વોટ્સએપમાં સ્ટોરેજ મેનેજમેન્ટ સહેલું બન્યું

- ðkuxTMkyuÃk{kt rçkLksYhe søÞk hkufíke {erzÞk VkRÕMk ðÄw Mknu÷kEÚke rz÷ex fhe þfkþu
આપણા ઉદાર મિત્રો-સ્વજનો વોટ્સએપમાં રોજેરોજ આપણા પર બહુ મોટા પ્રમાણમાં ફોરવર્ડેડ
મેસેજિસનો મારો કરતા રહે છે. તમે એ બધી ઇમેજ,
વીડિયો વગેરે જરુર
મુજબ, તમે ક્લિક કરો એ પછી જ
ડાઉનલોડ થાય એવું સેટિંગ રાખો છો? કે પછી, બધું સતત ડાઉનલોડ થતું રહે છે?
જો વોટ્સએપમાં મીડિયા ડાઉનલોડ તમે તમારા કંટ્રોલમાં રાખ્યું ન હોય તો તમારા
ફોન પર રોજેરોજ જબરો બોજો વધતો જતો હશે.
આ બધી બાબતોની નિયમિત રીતે સફાઇ કરવી એ પણ એક મોટું કામ બની શકે છે. સદભાગ્યે, વોટ્સએમાં જ આ કામ દિવસે દિવસે વધુ સહેલું બનતું જાય છે. હવે આપણે વોટ્સએપમાં
મીડિયા ફાઇલ્સને કારણે કેટલી જગ્યા રોકાય છે એ સહેલાઈથી જોઈ શકીએ છીએ. ચોક્કસપણે
કઈ વ્યક્તિ, ગ્રૂપ કે ચેનલને કારણે આવો
કેટલો બોજો ફોન પર ઉમેરાય છે એ પણ તપાસી શકીએ છીએ અને પછી બિનજરૂરી બાબતો ડિલીટ પણ
કરી શકીએ છીએ.
આ આખી વાત, હવે થોડી વધુ સહેલી બની છે.
ફેરફાર, વોટ્સએપમાં ઉમેરાયેલી એક નાની સગવડનો છે, પણ આપણું કામ તેનાથી વધુ સહેલું બની શકે છે.
{erzÞk
{uLkus{uLxLke sqLke-Lkðe ÔÞðMÚkk
હવે આપણે સૌ વોટ્સએપનો એટલો બધો ઉપયોગ કરીએ છીએ કે તેમાં સ્ટોરેજ મેનેજ
કરવાનું કામ દિવસે દિવસે મુશ્કેલ બનતું જાય છે. સામે પક્ષે, આપણા ફોનમાં સ્ટોરેજ કેપેસિટી પણ હવે ખૂબ વધતી જતી હોવાથી આપણે ફોટોઝ, વીડિયોઝ વગેરેને કારણે ફોન પર વધતા જતા ભાર તરફ ખાસ ધ્યાન આપતા નથી. પરંતુ એક
તબક્કો એવો અચૂક આવે કે જ્યારે આપણે ફોનમાં લગભગ પૂરી થઈ ગયેલી સ્પેસ ખાલી કરવા
માટે ફાંફાં મારવાં પડે!
આપણા ફોનમાં સ્પેસ ભરાઈ જવાનાં મુખ્ય બે કારણ હોય છે. એક વોટ્સએપ જેવી એપમાં
સતત ઉમેરાતા ફોટો, વીડિયો જેવા મીડિયા અને આપણે
પોતે ફોનના કેમેરાથી કેપ્ચર કરેલા ફોટો-વીડિયો.
આ બંને બાબતો અને બીજી બધી રીતે ફોન થતો સ્પેસનો ભરાવો ઓછો કરવા માટે આપણે
ગૂગલની ફાઇલ્સ જેવી એપનો ઉપયોગ કરી શકીએ અને તેની મદદથી આપણા ફોનમાં ઉમેરાઈ ગયેલી પરંતુ હવે
બિનજરૂરી લાગતી બાબતો શોધીને તેને ડિલીટ કરી શકીએ.
વોટ્સએપની હાલની સ્થિતિ
ફક્ત વોટ્સએપની વાત કરીએ તો તેમાં આપણે વોટ્સએપનાં સેટિગ્સમાં જઇને ક્યા ગ્રૂપ
કે વ્યક્તિ સાથેની ચેટ આપણા ફોનમાં વધુ પડતી સ્ટોરેજ રોકે છે તે એ જાણી શકીએ છીએ
અને ત્યાંથી તેને ડિલીટ પણ કરી શકીએ.
