Get The App

હેલ્થના ડેટા માટે સ્માર્ટવોચનો ઉપયોગ કરો છો તો ચેતી જજો મળી શકે છે ખોટી માહિતી

Updated: Aug 24th, 2024

GS TEAM


Google News
Google News
હેલ્થના ડેટા માટે સ્માર્ટવોચનો ઉપયોગ કરો છો તો ચેતી જજો મળી શકે છે ખોટી માહિતી 1 - image


Smart Watch Health Data: છેલ્લા થોડા વર્ષમાં ઘણાં સ્માર્ટવોચ માર્કેટમાં આવ્યા છે. ઘણાં સ્માર્ટવોચ હાર્ટ રેડ, સ્લીપ ક્વોલિટી, બ્લડ ઓક્સિજન, સ્ટેપ કાઉન્ટ અને અન્ય હેલ્થ રિલટેડ ડેટાના ટ્રેક કરવાની વાત કરે છે. જોકે આ તમામ ડેટા કયા સ્માર્ટવોચમાંથી લેવામાં આવે છે એના પર બધુ ડિપેન્ડ છે.

હેલ્થના ડેટા માટે સ્માર્ટવોચનો ઉપયોગ કરો છો તો ચેતી જજો મળી શકે છે ખોટી માહિતી 2 - image

સ્માર્ટવોચ ક્યારેય પણ મેડિકલ ડિવાઇઝની જગ્યા નહીં લઈ શકે, પરંતુ એક આઇડિયા આવી શકે છે કે આપડી હેલ્થ કેવી છે અને આપણે શું કામ કરવું જોઈએ. ઉદાહરણ તરીકે બની શકે ચાલવાના સ્ટેપ ચોક્કસ ન આવતાં હોય, પરંતુ આપણે કેટલા સ્ટેપ ચાલીએ છીએ એના પરથી વધુ ચાલવું જોઈએ કે ઓછું એ નક્કી કરી શકાય છે.

માર્કેટમાં હાલમાં જેટલા પણ ઓછા બજેટના સ્માર્ટવોચ છે એમાં હાર્ટ રેટ માટે જે આંકડો બતાવે છે એની ગણતરી ત્રણ ટકા ખોટી હોય છે. આ સાથે જ કાર્ડિયોરેસ્પિરેટરી ફિટનેસની જે ઇન્સાઇટ છે એ પણ ખોટી દેખાડે છે. 

આ પણ વાંચો: ફરવા જવું છે અને લિસ્ટ બનાવવાનો કંટાળો આવે છે, તો ગૂગલ કીપ તમારા માટે એ બનાવશે

સ્માર્ટવોચ દ્વારા જે કેલરીના ડેટા રેકોર્ડ કરવામાં આવે છે એ સૌથી ખોટા હોય છે. એમાં 15થી 21 ટકા ખોટા ડેટા રજૂ કરવામાં આવે છે. ઘણાં લોકો વજન ઘટાડવા માટે આ ડેટાનો ઉપયોગ કરે છે. આથી ડેટા ખોટા હોય તો વજન ઉતારવામાં તેમને ખૂબ જ તકલીફ પડી શકે છે.

હેલ્થના ડેટા માટે સ્માર્ટવોચનો ઉપયોગ કરો છો તો ચેતી જજો મળી શકે છે ખોટી માહિતી 3 - image

વિયરેબલ ડિવાઇસ સ્લીપ સાઇકલમાં પણ ખોટા ડેટા રજૂ કરે છે. આ ડેટા દસ ટકા ખોટા હોય છે આથી જો કોઈ વ્યક્તિ આ ડેટાને ધ્યાનમાં રાખીને રોજની દિનચર્યા નક્કી કરતો હોય તો એ ખોટી રીત છે.

એપલ અને સેમસંગના સમાર્ટવોચ એટલે કે એવા સ્માર્ટવોચ જેમાં દરેક સેન્સર સારી કંપનીના અને સારી ગુણવત્તાના હોય એ વધુ સારા ડેટા રજૂ કરે છે. જોકે એક અને બે હજાર રૂપિયા વાળા સ્માર્ટવોચમાં એ પ્રકારના જ સેન્સરનો ઉપયોગ થયો હોય છે જે એક્યુરેટ ડેટા નથી આપતા.

Tags :