વિશ્વમાં આ 7 શહેરો એવા છે કે તમે માત્ર 15 મિનિટ ફરી શકો છો
સેલીબ્રિટીસની ફેવીરીટ જગ્યા માલદીવ 15 મિનીટની અંદર ફરી શકાય છે.
માત્ર 360 વર્ગ ક્ષેત્રફળ એરિયા ધરાવતા માલ્ટામાં 10 અલગ સાઈટ્સ જોવા લાયક છે
Image Envato |
તા. 22 જાન્યુઆરી 2023, રવિવાર
પ્રવાસન શબ્દ સાંભળતા જ દરેક વ્યક્તિના મગજમાં પોતે કરેલા પ્રવાસ યાદ આવી જાય તે સ્વાભાવિક છે. આજના સમયમાં લોકો પોતાના શોખ માટે અથવા કોઈ ખાસ જાણકારી માટે પ્રવાસ ખેડતા હોય છે. લોકો હરવા ફરવાનું વધારે પસંદ કરે છે. ભારતમાં પ્રવાસન બાબતે ઘણા બધા સ્થળો આવેલા છે. ઇન્ટરનેશનલ પ્રવાસનો પ્લાન કર્યો હોય અને જયારે ફરવા જઈએ ત્યારે ટ્રીપમાં થોડા દિવસો જ હોય છે અને આખુ શહેર એક્સપ્લોર કરવું મુશ્કેલ બને છે. પરંતુ તમને જાણીને અજીબ લાગશે કે છે કે વિશ્વમાં અમુક એવા શેહેરો એવા પણ છે જેને 15 મિનીટની અંદર પૂરેપુરા શહેરમાં ફરી શકાય છે. થોડાક સમયમાં વધુ જગ્યા ફરવા ઈચ્છતા હોય તો આ સાત સીટીને તમારા પ્રવાસની યાદીમાં જરુર નોંધી લેજો કે જેથી તમને ફરવામાં સરળતા રહે.
મોનોકો, પશ્ચિમ યુરોપ
મોનોકો શેહેર 2 સ્ક્વેર કિલોમિટર માં રહેલું છે. આ સીટીને માત્ર 15 મિનીટની અંદર ફરી શકાય છે. મોનોકોમાં રહેતા લોકો આ સીટીને સમૃદ્ધ બનાવે છે. મોનોકો શહેરની લેવીસ લાઈફસ્ટાઈલ, કસીનો અને રેસિંગ ટ્રેક માટે ખુબ જાણીતુ છે.
નાઉરુ ,ઓસ્ટ્રેલિયા
વિશ્વના સૌથી નાના દેશની યાદીમાં આઈલેન્ડ દેશ નાઉરુ આવે છે. લોકો નાઉરુમાં આવેલ ટુરીસ્ટ જગ્યાને જોઇને પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે.
ગ્રેનાડા,કેરીબીયાઈ સાગર
નવાઈની વાત એ છેકે ગ્રેનાડા જેવા નાના દીવ્પમાં દરિયો, વોટરફોલ, અંડર વોટર પાર્ક સ્કલ્પચર અને હાઉસ ઓફ ચોકલેટ જેવા સ્થળો આવેલા છે. ગ્રેનાડા એ 6 દીવ્પને મળીને બનેલી જગ્યા છે.
સેટજોન્સ ,અમેરિકા
સેટજોન્સ દુનિયાના સૌથી નાના દેશની લીસ્ટમાં આવે છે. સેટજોન્સ 2 લાખ જેટલી વસ્તી ધરાવતો દેશ છે. સેટજોન્સની વચ્ચે એક વર્જિન આઇલેન્ડ આવેલ છે. આ વર્જિન આઇલેન્ડ જવા માટે મીડ એપ્રિલ બેસ્ટ સમય છે.
માલદીવ
સેલીબ્રિટીસની ફેવીરીટ જગ્યા માલદીવ 15 મિનીટની અંદર ફરી શકાય છે. માલદીવમાં આવેલ બીચના દ્રશ્યો લોકો માટે ખુબ આંનદદાયક છે.
માલ્ટા,આફ્રિકા
માત્ર 360 વર્ગ ક્ષેત્રફળ એરિયા ધરાવતા માલ્ટામાં 10 અલગ સાઈટ્સ જોવા લાયક છે. માલ્ટામાં અનેક ફિલ્મો શુટિંગ થયેલુ છે એ માટે પણ તે ખુબ જાણીતું છે.
વેટિકન સીટી
આ દેશ દુનિયામાં સૌથી નાનામા નાનો દેશ છે. વેટિકન સીટીની જગ્યા ૨ કિલોમિટરથી પણ ઓછી છે. અહી કોઈ પણ વાહન વગર પગપાળા ચાલીને જ વેટિકન સીટી ફરી શકાય છે.