For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇન્ટરનેટની આવતી કાલ : મેટાવર્સ

Updated: Aug 7th, 2021

Article Content Image

- yksLkwt RLxhLkux nðu sqLkwt ÚkÞwt. yLkuf ftÃkLkeyku ftRf swËk s RLxhLkuxLkk MksoLk {kxu {Úke hne Au.

એકવીસમી સદીનાં પહેલાં એકવીસ વર્ષમાં આપણી દુનિયા બહુ બદલાઈ ગઈ એવું તમને લાગે છે? એવો અભિપ્રાય બાંધવાની ઉતાવળ કરશો નહીં. બહુ નજીકના ભવિષ્યમાં દુનિયા હજી ઘણી વધુ બદલાવાની છે. એની શરૂઆત થઈ જ ચૂકી છે! 

સોશિયલ મીડિયા પર હેશટેગ, રીલ્સ, સ્ટોરીઝ, બેટલ રોયાલ ગેમ્સ, ઓનલાઇન શોપિંગ કે પેમેન્ટ વગેરે અત્યારે તમને ગૂંચવતાં હોય તો સાવધાન થઈ જજો. નજીકના ભવિષ્યમાં હજી ઘણું વધું શીખવાનું થશે!  ફેસબુકના માર્ક ઝકરબર્ગે, હમણાં સાથીદારો સાથે ને પછી મીડિયા ઇન્ટરવ્યૂમાં ફેસબુકના ભાવિ વિશે વાત કરી ત્યારે તેમણે એક શબ્દ ગાજતો કર્યો - મેટાવર્સ! ફેસબુક સહિત અનેક કંપની આ દિશામાં ખાસ્સી આગળ વધી ગઈ છે.

પણ આ મેટાવર્સ છે શું? હજી થોડાં  વર્ષ પહેલાં સુધી, બધું કામકાજ આંગળીના ઇશારે, ગમે ત્યારે, ગમે ત્યાંથી કરી શકીશું એવી આપણને કલ્પના પણ નહોતી. એવું જ કંઈક મેટાવર્સનું છે. એ હાલની કલ્પનાથી પણ આગળ છે. તેને ઇન્ટરનેટ ૩.૦ કહી શકાય. એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સથી આગળ, ઇન્ટરનેટ ઓફ એવરીથિંગ છે!

આવો જરા ઊંડાણથી તપાસીએ.

nk÷Lkwt RLxhLkux, yÄqhe fnkLke

ઇન્ટરનેટ પહેલાં રેડિયો, ટીવી, મૂવી વગેરે માધ્યમ બિલકુલ વન-વે રહ્યાં. આપણે ફક્ત સાંભળી-જોઈ શકીએ. પછી ઇન્ટરનેટ આવ્યું. શરૂઆતમાં એ પણ તદ્દન મર્યાદિત હતું. આપણે દુનિયાને કંઈ જણાવવું હોય કે પોતે કંઈ જાણવું હોય તો ફક્ત એટલા પૂરતું ઇન્ટરનેટ કામનું હતું. પછી આવ્યું ઇન્ટરનેટ ૨.૦. સોશિયલ મીડિયાનો વિસ્તાર થયો. યૂઝર જનરેટેડ કન્ટેન્ટ વધતું ગયું. આપણે ઇન્ટરનેટ પર અને ઇન્ટરનેટની મદદથી ઘણું બધું કરવા લાગ્યા. મેસેજિંગ, બ્લોગિંગ, એન્ટરટેઇન્મેન્ટ, જાતભાતનાં બુકિંગ, શોપિંગ, પેમેન્ટ વગેરે ઇન્ટરનેટ પર શક્ય બન્યું. આમ છતાં હજી પણ ઇન્ટરનેટ મોટા ભાગે ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો અને વીડિયો પૂરતું સીમિત રહ્યું છે. એથી વિશેષ ખાસ કશું નહીં.

ગેમિંગને કારણે આ સ્થિતિ બદલાવા લાગી છે. આજના ગેમિંગમાં આપણે બિલકુલ નવા વિશ્વમાં નવા પ્રકારના અનુભવ કરી શકીએ છીએ. મેટાવર્સ ગેમિંગના આ અનુભવોને રોજિંદા જીવનમાં ભેળવી દેવાનો પ્રયાસ છે! ન સમજાયું? આજના સમયની ગેમ્સ રમી જુઓ!

