Get The App

ચીન-અમેરિકા બાદ વધુ એક દેશની 6th જનરેશન ફાઇટર પ્લેન બનાવવાની જાહેરાત,

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
ચીન-અમેરિકા બાદ વધુ એક દેશની 6th જનરેશન ફાઇટર પ્લેન બનાવવાની જાહેરાત, 1 - image


South Korea 6th generation fighter Jet: ચીન અને અમેરિકા બાદ વધુ એક દેશ દક્ષિણ કોરિયા 6th જનરેશનનું ફાઇટર પ્લેન બનાવવાની રેસમાં સામેલ થયું છે. એક સિનિયર એરોસ્પેસ એક્ઝિક્યુટિવે આ અંગે માહિતી આપી હતી. દક્ષિણ કોરિયા ભારત સાથે ગાઢ સંબંધ ધરાવે છે. બંને દેશ સંરક્ષણ ક્ષેત્રે એકબીજાને સમર્થન પણ આપે છે. એવામાં દક્ષિણ કોરિયાની આ જાહેરાત ભારત માટે પણ લાભદાયી બનશે તેવી અટકળો વહેતી થઈ છે.

કોરિયા એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના આંતરરાષ્ટ્રીય વેપાર વિકાસના વાઇસ પ્રેસિડન્ટ શિન ડોંગ-હકે પેરિસ એર શૉમાં આ અંગે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં પ્રદર્શિત કરવામાં આવેલી ટૅક્નોલૉજીમાં 4.5th જનરેશનના ફાઇટર પ્લેન અને માનવ રહિત એર વ્હિકલ સામેલ છે. જે 6th જનરેશનના ફાઇટર પ્લેન પર સ્વિચ કરવાનું પ્રમુખ તત્ત્વ બની જશે.

ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે ગાઢ સંબંધ

ભારત અને દક્ષિણ કોરિયાા વચ્ચે ગાઢ દ્વિપક્ષીય સંબંધ છે. બંને દેશ વચ્ચે 1962માં દ્વિપક્ષીય સંબંધ સ્થાપિત થયા હતા. જે 1973માં રાજદ્વારી સ્તર સુધી પહોંચ્યા હતા. બંને દેશ આર્થિક, સાંસ્કૃતિક, સંરક્ષણ અને રાજકીય ક્ષેત્રોમાં આદાન-પ્રદાન કરે છે. બંને દેશોએ વ્યાપક ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કર્યા છે. 2015માં બંને દેશોએ પોતાના સંબંધોને એક ખાસ 'સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ'નો દરજ્જો આપ્યો હતો. ભારતે દક્ષિણ કોરિયાનું K9 વજ્ર હોવિટ્ઝર ખરીદ્યું છે.

આ પણ વાંચોઃ Axiom-4 Mission: ભારતીય શુભાંશુ શુક્લાએ ભરી અંતરિક્ષ ઉડાન, ISS પર જનારા પહેલા ભારતીય બનશે

ચીન અને અમેરિકા બનાવી રહ્યું છે 6th જનરેશન ફાઇટર જેટ

ચીને 6th જનરેશનના ફાઇટર જેટના પ્રોટોટાઈપનું પરીક્ષણ શરુ કર્યું હોવાની જાણકારી થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર આપી હતી. ચીને આ વિમાનને J-36 નામ આપ્યું છે. આ ફાઇટર જેટમાં ત્રણ Ws-10C ટર્બોફેન એન્જિન લાગેલા છે. J-36ની લંબાઈ 22 મીટર છે. તેના પાંખિયા 20 મીટર પહોળા છે. બીજી બાજુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ થોડા સમય પહેલાં જણાવ્યું હતું કે, અમેરિકા બોઇંગને ફાઇટર પ્લેન વિકસિત કરવાના કોન્ટ્રાક્ટના માધ્યમથી 6th જનરેશન ફાઇટર પ્રોગ્રામને વેગ આપશે. તેનું નામ F-47 રાખવામાં આવ્યું છે. F-47નું ઉત્પાદન બોઇંગના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કરવામાં આવશે. ટ્રમ્પે તેને 'અત્યાર સુધીનું સૌથી ઘાતક વિમાન' ગણાવ્યું છે. તેમણે દાવો કર્યો કે ઘણા વર્ષોથી ગુપ્ત રીતે વિમાનનું પરીક્ષણ થઈ રહ્યું હતું.

FA-50 એ દક્ષિણ કોરિયાનો જુસ્સો વધાર્યો

ગત સપ્તાહે આયોજિત પેરિસ એર શૉમાં દક્ષિણ કોરિયાના KAI એ KF-21 બોરામે ફાઇટર જેટ પ્રદર્શિત કર્યા હતાં. તદુપરાંત ઈનોવેટિવ 4.5th જનરેશનનું ફાઇટર જેટ FA-50 અને  માનવરહિત એર વ્હિકલ્સ પણ રજૂ કર્યા હતાં. આ બંને ફાઇટર જેટ માનવ રહિત એર વ્હિકલમાં એકીકૃત થઈ ઉડાન ભરી શકે છે. KF-21 દક્ષિણ કોરિયાનું પ્રથમ સ્થાનિક રૂપે ઉત્પાદિત 4.5th જનરેશનનું ફાઇટર જેટ છે. જે આગામી વર્ષના અંત સુધી કોરિયન એર ફોર્સમાં સામેલ થવાની શક્યતા છે.

મલ્ટીરોલ કોમ્બેટ UAVનું ટેસ્ટિંગ કરશે

શિને આગળ જણાવ્યું હતું કે, અમે એવી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી રહ્યા છે, જે 6th જનરેશનની ક્ષમતાઓનો આધાર છે. ખાસ કરીને UAV મામલે આ દિશામાં અનેક તકો રહેલી છે. KF-21 પોતાના સમકક્ષોથી અલગ છે. કારણકે, તેની સ્ટેલ્થ કેપેસિટી અને તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાયલટ સોફ્ટવેરના ઉપયોગના કારણે તે ઝડપથી 6th જનરેશનમાં તબદીલ થવા સક્ષમ છે. અમારી કંપની વર્ષના અંત સુધીમાં સિઓલ ઇન્ટરનેશનલ એરોસ્પેસ અને ડિફેન્સ એક્ઝિબિશન દરમિયાન મલ્ટી-રોલ કોમ્બેટ UAVના ફ્લાઇટ ટેસ્ટિંગ કરવાની યોજના ધરાવે છે.

ચીન-અમેરિકા બાદ વધુ એક દેશની 6th જનરેશન ફાઇટર પ્લેન બનાવવાની જાહેરાત, 2 - image

Tags :