સોશિયલ મીડિયા હવે વધુ સર્ચેબલ
- yuf{ufÚke Ëqh hnuíke MkŠðMk nðu LkSf ykðe
અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વોલ્ડ ગાર્ડન એટલે દીવાલવાળા બગીચા તરીકે
ઓળખાતાં હતાં. જે તે સોશિયલ સાઇટ પરનું કન્ટેન્ટ ફક્ત એ સાઇટ કે તેની એપમાં જ જોઈ
શકાય, બહાર ક્યાંય નહીં. ગૂગલ જેવા
સર્ચ એન્જિમાં આપણે કંઈ પણ સર્ચ કરીએ તો ઇન્ટરનેટ પરની અસંખ્ય વેબસાઇટ્સમાં, આપણા સવાલને સંબંધિત કંઈ હોય તો તેની લિંક સર્ચ રિઝલ્ટ પેજ પર જોવા મળે, પણ આવાં રિઝલ્ટ્સમાં મોટા ભાગે સોશિયલ મીડિયા સાઇટ્સનું કન્ટેન્ટ જોવા મળે
નહીં.
પછી ધીમે ધીમે સ્થિતિ બદલાઈ. ગૂગલ સર્ચ એન્જિન પેજ પર અગાઉના ટ્વીટર અને હાલના
એક્સ પ્લેટફોર્મ પરની પોસ્ટ એકદમ ધ્યાન ખેંચે એ રીતે દેખાવા લાગી. તેની સાથોસાથ
યુટ્યૂબ તો ગૂગલનું પોતાનું પ્લેટફોર્મ હોવાથી આપણા સવાલને સંબંધિત વીડિયો પણ સર્ચ
રિઝલ્ટ પેજ પર મહત્ત્વનું સ્થાન મેળવવા લાગ્યા. પરંતુ હજી હમણાં સુધી મેટા કંપનીએ
તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરના કન્ટેન્ટને જે તે પ્લેટફોર્મ પૂરતું સીમિત
રાખ્યું હતું.
હવે આ સ્થિતિ બદલાઈ રહી છે.
RLMxkøkúk{Lkwt
fLxuLx nðu økqøk÷ Mk[o{kt Ëu¾kþu
આ મહિનાથી મેટા કંપનીએ ઇન્સ્ટાગ્રામ પરના કન્ટેન્ટને ગૂગલ જેવા સર્ચ એન્જિન
માટે ઓપન કરી દીધું છે!
આ કારણે હવે આપણે ગૂગલ પર કંઈ પણ સર્ચ કરીએ અને તેને સંબંધિત કોઈ પોસ્ટ
ઇન્સ્ટાગ્રામ પર હોય તો તેની લિંક આપણને ગૂગલ સર્ચના રિઝલ્ટ પેજ પર જોવા મળશે.
અલબત્ત, તેમાં કેટલીક શરતો લાગુ છે. જેમ કે, જાન્યુઆરી ૧, ૨૦૨૦ પછી ઇન્સ્ટાગ્રામના બિઝનેસ અને ક્રિએટર એકાઉન્ટ પરથી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયેલા પબ્લિક કન્ટેન્ટનું ગૂગલ દ્વારા ઇન્ડેક્સિંગ થશે, એટલે કે ગૂગલ આ બધી પોસ્ટમાં શું શેર કરવામાં આવ્યું છે તે તપાસશે અને તેને લગતી કોઈ સર્ચ ગૂગલ સર્ચ પર થશે તો રિઝલ્ટ પેજ પર ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટનું કન્ટેન્ટ બતાવવામાં આવશે.અત્યાર સુધી આપણે ઇન્સ્ટાગ્રામ પરનું કોઈ પણ કન્ટેન્ટ સર્ચ કરવું હોય તો એ કામ ઇન્સ્ટાગ્રામમાં જ કરવું પડતું હતું. એ માટે આપણે ઇન્સ્ટાગ્રામના સર્ચ, એક્સપ્લોર પેજ કે ફીડ, હેશટેગ વગેરેનો ઉપયોગ કરવો પડતો હતો. હવે ગૂગલ પર સર્ચ કરીને પણ ઇન્સ્ટાગ્રામ પર આપણને જોઇતા કન્ટેન્ટ સુધી પહોંચી શકાશે.
