Get The App

સૌને સતાવતો સવાલ અને ઉપાય

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
સૌને સતાવતો સવાલ અને ઉપાય 1 - image


- {kuxk ¼køkLkk ÷kufkuLke su{, ík{kÁt økqøk÷ yufkWLx Ãký ¼hkE økÞwt?

જો તમે ‘ટેક્નોવર્લ્ડ’ વાંચતા હશો તો તમારી પાસે સ્માર્ટફોન હશે, તેમાં તમારું ગૂગલ એકાઉન્ટ હશે, તેમાં તમે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ, ફોટો વગેરે એપનો ઉપયોગ કરતા હશો, કદાચ વોટ્સએપનો પણ તમારા ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ લેતા હશો... અને તો કદાચ તમને પણ ગૂગલની જાસાચિઠ્ઠી મળી ગઈ હશે - તમારી સ્ટોરેજ ભરાવામાં છે! 

એક સમયે એવું કહેવાતું હતું કે જીમેઇલના ફ્રી એકાઉન્ટમાં આપણને ક્યારેય ખૂટે નહીં એટલી ફ્રી સ્પેસ મળે છે, આપણે કશું ડિલીટ કરવાની કોઈ જરૂર નથી. પછી ગૂગલની સર્વિસ વધતી ગઈ, એ બધાની ફાઇલ્સ આપણા એક જ એકાઉન્ટમાં ગણાવા લાગી, પરિણામે અખૂટ લાગતી સ્ટોરેજ ખૂટવા લાગી! આવું થાય ત્યારે શું થઈ શકે એની વાત કરીએ.

økqøk÷ yufkWLx ¼hkE økÞk ÃkAe þwt ÚkkÞ?

અન્ય કંપનીની સરખામણીમાં ગૂગલ આપણને ઘણી વધુ ફ્રી સ્પેસ આપે છે, તે ભરાઈ ગયા પછી પણ કંપની ઉદાર રહે છે.

 

ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર મોટા ભાગે બે મોડેલ પર કામ કરે છે. એક મોડેલ છે ફ્રી, પણ એડ-સપોર્ટેડ સર્વિસ અને બીજું મોડેલ છે ‘ફ્રીમિયમ’.

પહેલો વિકલ્પ, આખરી યૂઝર્સ એટલે કે આપણને બિલકુલ ફ્રી સર્વિસ આપવાનું છે. મોટા ભાગે સોશિયલ મીડિયામાં આ મોડેલનો ઉપયોગ થાય છે. તેમાં આપણને ફ્રી સર્વિસ મળે પરંતુ આપણો જ ડેટા એડવર્ટાઇઝિંગ કંપનીઓને વેચીને તેમાંથી કમાણી કરવામાં આવે.

બીજા વિકલ્પમાં આપણને થોડું-ઘણું મફત આપવામાં આવે અને એથી વધુ લાભ જોઇતો હોય તો આપણે રૂપિયા ચૂકવવા પડે. ઇન્ટરનેટ પર આ મોડેલ પણ ખાસ્સું પોપ્યુલર થયું છે. સોશિયલ મીડિયા સિવાયની લગભગ બધા પ્રકારની સર્વિસ મોટા ભાગે ‘ફ્રીમિયમ’ મોડેલ પર કામ કરતી હોય છે.

જેમ કે ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ, વિવિધ પ્રકારની ટુ-ડુ લિસ્ટ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સર્વિસ કે અલગ અલગ પ્રકારની સર્વિસને એકમેક સાથે કનેક્ટ કરવાની સગવડ આપતી સર્વિસ વગેરે બધાનો આપણે અમુક હદ સુધી મફત ઉપયોગ કરી શકીએ. તેથી વધુ લાભ જોઇતો હોય તો રૂપિયા આપવાના થાય. વોટ્સએપમાં આ બધામાં અલગ પડતી સર્વિસ હતી - તેની શરૂઆત એક મજાની, પરિવારલક્ષી એપ તરીકે થઈ, તેમાંથી કમાણીનો કોઈ ઉદ્દેશ નહોતો. પરંતુ ફેસબુક-મેટાએ તેને ખરીદી લીધા પછી તેમાંથી કમાણી કરવાના પ્રયાસો શરૂ થયા છે.

