Get The App

1 અબજ પ્રકાશ વર્ષ દૂર બ્લેકહોલની નજીક 6 ગેલકસીનો નજારો જોવા મળ્યો

આપણી આકાશગંગા મિલ્કી વે કરતા 300 ગણી વધારે છે

ગેલેકસી સમૂહનું દળ સૂર્ય કરતા લાખો ગણું વધારે છે

Updated: Oct 5th, 2020

GS TEAM

Google News
Google News
1 અબજ પ્રકાશ વર્ષ દૂર બ્લેકહોલની નજીક 6 ગેલકસીનો નજારો જોવા મળ્યો 1 - image


લંડન,5.સપ્ટેમબર,2020,સોમવાર 

સ્પેસ સાયન્સ ક્ષેત્રે વિવિધ પ્રકારના શોધ સંશોધનો પરથી માલૂમ પડે છે કે બ્રહ્માંડના રહસ્યોનો કોઇ પાર નથી, યૂરોપિયન સર્ધન ઓબ્ઝર્વેટરીના વેરી લાર્જ ટેલિસ્કોપે ૬ ગેલેકસીઓનો એક વિશાળ સમૂહ શોધી કાઢયો છે જે બ્લોકહોલની પાસે અટકેલો છે. આ સમુહ પૃથ્વીથી ૧ અબજ પ્રકાશ વર્ષ દૂર છે. એવું માનવામાં આવે છે કે બ્લેકહોલ સૂર્ય જેવા એક અબજ જેટલા તારાઓ જેટલો ઘટ છે. આ તમામ ગેલેકસી ગેસના વમળમાં ફસાઇ છે જે આપણી આકાશગંગા મિલ્કી વે કરતા ૩૦૦ ગણી વધારે છે. એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિકસમાં પ્રકાશિત સ્ટડી મુજબ ખગોળીય તાર કરોડિયાના જાળા જેવા છે. 

1 અબજ પ્રકાશ વર્ષ દૂર બ્લેકહોલની નજીક 6 ગેલકસીનો નજારો જોવા મળ્યો 2 - image

એક ગેલેકસી બીજી ગેલેકસીની આટલી નજીક હોય તેવું પહેલી વાર જોવા મળી રહયું છે.જે ગેલેકસીઓ દેખાય છે તેના કરતા પણ બીજી ગેલેકસીઓ પણ હશે એવું માનવામાં આવી રહયું છે. સુપરમેસિવ બ્લેક હોલ આસપાસ આ ગેલકસી સૌથી ચમકદાર છે. સ્ટડી મુજબ આ ગેલેકસી એક અબજ પ્રકાશવર્ષ દૂર હોવાનું એટલા માટે કહી શકાય છે કે તે લગભગ ૧ અબજ વર્ષ પાછળ જેટલું દેખાય છે. જાળા અને ગેલેકસીની અંદર બ્લેક હોલને વિસ્તરવા માટે પુરતા પ્રમાણમાં ગેસ છે. સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું છે કે ગેલકસીનું જાળુ બનવા માટે ડાર્કમેટરનું વિશાળ સ્ટ્કચર મહત્વનું છે. એક થિએરી મુજબ એવું માનવામાં આવે છે કે બિગ બેંગની સાથે જ આ નિર્માણ થયું હતું, 

આ પ્રક્રિયાને ડાયરેકટ કોલેપ્સ કહેવામાં આવે છે. આ વિશાળ ગેલેકસી સમૂહનું દળ સૂર્ય કરતા લાખો ગણું વધારે છે. બીજી થીએરી મુજબ આ રચના બીગ બેંગના ખૂબ સમય પછી બ્લેકહોલથી પેદા થયેલા કોઇ વિશાળ તારાના નાશ થવાથી બની હશે.આ કેસમાં શરુઆતમાં સૂર્ય કરતા તેનું દળ અમૂક હજાર ગણું વધારે હશે જે પછીથી આસપાસના તારા અને ગેસ ભળવાથી વિશાળ બનતું ગયું હશે.

Tags :