સંજોગમાં રીટેઇલર અથવા મેન્યુફેકચરર એ ડિવાઇસની ખામી સુધારીને તેને પરત
વેચાણમાં મૂકે છે અને ત્યારે તેને રીફર્બિશ્ડ કે રીન્યૂડ એવું લેબલ લગાવે છે.
ક્યારેક એવું પણ બની શકે કે લેપટોપમાં કોઈ ખામી હોય જ નહીં, માત્ર ખરીદનારને ખરીદ્યા પછી તેનાં સ્પેસિફિકેશન પોતાના ઉપયોગને અનુકૂળ ન લાગે
અને વેચનારની પોલિસી પ્રમાણે શક્ય હોય તો નવેનવું લેપટોપ એ રિટર્ન કરી શકે છે.
કેટલીક ખરેખર પ્રતિષ્ઠિત ઓનલાઇન સાઇટ્સ આવા લેપટોપને પણ નવા તરીકે પરત વેચવા
મૂકવાને બદલે રીફર્બિશ્ડ મોડેલ તરીકે વેચવા મૂકે છે.
ખામીવાળાં અને પછી સુધારવામાં આવેલા કે પછી કોઈ ખામી વિનાના પરત ફરેલા લેપટોપ
(જેને અનબોક્સ્ડ આઇટમ પણ કહેવામાં આવે છે)ને પ્રોફેશનલ ટેકનિશિયન દ્વારા ચકાસીને અને
મેન્યુફેકચરિંગ કંપનીની ક્વોલિટી ચેકિંગ પ્રોસેસમાંથી પસાર કર્યા પછી ફરી વેચવામાં
આવે તેને જ સામાન્ય રીતે રીફર્બિશ્ડ કહેવામાં આવે છે.
પરંતુ કમનસીબે રીફર્બિશ્ડ મોડેલની વ્યાખ્યા આવી સીમિત રહી નથી. લાંબા સમય સુધી
ઉપયોગમાં લેવાયા પછી વેચવામાં આવેલું લેપટોપ જુદા જુદા હાથમાં ફરીને કે સીધેસીધું
રીટેઇલ કે ઓનલાઇન સેલર સુધી પહોંચે ત્યારે એ પણ પ્રોફેશનલ દ્વારા રીપેરિંગ પછી
રીફર્બિશ્ડ કે રીન્યૂડ તરીકે પરત વેચવા મૂકવામાં આવે છે. નવું સાધન ખરીદતી વખતે
જૂનું સાધન એક્સચેન્જમાં આપવામાં આવે અને તે રીપેરિંગ પછી ફરી વેચવામાં આવે તેને
પણ રીફર્બિશ્ડ કહેવામાં આવે છે.
આમ રીફર્બિશ્ડ ડિવાઇસની રેન્જ ઘણી મોટી છે. એટલું નક્કી છે કે તે નવાનક્કોર
સાધન જેટલું ખાતરીબદ્ધ પર્ફોર્મન્સ આપતું નથી. રીફર્બિશિંગની મૂળ વ્યાખ્યા મુજબ
લેપટોપ લગભગ નવેનવું હોય અને નાની ખામીને કારણે કે ખરીદનારની પસંદ બદલાવાને કારણે
પરત ફર્યું હોય અને ઓનલાઇન સાઇટ્સ તેને રીફર્બિશ્ડ તરીકે ફરી વેચવા મૂકે તો આપણને
ખાસ્સી સારી ડીલ મળી કહેવાય. કારણ કે સાધન લગભગ નવા જેવું જ હોય છે.
પરંતુ જો લાંબા સમય વપરાયા પછી તેને સેકન્ડહેન્ડને બદલે રીફર્બિશ્ડ તરીકે વેચવામાં આવે તો આપણે ક્યારેક ભરાઈ પડીએ એવું બની શકે!
sqLkwt
÷uÃkxkuÃk-ÃkeMke ¾heËíke ð¾íku þwt æÞkLk hk¾ðwt?
તમે જૂનું લેપટોપ કે પીસી ખરીદવાનું વિચારી રહ્યા હો તો ફક્ત કિંમત જોવાને
બદલે, બીજી ઘણી બાબતો તરફ ખાસ ધ્યાન
આપવું જરૂરી છે. જેમ કે...
રીફર્બિશ્ડ શું છે?
