Get The App

પિતા ટેક્સી ડ્રાઈવર અને માતા નર્સ, પુત્ર બન્યો Microsoft AI નો CEO: જાણો કોણ છે મુસ્તફા સુલેમાન

- કેવિન સ્ટોક માઈક્રોસોફ્ટના ચીફ ટેક્નોલોજી ઓફિસર અને AI ડિવિઝનના એક્ઝિક્યૂટિવ વાઈસ પ્રેસિડેન્ટ બની રહેશે

Updated: Mar 20th, 2024

GS TEAM

Google News
Google News
પિતા ટેક્સી ડ્રાઈવર અને માતા નર્સ, પુત્ર બન્યો Microsoft AI નો CEO: જાણો કોણ છે મુસ્તફા સુલેમાન 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 20 માર્ચ 2024, બુધવાર

Microsoftએ Google DeepMindના કો-ફાઉંડર મુસ્તફા સુલેમાનને હાયર કરી લીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુસ્તફા સુલેમાને પોતે તેની જાણકારી આપી છે. તેમણે લખ્યુ કે, તેમણે માઈક્રોસોફ્ટમાં નવી ટીમના CEO તરીકે જોઈન કર્યું છે. આ ટીમ કંપનીના કંઝ્યૂમર ફેસિંગ AI પ્રોડક્ટ્સને હેન્ડલ કરશે. 

આ ટીમ પાસે Copilot, Bing અને Edge જેવા પ્રોડક્ટ્સની જવાબદારી રહેશે. આ સાથે જ તેઓ Microsoft AIના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટની પણ જવાબદારી નિભાવશે અને કંપનીની સીનિયર લીડરશિપ ટીમનો એક હિસ્સો રહેશે. આ ટીમ સીધી Microsoft CEO સત્ય નડેલાને રિપોર્ટ કરશે.

DeepMindના કો-ફાઉંડર

Mustafa Suleymanએ AI Lab DeepMindને વર્ષ 2010માં કો-ફાઉન્ડ કરી હતી જેને વર્ષ 2014માં ગૂગલે હસ્તગત કરી લીધી હતી. ગૂગલ Deepmind દ્વારા જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં માઈક્રોસોફ્ટ સાથે ટક્કર લેવાની તૈયારીમાં છે. જો કે, સુલેમાન છેલ્લા ઘણા વર્ષોથી આ ડિવિઝનનો હિસ્સો નહતો. તેને વર્ષ 2019માં રજા પર મોકલી દેવામાં આવ્યો હતો. 

તે સમયે તેમના અનેક પ્રોજેક્ટના કારણે રજા પર મોકલવામાં આવ્યા હતા. બાદમાં Google અને DeepMindએ સુલેમાન વિરુદ્ધ સ્ટાફને પરેશાન કરવાના આરોપમાં તપાસ પણ શરૂ કરી હતી. સુલેમાને વર્ષ 2022માં ગૂગલને છોડી દીધુ અને Inflection AI સ્ટાર્ટઅપને કો-ફાઉન્ડ કરી. 

માઈક્રોસોફ્ટમાં અનેક બીજા લોકો પણ થયા સામેલ

મુસ્તફા સુલેમાનની નિમણૂક કરતાની સાથે જ Microsoft Inflection AIના અન્ય ઘણા કર્મચારીઓને પણ પોતાની ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. તેમાં કંપનીના કો-ફાઉન્ડર Karén Simonyan સામેલ છે. જે Microsoftમાં કન્ઝ્યૂમર્સ AI ગ્રુપના ચીફ સાયન્ટિસ્ટ તરીકે કામ કરશે.

કેવિન સ્ટોક માઈક્રોસોફ્ટના ચીફ ટેક્નોલોજી ઓફિસર અને AI ડિવિઝનના એક્ઝિક્યૂટિવ વાઈસ પ્રેસિડેન્ટ બની રહેશે. આ અવસર પર સત્ય નડેલાએ કર્મચારીઓને શેર મેમોમાં કહ્યું કે, હું ઘણા વર્ષોથી મુસ્તફાને જાણું છું. DeepMind અને Inflectionના કો-ફાઉન્ડર તરીકે વિઝનરી, પ્રોડક્ટ મેકર અને શ્રેષ્ઠ ટીમ બનાવવા મામલે તેની પ્રશંસા કરતો આવ્યો છું. તેમણે કહ્યું કે, આપણી પાસે એક એવી ટેક્નોલોજી બનાવવાની તક છે જે એક સમયે અશક્ય માનવામાં આવ રહી હતી. આ ટેક્નોલોજી આપણા મિશનને આગળ વધારશે અને તમામ લોકો સુધી AIના ફાયદાને સુરક્ષિત અને જવાબદાર રીતે પહોંચાડશે. માઇક્રોસોફ્ટે OpenAIમાં પણ ઘણું રોકાણ કર્યું છે.

પિતા હતા ટેક્સી ડ્રાઈવર

મુસ્તફા સુલેમાનનો જન્મ ઓગસ્ટ 1984 થયો હતો જે એક બ્રિટિશ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ટરપ્રેન્યોર છે. સુલેમાનના પિતા સીરિયાના એક ટેક્સી ડ્રાઈવર હતા જ્યારે તેમના માતા UKમાં નર્સ હતા. સુલેમાને પોતાનું પ્રારંભિક શિક્ષણ થોર્નહિલ પ્રાથમિક શાળામાંથી કર્યું હતું. તેણે  Demis Hassabis સાથે મળીને DeepMindની શરૂઆત કરી.

જોકે, તેણે માત્ર 19 વર્ષની ઉંમરે યુનિવર્સિટીમાંથી અભ્યાસ છોડી દીધો હતો. ત્યારબાદ તેણે ટેલિફોન કાઉન્સેલિંગ સર્વિસ મુસ્લિમ યુથ હેલ્પલાઈનની શરૂઆત કરી. આ સંસ્થા બાદમાં યુકેના મુસ્લિમો માટે સૌથી મોટી મેન્ટલ હેલ્થ સપોર્ટ સર્વિસમાંથી એક બની.


Tags :