વોટ્સએપમાં વધતો જાય છે AI નો વ્યાપ

એક સમયે આપણે જે રીતે ગૂગલિંગ શબ્દનો ઉપયોગ કરતા હતા, કંઈક એવી જ રીતે હવે એઆઇ ચેટિંગ શબ્દપ્રયોગ પણ એકદમ સામાન્ય બનવા લાગ્યો છે. ફેર એટલો કે ગૂગલિંગ કરવાના રસ્તા પ્રમાણમાં મર્યાદિત હતા. કાં તો સર્ચ એન્જિનની વેબસાઇટ પર જાઓ, કાં બ્રાઉઝરમાં એડ્રેસ બારનો સર્ચ બોક્સ તરીકે ઉપયોગ કરો અથવા સર્ચ એપનો ઉપયોગ કરો, બસ. જ્યારે એઆઇ હવે સર્વવ્યાપી બનવા લાગી છે.
ઉપરાંત એઆઇનો ઉપયોગ સર્ચ કરતાં ઘણો વિશેષ છે, હજી આગળ વધીએ તો, સર્ચ માટે એન્જિન તો ઘણાં
હતાં, પણ આપણા મનમાં ને આંગળીના
ટેરવે ફક્ત ગૂગલનું રાજ હતું. એઆઇમાં એવું નથી. એઆઇ ચેટિંગ ઓફર કરતી કંપની ઘણી છે
અને એ બધી જ એકમેકની કટ્ટર હરીફાઇ કરે તેમ છે. આ એઆઇ ચેટિંગ સર્ચ એન્જિનમાં, અલગ અલગ સાઇટમાં, એપ્સમાં, ઓફિસ પ્રોગ્રામ્સમાં
ઠેકઠેકાણે કરી શકાય છે.
એટલું ઓછું હોય તેમ હવે એઆઇ આપણી કાયમી વિવિધ ફેવરિટ એપ્સમાં પણ મોટા પાયે
ઉમેરાવા લાગી છે. મેટાનાં પ્લેટફોર્મ્સમાં મેટા એઆઇ, એક્સમાં ગ્રોક અને હવે તો એઆઇ આધારિત આખેઆખાં બ્રાઉઝર પણ આવવા લાગ્યાં છે.
યુપીઆઇની જેમ જ, એઆઇ સર્વિસ હવે આપણી ઓલ ટાઇમ
ફેવરિટ વોટ્સએપમાં પણ મોટા પાયે ઘૂસી છે. અહીં મેટા એઆઇ હોય એ તો સમજી શકાય, અન્ય કંપનીઓ પણ વોટ્સએપમાં બિઝનેસ એકાઉન્ટ તરીકે આપણી નજરમાં રહેવા હરીફાઇ
કરવા લાગી છે.
ðkuxTMkyuÃk{kt
Ãknu÷wt Lkk{ - {uxk yuykR
વોટ્સએપમાં સૌથી પહેલા ઉમેરાયેલી એઆઇ સર્વિસ છે મેટા એઆઇ. વોટ્સએપ મેટા
કંપનીની માલિકીની છે આથી તેમાં મેટા આઇ સૌથી પહેલાં ઉમેરાય તે સ્વાભાવિક છે.
વોટ્સએપ પર અન્ય કંપનીઓના ચેટબોટ પણ ઉમેરાયા છે. પરંતુ તેમને માટે આપણે જે તે
કંપનીના ફોન નંબર સેવ કરવા પડે.
જ્યારે વોટ્સએપમાં મેટા એઆઇનો ઉપયોગ કરવા માટે એવા કોઈ એકસ્ટ્રા સ્ટેપની જરૂર
નથી. વોટ્સએપમાં આપણે સીધી મેટા એઆઇ સાથે વાતચીત કરી શકીએ અથવા કોઈ વ્યક્તિ કે
ગ્રૂપ સાથેની વાતચીતમાં પણ મેટા એઆઇનો ઉપયોગ કરી શકાય.
મેટા એઆઇ સાથે વાતચીતના રસ્તા
વોટ્સએપમાં મેટા એઆઇ સાથે વાતચીત કરવા માટેના વિવિધ રસ્તા નીચે મુજબ છે ઃ
૧) હવે વોટ્સએપમાં મેટા એઆઇનું કલરફુલ સર્કલ આપણી નજર ખેંચે એ રીતે વોટ્સએપના
હોમ સ્ક્રીન પર જ ગોઠવાઈ ગયું છે. આપણે તેના પર ક્લિક કરીને મેટા એઆઇ સાથે વાતચીત
શરૂ કરી શકીએ.
૨) અથવા, વોટ્સએપના હોમ સ્ક્રીન પર
સૌથી ઉપરના સર્ચ બોક્સમાં કાંઈ પણ લખીને પણ આપણે મેટા એઆઇ સાથે ચર્ચાનો દોર ચલાવી
શકીએ.
