- rzrsx÷ yuhuMxLku LkkÚkðk {kxu ðerzÞku Ã÷uxVku{o yLku ÞwÃkeykR, çkUfTMkLke yuÃk{kt {kuxk VuhVkhkuLke þõÞíkk
જો કોઈ પેન્શનર... અચાનક પોતાના ખાતામાંથી રૂ. ૫૦ લાખ, રૂ. ૭૦ લાખ કે રૂ. એક કરોડ કોઈના ખાતામાં ટ્રાન્સફર કરે, તો તમારાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)થી ચાલતાં ટૂલ્સને એમાં ખતરાની ઘંટી
વગાડવા જેવું કંઈ કેમ દેખાતું નથી? આ કોઈ મંદિરના આંગણમાં કે
બગીચાના બાંકડે બેેસીને બળાપો કાઢતા સિનિયર સિટિઝનના શબ્દો નથી. આ શબ્દો સુપ્રીમ
કોર્ટના ન્યાયાધીશના છે અને એમના શબ્દોના નિશાન પર કેન્દ્ર સરકાર, તેનું ગૃહ મંત્રાલય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
(આરબીઆઇ), ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી
ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) વગેરે સૌ હતાં, પણ અકળામણના કેન્દ્રમાં હતી
બધી બેંક.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો આ પુણ્યપ્રકોપ બિલકુલ વ્યાજબી હતો કેમ કે પાછલાં
થોડાં વર્ષમાં આખા ભારતમાંથી કુલ ચોપન હજાર કરોડ જેટલી રકમ ડિજિટલ અેરેસ્ટ અને
તેના જેવા બીજા ઓનલાઇન ફ્રોડમાં લોકોના ખિસ્સામાંથી સેરવાઈ ગઈ છે! ભારતનાં કેટલાંય
નાનાં રાજ્યોનાં આખેઆખાં બજેટ કરતાંય આ રકમ મોટી છે.
સુપ્રીમ કોર્ટે હવે સીબીઆઇ, આરબીઆઇ, બેંક્સ, ટ્રાઇ વગેરે સૌને આ સમસ્યાનો
તાકિદે ઉપાય લાવવાની સૂચના આપી છે.
સરકારે કેટલાંક પગલાં વિચાર્યાં પણ છે, જેનો ટેક કંપનીનો વિરોધ કરી રહી છે!
rzrsx÷
yuhuMxLkk rfMMkk{kt ðerzÞku fkp÷Lke ¼qr{fk
ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં શું થાય છે એ હવે લગભગ સૌ કોઈ જાણે છે. મોટા ભાગે
આપણા પર અજાણી વ્યક્તિ અને અજાણ્યા નંબર પરથી સાદો કૉલ અથવા વોટ્સએપ કૉલ આવે છે
અને વાતચીતનો દોર શરૂ થાય છે. જો પહેલાં સાદો કૉલ કરવામાં આવ્યો હોય તો તેમાં
નિશાન પરની વ્યક્તિને તેમના નામ, આધારકાર્ડ વગેરેનો દુરુપયોગ
થયો છે અને તેઓ કોઈ મોટા ગુનામાં સંડોવાયા છે એવી વાતો કરીને ડરાવવા, ધમકાવવામાં આવે છે. આગળની તપાસ માટે તેમને વોટ્સએપ પર વીડિયો કૉલમાં જોડાવાનું કહેવામાં આવે છે.
પછી શરૂ થાય છે એક અત્યંત ત્રાસદાયક સિલસિલો. નિશાન પરની વ્યક્તિને સાવ ખોટા
દસ્તાવેજો બતાવીને કે વીડિયો કૉલમાં પોલીસ સ્ટેશન અથવા અદાલત જેવું વાતાવરણ ઊભું
કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે એવી માયાજાળ ઊભી કરવામાં આવે છે.
આવા વીડિયો કૉલ ઘણી વાર કલાકો સુધી અને કેટલાક કિસ્સાઓમાં તો દિવસો સુધી સતત ચાલુ
રહે છે.
