Updated: May 26th, 2023
![]() |
Image Enavto |
તા. 26 મે 2023, શુક્રવાર
ગરમીની સિઝનમાં કારમાં બેસતા કારમાં બેસવું એક પડકાર સમાન છે. આટલી ગરમીમાં ઘણીવાર તો એસી પણ કામ કરતુ નથી. અને કારમાં ઠંડક થતા પણ વાર લાગતી હોય છે. અને તેમા કેટલાક લોકો તો કારની વિન્ડો ખોલીને કાર ચલાવતા હોય છે કે જેથી કરીને કાર જલ્દીથી ઠંડી થઈ જાય. પરંતુ આ પ્રકારની રીત ખોટી છે. કારમાં રહેલી ગરમ હવાને બહાર નીકાળવા માટે વિન્ડોને ખોલવાની આ એક અલગ રીત હોય છે. આ સાથે કારમાથી આવતી ખરાબ સ્મેલને દુર કરવા માટે પણ અલગ રીત અજમાવવામાં આવે છે.
ચપટીમાં ગાયબ થઈ જશે ગાડીમાની ગરમ હવા
કારને ઠંડી કરવા માટે એસી ચાલુ કર્યા પછી ડ્રાઈવર સાઈટની વિન્ડો ખોલી કારને થોડા સમય સુધી ચલાવવી જોઈએ. આનાથી કારમાં એરફ્લો ઝડપથી થશે અને કારની ગરમ હવા ટપટીમાં બહાર નીકળી જશે. આ સાથે આવુ કરવાથી હવાની બ્લો પણ બીજા લોકો પર નહી આવે.
કારમાં ખરાબ સ્મેલ આવતી હોય તો.....
ઘણી વાર કારમા ખાવા પીવાથી અથવા તો ખાવાનું કારમાં પડી જવાના કારણે કારમાંથી ખરાબ સ્મેલ આવતી હોય છે. કારણ કે ખાવાની વસ્તુ કારમા ખોળાવાથી કારના દરવાજા બંધ રહેવાથી અંદરથી ખરાબ ગંધ મારતી હોય છે. અને તેના કારણે કારમાં બેસવુ મુશ્કેલ થઈ પડે છે. તેના માટે કારની ડ્રાઈવર સાઈડની વિન્ડો બંધ કરી બાકીની વિન્ડો ખોલીને કાર ચલાવવી જોઈએ. આમ કરવાથી કારમાં હવા રોટેશન થશે અને કારમાં સર્કુલેટ થઈ બહાર નીકળી જશે અને તેની સાથે કારમાં આવતી ગંદી હવા પણ બહાર નીકળી જશે. આ દરમ્યાન જો તમે કારનું સર્કુલેટનું બટન દબાવવાથી હવા કારમાં સર્કુલેટ થશે અને બંધ કરશો એટલે ગંધ મારતી હવા બહાર નીકળી જશે.