ગેમિંગ ક્ષેત્રે મોટો ધડાકો: GTA 6ના પ્રી-ઓર્ડર શરૂ, જાણો ભારતમાં શું છે કિંમત અને કયા શાનદાર બોનસ મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GTA 6 PreOrder Starts in India: ગેમર્સની વર્ષોની આતુરતાનો અંત આવ્યો છે. રોકસ્ટાર ગેમ્સે વિશ્વભરમાં અત્યાર સુધીની સૌથી વધુ પ્રતીક્ષિત વીડિયો ગેમ 'ગ્રાન્ડ થેફ્ટ ઓટો 6' (GTA 6)ના પ્રી-ઓર્ડર સત્તાવાર રીતે શરૂ કરી દીધા છે. ગ્લોબલ માર્કેટની સાથે ભારતમાં પણ 25 જૂન 2026થી આ ગેમના પ્રી-ઓર્ડર લાઈવ થઈ ગયા છે.
આ ગેમ 19 નવેમ્બર 2026ના રોજ પ્લેસ્ટેશન 5 અને Xbox Series S/X પર લોન્ચ થવાની છે. રોકસ્ટાર ગેમ્સના જણાવ્યા અનુસાર, 25 જૂનના રોજ મધ્યરાત્રિથી પ્રી-ઓર્ડર શરૂ થઈ ચૂક્યા છે. ભારતીય ગેમર્સ પ્લેસ્ટેશન અને એક્સબોક્સ સ્ટોર્સ તેમજ પસંદગીના ફિઝિકલ રિટેલર્સ પરથી પોતાની કોપી બુક કરાવી શકે છે.
GTA 6ની એડિશન્સ અને કિંમત
હાલમાં GTA 6 બે એડિશન્સમાં ઉપલબ્ધ છે. ભારતમાં સ્ટાન્ડર્ડ એડિશનની કિંમત Rs 5,999 (યુએસમાં $79.99) રાખવામાં આવી છે, જ્યારે અલ્ટીમેટ એડિશનની કિંમત Rs 7,499 (યુએસમાં $99.99) છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે ટ્રિપલ-A ગેમ્સની સ્ટાન્ડર્ડ કિંમત $70 હોય છે, પરંતુ GTA 6ની કિંમત આ ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ કરતાં પણ વધુ છે.
- Ultimate Editionના ફાયદા: આ એડિશનમાં ગેમર્સને શાનદાર ઇન-ગેમ બોનસ મળશે. જેમાં એક્સક્લુઝિવ વ્હીકલ્સ, આઉટફિટ્સ, વેપન્સ અને જેસન તેમજ લુસિયાની સ્ટોરી લાઇન સાથે જોડાયેલું વધારાનું કન્ટેન્ટ શામેલ છે. ગેમના દરેક ચેપ્ટરની સાથે આ નવી આઇટમ્સ અનલોક થતી જશે.
- પ્રી-ઓર્ડર બોનસ: જો તમે 20 November પહેલાં કોઈપણ એડિશન પ્રી-ઓર્ડર કરશો, તો તમને 'Vintage Vice City Pack' મળશે, જે 80ના દાયકાની રેટ્રો આઇટમ્સનું કલેક્શન છે. આ સાથે 1 મહિનાનું GTA+ સબ્સ્ક્રિપ્શન પણ તદ્દન ફ્રી મળશે, જેને તરત જ રિડીમ કરી શકાશે.
- પ્રી-લોડિંગ: ડિજિટલ પ્રી-ઓર્ડર કરનારા ગેમર્સ લોન્ચિંગના એક સપ્તાહ પહેલાં, એટલે કે 12 નવેમ્બરથી જ ગેમ પ્રી-લોડ કરી શકશે.
મહત્ત્વની નોંધ: ફિઝિકલ ગેમ બોક્સ ખરીદવાના શોખીનો માટે એક વાત ખાસ જાણવા જેવી છે કે લોન્ચિંગ સમયે GTA 6ની સીડી કે ડિસ્ક નહીં મળે. ફિઝિકલ બોક્સની અંદર માત્ર એક ડિજિટલ ડાઉનલોડ કોડ આપવામાં આવશે, જેના દ્વારા 12 નવેમ્બરથી ગેમ પ્રી-લોડ કરી શકાશે.
PS5 પર ગેમિંગનો અનુભવ સૌથી બેસ્ટ રહેશે: સોની
GTA 6 ભલે PS5 અને Xbox Series S/X બંને કન્સોલ પર ઉપલબ્ધ થવાની હોય, પરંતુ સોનીનો દાવો છે કે પ્લેસ્ટેશન 5 આ ગેમ રમવા માટેનું સૌથી શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થશે. સોનીના જણાવ્યા અનુસાર, GTA 6 પ્લેસ્ટેશન 5ના અલ્ટ્રા-હાઇ સ્પીડ SSDનો ભરપૂર ઉપયોગ કરશે, જેના કારણે ગેમ પળવારમાં લોડ થઈ જશે. એટલે કે ગેમર્સ કોઈપણ પ્રકારની અડચણ વગર વાઈસ સિટી અને લિયોનીડા સ્ટેટની મજા માણી શકશે.
આ ઉપરાંત, ગેમના મહત્ત્વના દ્રશ્યો દરમિયાન PS5 કંટ્રોલરના ઇન-બિલ્ટ સ્પીકર અને હેપ્ટિક ફીડબેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ કન્સોલની ટેમ્પેસ્ટ 3D ઓડિયો ટેક્નોલોજી લિયોનીડાની દુનિયાને એકદમ જીવંત બનાવશે. જોકે, સોનીએ પોતાના બ્લોગ પોસ્ટમાં PS5 Pro અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી, જેથી તેના પર ગેમના વધુ પાવરફુલ વર્ઝનને લઈને સસ્પેન્સ યથાવત છે.

પીસી ગેમર્સ માટે રાહ જોવી પડશે અને ઓનલાઇન વર્ઝન મોડું આવશે
પીસી પર ગેમ રમતા યુઝર્સે હજી રાહ જોવી પડશે. રોકસ્ટાર ગેમ્સે પીસી લોન્ચિંગ ડેટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. કંપનીના ભૂતકાળના ટ્રેક રેકોર્ડને જોતાં કન્સોલ લોન્ચિંગના 12થી 18 મહિના પછી પીસી વર્ઝન આવી શકે છે. વળી, GTA 6 શરૂઆતમાં માત્ર સિંગલ-પ્લેયર એક્સપિરિયન્સ સાથે લોન્ચ થશે અને 'GTA Online' ભવિષ્યમાં અલગથી લોન્ચ કરવામાં આવશે.
ફેક ઇમેઇલથી સાવધાન!
જો તમને GTA 6ની વહેલી એક્સેસ અથવા બીટા વર્ઝન માટેનો કોઈ ઇમેઇલ આવે, તો તેને બિલકુલ નજરઅંદાજ કરજો. ગેમના ક્રેઝનો ફાયદો ઉઠાવવા માટે સ્કેમર્સ નકલી ઇન્વિટેશન મોકલી રહ્યા છે. કંપની દ્વારા કોઈ સત્તાવાર બીટા પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો નથી.