fLxuLx
r¢yuxMkoLku nðu çknku¤wt ykurzÞLMk {¤þu
ઇન્સ્ટાગ્રામના કન્ટેન્ટને ગૂગલ પર સર્ચેબલ બનાવવાના મેટા કંપનીના નિર્ણયની
કન્ટેન્ટ ક્રિએટર્સ તથા આપણા જેવા સરેરાશ યૂઝર્સ બંનેને અસર થશે.
જો ઇન્સ્ટાગ્રામ પર તમે બિઝનેસ કે કન્ટેન્ટ ક્રિએટર એકાઉન્ટ ઓપન કરીને
કન્ટેન્ટ પોસ્ટ કરતા હો તો હવે તમારે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનની ટેકનિક પણ
ધ્યાનમાં લેવી પડશે. મતલબ કે તમારે એ પણ સમજવું પડશે કે તમારું ટાર્ગેટ ઓડિયન્સ
ગૂગલ પર શું સર્ચ કરે છે અને કેવા કીવર્ડથી સર્ચ કરે છે. એ
એ બધું ધ્યાનમાં રાખીને તમારે
ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં કેપ્શન લખવાં જોઇશે.
ઇન્સ્ટાગ્રામ પરના પોતાના કન્ટેન્ટને વધુ લોકો સુધી પહોંચાડવા માટે
ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ હેશટેગ ઉપરાંત વેબ સર્ચમાં પણ સર્ચ રિઝલ્ટ પેજ પર આગળ
રહે તે પ્રકારના કન્ટેન્ટ પર ધ્યાન આપવું જોઇશે. ગૂગલ સર્ચને કારણે ઇન્સ્ટાગ્રામ
પરના કન્ટેન્ટની વિઝિબિલિટી વધશે, આથી તેમાંથી કમાણી કરવાની
શક્યતાઓ પણ વધશે.
અલબત્ત આ બધા લાભ બિઝનેસ કે કન્ટેન્ટ ક્રિએટર એકાઉન્ટને જ મળશે.
ykÃkýk suðk
ÞqÍMkoLku þku ÷k¼ Úkþu?
સરેરાશ યૂઝર તરીકે આપણને લાભ એ થશે કે આપણે કોઈ ચોક્કસ પ્રકારના કન્ટેન્ટ સુધી
પહોંચવા માટે ઇન્સ્ટાગ્રામ પર જવું પડશે નહીં. ગૂગલ સર્ચ પર યુનિવર્સલ સર્ચ કરવાથી, કોઈ વેબસાઇટ કે ઇન્સ્ટાગ્રામ જ્યાં પણ આપણને જોઈતી માહિતી હોય તે જોવા મળશે.
જેમ કે આપણે પરિવારમાં લગ્ન પ્રસંગ માટે સારો પાર્ટી પ્લોટ શોધી રહ્યા હોઇએ તો ગૂગલ પર સર્ચ કરતાં, શહેરના જાણીતા પાર્ટી પ્લોટના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પણ હોય તો તેની લિંક પણ ગૂગલમાં જ જોવા મળી જશે. એ જ રીતે નવા ફ્લેટમાં ઇન્ટિરીયર ડેકોરેશન કરાવવું હોય તો મોટા ભાગે આપણે ગૂગલ પર ઇન્ટિરીયર ડેકોરેટર કંપની શોધીએ. બીજી તરફ ઇન્સ્ટાગ્રામ પર જઇને તેમાં પણ આપણા શહેરમાંની ઇન્ટિરીયર ડેકોરેટર એજન્સીએ પોસ્ટ કરેલું કન્ટેન્ટ શોધવા જઇએ. હવે આ રીતે બે જગ્યાએ મહેનત કરવી નહીં પડે. ગૂગલ સર્ચમાંથી જ ઇન્ટિરીયર ડેકોરેટર્સની વેબસાઇટ્સ તથા ઇન્સ્ટાગ્રામ પરની તેમની રીલ્સ સુધી એક સાથે પહોંચી શકાશે.
