નવી દિલ્હી,તા. 10 જુલાઇ 2023, સોમવાર
સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક મોબિલિટીનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે. મોંઘા પેટ્રોલ-ડીઝલ અને તેના કારણે થતા પ્રદુષણને કારણે હવે ગ્રાહકો ટુ-વ્હીલર અને ફોર વ્હીલર તેમજ ઈલેક્ટ્રીક સાઈકલની ખરીદી કરી રહ્યા છે, જેના કારણે હવે કંપનીઓ સાઈકલના નવા મોડલ માર્કેટમાં લોન્ચ કરવામાં વ્યસ્ત છે. Tata Strider એ તેની ઇલેક્ટ્રિક સાઇકલ પણ લૉન્ચ કરી છે.
ટાટા ઇન્ટરનેશનલની માલિકીની કંપની Strider એ તેની નવી ઇલેક્ટ્રિક સાઇકલ રજૂ કરી છે. કંપનીએ આ ઈ-બાઈકને ઝીટા પ્લસ નામ આપ્યું છે, જે ટ્રાન્સપોર્ટેશનની દ્રષ્ટિએ ઈકો-ફ્રેન્ડલી, ભરોસાપાત્ર અને ઇકોનોમિકલ ઓપ્શન સાબિત થઈ શકે છે.
ઝીટા પ્લસ બેટરી અને પાવર
કંપનીએ આ બાઇકમાં 250W BLDC મોટરનો ઉપયોગ કર્યો છે, આ સાઇકલમાં 36V-6Ah બેટરી પેકનો ઉપયોગ થાય છે, જે 216Wh નું પાવર આઉટપુટ આપે છે. તે સિંગલ ચાર્જ પર 30 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે અને તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક છે.
ડ્યુઅલ ડિસ્ક બ્રેક
કંપની દ્વારા આ ઇલેક્ટ્રિક બાઇકમાં ડ્યુઅલ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે, જેના કારણે તેને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકાય છે.
Zeta Plus E સાયકલની કિંમત
ટાટા દ્વારા લોન્ચ કરાયેલી આ બાઇકની કિંમત 26,995 રૂપિયા રાખવામાં આવી છે, જે શરુઆતી કિંમત છે. કંપની તેના શરૂઆતના કેટલાક ગ્રાહકોને આ કિંમતે સાયકલ વેચશે, જે બાદમાં તેની કિંમતમાં રૂ. 6,000નો વધારો કરવામાં આવશે. આ સાઇકલ કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.