ગૂગલ એકાઉન્ટમાં ફ્રી સ્ટોરેજ

ગૂગલ કંપની બહુ લાંબા સમયથી આ ફ્રીમિયમ મોડેલનો ઉપયોગ કરે છે. એ પણ ખરું કે અને અન્ય કંપનીઓની સરખામણીમાં તે બહુ મોટા પ્રમાણમાં મફત લાભ આપે છે.  જેમ કે એપલ કે માઇક્રોસોફ્ટમાં એકાઉન્ટના ફ્રી પ્લાનમાં આપણને ફક્ત ૫ જીબી સ્પેસ મળે, જ્યારે ગૂગલમાં તેનાથી ત્રણ ગણી એટલે કે ૧૫ જીબી સ્પેસ મળે. સામે પક્ષે આપણને સૌને ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરવાની એવી આદત પડવા લાગી છે કે હવે લગભગ સૌ કોઇને આ ૧૫ જીબી સ્પેસ ઓછી પડે છે - આટલી સ્પેસ જીમેઇલ, ડ્રાઇવ અને ફોટોઝ વચ્ચે વહેંચાય છે એટલે ખાસ.

આપણે ૧૫ જીબીની આ ફ્રી લિમિટ પૂરી કરવા આવીએ ત્યારથી ગૂગલ આપણને સ્ટોરેજ ઓછી કરવા અથવા પેઇડ પ્લાનમાં કન્વર્ટ થવા માટે વારંવાર સૂચના આપવા લાગે. આપણે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ તથા ગૂગલ ફોટોઝમાંની સ્ટોરેજ શક્ય એટલી ઘટાડવાના પ્રયાસો કરીને થાકીએ એટલે આખરે ‘ગૂગલ વન’ના પેઇડ પ્લાન તરફ જઇએ. કંપની તેમાં પણ શરૂઆતમાં ખાસ્સું ડિસ્કાઉન્ટ આપે એટલે આપણે પેઇડ પ્લાનની અજમાયશ કરવા લલચાઈ જઇએ.

આવા પેઇડ પ્લાનમાં આપણને ૧૫ જીબી ઉપરાંત ૩૦ કે ૬૦ કે ૧૦૦ જીબી જેટલી વધારાની સ્પેસ મેળવવાના વિકલ્પ મળે છે. તકલીફ એ કે હવેના સમયમાં આપણે ખરીદેલી આવી વધારાની સ્પેસ પણ ઝડપથી ઓછી પડવા લાગે છે.

એવું ન થાય તો પણ ક્યારેક એવું બને કે આપણને ગૂગલના પેઇડ પ્લાન માટે કાયમ માટે વધારાનો ખર્ચ કરવો યોગ્ય ન લાગે.

આપણા ગૂગલ એકાઉન્ટનો પ્લાન ૧૫ જીબીનો ફ્રી પ્લાન હોય કે પછી ૧૦૦ જીબીનો પેઇડ પ્લાન હોય, બંનેમાં આપણે લિમિટ ક્રોસ કરી જઇએ એ પછી ગૂગલની વિવિધ સર્વિસમાંના આપણા ડેટાનું શું થાય? આ પ્રશ્ન ઘણા લોકોને સતાવતો હોય છે. આપણે પેઇડ પ્લાનની લિમિટ ક્રોસ કરી જઇએ કે તેનું સબસ્ક્રિપ્શન કેન્સલ કરીએ અથવા તો તેની સમય મર્યાદા પૂરી થયા પછી તેને રિન્યુ ન કરીએ તો શું થાય? આ બધી સ્થિતિમાં આપણા ડેટા પર શી અસર થાય તેની વાત કરી લઇએ.

