Get The App

આઈફોન કીબોર્ડની સ્માર્ટ ખૂબીઓ

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
આઈફોન કીબોર્ડની સ્માર્ટ ખૂબીઓ 1 - image


- feçkkuzoLkkt Mku®xøMk Úkkuzkt íkÃkkMkþku íkku ykRVkuLkLkku WÃkÞkuøk ðÄw øk{þu

આપણી મૂળ કહેવત તો છે ‘દીવા તળે અંધારું’, પણ સ્માર્ટફોનના સંદર્ભમાં ‘આંગળી તળે અંધારું’ પણ કહી શકાય એમ છે. હજી પણ ઘણા બધા લોકો તેમના સ્માર્ટફોન - એન્ડ્રોઇડ કે આઇફોન - માં પહેલેથી સામેલ કીબોર્ડ ઉપરાંત, બીજી કોઈ કીબોર્ડ એપ ઉમેરી શકાય એ વાતથી જ અજાણ હોય છે. એ જોતાં, મૂળ કીબોર્ડની ઘણી ખૂબી-ખાસિયતોથી પણ તેઓ અજાણ હોય એવી પૂરી શક્યતા છે.

એક સમય એવો હતો જ્યારે કીબોર્ડના મામલે એન્ડ્રોઇડ યૂઝર્સ આઇફોન યૂઝર્સને અંગૂઠો બતાવી શકતા હતા, કેમ કે આઇફોનનું કીબોર્ડ ખાસ્સું બેઝિક હતું, જ્યારે એન્ડ્રોઇડમાં  છેક ૨૦૧૦થી ‘સ્ફિવ્ટકી’ નામે એડવાન્સ્ડ કીબોર્ડ આવી ગયું હતું. જોકે એપલે  ૨૦૧૪થી થર્ડ-પાર્ટી કીબોર્ડ ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપી (એન્ડ્રોઇડ કે આઇફોનમાં થર્ડ-પાર્ટી કીબોર્ડ ઘણું બધું જાણી શકે છે - જરા સંભાલ કે!) અત્યારની વાત કરીએ તો એપલના મૂળ કીબોર્ડમાં પણ અન્ય કીબોર્ડ જેટલી જ કે તેથી વધુ ખૂબીઓ ઉમેરાઈ ગઈ છે. નીચેની વાતો વાંચીને તમને થશે કે આઇફોનમાં થર્ડ-પાર્ટી કીબોર્ડની જરૂર જ ક્યાં છે?!

yktøk¤e ÷Mkhkðeu xkR®ÃkøkLke {ò

આ થોડી પ્રેક્ટિસની વાત છે, પણ જો ફાવટ આવી ગઈ તો આઇફોનમાં તમારી ટાઇપિંગની પદ્ધતિ કાયમ માટે બદલાઈ શકે છે. મોટા ભાગે આપણને સૌને એક-એક આલ્ફાબેટ માટે એક-એક કી પ્રેસ કરીને ટાઇપ કરવાની આદત હોય છે. જેમ કે Good morning ટાઇપ કરવું હોય તો આપણે ‘જી પછી બે વાર ‘ એમ એક એક કી પ્રેસ કરીએ.

આઇફોનના કીબોર્ડમાંનું ‘સ્લાઇડ ટુ ટાઇપ’ ફીચર આખી વાત બદલી નાખે છે. આ ફીચર ‘ક્વિકપાથ’ તરીકે પણ ઓળખાય છે. આપણે કીબોર્ડ પર પહેલાં ‘જી’ પ્રેસ કરી, કીબોર્ડ પરથી આંગળી હટાવ્યા વિના તેને ‘’ પછી ‘ડી’ એમ જુદા જુદા આલ્ફાબેટ પર લસરાવવાની, એ સાથે કીબોર્ડ ‘સમજી’ જશે કે આપણે ‘good’ શબ્દ ટાઇપ કરવા માગીએ છીએ અને એ ‘good’ અને પછી તરત ‘morning’ શબ્દ પણ સૂચવશે! આમ તો આઇફોનના કીબોર્ડમાં આ ફીચર બાય ડિફોલ્ટ ઓન હોય છે અને આ વાંચવાની સાથોસાથ તમે તેની અજમાયશ કરી શકો છો. આ રીતે ટાઇપ ન થાય તો બની શકે કે આ ફીચર કોઈ કારણસર બંધ હોય. તેને ઓન કરવા માટે આઇફોનના સેટિંગ્સમાં ‘જનરલ’ અને પછી ‘કીબોર્ડ’માં જાઓ. અહીં સ્લાઇડ ટુ ટાઇપ ફીચર ઓન કરવાનો ઓપ્શન મળશે.