અત્યારે એ માટે આપણે ફોનમાં વોટ્સએપ એપ ઓપન કરી, જમણી તરફના ત્રણ ડોટ પર ક્લિક કરીને સેટિંગ્સમાં જવાનું રહે. જો તમારી વોટ્સએપ
અપડેટ થઈ ગઈ હોય તો ત્રણ ડોટની બાજુમાં તમારું પ્રોફાઇલ પિક્ચર દેખાશે. તેને ક્લિક
કરીને સેટિંગ્સમાં જઈ શકાય.
અહીં થોડું નીચેની તરફ સ્ક્રોલ કરીને સ્ટોરેજ એન્ડ ડેટામાં જાઓ અથવા ઉપર આપેલા સર્ચ આઇકનની મદદથી સીધેસીધું સ્ટોરેજ સર્ચ કરીને અહીં સુધી પહોંચી
શકાય. સ્ટોરેજ એન્ડ ડેટાના પેજ પર સૌથી ઉપર મેનેજ સ્ટોરેજનો વિકલ્પ દેખાશે. અહીં માત્ર વોટ્સએપને કારણે આપણા ફોનમાં કેટલી સ્ટોરેજ
વપરાઈ રહી છે તે જોઈ શકાશે.
હવે વોટ્સએપમાં આપણે ઘણી વધુ સારી રીતે સ્ટોરેજ સંબંધિત બાબતો તપાસી શકીએ છીએ.
એ કારણે, મેનેજ સ્ટોરેજપર ક્લિક કરતાં ફોનમાં વોટ્સએપ તથા અન્ય એપ કેટલી જગા રોકે છે તે જોઈ શકાય છે.
ઉપરના ભાગે વોટ્સએપમાં વારંવાર ફોરવર્ડ થયેલી અને આપણા ફોનમાં ડાઉનલોડ થયેલી
આઇટેમ્સ આપણે એકસાથે જોઈ શકીએ છીએ. તેને તપાસીને જે કંઈ બિનજરૂરી લાગે તે બધું એક
સાથે અથવા જરૂર મુજબ અલગ અલગ સિલેક્ટ કરીને ડિલીટ કરી શકાય.
જોકે અહીં એક મહત્ત્વની વાત ધ્યાને લેવા જેવી છે. વોટ્સએપમાંથી આપણે બિનજરૂરી
બાબતો ડિલીટ કરીએ ત્યારે વોટ્સએપ આપણને ચેતવે છે કે આ બાબતો વોટ્સએપ મીડિયામાંથી
તો ડિલીટ થશે પરંતુ આપણા ડિવાઇસમાં હજી પણ તે સેવ થયેલી રહી શકે છે. આ સ્ટોરેજ
કરતાં પણ પ્રાઇવસીને વધુ લાગુ પડતો મુદ્દો છે. વોટ્સએપના બધી મીડિયા ફાઇલ ફોનમાં
એક જ જગ્યાએ સ્ટોર થાય છે, પરંતુ તે ગેલેરી, ફોટોઝ એપ વગેરેમાં અલગ અલગ રીતે જોવા મળી શકે છે. આથી વોટ્સએપમાંથી આપણે ડિલીટ
કરેલી ફાઇલ સામાન્ય રીતે બધેથી ડિલીટ થઈ જાય,
પરંતુ ક્યાંક તેની
કોપી રહી જાય એવું બની શકે.
વોટ્સએપમાં મેનેજ સ્ટોરેજ પેજ પર નીચેની તરફ સ્ક્રોલ કરતાં વિવિધ ગ્રૂપ્સ તથા વ્યક્તિ સાથેની ચેટ તથા
અલગ અલગ ચેનલને કારણે ફોનમાં કેટલી જગ્યા રોકાઈ રહી છે તે જોઈ શકાય છે. અહીંથી
આપણે અલગ અલગ ગ્રૂપ કે વ્યક્તિ સાથેની ચેટ કે ચેનલ પસંદ કરીને તેને કારણે ફોનમાં
ઉમેરાયેલ મીડિયા જોઈ-તપાસી શકીએ છીએ અને અહીંથી જે કંઈ બિનજરૂરી લાગે એ બધું ડિલીટ
કરી શકીએ છીએ.
નવી ઉમેરાઈ રહેલી સગવડ
હવે સમાચાર છે કે વોટ્સએપમાં સ્ટોરેજ મેનેજ કરવાનું કામ વધુ સહેલું બની રહ્યું
છે. અત્યારે આપણે સેટિંગ્સમાં જઇને પછી વિવિધ વ્યક્તિ કે ગ્રૂપ કે ચેનલમાં કેટલા
પ્રમાણમાં મીડિયા ડાઉનલોડ થયેલ છે તે તપાસવું પડે છે. ટૂંક સમયમાં આપણે જે તે
વ્યક્તિ કે ગ્રૂપ અથવા ચેનલના પેજ પરથી જ સ્ટોરેજ મેનેજ કરી શકીશું (બની શકે કે
તમારા વોટ્સએપમાં આ ફીચર ઉમેરાઈ ગયું હોય). એ કારણે આપણે કોઈ પણ વ્યક્તિ કે ગ્રૂપ
કે ચેનલના પેજ પર જઇએ ત્યારે ત્યાં જ ડાઉનલોડ થયેલ મીડિયાની નીચે મેનેજ સ્ટોરેજનો વિકલ્પ જોવા મળી શકે છે.
