app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

સ્માર્ટફોનને કહો 'ડુ નોટ ડિસ્ટર્બ ' : લાભમાં રહેશો !

Updated: Nov 19th, 2023


- M{kxoVkuLk çknw WÃkÞkuøke nkuðk Aíkkt, yuLku ykÃkýk ytfwþ{kt Lk hk¾eyu íkku yu ykÃkýku {nk{q÷ku Mk{Þ [kuhe òÞ Au

બેસતા વર્ષના પ્રારંભે કે લાભ પાંચમે કામકાજનો ફરી પ્રારંભ કરતી વખતે તમે મનમાં કંઈક નવા ઘોડા દોડાવ્યા હશે - નવા વર્ષમાં બધું કામકાજ એકદમ ડિસિપ્લિન્ડ મેનરમાં કરવું છે! થોડા દિવસો વિતે એટલે આ ઉત્સાહ ઓસરવા લાગે અને આપણે ફરી જૂની ઘરેડમાં ગોઠવાઈ જઈએ.

પરંતુ જો તમે ખરેખર મક્કમ રહેવા માગતા હો, નિશ્ચિત પ્લાનિંગ પ્રમાણે રોજબરોજનું કામ કરવા માગતા હો તો એ માટે સૌથી પહેલાં તો તમારા સ્માર્ટફોનને કાબુમાં લેવો પડે.

પોતાના સ્માર્ટફોન અને આપણી વચ્ચે હવે રસ્સાખેંચની હરીફાઈ શરૂ થઈ છે. આપણે ગાફેલ રહીએ તો આ લડાઈમાં સ્માર્ટફોન સહેલાઈથી જીતી શકે છે અને આપણો કિંમતી સમય ચોરી જઇ શકે છે!

આજના સમયમાં સ્માર્ટફોન અનેક રીતે આશીર્વાદરૂપ હોવા છતાં તેનો વધુ પડતો ઉપયોગ ચોક્કસપણે નુકસાનકારક છે. ખાસ કરીને આપણે કોઈ કામ પર ફોકસ કરવા માગતા હોઈએ ત્યારે સ્માર્ટફોન તરફથી અવારનવાર આવતા અવરોધ આપણને ખાસ્સું નુકસાન કરી શકે છે.

વાત ફક્ત ઓફિસમાં કોઈ મીટિંગમાં હોઈએ કે ફોકસ્ડ રહીને કામ કરવા માગતા હોઇએ ત્યારની નથી. આપણે કોઈ સ્વજનને ઘેર મળવા ગયા હોઇએ (જોકે હવે એ ટેવ તો ભૂલાઈ ગઈ છે!) કે પરિવાર સાથે બહાર જમવા ગયા હોઇએ ત્યારે પણ સ્માર્ટફોન તરફથી આવતી ખલેલ આપણને સતત ડિસ્ટર્બ કરી શકે છે.

ઉપાય તરીકે એન્ડ્રોઇડ અને આઇફોનમાં ડુ નોટ ડિસ્ટર્બની સુવિધા ઘણા સમયથી ઉમેરાઈ છે, પરંતુ તેના ઉપયોગમાંની ગૂંચવણને કારણે મોટા ભાગના લોકો તેનો પૂરતો લાભ લઈ શકતા નથી. આપણે આ ગૂંચવણો દૂર કરીએ!

zw Lkkux rzMxçko Ve[hLkk {wÏÞ ÷k¼

સૌથી મોટો લાભ એક જ - આપણે ફોકસ જાળવી શકીએ. એન્ડ્રોઇડ હોય કે આઇફોન, બંને પ્રકારના ફોનમાં ડુ નોટ ડિસ્ટર્બ મોડ ઓન કરીને ફોનમાં આવતાં બધાં  નોટિફિકેશન્સ, એલર્ટ, ફોન કોલ્સ અને ટેકસ્ટ મેસેજિસ બંધ કરી શકાય છે.

ફોનમાં આવતી આ બધી જ બાબતો સદંતર બંધ કરવી ન હોય તો તેમાં આપણે માટે મહત્વપૂર્ણ અપવાદ પણ આપણે સેટ કરી શકીએ છીએ.

આપણે નિશ્ચિત સમયે ડુ નોટ ડિસ્ટર્બ મોડ આપોઆપ ઓન થાય અને નિશ્ચિત સમયે આપોઆપ બંધ થાય એવું સેટિંગ પણ કરી શકીએ છીએ.

yk {kuz VxkVx ykuLk-ykuV fuðe heíku fhþku?

તમે કોઈ મહત્ત્વની મીટિંગમાં વ્યસ્ત હો કે ફેમિલી સાથે રેસ્ટોરાં કે મૂવીમાં ક્વોલિટી ટાઇમ પસાર કરવા ઇચ્છતા હો ત્યારે ફટાફટ ફોનમાં ડુ નોટ ડિસ્ટર્બ મોડ ઓન કરી શકો છો.