છેતરપિંડી કરનારા લોકો નિશાન પરની વ્યક્તિને વીડિયો કૉલ ચાલુ હોય એ દરમિયાન
પરિવારના અન્ય કોઈ સભ્યો સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવાની મનાઈ કરે છે.
વીડિયો કૉલ દરમિયાન, છેતરપિંડી કરનારા લોકો નિશાન
પરની વ્યક્તિ પર એટલી હદે હાવી થઈ જાય છે કે ભોગ બનનાર વ્યક્તિ કોઈ વાતનો કોઈ રીતે
વિરોધ કરતી નથી અને વીડિયો કૉલમાં તેમને જે કહેવા-બતાવવામાં આવે એ બધું સાચું માની
લે છે.
એ પછી વીડિયો કૉલમાં તેમને જે સૂચનાઓ આપવામાં આવે એ મુજબ પોતાની બચત મૂડી જો
અલગ અલગ જગ્યાએ રોકાયેલી હોય તો ત્યાંથી પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરીને, વીડિયો કૉલ દરમિયાન જ્યાં કહેવામાં આવે એ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપે છે.
લોકો આ રીતે વીડિયો કૉલ પર કલાકો કે દિવસો સુધી ચાલતા ડિજિટલ એરેસ્ટના નાટકમાં લાખો કે કરોડો રૂપિયા ગુમાવી દે છે.
yk Ëq»kýLkuu
‘rf÷ ÂMð[’Úke LkkÚke þfkþu?
બાજુમાં લખ્યું એ બધું તો આપણે જાણીએ છીએ, તેમ છતાં અજાણી વ્યક્તિ સાથે વીડિયો કૉલની શરૂઆત થાય એ પછી કંઈક એવું બને છે
કે ભલભલા લોકો તેના પ્રભાવમાં આવી જાય છે અને પોતાની રીતે હિંમત કરીને વીડિયો કૉલ
કટ કરી શકતા નથી.
હવે એ વિચારો કે આવા અજાણી વ્યક્તિ અને અજાણ્યા નંબર પરથી આવતા વીડિયો કૉલ
અસાધારણ રીતે લાંબા સમય સુધી ચાલે અને કેટલીક નિશ્ચિત સ્થિતિ મુજબ વીડિયો કૉલમાં
કંઈક ખોટું થઈ રહ્યું હોવાની સંભાવના જણાય તો સિસ્ટમ પોતાની રીતે આપોઆપ વીડિયો કૉલ
કટ કરે એવી કોઈ વ્યવસ્થા હોય તો?
ડિજિટલ એરેસ્ટના નાટકનો ભોગ બની રહેલી વ્યક્તિ છેતરપિંડી કરનાર લોકોના
ત્રાટકમાં આવી જતી હોવાથી એ પોતે વીડિયો કૉલ કટ કરતી નથી અને પરિવારના અન્ય લોકોની
મદદ મેળવી શકતી નથી. પરંતુ વીડિયો કૉલ આપોઆપ કટ થાય તો બની શકે કે ડિજિટલ એરેસ્ટનો
ભોગ બનેલી વ્યક્તિ ફરી હોશ મેળવે, પરિવારના અન્ય લોકો સાથે
તેમના પર આવેલા કૉલ વિશે વાત કરવાની તેમને તક મળે તો તેઓ પોતાની મહેનતના રૂપિયા
ગુમાવવામાંથી બચી શકે.
ભારત સરકાર આવું જ કંઈક કરવાનું વિચારી રહી છે. એ માટે મેટા, ટેલિગ્રામ, ગૂગલ વગેરે કંપનીના વિવિધ
પ્લેટફોર્મ પરથી થતા વીડિયો કૉલમાં અસાધારણ સંજોગમાં વીડિયો કૉલ આપોઆપ કટ થાય તેવી
કિલ સ્વિચ વ્યવસ્થા દાખલ કરવાનું વિચારી
રહી છે.
