નવી દિલ્હી, 29 એપ્રિલ 2019, સોમવાર
સ્માર્ટફોન નિર્માતા કંપની પોતાના યૂઝર્સને સમયાંતરે સોફ્ટવેર અપડેટ આપે છે. કેટલાક યૂઝર્સ સ્માર્ટફોનમાં સોફ્ટવેર અપડેટને ઓટોમેટિક રાખે છે, પરંતુ આ ભુલ ઘણીવાર ફોનના ડેટાને ડીલીટ કરી દે છે.
ગૂગલ પણ ડેવલપર્સને પોતાના એપ્સને અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરે છે જેથી સ્માર્ટફોનની સુરક્ષા વધારી શકાય. જો કે ઓટોમેટિક સોફ્ટવેર અપડેટ કરવા તે ખીસ્સા પર પણ ભારી પડી શકે છે. સ્માર્ટફોનમાં જે બેકગ્રાઉન્ડમાં એપ્સ જે અપડેટ થતી રહી છે તેના કારણે નેટનો વપરાશ વધી જાય છે.
આ સમસ્યાઓ તમને પણ નડતરરૂપ હોય તો તેનું સમાધાન આ સાધારણ ટીપ્સ ફોલો કરવાથી મળી શકે છે.
1. ગૂગલ પ્લે સ્ટોર એપ પર જઈ અને સર્ચબારમાં ડાબી તરફ આપેલા 3 મેન્યૂ આઈકન પર ક્લિક કરો.
2. ત્યારબાદ સેટિંગ્સમાં જાઓ.
3. સેટિંગ્સ મેન્યૂ પર ઓટો અપડેટ એપ્સ પર ક્લિક કરો.
4. ત્યાં ડુ નોટ ઓટો અપડેટ એપ્સ, ઓટો એપડેટ એપ્સ ઓવર એની નેટવર્ક અને ઓટો અપડેટ એપ્સ ઓવર વાઈ ફાઈ ઓન્લી વિકલ્પમાંથી તમને અનુકુળ વિકલ્પની પસંદગી કરી લો.