ફોનમાં ઉપરથી નીચેની તરફ સ્વાઇપ કરતાં ક્વિક કમાન્ડ્સ ઓપન થશે.

તેમ આઇફોનમાં પણ હોમ સ્ક્રીન પર નીચેની તરફ સ્વાઇપ કરતાં કંટ્રોલ સેન્ટર ઓપન થશે.

અહીં તમને ડુ નોટ ડિસ્ટર્બનો વિકલ્પ જોવા મળવો જોઇએ. એન્ડ્રોઇડમાં જો ન મળે તો તેમાં બીજા પેજમાં જોવા મળશે.

અહીં પણ ડુ નોટ ડિસ્ટર્બ જોવા ન મળે તો સેટિંગ્સમાં જઇને ડુ નોટ ડિસ્ટર્બ સર્ચ કરી શકો છો.

ક્વિક કમાન્ડમાં ડુ નોટ ડિસ્ટર્બનો આઇકન જોવા મળે તો તેને ટેપ કરવાથી તે એક્ટિવેટ થશે. જો સેટિંગ્સમાં ડુ નોટ ડિસ્ટર્બના પેજમાં ગયા હશો તો ત્યાં લગભગ પેજના અંતે તેને ઓન કરવાનું બટન મળશે (ફોનની કંપની અને એન્ડ્રોઇડના વર્ઝન અનુસાર થોડા ફેરફાર હોઈ શકે છે).

જ્યારે ફોનમાં ડુ નોટ ડિસ્ટર્બ મોડ ઓન હશે ત્યારે ટોચના બારમાં તેનો આઇકન જોવા મળશે. આ આઇકન પર ક્લિક કરીને કે ક્વિક કમાન્ડમાં જઇને કે પછી સેટિંગ્સમાં જઇને આપણે તેને ઓફ કરી શકીએ છીએ.

sYrhÞkík yLkwMkkh zw Lkkux rzMxçko Ve[hLku fMx{kRÍ fuðe heíku fhþku?

અહીંથી આગળની વાત આપણે એન્ડ્રોઇડને ધ્યાનમાં રાખીને કરીએ, પરંતુ આઇફોનમાં આ બધામાં મોટા ભાગે કોઈ ફેરફાર નથી.

આપણે જોયું તેમ ડુ નોટ ડિસ્ટર્બ મોડ ફોનમાં આવતાં બધાં જ નોટિફિકેશન્સ, એલર્ટ, મેસેજિસ અને ફોન કોલ્સ પણ બંધ કરી દે છે.

બની શકે કે તમે કેટલીક મહત્ત્વની વ્યક્તિ તરફથી આવતા મેસેજિસ કે ફોન કોલ્સ આ રીતે સદંતર બંધ થઈ જાય એવું ઇચ્છતા ન હો. આ સ્થિતિમાં આપણે ડુ  નોટ ડિસ્ટર્બ મોડને આપણી જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. એ માટે આપણે આ મોડને નિશ્ચિત અપવાદ જણાવવા પડશે. એ માટે નીચેનાં પગલાં લઇ શકાય. અહીં પણ એ નોંધવું પડશે કે તમારી ફોન કંપની અને એન્ડ્રોઇડના વર્ઝન અનુસાર નીચેની બાબતો તમને જરા જુદી જુદી રીતે જોવા મળી શકે છે, પરંતુ તેનું હાર્દ સમજી લેવાથી ઉપયોગ સહેલો બની જશે.

આવું કસ્ટમાઇઝેશન કરવા માટે, સેટિંગ્સમાં ડુ નોટ ડિસ્ટર્બના પેજમાં જાઓ.

સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન

ડુ નોટ ડિસ્ટર્બ  મોડના પેજ પર આપણે સાઉન્ડ અને વાઇબ્રેશન પર આ મોડની શી અસર થાય તે નક્કી કરી શકીએ છીએ.

ડુ નોટ ડિસ્ટર્બ મોડ ઓન કરવાથી બધી બાબતો માટે સાઉન્ડ અને વાઇબ્રેશન બંધ થઈ જાય છે, પણ એલાર્મ્સ, મીડિયા (એટલે કે ગેમ્સ, વીડિયો વગેરેનો સાઉન્ડ) અને ટચ સાઉન્ડ બંધ થાય કે નહીં તે આપણે અહીંથી નક્કી કરી શકીએ છીએ. જેનો સાઉન્ડ ચાલુ રાખવા માગતા હોઇએ તેને અહીં ઓન કરી શકાય છે.

કોલમાં અપવાદ

ડુ નોટ ડિસ્ટર્બ મોડમાં આપણા પર આવતા બધા ફોન કોલ્સ બંધ થઇ જાય એ ઇચ્છનીય નથી કેમ કે ક્યારેક આપણી નજીકની કોઈ વ્યક્તિ  ઇમરજન્સીમાં આપણો સંપર્ક કરવા ઇચ્છતી હોય અને આપણો ફોન ડુ નોટ ડિસ્ટર્બ મોડમાં હોય તો આપણો સંપર્ક થઈ ન શકે. આથી ડુ નોટ ડિસ્ટર્બ મોડમાં આપણે કઈ કઈ વ્યક્તિના કોલ આવવા દેવા તેનું સેટિંગ કરી શકીએ છીએ.