સ્ટોરેજ ભરાઈ ગયા પછી શું થાય?

જ્યારે પણ આપણે ફ્રી કે પેઇડ પ્લાનની સ્ટોરેજ લિમિટ ક્રોસ કરીએ અથવા પેઇડ પ્લાન કેન્સલ કરીએ ત્યારે..

આપણે પોતાના જીમેઇલ એકાઉન્ટમાં કોઈના તરફથી ઇમેઇલ મેળવી શકતા નથી કે અન્ય લોકોને નવો ઇમેઇલ મોકલી શકતા નથી.

ગૂગલ ડ્રાઇવમાં કોઈ પણ નવી ફાઇલ કે ફોલ્ડર અપલોડ કરી શકતા નથી.

ગૂગલ ડ્રાઇવમાં ગૂગલ ડોક, શીટ્સ, સ્લાઇડ્સ, ફોર્મ વગેરે સર્વિસમાં નવું ડોક્યુમેન્ટ ક્રિએટ કરી શકતા નથી.

ગૂગલ ફોટોઝમાં નવા ફોટો કે વીડિયોનો ઓટોમેટિક બેકઅપ બંધ થાય છે.

વોટ્સએપ જેવી સર્વિસનો આપણે ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ લેતા હોઇએ તો એ પણ બંધ થાય છે.

ગૂગલના પેઇડ પ્લાનના કિસ્સામાં એઆઇનાં એડવાન્સ્ડ ફીચર કે ઝડપી કસ્ટમર સપોર્ટ જેવા વધારાના કોઈ લાભ હોય તો એ પણ બંધ થાય છે.

આપણા ડેટાનું શું થાય?

ગૂગલનાં ઓફિશિયલ સપોર્ટ પેજિસ કહે છે કે આપણે જ્યારે પણ પોતાના ફ્રી કે પેઇડ પ્લાનની લિમિટ ક્રોસ કરી જઇએ અથવા સબસ્ક્રિપ્શન બંધ કરીએ એ પછી આપણો ડેટા સલામત રહે છે, તે તરત ડિલીટ થઈ જતો નથી તથા હજી પણ તેના પર આપણો કંટ્રોલ રહે છે.

જે રીતે ગૂગલ આપણને ફ્રી લાભ આપવામાં ઉદાર છે એ રીતે પોતાના ડેટા પર અંકુશ આપવાની બાબતે પણ ઉદાર છે. આપણા પ્લાન મુજબની સ્ટોરેજ પૂરી થયા પછી, નવું કંઈ ક્રિએટ કરી શકાતું નથી પરંતુ આપણો કોઈ પણ ડેટા ડિલીટ થતો નથી. પૂરાં બે વર્ષ સુધી આપણા ગૂગલ એકાઉન્ટમાં તે જળવાઈ રહે છે અને આપણી તેની એક્સેસ પણ ચાલુ રહે છે.

બે વર્ષના આ સમયગાળા દરમિયાન આપણી પાસે બે વિકલ્પ રહે છેઃ

(૧) જો ફ્રી પ્લાન હોય તો જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ તથા ગૂગલ ફોટોઝમાં બિનજરૂરી ફાઇલ્સ ડિલીટ કરીએ અને કુલ સ્ટોરેજ ૧૫ જીબીની અંદર લાવીએ. જેથી આપણો ફ્રી પ્લાન ફરી એક્ટિવેટ થાય અને આપણે રાબેતા મુજબ તેનો ઉપયોગ કરી શકીએ.

