Get The App

એન્જીનિયરિંગના વિદ્યાર્થીએ ઓછા ખર્ચમાં બનાવી અનોખી બાઇક

- જાણો, શું છે આ નવી બાઇકની ખાસિયત...?

Updated: Sep 25th, 2020

GS TEAM

Google News
Google News
એન્જીનિયરિંગના વિદ્યાર્થીએ ઓછા ખર્ચમાં બનાવી અનોખી બાઇક 1 - image

નવી દિલ્હી, તા. 25 સપ્ટેમ્બર 2020, શુક્રવાર 

આપણા દેશમાં એકથી એક ચઢિયાતી પ્રતિભા છે, જરૂર છે તો માત્ર યોગ્ય માર્ગદર્શનની. જ્યાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે તમિલનાડુના એક વિદ્યાર્થીએ આપત્તિને અવસરમાં બદલીને મિસાલ કાયમ કરી છે. કોયમ્બટૂરના એક ખાનગી કૉલેજના એન્જીનિયરિંગના વિદ્યાર્થીએ એવી બાઇક બનાવી છે જે પેટ્રોલ અને ડીઝલ વગર 27 કિલોમીટર સુધી ચાલી શકે છે. 

આ બાઇક દેખાવમાં ઘણી આકર્ષક છે અને સરળતાથી ચલાવી શકાય છે. આ વન સીટર બાઇકને ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ કરવામાં આવી છે, જેને ચાર્જ કરવામાં અઢી કલાક થાય છે. આ ઉપરાંત તેને સરળતાથી ક્યાંય પણ ચાર્જ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ બાઇકની કિંમત માત્ર 16000 રૂપિયા છે. બાઇક બનાવનાર વિદ્યાર્થીનું કહેવું છે કે એકવાર ચાર્જ કરવા પર બાઇક 27 કિમી સુધી ચાલી શકે છે અને ચાર્જ કરવામાં વધારે વીજળીનો વપરાશ થતો નથી. ચાર્જિંગ માત્ર 0.6 યૂનિટ વિજળી પર થઇ જાય છે, જેનો ખર્ચ માત્ર પાંચ રૂપિયા જ છે. 

પર્યાવરણને ધ્યાનમાં રાખતા ઇલેક્ટ્રિક ટ્રેનનું ચલણ વધી રહ્યું છે. સરકાર પણ ઇલેક્ટ્રિક વાહનો પર વધુ ધ્યાન આપી રહી છે. એવામાં આ એક શ્રેષ્ઠ પ્રયોગ છે. આવનાર થોડાક વર્ષોમાં દેશના ઑટો સેક્ટરમાં ઇલેક્ટ્રિક વાહનોનું જ ચલણ વધારે રહેશે. ઓટૉ કંપનીઓ પણ તેના પર વધારે ધ્યાન આપી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહન દેશમાં ઝડપથી વધતાં પ્રદૂષણે અટકાવવા માટે પણ અસરકારક સાબિત થશે. 

Tags :