એ મુજબ, વોટ્સએપ, ટેલિગ્રામ કે ગૂગલ મીટ જેવા કોઈ પણ વીડિયો કૉલિંગ પ્લેટફોર્મ પર જો કોઈ વીડિયો કૉલ અસાધારણ સમય જેટલો લાંબો ચાલે તથા બંને છેડા પરની વ્યક્તિઓ વચ્ચે અગાઉ કોઈ સંપર્ક થયો ન હોય, તેમના નંબર કોન્ટેક્ટ લિસ્ટમાં ન હોય વગેરે જેવા જોખમના સંકેત મળે તો કિલ સ્વિચ એક્ટિવેટ થાય અને વીડિયો કૉલ આપોઆપ કટ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની વિચારણા ચાલી રહી છે.
yk Mkw«e{
fkuxoLke Ëkuhðýe Au, Ãký..
હમણાં સુપ્રીમ કોર્ટે ભારતમાં બેહદ વધી રહેલા ડિજિટલ એરેસ્ટ સ્કેમ્સ ધ્યાનમાં
લઈને સુઓ-મોટો (એટલે કે જ જાતે જ)કેસ દાખલ કર્યો છે અને સરકાર, બેંક્સ, સીબીઆઇ વગેરેને આ વિશે પગલાં
લેવા કોર્ટનું દબાણ આવી રહ્યું છે. ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ
એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજીએ એક કમિટી રચીને ડિજિટલ એરેસ્ટના દૂષણને નાથવાના પ્રયાસ
શરૂ કર્યા છે. આ કમિટીમાં ભારત સરકાર, મેસેજિંગ પ્લેટફોર્મ, ટેલિકોમ ઓથોરિટીઝ અને કાયદાપાલક સંસ્થાઓના પ્રતિનિધિઓ વગેરે સામેલ છે.
હમણાં ભારત સરકારે આ વિશે સુપ્રીમ કોર્ટમાં એક સ્ટેટસ રિપોર્ટ રજૂ કરીને
જણાવ્યું કે સરકાર વીડિયો મેસેજિંગ
પ્લેટફોર્મ્સમાં કિલ સ્વિચ દાખલ કરવાનું વિચારી રહી છે.
જોકે મેટા, ટેલિગ્રામ તથા ગૂગલ જેવી તમામ
કંપનીએ કિલ સ્વિચ વ્યવસ્થાનો વિરોધ કર્યો છે! ટેલિગ્રામ કંપનીએ સરકારને જણાવ્યું છે કે તેના
પ્લેટફોર્મ પરનાં કમ્યુનિકેશન ફીચર્સને મર્યાદિત કરવાથી કે વાતચીત ચાલુ હોય એ સમયે
કૉલ બંધ કરી દેવા જેવાં પગલાં લેવાથી ડિજિટલ એરેસ્ટ જેવી સમસ્યાઓનો ઉકેલ આવશે નહીં, ઉલટાનું આવી સ્થિતિમાં યૂઝરનો તણાવ વધી શકે છે. બીજી તરફ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિક મેટા કંપનીએ જણાવ્યું કે ડિજિટલ અરેસ્ટ સ્કેમ
સફળ થવાનું મુખ્ય કારણ લાંબા ચાલતા કૉલ નહીં પરંતુ સરકારી અધિકારી કે પોલીસ
અધિકારીઓ તરફથી કૉલ હોવાનું જે નાટક ઊભું
કરવામાં આવે છે તે છે.
મેટા કંપનીના કહેવા અનુસાર વીડિયો કૉલની લંબાઈ મર્યાદિત કરી દેવાથી ફ્રોડ સંબંધિત નુકસાન ઘટી જશે એવા કોઈ પુરાવા નથી. ઊલટાનું છેતરપિંડી કરનારા લોકો ટેકનિકલ મર્યાદાઓનો કોઈ ને કોઈ ઉપાય શોધી કાઢશે અને કિલ સ્વિચ જેવી વ્યવસ્થાથી વીડિયો કૉલિંગ પ્લેટફોર્મ્સનો યોગ્ય અને કાયદેસર ઉપયોગ કરતા લોકોની તકલીફો વધી જશે.