તેને ક્લિક કરતાં એ વ્યક્તિ કે ગ્રૂપ કે ચેનલને કારણે ડાઉનલોડ થયેલ તમામ મીડિયા એક
સાથે જોવા મળે છે. આપણે તેને જરૂરીયાત મુજબ અલગ અલગ અથવા એક સાથે સિલેક્ટ કરી શકીએ
અને ડિલીટ કરી શકીએ. અહીં તે મહત્ત્વની
મીડિયા ફાઇલ આપણે જાળવવા માગતા હોઇએ તો તેને સ્ટાર તરીકે માર્ક કરી શકીએ છીએ.
અલબત્ત ઉપર વાત કરી તેમ વોટ્સએપ પોતે આપણને ચેતવે છે કે આપણે વોટ્સએપના
સેટિંગ્સમાં જઇને કે વ્યક્તિગત ચેટ અથવા ગ્રૂપમાં જઇને ડાઉનલોડ કરેલ મીડિયા ડિલીટ
કરીએ તો તે વોટ્સએપમાંથી ડિલીટ થાય છે પરંતુ ફોનની સ્ટોરેજમાં હજી પણ જગ્યા રોકે
એવું બની શકે. આ કારણે બહેતર એ છે કે આપણે ફોનના સેટિંગ્સમાં સ્ટોરેજમાં જઈને અથવા
ફોનમાંની માય ફાઇલ્સ કે ગૂગલની ફાઇલ્સ જેવી એપનો ઉપયોગ કરીને તેમાંથી વોટ્સએપ તથા અન્ય એપને કારણે
ફોનમાં ઉમેરાયેલી અને હવે આપણે માટે બિનજરૂરી બનેલી બાબતો સિલેક્ટ કરીને ત્યાંથી જ
તેનો ખાત્મો બોલાવીએ.
ફોનના સેટિંગ્સમાં જઇને આપણે સ્ટોરેજ મેનેજ કરીએ તો તેમાં ફક્ત વોટ્સએપ જેવી એપને કારણે ફોનમાં ઉમેરાયેલી બાબતો અલગ તારવીને જોઈ શકાતી નથી. પરંતુ અહીંથી પણ તેને જુદી જુદી રીતે તપાસીને ડિલીટ કરી શકાય છે.
ðkuxTMkyuÃk
Mxkuhus ¾k÷e fhðkLkk rðrðÄ hMíkk
હાલમાં વોટ્સએપનાં સેટિંગ્સમાં સ્ટોરેજ એન્ડ ડેટામાં જઈને વોટ્સએપમાં કઈ બાબતો કેટલી સ્ટોરેજ રોકે છે તે તપાસી શકાય છે.
અહીં કયા ગ્રૂપ કે વ્યક્તિ સાથેની ચેટમાં મીડિયાને કારણે રોકાતી સ્પેસ તપાસીને, જે તે વ્યક્તિ/ગ્રૂપના મીડિયા પેજ પર જઈને ન જોઈતી બાબતો ડિલીટ કરી શકાય.
નવી રીતમાં આ માટે સેટિંગ્સમાં જવું પડશે નહીં. જે તે વ્યક્તિ કે ગ્રૂપના ઇન્ફો પેજ પર જ મેનેજ સ્ટોરેજનો વિકલ્પ જોવા મળશે.
તેને ક્લિક કરતાં, ઉપર જણાવ્યા મુજબ, જે તે વ્યક્તિ/ગ્રૂપના મીડિયા પેજ પર જઈને ન જોઈતી બાબતો ડિલીટ કરી શકાશે.
બીજા વિકલ્પ રૂપે, ફોનમાંની ફાઇલ મેનેજર એપ કે
ગૂગલ ફાઇલ્સ જેવી એપમાં વોટ્સએપ ઇમેજિસના ફોલ્ડરમાં જઈને ન જોઈતી બાબતો ડિલીટ કરી શકાય.
અથવા, ગૂગલ ફોટોઝ એપમાં કલેક્શન્સ અને તેમાં વોટ્સએપ ઇમેજિસના
ફોલ્ડરમાં જઈને ન જોઈતી બાબતો ડિલીટ કરી શકાય.

