Get The App

પાસવર્ડનો અંત હવે સાવ નજીક !

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
પાસવર્ડનો અંત હવે સાવ નજીક ! 1 - image


- yk¾hu ykÃkýLku ÃkkMkðzo ÞkË hk¾ðkLke ÍtÍx{ktÚke Aqxfkhku {¤u íkuðe þõÞíkk Q¼e ÚkE Au

આખી દુનિયામાં પહેલી મેનો દિવસ (ઇન્ટરનેશનલ વર્કર્સ ડે, અને ગુજરાત-મહારાષ્ટ્ર દિન ઉપરાંત) ‘વર્લ્ડ પાસવર્ડ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. હેતુ લોકોને વધુ સલામત પાસવર્ડ અપનાવવા માટે જાગૃત કરવાનો છે, પરંતુ આ વર્ષે માઇક્રોસોફ્ટે પાસવર્ડને જ અલવિદા કહી અને કહ્યું કે હવે ‘વર્લ્ડ પાસવર્ડ ડે’ નહીં, ‘વર્લ્ડ પાસકી ડે’ ઉજવવાનો સમય આવી ગયો છે. કંપનીએ તો આ વર્ષે પહેલી મેના દિવસની વિશ્વના પહેલા ‘વર્લ્ડ પાસકી ડે’ તરીકે ઉજવણી પણ કરી!

અલબત્ત, આપણને પાસવર્ડની પનોતીથી મુક્તિ અપાવવાના અભિયાનમાં માઇક્રોસોફ્ટ ઉપરાંત બીજી કેટલીય કંપનીઓ જોડાયેલી છે. પાંચ વર્ષ પહેલાં, ફેબ્રુઆરી ૨૦૨૦માં ‘ટેક્નોવર્લ્ડ’ની શરૂઆત થઈ ત્યારે બિલકુલ પહેલા લેખમાં આપણે આ અભિયાનની વિગતવાર વાત કરી હતી.

વર્ષ ૨૦૧૩માં, વિશ્વની અગ્રણી ટેક કંપનીઓએ સાથે મળીને ફાસ્ટ આઇડેન્ટિટી ઓનલાઇન - ફાઇડો - એલાયન્સ નામે એક સંગઠન રચ્યું હતું. આ સંગઠનનું લક્ષ્ય બહુ સ્પષ્ટ છે - વિવિધ ઓનલાઇન સર્વિસમાં યૂઝરની ઓળખ સાબિત કરવાની પાસવર્ડ આધારિત પદ્ધતિના મજબૂત-સલામત, ઝડપી છતાં સરળ વિકલ્પ આપવા. આ માટે ફિંગરપ્રિન્ટ, ફેસ આઇડી, આંખની આઇરિસનું સ્કેનિંગ, વોઇસ રેકગ્નિશન, યુએસબી સિક્યોરિટી ટોકન, સ્માર્ટ કાર્ડ, નીયર-ફીલ્ડ કમ્યુનિકેશન (એનએફસી), મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશન જેવી વિવિધ ટેક્નોલોજી કામે લગાડવામાં આવી છે.

આ બધા પ્રયાસો હવે ‘પાસકી’ સુધી પહોંચ્યા છે.

હવે ટેક કંપનીઓને લાગે છે કે પાસકી ચોક્કસપણે પાસવર્ડનો વિકલ્પ બની શકે તેમ છે. તમારે માટે પાસકી નવી વાત હોય તો વિગતવાર જાણીએ.

{kR¢kuMkku^xLkk Lkðk yufkWLx {kxu nðu fkuE ÃkkMkðzoLke sYh LkÚke

આપણને સૌને પાસવર્ડની વર્ષો જૂની ઝંઝટમાંથી છૂટકારો અપાવવાની દિશામાં માઇક્રોસોફ્ટ કંપની લાંબા સમયથી અગ્રેસર રહી છે.

કંપનીએ દસ વર્ષ પહેલાં, જુલાઇ ૨૦૧૫માં વિન્ડોઝ કમ્પ્યૂટર માટે ‘વિન્ડોઝ હેલ્લો’ સર્વિસ લોન્ચ કરી હતી, જેને કારણે આપણે કમ્પ્યૂટરના કેમેરાને પોતાનો ચહેરો બતાવીને, ફિંગરપ્રિન્ટ આપીને કે પછી પિન આપીને કમ્પ્યૂટરમાં અને માઇક્રોસોફ્ટ એકાઉન્ટમાં લોગઇન થઈ શકીએ છીએ.