(૨) જો પેઇડ પ્લાન હોય તો માસિક કે વાર્ષિક ફીનું બાકી પેમેન્ટ ચૂકવી આપીએ અથવા ગૂગલની વિવિધ સર્વિસમાંનો આપણો ડેટા ગૂગલની જ ટેકઆઉટ સર્વિસ (https://takeout.google.com/)ની મદદથી પોતાના કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરી લઇએ અને ગૂગલ એકાઉન્ટની કુલ સ્ટોરેજ ફ્રી પ્લાનની ૧૫ જીબી લિમિટની અંદર લાવી દઇએ. જો ગૂગલની વિવિધ સર્વિસમાં આપણે ખાસ્સા મોટા પ્રમાણમાં ડેટા જમા કર્યો હોય તો ટેકઆઉટ સર્વિસની મદદથી તેને પરત મેળવવામાં થોડો સમય લાગી શકે છે. પરંતુ જો ઇન્ટરનેટ કનેકશન સારું હોય તો તેમાં બહુ વાર લાગતી નથી.

¼hkE økÞu÷e Mxkuhus ¾k÷e fhðkLkk fux÷kf hMíkk

તમારી ગૂગલ એકાઉન્ટની ફ્રી સ્પેસ બિલકુલ ભરાવા આવી હોય તો ફક્ત બે ઉપાય રહે છે. એક, ગૂગલ વન પ્રોજેક્ટ હેઠળ ફી ચૂકવીને વધારાની સ્પેસ ખરીદવી અથવા ગૂગલ એકાઉન્ટમાં હવે બિનજરૂરી બનેલી બાબતો દૂર કરીને સ્પેસ ખાલી કરવાનો પ્રયાસ કરવો.

જો કાયમ માટે ગૂગલને રૂપિયા ચૂકવવાની શરૂઆત ન કરવી હોય તો સ્પેસ ખાલી કરવી એ જ એક ઉપાય રહે છે.

આ માટે, જાગ્યા ત્યારથી  સવાર એમ માનીને તમે અંગત અને કામકાજના ઉપયોગ માટે બે અલગ અલગ ફ્રી એકાઉન્ટ ખોલી લો એ સૌથી સહેલો ઉપાય છે.

ઉપરાંત તમે સ્માર્ટફોનથી સતત ફોટો-વીડિયો કેપ્ચર કરતા હો અને એ બધું તમારા એકમાત્ર ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ થતું હોય, તો અલગ ફ્રી એકાઉન્ટ ખોલાવી, ફોટો-વીડિયોનો બેકઅપ તેમાં લેવાય એવું પણ કરી શકાય.

તમારા મૂળ અને પહેલેથી ભરાઈ ગયેલા ગૂગલ એકાઉન્ટમાં જીમેઇલ, ડ્રાઇવ અને ફોટોઝમાં કેટલી જગ્યા રોકાય છે તે જાણીને દરેકમાંથી બિનજરૂરી બાબતો ડિલીટ કરવાનો પ્રયાસ કરી શકાય.

એ માટે બાજુમાં બતાવેલાં પગલાં લઈ શકાય.

ફોન કે પીસીના બ્રાઉઝરમાં https://one.google.com/ પેજ પર જાઓ. અહીં સ્ટોરેજ પર ક્લિક કરતાં,  ઉપર મુજબ, આપણી ત્રણેય સર્વિસમાં કેટલી જગ્યા રોકાય છે તે જોવા મળશે.

‘ક્લીન અપ સ્પેસ’ ક્લિક કરીને આગળ વધતાં ડ્રાઇવમાંની મોટી ફાઇલ્સ, બિનમાં રહેલી ફાઇલ્સ, ફોટોઝ એપમાં મોટા ફોટો-વીડિયો, મોટાં એટેચમેન્ટ સાથેના મેઇલ્સ વગેરે તપાસી શકાશે અને એ પછી ડિલીટ કરી શકાશે.

હજી નીચે જઈ ગૂગલ ડ્રાઇવ, ફોટોઝ અને જીમેઇલમાં જઈને, કઈ મોટી ફાઇલ્સ વધુ જગ્યા રોકે છે તે તપાસી શકાય છે. આપણે ડિલીટ કરેલી ફાઇલ્સ બિનમાં જઈને પણ જગ્યા રોકે છે, તેને પણ ખાલી કરવું જરૂરી છે.

Tags :