Get The App

ભારતીય મૂળના સંશોધકે લાળમાંથી બિમારીની તપાસ કરવાની પદ્ધતિ વિકસાવી, 74 લાખનું ઇનામ મળ્યું

- સૌરભ મહેતા કોલેજ ઓફ હ્યુસ્ટ ઇકોલોજીમાં એસોસિએટ પ્રોફેસર છે

Updated: Sep 25th, 2020

GS TEAM

Google News
Google News


ભારતીય મૂળના સંશોધકે લાળમાંથી બિમારીની તપાસ કરવાની પદ્ધતિ વિકસાવી, 74 લાખનું ઇનામ મળ્યું 1 - image

હ્યુસ્ટન, તા. 25 સપ્ટેમ્બર 2020, શુક્રવાર

અમેરિકામાં ભારતીય મૂળના સંશોધક સૌરભ મહેતા અને તેની આગેવાની વાળી એક ટીમન એક લાખ ડોલર (74 લાખ રુપિયા)નું ઇનામ મળ્યું છે. સંશોધકોની આ ટીમે લાળ વડે ચેપી બિમારીની તપાસ કરવાની નવી પદ્ધતિ વિકસાવી છે. આ પદ્ધતિ મોબાઇલ ફોન આધારિત છે. આ પદ્ધતિ વડે શરીરમાં પોષક તત્વોની ઉણપ અંગ પણ જાણકારી મળી શકશે. સૌરભ મહેતાની આગેવાની વાળી આ કૉર્નેલ રિસર્ચ ટીમને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થનું ટેક્નોલોજી એક્સલરેટર ચેલેન્જ પ્રાઇઝ મળ્યું છે. 

આ પુરસ્કાર વાશ્વિક સ્વાસ્થ્ય માટે કોઇ પણ જાતની ચીર ફાડ વગરની પદ્ધતિઓના વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આપવામાં આવે છે. સૌરભ મહેતાના જણાવ્યા પ્રમાણે આ પદ્ધતિમાં લાળ બાયોમાર્કરનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે મેલેરિયા જેવા રોગો અને આયર્નની ઉણપની તપાસ પદ્ધતિમાં ક્રાંતિકારી બદલાવ આવી શકે છે. આ પદ્ધતિ વડે ઝડપથી તેમજ સટીક પરિણામ મળશે. 

સૌરભ મહેતા કોલેજ ઓફ હ્યુસ્ટ ઇકોલોજીમાં એસોસિએટ પ્રોફેસર છે. જ્યાં તેઓ પોષણ વિજ્ઞાન વિભાગમાં વૈશ્વિક સ્વાસ્થ્ય, મહામારી વિજ્ઞાન અને પોષણ વિશે ભણાવે છે. તેમના જણાવ્યા પ્રમાણે એવા વિસ્તારો કે જ્યાંના લોકો પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધાઓથી ઘણા દૂર છે ત્યાં આ પદ્ધતિ વધારે કારગર સાબિત થશે. દુનિયામાં કોઇ પણ જગ્યા પર આ પદ્ધતિનૌ ઉપયોગ સટીક રીતે થઇ શકે છે. 


Tags :