૩) કોઈ વ્યક્તિ કે ગ્રૂપ સાથેના ચેટ પેજ પર જઇએ એ પછી મેસેજ ટાઇપ કરવાના
બોક્સમાં @ સાઇન મૂકીએ એ સાથે મેટા એઆઇ
સાથે વાત કરવાનો વિકલ્પ મળે છે. મેટા એઆઇ સાથેનું આપણું ચેટિંગ જે તે વ્યક્તિ કે
ગ્રૂપ સાથેના ચેટિંગમાં ઉમેરાઈ જાય છે.
૪) આપણે વ્યક્તિ ચેટ કે ગ્રૂપમાંનો કોઈ પણ મેસેજ મેટા એઆઇને ફોરવર્ડ કરી શકીએ
છીએ. આ રીતે આપણે કોઈ પણ મેસેજ કે ઇમેજ મેટા એઆઇને ફોરવર્ડ કરીએ એ સાથે તે
કન્ટેન્ટ વિશે મેટા એઆઇને જે કંઈ સમજાય તે,
તે આપણને સમજાવે છે.
મેટા આપણને જે કંઈ માહિતી આપે તે આપણે ફરી વોટ્સએપમાં કોઈ પણ વ્યક્તિને કે ગ્રૂપમાં
ફોરવર્ડ કરી શકીએ છીએ.
આ બધામાં આપણી પ્રાઇવસીનું શું?
વોટ્સએપ સ્પષ્ટતા કરે છે તેમ કોઈ પણ વ્યક્તિ કે ગ્રૂપમાં ચાલતી વાતચીત વચ્ચે
આપણે મેટા એઆઇ સાથે ચર્ચાનો દોર શરૂ કરીએ ત્યારે મેટા એઆઇ ફક્ત તેની સાથેની વાતચીત
વાંચી શકે છે. આપણા વ્યક્તિગત કોન્ટેક્ટ કે ગ્રૂપ સાથેના મેસેજિસ મેટા એઆઇ વાંચી
શકતી નથી. વોટ્સએપમાં મેટા એઆઇ સાથે જે કંઈ વાતચીત કરીએ એ બધી ઇચ્છીએ ત્યારે ડિલીટ
કરી શકીએ છીએ.
મેટા એઆઇ કેટલી ઉપયોગી?
મેટા એઆઇમાં એલલામા મોડેલનો ઉપયોગ થાય છે, જે મેટા એઆઇનું લેટેસ્ટ મોડેલ છે. આ મોડેલનો ઉપયોગ કરીને આપણે મેટા એઆઇ પાસેથી
જનરલ ઇન્ફર્મેશન મેળવી શકીએ છીએ.
મેટા એઆઇનું આ મોડેલ ફન એંગેજમેન્ટ માટે પણ સારું છે. જેમ કે મેટા એઆઇ સાથેની
વાતચીત વખતે આપણે મેસેજ બોક્સમાં ઇમેજિન મી લખીને કલ્પનાના ઘોડા દોડાવીએ અને પોતાની બે-ચાર સેલ્ફી અપલોડ કરીએ તો મેટા એઆઇ
આપણી સેલ્ફીમાંથી ફેન્ટસી બેકગ્રાઉન્ડવાળી નવી જ ઇમેજ તૈયાર કરી આપે છે. જોકે
રિઅલ-ટાઇમ બ્રાઉઝિંગ કે ઇન્ટરનેટ સર્ચિંગમાં મેટા એઆઇ મર્યાદિત પરિણામ આપે છે.
મેટા એઆઇમાં વોટ્સએપની કોઈ ચેટમાં મળેલી ટેક્સ્ટ આપણે ટ્રાન્સલેટ કરી શકીએ છીએ
કે ચેટ પેજ પરથી નવાં સ્ટિકર કે ઇમેજિસ જનરેટ કરી શકીએ છીએ.
વોટ્સએપમાં મેટા એઆઇનો ઉપયોગ બિલકુલ ફ્રી છે અને તેનો કોઈ લિમિટેશન વગર ઉપયોગ
કરી શકાય છે. ધ્યાનમાં ફક્ત એટલું રાખવાનું કે કોઈ વ્યક્તિ કે ગ્રૂપમાં વાતચીત
દરમિયાન આપણે મેટા એઆઇનો ઉપયોગ કરીએ અને તેમાં જનરેટેડ કન્ટેન્ટ કે ઇમેજ જે તે
વ્યક્તિ કે ગ્રૂપ સાથે શેર કરીએ ત્યારે તે જાણી શકે છે કે આપણે મેટા એઆઇનો ઉપયોગ
કર્યો છે.
