Get The App

ડ્ર્ગ્સ કેસે ખોલી WhatsApp પ્રાઇવસીની પોલ, તમારી ચેટ પણ થઇ શકે છે લીક

- એન્ક્રિપ્શન હોવાથી યુઝર્સની ચેટ સુરક્ષિત હોવાનો વ્હોટ્સએપનો દાવો ખોટો સાબિત થયો

Updated: Sep 29th, 2020

GS TEAM

Google News
Google News
ડ્ર્ગ્સ કેસે ખોલી WhatsApp પ્રાઇવસીની પોલ, તમારી ચેટ પણ થઇ શકે છે લીક 1 - image

નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર 2020, મંગળવાર 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાનનું રહસ્ય જાણવા નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની પૂછપરછ દરમિયાન કેટલાય બૉલીવુડ સેલેબ્રિટીઝની વ્હોટ્સએપ ચેટ સતત સામે આવી રહી છે. પહેલા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને હવે જાણિતી અભિનેત્રી દીપિકા પાદુકોણના વ્હોટ્સએપ પર ડ્રગ મંગાવતા મેસેજ વિશે દેશભરના લોકો જાણી ચુક્યા છે. સામે આવી રહેલા અંગત મેસેજ વ્હોટ્સએપના દાવાઓનું ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે જેમાં તેમનું કહેવું હતું કે તેના કોઇ પણ યૂઝરના મેસેજ કોઇ વાંચી શકતું નથી, વ્હોટ્સએપ પોતે પણ નહીં. એટલે કે વ્હોટ્સએપ પર બે લોકો વચ્ચે થતી વાતચીત સમગ્રપણે એનક્રિપ્ટેડ હોવાનો દાવો ખોટો સાબિત થઇ ચુક્યો છે. 

વ્હોટ્સએપનું શું કહેવું છે? 

વ્હોટ્સએપનું કહેવું છે, 'WhatsApp પર 'એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન' ફીચર હંમેશા ઉપલબ્ધ રહે છે, પછી તમે કોઇને મેસેજ મોકલો અથવા કોઇનો મેસેજ વાંચો. કેટલાય મેસેન્જિગ એપ્સ મારફતે તમારા અને તેમની વચ્ચેના મેસેજને એન્ક્રિપ્ટ કરે છે, પરંતુ WhatsAppનું 'એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન' ફીચર એવું બનાવવામાં આવ્યું છે જેનાથી માત્ર તમે અને જેની સાથે તમે ચેટ કરી રહ્યા છો તે જ મેસેજ વાંચી શકે છે અન્ય બીજું કોઇ નહીં, WhatsApp પણ નહીં. 

એન્ક્રિપ્શનના હોવાથી તમારા મેસેજ ખાસ રીતે સુરક્ષિત થઇ જાય છે, જેને જોવા તેમજ વાંચવાના એક્સેસ માત્ર તમારા મેસેજ પ્રાપ્ત કરનારની પાસે હોય છે અને કોઇ અન્ય પાસે પણ નહીં. તમે જે મેસેજ મોકલો છો તેનું સ્પેશિયલ તાળા અને ચાવી હોય છે. આ તાળા અને ચાવી ઑટોમેટિકલી કામ કરે છે. તમારે તમારા મેસેજને સુરક્ષિત કરવા માટે કોઇ સેટિંગને ઑન કરવાની અથવા પ્રાઇવેટ ચેટ્સ સેટઅપ કરવાની જરૂર નથી. તમારા મેસેજ તમારી પાસે જ રહેવા જોઇએ. એટલા માટે મેસેજ ડિલીવર થયા બાદ WhatsApp પોતાના સર્વર પર તમારા મેસેજ સ્ટોર નથી કરતું. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનનો અર્થ છે કે મેસેજને એન્ક્રિપ્ટ કરવામાં આવ્યું છે, જેથી WhatsApp અને થર્ડ પાર્ટી તેને વાંચી ન શકે. 

ડેટા સેવ નથી તો લીક કેવી રીતે? 

વ્હોટ્સએપનું કહેવું  છે કે તેની ડેટા સુરક્ષા નીતિઓ ઘણી મજબૂત છે, પરંતુ હકીકત એ છે કે વ્હોટ્સએપની ડેટા સુરક્ષા નીતિમાં કેટલીય ખામી છે. સાઇબર બાબતોના નિષ્ણાંતોનું કહેવું છે કે વ્હોટ્સએપના દાવા ખોટા છે. વ્હોટ્સએપની પ્રાઇવસી પૉલિસી અનુસાર, સામાન્ય રીતે કંપની યૂઝર્સના મેસેજ સ્ટોર નથી કરતી, પરંતુ સવાલ એ છે કે જ્યારે મેસેજ સ્ટોર જ નથી થતા તો પછી વર્ષ 2017ની ચેટ વર્ષ 2020માં કેવી રીતે સામે આવી રહી છે. 

આ ઉપરાંત જો મેસેજ કોઇ સર્વર પર સ્ટોર નથી થતા તો પછી યૂઝર્સનો વ્હોટ્સએપ ડેટા બેકઅપની સુવિધા કેવી રીતે આપે છે. કેટલાક આંતરરાષ્ટ્રીય સાઇબર નિષ્ણાંતો અનુસાર, હકીકતમાં કોઇ પણ થર્ડ પાર્ટી વ્હોટ્સએપના મેસેજ કાયદાકીય અથવા ગેરકાયદેસર એમ બંને રીતે હાંસલ કરી શકે છે. સાઇબર કેસના વકીલ વિરાગ ગુપ્તાનું કહેવું છે કે અપરાધિક તપાસ દરમિયાન પુરાવાઓ મીડિયાને આપવા સીઆરપીસીની સાથે સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણયોનું ઉલ્લંઘન છે. 

અહીં બે પ્રકારની વાતો છે જેને સમજવાની જરૂર છે. પ્રથમ એ છે કે વ્હોટ્સએપ અનુસાર તમારી ચેટ સમગ્રપણે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. તેનો અર્થ એ છે કે આ મેસેજ માત્ર બે જ લોકો વાંચી શકે છે, પ્રથમ મોકલનાર અને બીજો પ્રાપ્ત કરનાર, પરંતુ હકીકત એ છે કે વ્હોટ્સએપનું ચેટિંગ સમગ્ર પણે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ નથી. ઉલ્લેખનીય છે કે મોટાભાગના લોકો ગૂગલ ડ્રાઇવમાં પોતાની વ્હોટ્સએપ ચેટનું બેકઅપ લેતાં હોય છે, જ્યારે ગૂગલ ડ્રાઇવમાં જતાં જ ચેટનું એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન ખતમ થઇ જાય છે. 

તમે પણ કરી શકો છો પોતાના વ્હોટ્સએપ ચેટને રિસ્ટોર

જો તમે પણ પોતાના વ્હોટ્સએપ ચેટના ડેટાને હાંસિલ કરવા માંગો છો તો તમે આ કામ સરળતાથી કરી શકો છો. તેના માટે તમારે તમારા વ્હોટ્સએપ ચેટના એકાઉન્ટ સેટિંગમાં જઇને Request Account Info પર ક્લિક કરીને ડેટા માટે વિનંતી કરી શકો છો. એક અઠવાડિયા પછી તમને ડેટા મળી જશે જેને તમે ડાઉનલોડ કરીને પોતાની જુની ચેટ જોઇ શકો છો. 

Tags :