ડુ નોટ ડિસ્ટર્બ મોડ ઓન હોય તેમ છતાં બધી વ્યક્તિના કોલ આવવા દેવા હોય તો એમ કરી શકાય, આપણે સેવ કરેલા કોન્ટેક્ટસના કોલ ઓન રાખી શકાય અથવા પછી આપણે કોન્ટેક્ટ બુકમાં જેમને સ્ટાર કરેલ હોય એટલે કે ફેવરિટ તરીકે નોધ્યા હોય માત્ર એ વ્યક્તિઓના જ ફોન કોલ આવે તેવું સેટિંગ કરી શકાય છે. અથવા પછી, કોઈના પણ કોલ ન આવે તેવું અહીં સેટિંગ કરી શકાય છે.

બીજી એક મજાની વાત પણ જાણી લો - કોઈ વ્યક્તિ આપણને કોલ કરે ત્યારે તેનો પહેલો કોલ રિજેક્ટ થાય પરંતુ પંદર મિનિટના સમયગાળમાં એ જ વ્યક્તિ બીજી વાર કોલ કરે તો તેનો કોલ આવવા દેવામાં આવે તેવું પણ સેટિંગ થઇ શકે છે!

નોટિફિકેશન્સ

સ્માર્ટફોનમાં આવતાં નોટિફિકેશન્સને  કારણે સૌથી વધુ ખલેલ પહોંચતી હોય છે. આપણા સ્માર્ટફોનમાં એપ્સની સંખ્યા વધુ તેમ તેમના તરફથી આપણા પર નોટિફિકેશન્સનો વધુ ને વધુ મારો થવાની પૂરેપૂરી શકાયતા. આમ તો જો તમે આવા નોટિફિકેશન્સથી બચવા માંગતા હો તો ક્યારેક થોડો સમય કાઢીને ફોનના સેટિંગ્સમાં નોટિફિકેશન્સમાં જઇને માત્ર તમારે માટે મહત્ત્વની હોય એવી એપ્સ તરફથી તમને નોટિફિકેશન મળે એવું સેટિંગ કરી લેવું સારું છે.

હાલ પૂરતું આપણે ડુ નોટ ડિસ્ટર્બ મોડ પૂરતી વાત કરીએ તો જ્યારે ફોનમાં ડુ નોટ ડિસ્ટર્બ મોડ ફોન હોય ત્યારે આપણે નોટિફિકેશન સંબંધિત વિવિધ પ્રકારનાં સેટિંગ કરી શકીએ છીએ, જેમ કે સ્ક્રીન પર નોટિફિકેશન દેખાય ખરાં પરંતુ તેનો અવાજ ન આવે તેવું સેટિંગ અથવા નોટિફિકેશન દેખાય પણ નહીં અને તેનો અવાજ પણ ન આવે તેવું સેટિંગ કરી શકાય.

નોટિફિકેશન્સને આપણે હજી વધુ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ એ માટે કસ્ટમ પર ક્લિક કરીને તેના સેટિંગ્સમાં જઇ શકાય છે. આ સેટિંગ્સમાં ફોનનો સ્ક્રીન જ્યારે ઓફ હોય ત્યારે નોટિફિકેશનને કારણે સ્ક્રીન ઓન ન થઇ જાય કે ફોન વેકઅપ ન થાય એવું સેટિંગ કરી શકાય છે.  એ ઉપરાંત જ્યારે સ્ક્રીન ઓન હોય ત્યારે નોટિફિકેશન્સના ડોટ્સ દેખાય નહીં, સ્ટેટ્સ બારમાંના આઇકન્સ દેખાય નહીં, સ્ક્રીન પર નોટિફિકેશન પોપઅપ ન થાય તેમજ નોટિફિકેશન લિસ્ટમાં પણ તે દેખાય નહીં એવું સેટિંગ કરી શકાય છે.

આ બધું અત્યારે એક સાથે વાંચવામાં થોટું અટપટું લાગશે, પણ ક્યારેક ફુરસદે તમે ડુ નોટ ડિસ્ટર્બ મોડનાં સેટિંગ્સમાં ઝંપલાવશો અને અહીં દર્શાવ્યા મુજબ, તમારી જરૂરિયાત અનુસાર કસ્ટમાઇઝેશન કરી લેશો તો પછી લાંબા સમય સુધી, તમારું બીજું બધું કામકાજ સહેલું બની જશે - ફોન તમને માત્ર જરૂરી હોય ત્યારે જ હેરાન કરશે, એ સિવાય તે ચૂપ બેસી રહેશે અને તમે વધુ મહત્ત્વના કામ પર ફોકસ કરી શકશો.

Gujarat