Get The App

સ્ટેનફોર્ડમાં સુંદર પિચાઈનો ભારે વિરોધ: વિદ્યાર્થીઓએ કર્યો વોકઆઉટ, મજાક પણ ઉડાવી

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
સ્ટેનફોર્ડમાં સુંદર પિચાઈનો ભારે વિરોધ: વિદ્યાર્થીઓએ કર્યો વોકઆઉટ, મજાક પણ ઉડાવી 1 - image


Stanford Students Protest During Sundar Pichai Speech: યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક પદવીદાન સમારોહ કાર્યક્રમમાં મેદાન વિદ્યાર્થીઓથી ભરેલું હતું. આ દરમિયાન ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પોતાનું ભાષણ શરૂ કરવાના હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તેવામાં કેટલાક વિદ્યાર્થીઓએ મજાક ઉડાવીને વોકઆઉટ કરતા કાર્યક્રમ પર અસર પડી હતી.

શું થયું હતું?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પિચાઈ સ્ટેજ પર પહોંચી ભાષણ શરૂ કરવાના હતા એટલામાં કેટલાક વિદ્યાર્થીઓ બૂમો પાડ્યા લાગ્યા હતા અને ભારે વિરોધ કર્યો હતો. એવું કહેવાય છે કે, કેટલાક વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરતા મેદાન છોડીને પણ ગયા હતા. જોકે, ફક્ત પિચાઈ જ નહીં પરંતુ કાર્યક્રમમાં હાજર રહેલા ઘણા અન્ય મહેમાનોને પણ તેમના ભાષણ દરમિયાન આવા જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

શું કારણ હતું?

અહેવાલો અનુસાર, વિદ્યાર્થીઓ ઇઝરાયલી સરકાર સાથેના ગૂગલના કરારનો વિરોધ કરી રહ્યા હતા. કેટલાક લોકોએ 'ફ્રી પેલેસ્ટાઇન'ના નારા લગાવ્યા હતા. પ્રોજેક્ટ નિમ્બસને લઈને આ વિરોધ થયો હોવાનું જણાય છે. જોકે, પિચાઈએ તેમના ભાષણમાં AIનો ઉલ્લેખ પણ કર્યો ન હતો અને તેમને વિદ્યાર્થીઓના રોષનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે, પિચાઈ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ હતા.

શું છે પ્રોજેક્ટ નિમ્બસ?

1.2 .બિલિયન ડોલરના પ્રોજેક્ટમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ અને AIનો સમાવેશ થાય છે. ઇઝરાયલી સરકારે આ પ્રોજેક્ટ ગૂગલ અને એમેઝોનને આપ્યો હતો. વિદ્યાર્થીઓનો દાવો છે કે, આ પ્રોજેક્ટ ઇઝરાયલી સરકારના કાર્યને સમર્થન આપે છે. આ વિકાસ એવા સમયે થયો છે જ્યારે ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ શાંતિ કરારની નજીક હતા. જોકે, હવે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

વિરોધ પ્રદર્શન વિશે પિચાઈએ શું કહ્યું?

જ્યારે કાર્યક્રમ પછી વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો વિશે પૂછવામાં આવ્યું ત્યારે પિચાઈએ કોઈ જવાબ આપ્યો નહીં. તેમના ભાષણ દરમિયાન તેમણે સામાન્ય રીતે વાત કરી. તેમણે કહ્યું કે, 'સમાચારો પરથી એવું વિચારવું સહેલું છે કે આપણે ખૂબ જ પડકારજનક સમયમાં જીવી રહ્યા છીએ. મારા માટે એ યાદ રાખવું જરૂરી છે કે દરેક પેઢીએ પોતાના સમયમાં પડકારોનો સામનો કર્યો છે.'