વોટ્સએપમાં મેટા એઆઇને કારણે આપણી પ્રાઇવસી સીધી રીતે જોખમાતી નથી, પણ તેને બંધ કરવાનો કોઈ સીધો રસ્તો કંપની આપતી નથી!
[uxSÃkexe
હાલની સૌથી પોપ્યુલર એઆઇ ચેટિંગ સર્વિસ ચેટજીપીટી ગયા વર્ષ એટલે કે ૨૦૨૪ના અંત
ભાગમાં વોટ્સએપ પર ઇન્ટિગ્રેટ થઈ ગઈ છે. જે રીતે આપણે પોતાની બેંક કે અન્ય બિઝનેસ
સાથે વોટ્સએપ પર ચેટિંગ કરી શકીએ છીએ બરાબર એ જ રીતે વોટ્સએપમાં ચેટજીપીટીના
એકાઉન્ટ સાથે ઇન્ટરએકશન કરી શકાય છે. એ માટે આપણે +1-800-242-8478 નંબર વોટ્સએપમાં સેવ કરવાનો
રહે છે.
અગાઉ વોટ્સએપમાં ચેટજીપીટીનો ઉપયોગ ઘણો મર્યાદિત હતો પરંતુ હવે તે ઘણો
વિસ્તર્યો છે. ચેટજીપીટીની વેબસાઇટ કે એપમાં આપણે જે કંઈ કરી શકીએ એ બધું જ
વોટ્સએપમાં પણ ચેટજીપીટીના કોન્ટેક્ટ સાથે કરી શકીએ છીએ.
અલબત્ત ચેટજીપીટી પાસેથી ધારી માહિતી મેળવવાનો કે કામ કરાવવાનો હેતુ, એ કન્ટેન્ટને અન્ય કોઈ પ્રોગ્રામમાં લઈ જવાનો હોય તો ચેટજીપીટીની એપ કે
વેબસાઇટનો ઉપયોગ કરવો વધુ સહેલો છે. જ્યારે વોટ્સએપમાં જ કંઈક માહિતી મેળવીને તેને
અન્ય કોઈ વ્યક્તિ કે ગ્રૂપમાં ફોરવર્ડ કરવી હોય તો એટલા પૂરતા ફટાફટ ચેટિંગ માટે
વોટ્સએપમાં ચેટજીપીટીનો ઉપયોગ વધુ સહેલો બને.
ÃkÃ÷uoÂõMkxe
ચેટજીપીટીની જેમ જ હવે વધુ પોપ્યુલર થઈ રહેલી અમેરિકન એઆઇ સર્વિસ
પર્પ્લેક્સિટીનો પણ વોટ્સએપમાં ઉપયોગ કરી શકાય છે.
એ માટે આપણે તેનો નંબર +1-833-436-3285 સેવ કરવાનો રહે છે.
પર્પ્લેક્સિટીનો ફાયદો એ છે કે તે આપણા સવાલ માટે રિઅલ ટાઇમમાં ઇન્ટરનેટ પર સર્ચ
કરીને જવાબો આપી શકે છે. આથી વોટ્સએપમાં આપણા પર ફોરવર્ડ થયેલા કોઈ મેસેજની ખરાઇ
વિશે આપણને શંકા હોય તો એ મેસેજ પર્પ્લેક્સિટીને ફોરવર્ડ કરીને આપણે તેની પાસેથી
વધુ માહિતી મેળવી શકીએ. વોટ્સએપમાં પર્પ્લેક્સિટીનો ઉપયોગ કરીને આપણે ઇમેજ જનરેટ
કરી શકીએ છીએ તેમજ ફોટો અને મીડિયા અપલોડ કરીને તેના વિશે જવાબો મેળવી શકીએ છીએ.
જોકે ફરીથી, વોટ્સએપમાં પર્પ્લેક્સિટીનો
ઉપયોગ ટૂંકા ગાળાના હેતુ માટે ફટાફટ ચેટિંગ કરી લેવા માટે વધુ યોગ્ય છે. તમે કોઈ
મોટા પ્રોજેક્ટ માટે વિસ્તૃત રિસર્ચ કરી રહ્યા હો તો પર્પ્લેક્સિટીની વેબસાઇટ કે
એપમાં જઇને તેની સાથે વાતચીત કરવી વધુ યોગ્ય રહેશે. તમે જાણતા જ હશો કે એરટેલ
કંપનીના તમામ યૂઝર્સ એક વર્ષ માટે પર્પ્લેક્સિટીના પ્રો વર્ઝનનો મફત ઉપયોગ કરી શકે
છે.
ykurzÞku xw
xufMx
હવે જે એઆઇ ટૂલની વાત કરવી છે તે આખરે તો ચેટજીપીટી જેવી અન્ય, ખાસ્સી વિસ્તરેલી એઆઇ સર્વિસનો જ ઉપયોગ કરે છે, પણ એક ચોક્કસ હેતુ માટે.