{uxkðMko, RLxhLkuxLkwt ºkeswt MðYÃk

‘મેટા એટલે વધારાનું, વિશેષ. તેની સાથે ‘યુનિવર્સ શબ્દ જોડીને ‘મેટાવર્સ શબ્દ બન્યો છે, એટલે કે રોજિંદી દુનિયાથી વિશેષ. મેટાવર્સ માટે ‘મેજિકવર્સ, ‘સ્પેશિયલ (Spatial) ઇન્ટરનેટ, ‘૩-ડી વર્ચ્યુઅલ વર્લ્ડ વગેરે શબ્દો પણ વપરાય છે. આખરે આ વાસ્તવિક દુનિયા અને વર્ચ્યુઅલ વર્લ્ડની ભેળસેળ કરવાની વાત છે. છતાં તે ઓગ્મેન્ટેડ કે વર્ચ્યુઅલ રિઆલિટી પૂરતી સીમિત નથી. આ દુનિયા ‘એમઝેડ જનરેશન (એમ, મિલેનિયલ્સ-૧૯૮૦-૧૯૯૦ના દાયકામાં જન્મેલા, અને ઝેડ, ૧૯૯૦-૨૦૦૦ના દાયકામાં જન્મેલા) લોકોની છે. આ મેટાવર્સમાં આપણે ઇન્ટરનેટના માધ્યમથી એક જ સમયે જુદા જુદા અનેક અનુભવ કરી શકીશું અને એ મુજબ એકશન પણ લઈ શકીશું. જેમ કે અત્યારે ફેસબુક કે ઇન્સ્ટા પર આપણે કોઈ લાઇવસ્ટોરીમાં કનેક્ટ થઈ શકીએ છીએ કે ઓટીટી પ્લેટફોર્મ પર જુદી જુદી જગ્યાએ રહેલા મિત્રો સાથે મળીને ‘વોચપાર્ટી’ કરી શકીએ છીએ. મેટાવર્સમાં કોઈ ફ્રેન્ડ ડાન્સ પાર્ટી ગોઠવશે તો આપણે તેમાં વર્ચ્યુઅલી જોડાઈને દોસ્તો સાથે ડાન્સનો અનુભવ કરી શકીશું!

VuMkçkwfLke fÕÃkLkkLkwt {uxkðMko

ગયા મહિને માર્ક ઝકરબર્ગે ‘મેટાવર્સ શબ્દની ચર્ચા જગાવી. તેમણે કહ્યું કે ફેસબુકનું ભાવિ મેટાવર્સ કંપની બનવામાં છે. મોબાઇલ દુનિયામાં ફેસબુકનો પ્રવેશ થોડો મોડો થયો હતો પરંતુ મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપથી કંપનીએ એ ખોટ સરભર કરી લીધી. હવે માર્ક ઝકરબર્ગ કહે છે કે ભવિષ્યમાં ફેસબુક હાલની જેમ ટુડી નહીં રહે. ફેસબુક પર ડાન્સિંગ, ફિટનેસ એક્ટિવિટી કે ગેમિંગનો થ્રીડી અનુભવ પણ મળશે. માર્ક માને છે કે આવતાં ફક્ત પાંચ વર્ષમાં આ પરિવર્તન આવી જશે. ફેસબુક યૂઝર્સ અને ક્રિએટર્સની આખી એક અલગ દુનિયા ઊભી કરશે. અત્યારે એફબી, ઇન્સ્ટા અને વોટ્સએપ ખાસ્સાં નજીક હોવા છતાં, હજી બધું એક નથી. મેટાવર્સમાં બધું ‘ઇન્ટરઓપરેબલ કે ‘ઇન્ટરકનેક્ટેડ હશે. તેમાં ઓફિસ મીટિંગમાંથી સ્ટેડિયમમાં ક્રિકેટ કે ફુટબોલ મેચમાં ઝંપલાવતાં વાર નહીં લાગે (દર્શક તરીકે જ નહીં, પ્લેયર તરીકે પણ!). માર્ક કહે છે કે આ ઇન્ટરનેટ પર વધુ એંગેજ થવાની નહીં, વધુ નેચરલ રીતે એકમેક સાથે એંગેજ થવાની વાત છે (બંને વચ્ચેનો તફાવત બરાબર સમજજો!).

{uxkðMkoLke þYykík, øku®{økÚke

ઇન્ટરનેટની આવતીકાલ મેટાવર્સ હોવાનું કહેવામાં આવે છે, વાસ્તવમાં તેની શરૂઆત થઈ જ ચૂકી છે. ફોર્ટનાઇટ, પબજી, રોબલોક્સ, એનિમલ ક્રોસિંગ વગેરે ગેમ્સ કે પ્લેટફોર્મ મેટાવર્સની કલ્પનાને અત્યારથી સાકાર કરે છે. આ પ્રકારની ગેમ્સમાં આપણે એક વર્ચ્યુઅલ કેરેકટર તરીકે જોડાઈ શકીએ છીએ અને તેમાં હેકિંગ, ગન ફાઇટિંગ, ભરચક ટ્રાફિકમાં કારચેઝિંગ વગેરે જાતભાતની એક્ટિવિટી કરી શકીએ છીએ. અત્યારે આપણે આ બધું ફક્ત મોબાઇલ કે પીસીના સ્ક્રીન પર કરી શકીએ છીએ. થોડા સમય પછી આપણે આભાસી દુનિયામાં ટેલિપોર્ટ થઈને તેનો અનુભવ કરી શકીશું. અત્યારે વીડિયો ગેમ્સ, હોલીવૂડની સાઇ-ફાઇ મૂવીઝ પ્રકારનો થોડો નબળો અનુભવ આપે છે, પરંતુ અત્યારે આવી મૂવીઝમાં આપણે જે જોઈએ છીએ તેનો જાતઅનુભવ કરી શકીએ એવા દિવસો બહુ દૂર નથી. થોડાં વર્ષો પહેલાં ‘સેકન્ડ લાઇફ નામની એક ગેમે જબરી ચર્ચા જગાવી હતી એ તમને યાદ છે? એ રીતસર, વર્ચ્યુઅલ બીજી દુનિયા જ હતી (હજી છે!). મેટાવર્સ તેનું જ એક્સટેન્ડેડ વર્ઝન કહી શકાય!

