Get The App

ઇન્સ્ટાગ્રામમાં રીલ ડાઉનલોડ થશે !

Updated: Jun 28th, 2023

GS TEAM


Google News
Google News
ઇન્સ્ટાગ્રામમાં રીલ ડાઉનલોડ થશે ! 1 - image


સોશિયલ મીડિયા કંપનીઓ એકમેકના ફીચરની કોપી કરવામાં માહેર હોય છે. એમાંય વિશ્વસ્તરે ટિકટોકને જબરજસ્ત સફળતા મળ્યા પછી બધા જ પ્રકારની સોશિયલ મીડિયા સાઇટ્સ તેના ફીચરની કોપી કરી રહી છે. જેમ કે ટિકટોકના શોર્ટ વીડિયો ડાઉનલોડ કરીને અન્ય લોકોને શેર કરી શકાતા હતા. એ જ ફીચર હવે ઇન્સ્ટાગ્રામમાં પણ આવી રહ્યું છે.

ઇન્સ્ટાગ્રામના હેડે પોતાની ઇન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલમાં ગયા અઠવાડિયે આ જાહેરાત કરી તે મુજબ હવે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સ પબ્લિક હોય તે ડાઉનલોડ કરી શકાશે અને પછી ઇન્સ્ટાગ્રામ એપની બહાર સહેલાઈથી શેર કરી શકાશે.

આ ફીચરનો લાભ લેવા માટે તમને જે રીલ ગમે તે ઓપન કરો. નીચે જમણા ખૂણે આપેલ શેર આઇકન પર ક્લિક કરો. તેમાં સૌથી નીચે ડાઉનલોડનો ઓપ્શન મળશે. તેને ક્લિક કરતાં તે વીડિયો ફોનની કેમેરા ગેલેરીમાં ડાઉનલોડ થઈ જશે (હાલમાં આ ફીચર યુએસમાં રોલઆઉટ થઈ રહ્યું છે, થોડી રાહ જોવી પડી શકે).

ટિકટોકમાં વીડિયો ડાઉનલોડ કરવામાં આવે ત્યારે વીડિયો પર ટિકટોકનો વોટરમાર્ક રહેતો હોય છે. એવું જ ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં થશે. આપણે પોતાની રીલ ડાઉનલોડ કરવી હોય તો તેનું ડ્રાફ્ટ વર્ઝન વોટરમાર્ક વગર ડાઉનલોડ કરી શકાશે. અલબત્ત રીલમાં ઉમેરેલ ઓડિયોને કોપીરાઇટ લાગુ થતા હશે તો તે ડાઉનલોડ ન થાય તેવું બની શકે છે.

એ ધ્યાનમાં રાખવા જેવું છે કે પ્રાઇવેટ એકાઉન્ટમાં શેર થતી રીલ્સ ડાઉનલોડ થઈ શકશે નહીં તેમજ પબ્લિક એકાઉન્ટમાં પણ રીલ ડાઉનલોડ ન થઈ શકે તેવું સેટિંગ કરી શકાશે.

Tags :