તમારા પર વોટ્સએપમાં વારંવાર વોઇસ મેસેજિસ આવતા હોય તો વોટ્સએપમાં જ ઉમેરાયેલા
એક ફીચરથી તમે કદાચ પરિચિત હશો. વોટ્સએપનું આ વોઇસ ટ્રાન્સક્રાઇબ ફીચર આપણા પર
આવેલા વોઇસ મેસેજને ટેકસ્ટમાં ફેરવી આપે છે. આ કારણે આપણે કોઈ મીટિંગમાં કે ભીડ
ભરેલી જગ્યાએ હોઇએ અને વોટ્સએપમાં આવેલો વોઇસ મેસેજ સાંભળી શકીએ તેમ ન હોઇએ તો
વોટ્સએપના જ આ ફીચરની મદદથી એ વોઇસ મેસેજને ટાઇપ્ડ ટેકસ્ટમાં ફેરવી શકીએ અને પછી
નિરાંતે વાંચી શકીએ. આ ફીચર ઘણી બધી ભાષાઓને સપોર્ટ કરે છે. જોકે આ લખાય છે ત્યારે
આ ફીચર માત્ર વોટ્સએપની એન્ડ્રોઇડ તથા આઇઓએસ એપમાં કામ કરે છે. વોટ્સએપ વેબ માટે
ઉપલબ્ધ નથી.
વોટ્સએપ વેબમાં પણ તેનો લાભ લેવા માટે તમે ઇચ્છો તો ક્રોમ વેબ બ્રાઉઝરમાં એક
એક્સટેન્શન ઉમેરી શકો છો. Audio
to Text in WhatsApp Web using ChatGPT નામનું આ એક્સટેન્શન,
તેના નામ મુજબ
ચેટજીપીટીનો ઉપયોગ કરે છે અને આપણા પર આવેલા ઓડિયો મેસેજને ટેકસ્ટમાં ફેરવી આપે
છે. તેનો લાભ લેવા માટે આપણે ક્રોમ બ્રાઉઝરના વેબસ્ટોરમાં જઇને આ ફ્રી એક્સટેન્શન
ક્રોમ બ્રાઉઝરમાં ઉમેરવાનું થશે તથા તેને આપણી વોટ્સએપ ચેટ એક્સેસ કરવાની મંજૂરી
આપવી પડશે.
yuykR [ux
xÙkLMk÷uxh
આ ટૂલ પણ પોતે કોઈ મોટી એઆઇ સર્વિસ નથી,
પણ તે ગૂગલ જેવી અન્ય
સર્વિસના ટ્રાન્સલેશન એન્જિનનો સ્માર્ટ ઉપયોગ કરે છે.
જો તમારે વોટ્સએપમાં આવતા મેસેજિસને વારંવાર બીજી ભાષામાં ટ્રાન્સલેટ કરવાના
થતા હોય તો આ એક્સટેન્શન The
Best Translator for WhatsApp™ Web તમને કામ લાગશે.
બાજુમાં જેની વાત કરી તે એક્સટેન્શન વોઇસ મેસેજને ટેકસ્ટમાં ફેરવે છે અને પછી
ટ્રાન્સલેટ કરે છે, જ્યારે આ એક્સટેન્શન કોઈ પણ
મેસેજને અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરી આપે છે. મતલબ કે આપણે જે તે મેસેજને
ટ્રાન્સલેટ કરવા માટે કોપી કરીને અન્ય કોઈ ટૂલમાં લઇ જવાની જરૂર રહેતી નથી.
જો તમે વિવિધ દેશોમાં પથરાયેલી ટીમના ભાગરૂપે કામ કરતા હો અને સૌ કોઈ કોમન
લેંગ્વેજ તરીકે ઇંગ્લિશનો ઉપયોગ કરી શકતા ન હોય ત્યારે આ એક્સટેન્શન ઉપયોગી થઈ
શકે. આગળ કહ્યું તેમ, આ એક્સટેન્શન આખરે ગૂગલની
ટ્રાન્સલેશન સર્વિસનો જ ઉપયોગ કરે છે!
એ પણ યાદ રાખશો કે આ એક ચાઇનીઝ કંપનીએ વિક્સાવેલું એક્સ્ટેન્શન છે, તેને આપણા વોટ્સએપ મેસેજિસ વાંચવાની પરમિશન આપવા જેવી નથી.
આ બંને એક્સ્ટેન્શનનો આપણે રોજબરોજ ઉપયોગ કરીએ એવી શક્યતા ઓછી છે, પણ એઆઇથી કેવી સંભાવનાઓ ખૂલી રહી છે તેનો આના પરથી અંદાજ આવશે!








