Get The App

બ્રિટનમાં ત્રણ મહિનાની અંદર કોરોનાની રસી આવી જશે, 10 કરોડ ડોઝ બનાવવાનો આદેશ

- છ મહિનાની અંદર દરેક પુખ્ત વયની વ્યક્તિને વેક્સિન મળી જશે તેવું અનુમાન

Updated: Oct 3rd, 2020

GS TEAM

Google News
Google News


બ્રિટનમાં ત્રણ મહિનાની અંદર કોરોનાની રસી આવી જશે, 10 કરોડ ડોઝ બનાવવાનો આદેશ 1 - image

લંડન, તા. 3 ઓક્ટોબર 2020, શનિવાર

દુનિયા આખી ત્યારે કોરોના વાયરસની રસીની રાહ જિ રહી છે. ત્યારે બ્રિટનથી સમાચાર વ્યા છે કે બ્રિટનમાં આવતા ત્રણ મહિનાની અંદર કોરોના વાયરસની રસી આવી જશે. સરકારી વિજ્ઞાનીઓ દ્વારા આ વાત એક પ્રતિષ્ઠિત ન્યૂઝ પેપરને જણાવવામાં આવી છે. આ વિજ્ઞાનીઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સિન ઉપર કામ કરી રહ્યા છે અને તેમને આશા છે કે વેક્સિન રેગ્યુલેટર  વર્ષના અંત સુધીમાં રસીને મંજૂરી આપી દેશે. ફઆર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને ઓક્સફર્ડ યુનિવર્સિટિ આ કોરોના વેક્સિનનું પરીક્ષણ કરી રહી છે. 

બ્રિટિશ સરકારે આ વેક્સિનના 10 કરોડ ડોઝ બનાવવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ અનુમાન લગાવ્યું છે કે આવનારા છ મહિનાની અંદર દરેક પુખ્ત વયની વ્યક્તિને વેક્સિન મળી જશે. જો કે તેમના આ દાવા ઉપર બધા લોકો સહમત નથી. યપરોપીય મેડિસિન એજન્સીએ ગુરુવારે કહ્યું હતું કે તેણે એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટિની સંભવિત કોરોના વેક્સિન પરીક્ષણના આંકડાની સમીક્ષા શરુ કરી દીધી છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે એકવખત વેક્સિનને મંજૂરી મળ્યા બાદ સમય ના બગડે.

બ્રિટનમાં કોરોના વેક્સિન સૌથી પહેલા 65 વર્ષની ઉપરના લોકોને આપવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષની ઉપરના લોકોને વેક્સિનનો ડોઝ અપાશે, જો કે બાળકોને કોરોના વેક્સિન ક્યારે મળશે તે અંગે કિ ખુલાસો કરવામાં આવ્યો નથી. વિજ્ઞનીઓને આશા છે કે વેક્સિનના કારણે કોરોનાને 50 ચકા સુધી કાબૂમાં લઇ શકાશે. 

Tags :