ÞwÃkeykR,
çkUf yuÃMk{kt Ãký ‘rf÷ ÂMð[’Lke rð[khýk
વાત હવે ફક્ત વીડિયો કૉલિંગ એપ્સમાં કિલ સ્વિચની વ્યવસ્થા દાખલ કરવાની રહી નથી. યુપીઆઇ અને બેંકની એપ્સમાં પણ કંઈક એવી જ
વ્યવસ્થા ઊભી કરવાની વિચારણા ચાલી રહી છે. આમાં વાત થોડી અલગ છે. વીડિયો કૉલિંગ
એપ્સમાં, જે તે એપની સિસ્ટમ એઆઇ, મશીન લર્નિંગ વગેરેને કારણે જોખમના સંકેતો પારખશે અને - જો આ નવી વ્યવસ્થા
અમલમાં આવશે તો - સિસ્ટમ પોતે કિલ સ્વિચનો ઉપયોગ કરીને વીડિયો કૉલ કટ કરશે. જ્યારે યુપીઆઇ અને બેંકની એપ્સમાં, કિલ સ્વિચ યૂઝર એટલે કે આપણા હાથમાં
હશે! એ મુજબ, આ એપ્સમાં જ, ફ્રોડ થઈ રહ્યો હોવાનો અણસાર આવતાં, યૂઝર પોતે પોતાનું બેંક
એકાઉન્ટ ફ્રીઝ કરી શકે એવું ખરેખર એક બટન ઉમેરવાની વાત છે.
આવી કિલ સ્વિચનો ઉપયોગ થતાંવેંત, યૂઝરના બેંક એકાઉન્ટમાંથી બધા
પ્રકારનાં ટ્રાન્ઝેક્શન્સ અટકી પડે, એટલું જ નહીં, જે ટ્રાન્ઝેક્શન પછી તરત કિલ સ્વિચનો ઉપયોગ થયો હોય, એ ટ્રાન્ઝેક્શનના રૂપિયા આગળ
જતાં પણ અટકાવી દેવામાં આવે.
ઓનલાઇન ફ્રોડ કરનારા લોકો સીધા પોતાના ખાતામાં રૂપિયા મેળવતા નથી, એ જુદાં જુદાં ખાતાં ભાડે લઈને કે તેમાં પણ બનાવટ ઊભી કરીને નિર્દોષ લોકોનાં ખાતામાં રકમ મોકલાવે છે અને
ત્યાંથી ધડાધડ જુદાં જુદાં અનેક ખાતામાં રકમ ટ્રાન્સફર થવા લાગે છે. કિલ સ્વિચ
આવું ફટાફટ ટ્રાન્ફરિંગ અટકાવવાનું કામ કરશે.
જોકે અા વાત લખી એટલી અમલમાં સહેલી નથી. ઓનલાઇન ટ્રાન્ઝેક્શન રિઅલ ટાઇમમાં ન
થાય તો એમાં પણ જોખમો છે. લોકો કોઈ ઓનલાઇન કે ઓફલાઇન દુકાનેથી ખરીદી કરે, યુપીઆઇ કે બેંક એપથી પેમેન્ટ કરે, ચીજવસ્તુ હાથમાં લઈ, દુકાનની બહાર જઈને કિલ સ્વિચથી ટ્રાન્ઝેક્શન અટકાવી દે તો? સરકાર અને સમગ્ર બેંકિંગ
વ્યવસ્થાએ કંઈક એવો તોડ કાઢવાનો છે કે ફક્ત ખોટાં ટ્રાન્ઝેક્શન અટકાવી શકાય, સાચાં નહીં!