એ પછી, કંપનીએ ૨૦૨૧માં એક નવી પહેલ કરી. તેને કારણે, જો તમે માઇક્રોસોફ્ટ એકાઉન્ટ ધરાવતા હો તો તમે જાણતા હશો કે તમે ઇચ્છો તો તમારા એકાઉન્ટમાંથી પાસવર્ડ સદંતર ડિલીટ કરી શકો છો! હવે આપણે માઇક્રોસોફ્ટ ઓથેન્ટિકેટર એપ, વિન્ડોઝ હેલો, સિક્યોરિટી કી અથવા એસએમએસ કે ઇમેઇલ દ્વારા મળતા વેરિફિકેશન કોડની મદદથી પોતાના માઇક્રોસોફ્ટ એકાઉન્ટમાં લોગઇન થઈ શકીએ છીએ - પાસવર્ડની કોઈ જરૂર જ રહી નથી.

હવે આ વર્ષે કંપની હજી આગળ વધી છે - માઇક્રોસોફ્ટનું નવું એકાઉન્ટ ઓપન કરતા લોકોનાં એકાઉન્ટ પહેલેથી, બાય ડિફોલ્ટ પાસવર્ડલેસ રહેશે! તેઓ પોતાના એકાઉન્ટમાં લોગઇન થવા માટે પાસવર્ડ સિવાયના જુદા જુદા રસ્તા અપનાવી શકશે.એ યાદ રાખશો કે માઇક્રોસોફ્ટનું પહેલેથી એકાઉન્ટ ધરાવતા લોકો પાસવર્ડની જૂની વ્યવસ્થા ચાલુ રાખી શકે છે અથવા ઇચ્છે તો એમના એકાઉન્ટમાંથી પાસવર્ડ ડિલીટ કરી શકે છે.

પાસવર્ડ હોય જ નહીં તો તેને યાદ રાખવાની ઝંઝટ કે ચોરાઈ જવાની ચિંતા રહેતી નથી!

ÃkkMkðzoLke sqLke ÔÞðMÚkk

આપણે કોઈ પણ ઓનલાઇન સર્વિસમાં એકાઉન્ટ ખોલાવીએ ત્યારે એ સર્વિસ અને આપણી વચ્ચે એક ‘સિક્રેટ બાબત’ નક્કી કરવામાં આવે છે. આ સિક્રેટ બાબત એટલે પાસવર્ડ. જે ખરેખર તો ફક્ત આપણે જાણતા હોઇએ. આપણે પાસવર્ડ નક્કી કરીએ એ પછી કંઈક એવી કરામત કરવામાં આવે છે કે પેલી સર્વિસ પણ આપણો પાસવર્ડ જાણી શકતી નથી. એકાઉન્ટ ઓપન કર્યા પછી અને પાસવર્ડ નક્કી કર્યા પછી આપણે જ્યારે એ સર્વિસમાં ફરી લોગઇન થવા જઇએ ત્યારે આપણે આપણે પેલું સિક્રેટ એટલે કે પાસવર્ડ આપવાનો રહે. એ સર્વિસના ‘સિક્રેટ’ ડેટાબેઝ સાથે આપણો પાસવર્ડ મેચ થાય તો આપણને લોગઇન થવા મળે. પરંતુ આ ડેટાબેઝ કાયમ સિક્રેટ રહેતો નથી અને સિક્રેટ આપણે બાજુથી ચોરાય એવી પણ પૂરી શક્યતા. ફક્ત પાસવર્ડ સલામત નથી.

xw-MxuÃk ðurhrVfuþLk : Mk÷k{íke ðÄe, MkkÚku ÍtÍx Ãký

  સમય જતાં ટેક કંપનીઓને સમજાયું કે ફક્ત એક પાસવર્ડથી ખરેખરી સલામતી મળતી નથી. આથી વધારાની સલામતી તરીકે ટુ-ફેકટર ઓથેન્ટિકેશન વ્યવસ્થા અમલમાં આવી. આ વ્યવસ્થામાં પાસવર્ડ ઉપરાંત આપણે વિવિધ રીતે વધારાનો વન-ટાઇમ-પાસવર્ડ (ઓટીપી) મેળવી શકીએ છીએ. એ આપીએ તો જ આપણે જે તે સર્વિસમાં લોગઇન થઈ શકીએ.  ટુ-સ્ટેપ વેરિફિકેશન વ્યવસ્થા પાછળનો વિચાર એ છે કે કદાચ કોઈ વ્યક્તિ આપણો પાસવર્ડ મેળવી લે તો પણ આપણા સ્માર્ટફોન કે ઇમેઇલ સુધી તેની પહોંચ ન હોવાને કારણે આ રસ્તે મળતા ઓટીપી તેને મળી શકે નહીં. આથી તેના વિના તે આપણા એકાઉન્ટમાં તે ઘૂસી શકે નહીં. આ વ્યવસ્થા ઘણી સલામત છે પરંતુ હેકર આપણા ઓટીપી મેળવવાના પણ જુદા જુદા રસ્તા શોધવા લાગ્યા છે. તે ઉપરાંત દર વખતે પાસવર્ડ તથા ઓટીપી મેળવીને લોગઇન થવાનો રસ્તો ઝંઝટભર્યો છે.