મોટા ભાગે ઓનલાઇન સાઇટ્સ પર વેચાતાં ડિવાઇસ માટે ઉપયોગમાં લેવાતો શબ્દ. આવાં
લેપટોપ ખરીદાયા પછી રિટર્ન કરાયાં હોય, તેમાં કંઈક ખામી હોય કે
શોપ્સમાં ડિસ્પ્લે માટે તેમનો ઉપયોગ થયો હોય. ટેકનિશિયન્સ તેને બધી રીતે તપાસે, ખામી હોય તો દૂર કરે, જરૂરી પાર્ટ્સ બદલે, સોફ્ટવેર રીઇન્સ્ટોલ કરે અને લેપટોપને નવા જેવું કરીને ફરી વેચવા મૂકવામાં આવે. આવા પીસીનું પરફોર્મન્સ મોટા ભાગે સારું હોય, ફક્ત ક્યાંક તેના પર સ્ક્રેચ જોવા મળી શકે.
રીન્યૂડ શું છે?
આ પણ રીફર્બિશ્ડ જેવાં જ ડિવાઇસ. મોટા ભાગે કોર્પોરેટ કંપનીઓ મોટા પાયે લેપટોપ
ખરીદી, ટૂંકો સમય તેનો ઉપયોગ કરી, તેને બદલી નાખતી હોય તો જૂનાં લેપટોપને નવા જેવાં કરીને ફરી ઓનલાઇન સાઇટ્સ પર વેચવામાં આવે. તે પણ યોગ્ય રીતે રીપેર કરવામાં
આવ્યાં હોવાથી પરફોર્મન્સ ભરોસાપાત્ર રહે.
યૂઝ્ડ શું છે?
દેખીતું છે - ઉપયોગમાં લેવાયેલ લેપટોપ. ફેર ફક્ત એટલો કે રીફર્બિશ્ડ અને
રીન્યૂડની જેમ યૂઝ્ડ લેપટોપને યોગ્ય રીતે રીસ્ટોર ન પણ કરવામાં આવ્યાં હોય. આવાં
ડિવાઇસ સામાન્ય રીતે ઓફલાઇન શોપ્સમાં વેચાતાં હોય. તમારી જાણીતી શોપ હોય, એન્જિનીયર પરફોર્મન્સની ખાતરી આપતા હોય તો લઈ શકાય.
સેકન્ડ હેન્ડ શું છે?
યૂઝ્ડ લેપટોપ જેવાં જ સેકન્ડ હેન્ડ લેપટોપ. કોઈએ લાંબા-ટૂંકા સમય માટે વાપરીને
તેને કોઈ શોપમાં વેચી દીધા ંહોય કે એક્સ્ચેન્જમાં
આવ્યાં હોય તેવાં લેપટોપ. તે મોટા ભાગે જેમ છે તેમના આધારે વેચાતાં હોય છે.
વોરન્ટી મળે છે?
મોટા ભાગે રીફર્બિશ્ડ અને રીન્યૂડ લેપટોપમાં ઓછામાં ઓછા છ મહિનાની વોરન્ટી
મળતી હોય છે. કેટલીક ઓનલાઇન સાઇટ્સ પર ખરીદ્યા પછી, નિર્ધારિત સમયમાં તેને રીટર્ન કે રીપ્લેસ પણ કરી શકાય.
ઓફિશિયલ સોફ્ટવેર છે?
મોટા ભાગે ઓનલાઇન સાઇટ્સ પર વેચાતાં રીફર્બિશ્ડ કે રીન્યૂડ લેપટોપમાં ઓફિશિયલ
વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સનાં ટ્રાયલ વર્ઝન હોય
છે. વિન્ડોઝ ૧૦નો સપોર્ટ ૨૦૨૫થી પૂરો થઈ ગયો હોવાથી વિન્ડોઝ ૧૧વાળું લેપટોપ લેવું
સારું.
હાર્ડવેર બરાબર છે?
રીફર્બિશ્ડ કે રીન્યૂડ લેપટોપમાં ઘણા પાર્ટ્સ બદલવામાં આવ્યા હોઈ શકે છે. આપણે
એ બધું તો ચકાસી ન શકીએ, પણ પ્રોસેસર (ઓછામાં ઓછું
આઇ-થ્રી કે ફાઇવ), સ્ટોરેજ સોલિડ-સ્ટેટ ડ્રાઇવ( એસએસડી - ઓછામાં ઓછી ૨૫૬ જીબી), રેમ (ઓછામાં ઓછી ૮ જીબી) વગેરે ચોક્કસ તપાસી શકીએ. તમારો ઉપયોગ મર્યાદિત હોય
તો લેપટોપમાં ગ્રાફિક્સ કાર્ડ ન હોય તો ચાલે.


