BharOSનું સફળ પરિક્ષણ, હવે ભારત નહી રહે Google અને Apple પર નિર્ભર
આજે ટેકનોલોજી, ઈનોવેટર્સ, ઉદ્યોગ તેમજ અન્ય ક્ષેત્રે ભારતે દરેકનો દ્રૃષ્ટિકોણ બદલ્યો
ગ્રાહક પોતાની મરજીથી આ એપને પોતાની સિસ્ટમમાં ડાઉનલોડ કરી શકશે
Updated: Jan 25th, 2023
![]() |
Image Envato |
તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર
ટેક્નોલોજી ક્ષેત્રે ભારત સતત આગળ વધી રહ્યુ છે. વિવિધ ક્ષેત્રે ભારત પોતાની સ્વદેશી આયામો બનાવી રહી છે, ત્યારે આપણા સૌ માટે મહત્વનાં સમાચાર એ છે કે ભારતે પોતાનું સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે. આજે મંગળવારના રોજ મોબાઈલના સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ BharOSનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ BharOSના આ સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ IIT મદ્રાસના વિદ્યાર્થીએ બનાવેલ છે. ભારતની આ નવી ઉપલબ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.
આજે ટેકનોલોજી, ઈનોવેટર્સ, ઉદ્યોગ તેમજ અન્ય ક્ષેત્રે ભારતે દરેકનો દ્રૃષ્ટિકોણ બદલ્યો
IIT મદ્રાસના વિદ્યાર્થીએ બનાવેલ આ BharOS નું સફળ ટેસ્ટિંગ પછી લોન્ચીંગ કરતાં કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં સામેલ દરેકને શુભકામના પાઠવી હતી. આ પહેલા PM નરેન્દ્ર મોદીએ આઠ વર્ષ પહેલા ડિજિટલ ઈન્ડિયા વિશે વાત કરી હતી ત્યારે અમુક લોકોએ આ વાત પર મઝાક ઉડાવી હતી. પરંતુ આજે ટેકનોલોજી, ઈનોવેટર્સ, ઉદ્યોગ તેમજ અન્ય ક્ષેત્રે ભારતે દરેકનો દ્રૃષ્ટિકોણ બદલી નાખ્યો છે. આ મુદે કેન્દ્રિય દુરસંચાર મંત્રી અશ્વીની વૈષ્ણવે પોતાની વાત કરતા કહ્યુ હતુ કે આ યાત્રામાં મુશ્કેલી જરુર આવશે પણ દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જે ગમે તેવી મુશ્કેલીઓનો સફળતા પુર્વક સામનો કરી સફળ નિવડે છે.
ગ્રાહક પોતાની મરજીથી આ એપને પોતાની સિસ્ટમમાં ડાઉનલોડ કરી શકશે
BharOSની આ સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ IIT મદ્રાસ દ્વારા બનાવેલ છે. આ સિસ્ટમની એક મહત્વની ખાસીયત એ છે કે ગ્રાહક પોતાની મરજીથી આ એપને પોતાની સિસ્ટમમાં ડાઉનલોડ કરી શકશે તેને કોઈ પણ એપ માટે મજબુર કરવામાં નહી આવે. તેમજ ગ્રાહક પોતાની મરજીથી કોઈપણ એપને સિસ્ટમમાથી ડિલિટ કરી શકશે.
BharOS ઓપરેટીંગ સિસ્ટમ
BharOS એ એક માટે નવી ઓપરેટિંગ સિસ્ટમ છે. તેના ડેવલપર્સે દાવો કર્યો છે કે આ સિસ્ટમ સંપુર્ણ રીતે ગુપ્ત અને સુરક્ષા પર કેન્દ્રિત છે. તેમજ આ BharOS સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ Googleના Android અને Appleના iOS જેવી ઓપરેટિંગ સિસ્ટમ છે