Smartphone Tips: જલ્દી ખતમ થઈ જાય છે ડેટા, 3 ટ્રિકથી વધશે સ્પીડ,સરળતાથી ચાલશે ઈન્ટરનેટ
Smartphone Tips: વર્તમાન સમયમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે અને તેના જ કારણ છે કે દરેકના હાથમાં ફોન જોવા મળે છે. સ્માર્ટફોન પર ફક્ત એક ક્લિકથી આખી દુનિયાની માહિતી મેળવી શકાય છે, પરંતુ તેના માટે ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. બજારમાં 3G, 4G અથવા 5G સપોર્ટ ધરાવતા ફોન પણ ઉપલબ્ધ છે, જે વપરાશકર્તાઓ માટે ડેટા કનેક્શનની મજા ત્રણગણી વધી ગઈ છે. સોશિયલ મીડિયા અને અન્ય ઓનલાઈન એપ્સનો ઉપયોગ કરવા માટે સારા નેટવર્ક સપોર્ટવાળો ફોન અને રિચાર્જ હોવુ જરૂરી છે, પરંતુ જ્યારે ફોનમાં ઈન્ટરનેટ ધીમું હોય અથવા યોગ્ય રીતે કામ ન કરે ત્યારે સમસ્યાનો સામનો કરવો પડે છે.
જો તમારા ફોનનો ડેટા ઝડપથી ખતમ થઈ જાય અથવા ઇન્ટરનેટની સ્પીડ ધીમી થઈ ગઈ હોય તો, ચિંતા કરવાને બદલે, તમે ફોનની કેટલીક ટ્રિક્સ અપનાવી શકો છો. આજે અમે તમને એવી 3 યુક્તિઓ જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ સ્પીડ વધારી શકો છો.
સૌથી પહેલા ચેક કરો કે ડેટા 4G છે કે 5G?
અત્યારે દરેક વ્યક્તિ કોઈ પણ વસ્તુ મેળવવા માટે ખૂબ જ ઉતાવળ હોય છે. ત્યાં સુધી કે લોકો પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટનો મોહ રાખતા હોય છે. જેના માટે તેઓ ફોનથી લઈને રિચાર્જ પ્લાન પણ 5G ડેટા સાથે ખરીદવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે 5G ડેટા મોડ ઇન્ટરનેટ સ્પીડ વધારે છે પરંતુ ડેટા ઝડપથી ખતમ થઈ શકે છે. તેથી, જો જરૂરી ન હોય, તો ફોન સેટિંગ્સમાં જાઓ અને તેને ઓટોમેટિક મોડ અથવા 4G મોડ પર સેટ કરી દો. આમ કરવાથી ફોનનું ઇન્ટરનેટ યોગ્ય ગતિએ ચાલશે અને ડેટા ઝડપથી ખતમ નહીં થાય.
ડેટા સેવર મોડ ઓન કરો
ફોનમાં ડેટા બચાવવા માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ ડેટા સેવર મોડ છે. તેને ઓન કરીને તમે બિનજરૂરી રીતે ઉપયોગમાં ન લેવાતો ડેટા બચાવી શકો છો. ડેટા મોડ ચાલુ રાખવાથી બેકગ્રાઉન્ડમાં ચાલતી બિનજરૂરી એપ્સ અથવા એક્ટિવિટી બંધ થઈ જાય છે.
ઓટો અપડેટ સેટિંગ ઓફ રાખો
ફોન સેટિંગ્સમાં એપ્સના ઓટો અપડેટ વિકલ્પને બંધ કરી દો. જ્યારે આ ફીચર ઓન રાખવાથી એપ્સ તમારી પરવાનગી વિના જ અપડેટ થતી રહે છે અને આ માટે ફોનના ડેટાનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ઇન્ટરનેટની ગતિ ધીમી થઈ જાય છે. તેથી એપ્સ અપડેટ કરવા માટે, ઓટો-અપડેટ બંધ કરો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે WiFi ની મદદથી ફોન અથવા એપ્સ અપડેટ કરો.