ટેસ્લા બાદ મસ્કની સ્ટારલિંકની ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી, 10 ગણી વધુ ઈન્ટરનેટ સ્પીડ મળવાનો દાવો!
Starlink Internet Services: ઈલોન મસ્કની ટેસ્લા બાદ હવે Starlink પર ટૂંકસમયમાં ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તેના પ્રવેશ સાથે સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોવાઈડર્સને પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં તેની એન્ટ્રીથી ઈન્ટરનેટ નેટવર્કમાં એક મોટી ક્રાંતિ આવશે. સ્ટારલિંકની નેક્સ્ટ વેવમાં અનેક મોટા ફેરફારો જોવા મળી શકે છે. જેમાંથી એક સ્પીડ છે. અપગ્રેડેડ સ્ટારલિંકમાં ઈન્ટરનેટ સ્પીડ 10 ગણી વધશે.
નવો સેટેલાઈટ લોન્ચ કરાશે
સ્ટારલિંક આ અપગ્રેડેશન માટે નવો સેટેલાઈટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ લોન્ચિંગ આગામી વર્ષની શરૂઆતમાં થઈ શકે છે. જો કે, હાલ સ્પીડને સત્તાવાર ધોરણે સ્ટાકલિંક 3.0 નામ આપવામાં આવ્યું નથી. સ્ટારલિંક એ વાસ્તવમાં સેટેલાઈટ આધારિત ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે. જેનાથી કોઈ ટેલિકોમ ટાવરના કવરેજની જરૂર પડતી નથી.
આ પણ વાંચોઃ પુરાવાના અભાવે મુંબઈ ટ્રેન બ્લાસ્ટ મામલે 19 વર્ષ બાદ 11 આરોપી મુક્ત, 189 ના થયા હતા મોત
સ્ટારલિંકનો પ્લાન
સ્ટારલિંક હેઠળ યુઝર્સને સીધી સેટેલાઈટમાંથી ઈન્ટરનેટ નેટવર્ક પૂરૂ પાડવામાં આવે છે. યુઝર્સે તેના માટે સ્ટારલિંકનો એન્ટિના પોતાના ઘરે લગાવવાનો હોય છે. સ્ટારલિંકનો અમેરિકામાં રેસિડેન્શિયલ પ્લાન 120 યુએસ ડોલર (રૂ. 10314) પ્રતિ મહિનો છે. હાર્ડવેરનો અલગથી ચાર્જ છે. જેની કિંમત 349 યુએસ ડોલર (આશરે રૂ. 29 હજાર) છે.
હાઈસ્પીડ ઈન્ટરનેટથી અનેક વિસ્તારો અને ક્ષેત્રોને લાભ મળશે. ભારતમાં લોન્ચિંગ બાદ તેનો લાભ ભારતના લોકો અને ટેક્નોલોજીના વિકાસમાં મળશે. સ્ટારલિંક હાલ 100થી વધુ દેશોમાં સેવા આપી રહી છે. જેના આશરે 60 લાખ ગ્રાહકો છે. ભારતમાં તમામ મંજૂરી મળ્યા બાદ તે સેવા શરૂ કરશે. જો કે, તેનો પ્લાન શું રહેશે તેના વિશે હાલ કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.