VuMkçkwf
yLku ðkuxTMkyuÃkLkwt fLxuLx Mk[uoçk÷ Au?
મેટા કંપનીએ ઇન્સ્ટાગ્રામ પરના કન્ટેન્ટને ગૂગલ પર સર્ચેબલ બનાવી દીધું છે
પરંતુ ફેસબુકના કન્ટેન્ટને હજી પણ ઘણે અંશે ફેસબુક પૂરતું સીમિત રાખ્યું છે.
ફેસબુક પરના પબ્લિક પ્રોફાઇલ, બિઝનેસ પેજ, અમુક ચોક્કસ પબ્લિક ગ્રૂપ કે ઇવેન્ટ્સના કન્ટેન્ટના દરવાજા જ ગૂગલ માટે ખુલ્લા
રાખવામાં આવ્યા છે. મતલબ કે ગૂગલ આ કન્ટેન્ટનું ઇન્ડેક્સિંગ કરી શકે છે અને એ
કન્ટેન્ટ ગૂગલના સર્ચ રિઝલ્ટ પેજ પર જોવા મળી શકે છે. પરંતુ ફેસબુક પર આપણે
વ્યક્તિગત રીતે શેર કરેલી પર્સનલ પોસ્ટ તથા અન્ય પ્રાઇવેટ કન્ટેન્ટ ગૂગલની નજરથી
દૂર રહે છે.
એ જ રીતે વોટ્સએપની વાત કરીએ તો તેમાંનું બધું જ કન્ટેન્ટ એન્ડ-ટુ-એન્ડ
એન્ક્રિપ્ટેડ હોય છે. વોટ્સએપ પરની આપણી બધી વાતચીત બે છેડાની વચ્ચે વોટ્સએપ કે
મેટા કંપનીમાંથી કોઈ જોઈ શકતું નથી. આથી દેખીતું છે કે એ ગૂગલ જેવા સર્ચ એન્જિનની
નજર બહાર રહે છે.
જોકે વોટ્સએપ પરના કોઈ ગ્રૂપમાં જોડાવા માટે ઇન્વાઇટ લિંક ક્રિએટ કરવામાં આવી
હોય તો આવી લિંક ઘણી વાર ગૂગલ પર જાહેર થઈ ગયાનું નોંધાયું છે. જોકે આવું બહાર
આવ્યા પછી વોટ્સએપે તેને અટકાવવાનાં પગલાં પણ લીધા છે.
વોટ્સએપની જેમ સિગ્નલ, સ્નેપચેટ, ટેલિગ્રામ, થ્રેડ્સ વગેરેનું કન્ટેન્ટ પણ મોટા ભાગે ગૂગલની નજરથી દૂર રહે છે.
yLÞ MkkurþÞ÷
{erzÞkLkwt fLxuLx Mk[o yuÂLsLk{kt òuðk {¤u?
મેટા કંપની સોશિયલ મીડિયામાં રાજ કરે છે એટલે તેને પોતાનું કન્ટેન્ટ ગૂગલથી
દૂર રાખવામાં વાંધો નથી. બાકીનાં લગભગ બધાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેના
કન્ટેન્ટ માટે વધુ પ્રમાણમાં ટ્રાફિક જોઇતો હોવાથી તેમને ઘણે અંશે ગૂગલ જેવા સર્ચ
એન્જિન માટે ઓપન રાખવામાં આવે છે. અલબત્ત આવા સોશિયલ મીડિયા પર પબ્લિકલી શેર થતું
કન્ટેન્ટ ગૂગલ પર જોવા મળી શકે છે. ડાયરેક્ટ મેસેજિસ ખાનગી રહે છે.
