Get The App

વાહનના રજિસ્ટ્રેશનમાંથી હાઈપોથિકેશન દૂર કરવાની પ્રક્રિયા સરળ બનશે

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
વાહનના રજિસ્ટ્રેશનમાંથી હાઈપોથિકેશન દૂર કરવાની પ્રક્રિયા સરળ બનશે 1 - image

- ÷kuLk Ãkh ðknLk ÷uLkkhk ÷kufku {kxu fk{Lkk Mk{k[kh

તમે તમારે માટે કાર કે સ્કૂટર જેવું કોઈ પણ વાહન ખરીદ્યું હોય તો એવી પૂરેપૂરી શક્યતા કે તમે કોઈ ને કોઈ બેંક પાસેથી લોન મેળવીને એ વાહન ખરીદ્યું હશે. વ્હિકલ લોનની વ્યવસ્થાને કારણે આપણે માટે વાહનની ખરીદી ઘણી સરળ બને છે.

વાહનની કુલ કિંમત જેટલી રકમની એક સાથે જોગવાઈ ન હોય, પરંતુ દર મહિને હપ્તા રૂપે કટકે કટકે રકમ ભરી શકીએ તેમ હોઇએ ત્યારે વ્હિકલ લોન વરદાનરૂપ બની જાય. આપણા ક્રેડિટ સ્કોર મુજબ વાહનની કુલ કિંમતના ઓછામાં ઓછા ૮૦ ટકા જેટલી રકમ આપણે લોન પર મેળવી શકીએ છીએ.

ઓટો (અને બીજી ઘણી ખરી!) ઇન્ડસ્ટ્રીનો ઘણો ખરો બિઝનેસ લોન પર ચાલતો હોવાથી કંપનીના ડીલર પણ લોન પ્રોસેસ ફટાફટ પૂરી કરી આપવા તત્પર હોય છે. બેંક્સ માટે પણ આ મોટો બિઝનેસ હોવાથી એ પણ આપણને લોન મેળવવામાં બધી મદદ કરે છે.

આમ વાહનની ખરીદી  સમયે ઓટો લોન મેળવવાની પ્રક્રિયા સહેલી હોય છે, પરંતુ લોન ભરપાઈ કર્યા પછીની પ્રક્રિયા થોડી મુશ્કેલ રહે છે.

આપણે વાહન બેંકની લોન પર મેળવ્યું હોય ત્યારે તેના રજિસ્ટ્રેશનમાં બેંકને સંબંધિત ‘હાઇપોથિકેશન’નો ઉલ્લેખ હોય છે. એટલે કે લોન ભરપાઈ ન થાય ત્યાં સુધી આપણે વાહનના ખરા માલિક ગણાઇએ નહીં.

લોન પૂરેપૂરી ચૂકવી દઇએ એ પછી વાહનના રજિસ્ટ્રેશનમાંથી બેંકના હાઇપોથિકેશનની વિગતો દૂર કરીને વાહન પૂરેપૂરું આપણે નામે ટ્રાન્સફર કરવું પડે. એ પછી આપણે વાહનના સાચા માલિક બનીએ અને જ્યારે ઇચ્છીએ ત્યારે તે અન્ય કોઈને વેચી શકીએ.

તકલીફ એ છે કે ઓટો લોન મેળવતી વખતની પ્રક્રિયામાં સંબંધિત બધા પક્ષોને પૂરો રસ અને ઉતાવળ હોય છે, પરંતુ લોન પૂરી થયા પછીની પ્રક્રિયા કરવામાં કોઈને રસ રહ્યો હોતો નથી!

પરિણામે હાઇપોથિકેશન દૂર કરવા માટે આપણે બેંકમાંથી લોન પૂરેપૂરી ભરપાઈ થઈ હોવાનું સર્ટિફિકેટ મેળવવું પડે છે અને પછી તેના આધારે આરટીઓમાંથી હાઇપોથિકેશન દૂર કરવાની પ્રોસેસ કરવા માટે ધક્કા ખાવા પડે છે. આ આખી પ્રક્રિયામાં હજી પણ ઘણું પેપરવર્ક કરવું પડે છે અને ઝંઝટ રહે છે.

સદભાગ્યે હવે આ પ્રોસેસ પણ ઓનલાઇન થશે અને ઓટોમેટિક થશે.

એટલે કે લોન પૂરેપૂરી ભરપાઈ થઈ જાય એ પછી આપણા તરફથી લગભગ કોઈ એકશન વિના અને બેંક કે આરટીઓના ધક્કા ખાધા વિના વાહનના રજિસ્ટ્રેશનમાંથી હાઇપોથિકેશન દૂર થશે.

આ માટે ભારત સરકારની રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ શરૂઆતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તથા અન્ય પાંચ નોન-બેંકિંગ ફાયનાન્શિયલ કંપનીઝના સાથમાં નવી વ્યવસ્થા લાગુ કરી છે. ૧ માર્ચ, ૨૦૨૬થી અમલમાં આવેલી આ વ્યવસ્થામાં ઝડપથી અન્ય બેંક તથા એનબીએફસી ઉમેરાશે.

આ વ્યવસ્થામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસ (યુએલઆઇ) વ્યવસ્થાનો ઉપયોગ થશે (આપણે અગાઉ ‘ટેક્નોવર્લ્ડ’માં તેની વિગતે વાત કરી છે).

આ વ્યવસ્થા હેઠળ લોન આપનાર સંસ્થા તથા સરકારના વિવિધ પ્લેટફોર્મ વચ્ચે સલામત રીતે રિઅલ ટાઇમમાં ડેટાની આપ-લે શક્ય બને છે.

ઓટો લોનના સંદર્ભે આ યુએલઆઇ વ્યવસ્થા બેંક તથા વાહન સિસ્ટમ વચ્ચે કડીરૂપ બનશે. આથી એક તરફ બેંકમાં આપણી લોન પૂરેપૂરી ભરપાઈ થાય અને બેલેન્સ ઝીરો થાય એ સાથે તેની જાણ યુએલઆઇ મારફત ‘વાહન’ સિસ્ટમને થશે. વાહન સિસ્ટમ આપણા વાહનના રજિસ્ટ્રેશનમાંથી બેંકનું હાઇપોથિકેશન દૂર કરશે. એ સાથે આપણને હાઇપોથિકેશન દૂર થયું હોવાનો એસએમએસ પણ આવી જશે.

બીજી તરફ, લોન ભરપાઈ થયા પછા બેંક તરફથી વાહન માટે લોન લેનાર વ્યક્તિને ‘નો ઓબ્જેકશન સર્ટિફિકેટ’ મોકલવામાં આવશે.