તેના ઉપાય તરીકે પાસકી વ્યવસ્થા વિકસાવવામાં આવી.

શું ધ્યાનમાં રાખવું?

હવે લગભગ બધી જ જાણીતી ઓનલાઇન સર્વિસ આપણું એકાઉન્ટ સલામત રાખવા માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનની સગવડ આપે છે.

આપણે માટે મહત્ત્વની જે કોઈ સર્વિસમાં આ લાભ મળતો હોય તેનો આપણે અચૂક લાભ લેવો જરૂરી છે.

જે તે સર્વિસનાં સેટિંગ્સમાં કે આપણા પ્રોફાઇલમાં ‘સિક્યોરિટી’ સેટિંગ્સમાં ટુ-ફેકટર ઓથેન્ટિકેશન ઓન કરવાની સગવડ મળે છે.આ પછી, તેમાં લોગ-ઇન થવા માટે આપણે પાસવર્ડ ઉપરાંત, વિવિધ રસ્તે મળતો વન-ટાઇમ પાસવર્ડ આપવાનો રહે છે. આવા ઓટીપી જુદી જુદી રીતે મળી શકે છે,  એ દરેક રીત બરાબર સમજવી હિતાવહ છે.

ðÄw Mk÷k{íke, ykuAe ÍtÍxðk¤e ÃkkMkfe : økqøk÷ yufkWLxLkk WËknhýÚke Mk{Syu

આપણા ઓનલાઇન એકાઉન્ટની સલામતી માટે ‘પાસકી’ વ્યવસ્થા પ્રમાણમાં નવી છે. આ એક એવી વ્યવસ્થા છે, જેને કારણે આપણે જુદી જુદી સર્વિસના પાસવર્ડ યાદ રાખવા પડતા નથી. તેને બદલે, ફોન-કમ્પ્યૂટરના મુખ્ય પિન, પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ-ફેસ આઇડી વગેરેથી જે તે સર્વિસમાં લોગ-ઇન કરી શકાય છે.

આપણે પોતાના સ્માર્ટફોન કે લેપટોપમાં જે તે ઓનલાઇન સર્વિસ માટેની આગવી પાસકી જનરેટ કરી લઇએ, એ પછી તેમાં લોગઇન થવા માટે અલગ પાસવર્ડ કે ટુ-સ્ટેપ વેરિફિકેશન આધારિત ઓટીપીની જરૂર રહેતી નથી. દર વખતે જે તે ડિવાઇસ એટલે કે સ્માર્ટફોન કે લેપટોપના પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ કે ફેસ આઇડી ઓથેન્ટિકેશનનો જ ઉપયોગ કરીને આપણે પેલી સર્વિસમાં ફટાફટ લોગઇન થઈ શકીએ છીએ.

હાલમાં ગૂગલ, એપલ તથા માઇક્રોસોફ્ટ જેવી વ્યાપક સર્વિસિસ ધરાવતી ટેક કંપનીઓ તથા અન્ય ઘણી ઓનલાઇન સર્વિસ પાસકીનો લાભ આપવા લાગી છે.

આ પાસકી વ્યવસ્થામાં પબ્લિક કી અને પ્રાઇવેટ કીની જોડી એકમેક સાથે મેચ થાય તો આપણી ઓળખ સાબિત થાય છે. પાસકી પોતે આપણા ડિવાઇસમાં જ સ્ટોર થાય છે અથવા પાસવર્ડ મેનેજર સર્વિસમાં સલામત રીતે સ્ટોર થાય છે. આથી આપણે પોતાના સ્માર્ટફોન કે લેપટોપ સિવાય બીજી કોઈ જગ્યાએ અન્ય વ્યક્તિ આપણા એકાઉન્ટમાં લોગઇન થવાનો પ્રયાસ કરે તો તેને આપણી પાસકી મળવાની કોઈ શક્યતા જ નથી.

ફોન ચોરાય તો અન્ય ડિવાઇસમાં, એ એકાઉન્ટમાં લોગઇન થઈ ચોરાયેલા ડિવાઇસમાંથી પાસકી દૂર કરી શકીએ (આમ પણ, ચોરાયેલા ડિવાઇસને આપણા પિન, પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ વિના અનલોક કરી શકાતું નથી). પાસકીનો ફાયદો એ છે કે તેમાં જનરેટ થતી સિક્રેટ કી પાસવર્ડનું જ કામ કરે છે, પરંતુ આપણને તે દેખાતી નથી તથા આપણે તેને યાદ રાખવાની જરૂર નથી! હાલ પાસકી સૌથી વધુ સલામત છતાં, સૌથી સહેલો રસ્તો મનાય છે.