યુટ્યૂબ ગૂગલની પોતાની સર્વિસ હોવાથી તેના વીડિયોને ગૂગલ સર્ચ પર સૌથી વધુ
પ્રમોટ કરવામાં આવે છે. ખરેખર તો યુટ્યૂબ પ્લેટફોર્મ પોતે દુનિયાનું બીજા ક્રમનું
સૌથી મોટું સર્ચ એન્જિન બની ગયું છે.
એક્સ (અગાઉનું ટ્વીટર)પ્લેટફોર્મ પર શેર થતા બ્રેકિંગ ન્યૂઝ કે ટ્રેન્ડિંગ
ટોપિક કે રિઅલ ટાઇમ ઇન્ફર્મેશન વિશેની પબ્લિક ટ્વીટ તથા વ્યક્તિગત કે બિઝનેસ
પ્રોફાઇલ ગૂગલ સર્ચ પર જોવા મળી શકે છે.
લિંક્ડઇનની વાત કરીએ તો પ્રોફેશનલ્સ માટેના આ સોશિયલ નેટવર્ક પરનું ઘણું ખરું પબ્લિક કન્ટેન્ટ ગૂગલ પર જોવા મળી શકે છે. આપણે પબ્લિક લિંક્ડઇન પ્રોફાઇલ, કંપની પેજ, આર્ટિકલ્સ વગેરે સુધી ગૂગલ દ્વારા પહોંચી શકીએ છીએ.
økqøk÷
rçkÍLkuMk «kuVkR÷{kt MkkurþÞ÷ {erzÞk ®÷õMk
એક તરફ ઇન્સ્ટાગ્રામ જેવા મેજર સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પોતાના દરવાજા ગૂગલ
સર્ચ માટે ખુલ્લા મૂક્યા છે, તો બીજી તરફ ગૂગલ પણ સોશિયલ
મીડિયાની પોપ્યુલારિટીનો લાભ લેવાની મથામણમાં છે.
ટેકનોવર્લ્ડમાં આપણે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ્સ વિશે અગાઉ વિગતવાર વાત કરી છે.
આ ફ્રી સર્વિસનો લાભ લઇને આપણે પોતાના બિઝનેસની વિગતો ગૂગલ પર ઉપલબ્ધ કરી શકીએ
છીએ. એ પછી કોઈ વ્યક્તિ ગૂગલ પર આપણા બિઝનેસને સંબંધિત કંઈ સર્ચ કરે તો તેને
આપણી વિવિધ વિગતો એક ચોક્કસ ફોર્મેટમાં
ગૂગલ સર્ચ તથા ગૂગલ મેપ્સમાં જોવા મળી શકે છે.
ઓગસ્ટ ૨૦૨૩માં ગૂગલે આપણે પોતાના બિઝનેસની વિગતોની સાથોસાથ પોતાના સોશિયલ
મીડિયા એકાઉન્ટ્સની લિંક પણ ગૂગલ બિઝનેસ પ્રોફાઇલમાં ઉમેરી શકીએ એવી સગવડ આપી હતી.
એ કામ અત્યાર સુધી આપણે મેન્યુઅલી કરવું પડતું હતું. પરંતુ ગૂગલ જેટલી અપેક્ષા હતી
એટલા પ્રમાણમાં લોકોએ આ સગવડમાં રસ બતાવ્યો નહીં. આથી ગૂગલે એ કામ જાતે જ ઉપાડી
લીધું છે!
હવે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલમાં વિવિધ બિઝનેસે આપેલી વિગતો ઉપરાંત સોશિયલ મીડિયા
પરના તેમના બિઝનેસ પેજિસ તથા પબ્લિક પોસ્ટ આપોઆપ દેખાવાં લાગ્યાં છે - બની શકે કે
થોડા સમયમાં તમારા પ્રોફાઇલમાં પણ આવી તમારી લિંક્સ ઉમેરાય!