{uxkðMkoLkku ÃkkÞku R{ŠMkð Rfku{Mko

ટેકનોલોજીની અત્યારની નવી દુનિયા આખરે લાઇક્સ, ક્લિક્સ, એડવર્ટાઇઝિંગ અને ત્યાર પછી શોપિંગ, સબસ્ક્રિપ્શન કે બિઝનેસના આધાર પર ઊભેલી છે. મેટાવર્સ આ આખી બાબતને બિલકુલ નવું સ્વરૂપ આપશે. આપણે સવારમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા હોઇએ અને યાદ આવે કે ઘરમાં ચા ખૂટી ગઈ છે, તો અત્યારે ચાની ભૂકી ઓનલાઇન ઓર્ડર કરવા મોબાઇલ હાથમાં લેવો પડે છે. ભવિષ્યમાં આપણા વિચારને પગલે રસ્તા પર જ, હવામાં કિઓસ્ક સર્જાય અથવા આપણે પોતે ‘નજીકના સ્ટોરમાં આંટો મારી તેની છાજલીઓ પરથી આપણી ફેવરિટ બ્રાન્ડ્સનું પેક ‘ઉપાડી’ લઈએ અને પોતે ઘરે પહોંચીએ એ પહેલાં એ પેક ઘરે ડિલિવર થઈ જાય એવું કંઈક થશે. અત્યારે એમેઝોન જેવી કંપની ડાયરેક્ટ આપણા કીચન સાથે કનેકટ થઈને તેમાં ખૂટી ગયેલી ચીજવસ્તુનો આપોઆપ ઓર્ડર લેવા લાગી છે. એનાથી આગળ વધીને મેટાવર્સ ઇમર્સિવ ઇ-કોમર્સના એક નવા યુગનો પ્રારંભ કરશે. એમાં કપડાં, કોસ્મેટિક્સ વગેરેની ‘લાઇવ’ટ્રાયલ્સ શક્ય બનશે. શોપિંગ સાથે ડિજિટલ માર્કેટિંગ પણ  ઇન્ટરેક્ટિવ બનશે!

ykurVMk Ãký çkLkþu {uxkðMko

‘‘મળવા આવી જાવ, સાથે ચા પીશું!’’ આમ કહેતા ક્લાયન્ટ છેલ્લા એક દોઢ વર્ષથી વર્ચ્યુઅલ મીટિંગ, વેબિનાર વગેરેથી ટેવાઈ ગયા છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન ક્લાસથી કંટાળવા છતાં તેનાથી ટેવાવા લાગ્યા છે. અત્યારે વર્ચ્યુઅલ મીટિંગ્સમાં આપણે પોતાનું બેકગ્રાઉન્ડ બદલી શકીએ છીએ કે ટીચર ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓ વાસ્તવિક ક્લાસમાં બેઠા હોય તેવું વાતાવરણ સર્જી શકે છે, પરંતુ આ હજી તદ્દન પ્રાથમિક શરૂઆત છે. મેટાવર્સમાં આપણે ઓફિસ કે અન્ય જગ્યાએ રૂબરૂ હાજર હોઈએ એવા અનુભવ સાથે કામકાજ કરી શકીશું. અત્યારે ઝૂમ, સ્લેક, ડિસ્કોર્ડ જેવી સર્વિસ કે ટીમ્સ, ગૂગલ વર્કસ્પેસ જેવાં પ્લેટફોર્મ પર કોલાબોરેશન થાય છે, પણ લોકો વચ્ચે વાસ્તવિક અંતરનો અંતરાય તો રહે જ છે. એ ભેદ મેટાવર્સમાં ઘણે અંશે ભૂંસાવા લાગશે. માઇક્રોસોફ્ટ કંપની મેટાવર્સ પર મોટા પાયે કામ કરી રહી છે. તેના એક્ઝિક્યુટિવ્સ પોતે જે ભાષા જાણતા જ ન હોય એ ભાષામાં, પોતે જ્યાં ન હોય એવા બીજા દેશમાં ‘લાઇવ’ પ્રેઝન્ટેશનના ડેમો આપવા લાગ્યા છે (આ વાક્ય ફરી વાંચો)!

Gujarat