જો તમારી પાસે એપલનો આઇફોન કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન હશે, તો તમે પાસકીનો ઉપયોગ કરતા જ હશો, પણ એ તરફ તમારું ધ્યાન ગયું નહીં હોય(સારી ટેકનોલોજીની એ જ નિશાની છે!)

તમે પોતાના એપલ કે ગૂગલ એકાઉન્ટમાં સિક્યોરિટી સંબંધિત કે અન્ય કોઈ મહત્ત્વનો ફેરફાર કરવાનો પ્રયાસ કરો ત્યારે એપલ/ગૂગલમાં ફરી લોગઇન થવું પડે છે. અગાઉ એ માટે આપણે પાસવર્ડ આપવો પડતો હતો, હવે ફોનના મુખ્ય લોક સમાન ફિંગરપ્રિન્ટ આપીને કામ ચલાવી શકાય છે. આ પાસકીનો જ પ્રતાપ છે. હવે એપલ અને ગૂગલ એન્ડ્રોઇડ બંને કંપની તેના ફોનમાં યૂઝર માટે આપોઆપ એક પાસકી જનરેટ કરી લે છે.

એન્ડ્રોઇડની વાત કરીએ તો તેમાં કોઈ પણ ગૂગલ સર્વિસ - ધારો કે જીમેઇલ - ઓપન કરી, તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો. હવે જે પેજ ખૂલે, તેમાં ‘મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ’ પર ક્લિક કરો (અથવા બ્રાઉઝરમાં https://myaccount.google.com/ પેજમાં જાઓ). અહીં, ‘સિક્યોરિટી’ સેક્શનમાં થોડું નીચેની તરફ સ્ક્રોલ કરતાં પાસકીનું સેક્શન જોવા મળશે.

તેમાં આગળ વધી, તમે જે તે ફોનમાં પાસકીનો ઉપયોગ શરૂ કરી શકશો. એ પછી, તમારા લેપટોપમાં લોગ-ઇન થતી વખતે નવી પાસકી જનરેટ કરી શકાશે, અથવા તેમાં દેખાતો એક ક્યૂઆર કોડ પાસકીવાળા ફોનથી સ્કેન કરી સહેલાઈથી લોગ-ઇન થઈ શકાશે.

 

ફોનમાં પાસકી ક્રિએટ કરવા, ઉપર દર્શાવેલાં પગલાં લો. પીસીમાં https://www.google.com/account/about/passkeys/ પેજ પર જાઓ અને ક્રિએટ પાસકી વિકલ્પ પસંદ કરો. પીસીમાં ગૂગલ એકાઉન્ટથી લોગઇન થતી વખતે પણ પાસકી ક્રિએટ કરવાનો વિકલ્પ મળશે.

 

આ માટે પહેલી વખત, આપણે ગૂગલ એકાઉન્ટનો  પાસવર્ડ આપી પોતાની ઓળખ સાબિત કરવાની થશે. જે તે ડિવાઇસ - ફોન કે પીસી - માટે આપણા એકાઉન્ટની પાસકી જનરેટ થયા પછી એ આપણા ફોન/પીસીમાં કે પાસવર્ડ મેનેજરના ક્લાઉડમાં સેવ થશે.

 

હવે પછી ફોન કે પીસીમાં ગૂગલ એકાઉન્ટમાં લોગઇન થવાનું હોય ત્યારે માત્ર ફિંગરપ્રિન્ટ, ફેસઆઇડી કે પીસીનો મુખ્ય પાસવર્ડ/પિન આપવાનો રહેશે. હાલ, તમારો મૂળ પાસવર્ડ ક્યાંક સલામત રીતે લખી રાખશો. ઉપયોગ ન થવાને કારણે એ ચોક્કસ ભુલાઈ જશે!

 

તમારા ગૂગલ એકાઉન્ટ માટે, કયા કયા ડિવાઇસ માટે પાસકી જનરેટ થયેલ છે તે તપાસવા માટે https://myaccount.google.com પેજમાં જાઓ. અહીં, ‘સિક્યોરિટી’ અને તેમાં પાસકીમાં આ માહિતી મળશે.

 

https://myaccount.google.com પેજમાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં પાસવર્ડને બદલે પાસકીનો ઉપયોગ કરવાનો વિકલ્પ પસંદ કરી શકાશે. આ પછી ગૂગલની બધી સર્વિસમાં ફિંગરપ્રિન્ટ/ફેસઆઇડીથી કામ ચાલશે!

 

તમે જ્યારે પણ ગૂગલ એકાઉન્ટમાં લોગઇન થવાનો પ્રયાસ કરશો ત્યારે ઉપર મુજબ વિવિધ વિકલ્પ મળશે. પાસકી પસંદ કરો, ફિંગરપ્રિન્ટ આપો અને ફટાફટ લોગઇન થઈ જાઓ!

Tags :