પ્રેગનન્સી પેપર સ્ટ્રીપ કિટની જેમ જ કોરોનાની તપાસ કરી શકાશે
ભારતની વૈજ્ઞાનિક અને ઔધોગિક અનુસંધાન પરિષદ દ્વારા સંશોધન
કોરોના વાયરસની તપાસ માટે આ વિશિષ્ટ કિટ ૯૬ ટકા સંવેદનશીલ
નવી દિલ્હી,૨૨,સપ
કોરોના વાયરસનું સંક્રમણ સતત વધતું જાય છે તે અટકાવવા કોરોના ટેસ્ટિંગ ખૂબજ મહત્વનું છે.ટેસ્ટિંગથી પોઝિટિવ લોકોનું આઇસોલેશન કરીને કોરોનાને રોકી શકાય છે. ભારતની વૈજ્ઞાાનિક અને ઔધોગિક અનુસંધાન પરિષદ(સીએસઆઇઆર)ન સંશોધકો દ્વારા વિકસિત કરવામાં આવેલી વિશિષ્ટ પ્રકારની કિટ કોરોના પરીક્ષણ માટે મહત્વની સાબીત થાય તેમ છે. દિલ્હીની જિનોમિક અને જીવ વિજ્ઞાાન સંસ્થાનના વૈજ્ઞાાનિકોની મદદથી પેપર સ્ટ્રીપ આધારિત ટેસ્ટિંગ કિટ તૈયાર કરવામાં આવી છે જેના દ્વારા ખૂબ ઓછા સમયમાં કોરોનાની તપાસ કરી શકાય છે.
આ કિટ પ્રેગનન્સી પેપર સ્ટ્રીપ કિટની જેમ જ તપાસ થાય છે. આ પેપર સ્ટ્રીપ પર દેખાતી રેખાઓના આધારે વ્યકિત કોરોના સંક્રમિત છે કે નહી તે જાણી શકાય છે. કિટમાં એવા પરીક્ષણ પ્રોટોકોલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના દ્વારા અન્ય પરીક્ષણ પ્રોટોકોલ્સની સરખામણીમાં ઓછા સમયમાં પરીણામ મળતું હોવાથી ટેસ્ટિંગની સંખ્યા વધારી શકાય છે. આ કિટનું સંશોધન વૈજ્ઞાાનિક સમુદાય અને ઉધોગ જગતના સહિયારા પ્રયાસોનું જ પરીણામ છે. આ પરીક્ષણ કિટનું નામ ફેલુદા રાખવામાં આવ્યું છે જે બાંગ્લાદેશી ફિલ્મોના જાસુસી કેરેકટરનું નામ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાના દિશા નિર્દેશો અનુસાર કોરોના વાયરસની તપાસ માટે આ વિશિષ્ટ કિટ ૯૬ ટકા સંવેદનશીલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ કિટ ૧ કલાકથી ઓછા સમયમાં નોવેલ કોરોના વાયરસના આરએનએ ને શોધી શકે છે.