÷ktçke ðkíkLkk þkuxofx Mkux fhku

માઇક્રોસોફ્ટના વર્ડ કે એપલ પેજિસ પ્રોગ્રામમાં ‘રિપ્લેસ એઝ યુ ટાઇપ’ ફીચરથી તમે કદાચ પરિચિત હશો. આ ફીચર આપણને લાંબી બાબતો ટાઇપ કરવાના શોર્ટકટ સેટ કરવાનો ઓપ્શન આપે છે. કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં વિવિધ જગ્યાએ ઓળખાતી આ સગવડ ‘ટેક્સ્ટ એક્સ્પાન્ડર’ તરીકે પણ ઓળખાય છે.

જેમ કે આપણે પોતાનું એડ્રેસ વારંવાર આઇફોન પર મેસેજિસમાં કે અન્ય જગ્યાએ ટાઇપ કરવાનું થતું હોય તો આપણે, થોડી ફૂરસદે તેનો એક શોર્ટકટ સેટ કરી લઇએ તો આખી વાત એકદમ સહેલી બની જાય.

તેનો લાભ લેવા માટે આઇફોનમાં સેટિંગ્સમાં ‘જનરલ’, તેમાં ‘કીબોર્ડ’ અને તેમાં ‘ટેકસ્ટ રિપ્લેસમેન્ટ’માં જાઓ. ઉદાહરણ તરીકે અહીં તમે ‘myad’ શોર્ટકટ સેટ કરી, તેને માટે એક વાર તમારું આખું એડ્રેસ ટાઇપ કરી લો.

એ પછી ભવિષ્યમાં જ્યારે પણ આખું એડ્રેસ લખવાનું હોય ત્યારે ફક્ત ‘myad’ લખતાં કીબોર્ડ આપણો ઇશારો સમજી લે છે અને આપણું આખું એડ્રેસ ટાઇપ કરી આપે છે. આઇફોનના કીબોર્ડમાં જાણીતી જગ્યાઓનાં નામ કે ચોક્કસ સરનેમ ટાઇપ કરવામાં ભૂલ થાય તો તેને આપોઆપ સુધારી લેવાની પણ સગવડ હોય છે.

÷uÃkxkuÃk suðwt xÙufÃkuz VkuLk{kt

નવા સમયના લેપટોપમાં કે મેકબુકમાં આપણે ડેસ્કટોપ પીસીની જેમ માઉસની જરૂર પડતી નથી. હજી પણ કેટલાંક લેપટોપમાં માઉસ જેવું કામ આપતું ટ્રેકિંગ બટન હોય છે અને માઉસમાં રાઇટ કે લેફ્ટ બટનનું કામ આપતાં ફિઝિકલ બટન હોય છે. પરંતુ સમય સાથે લેપટોપનાં ટ્રેકપેડ ખાસ્સાં સ્માર્ટ થયાં છે. આપણે તેના પર ‘સ્માર્ટ જેશ્ચર’ની મદદથી કામ કરવાની ટેવ પાડીએ તો આંગળીના હળવા ઇશારે લેપટોપમાં ઘણાં બધાં એકશન લઈ શકાય છે. માઉસની જરૂર રહેતી નથી.

મજાની વાત એ છે કે આઇફોનમાં આખેઆખે કીબોર્ડનો આપણે ટ્રેકપેડ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ! આઇફોનમાં કશુંક ટાઇપ કર્યા પછી આપણે તેને એડિટ કરવાની જરૂર હોય કે કોઈ ચોક્કસ શબ્દ કે વાક્ય સિલેક્ટ કરવાં હોય અને કર્સરને ચોકસાઈ સાથે ફેરવવું પડે તેમ હોય ત્યારે આ ફીચર ખાસ ઉપયોગી થાય. આઇફોનના કીબોર્ડને ટ્રેકપેડમાં ફેરવી નાખવા માટે જ્યારે પણ કીબોર્ડ ઓન હોય ત્યારે સ્પેસબાર ટેપ કરીને તેના પર આંગળી થોડો સમય મૂકી રાખો. એ સાથે કીબોર્ડ પરના અક્ષરો ગાયબ થશે. હવે તમે ઇચ્છો તેમ કીબોર્ડ પર ટ્રેકપેડની જેમ આંગળી આમ તેમ લસરાવી શકશો અને તમે ટાઇપ કરેલા લખાણ પર એ મુજબ કર્સર સરકતું જશે!

yuf nkÚku Ãký VxkVx xkR®Ãkøk

ઘણા લોકોને ડ્રાઇવિંગ કરતી વખતે હાથમાં આઇફોન લઇને તેમાં કંઈક ટાઇપ કરવાની આદત હોય છે. એ બહુ જોખમી બની શકે છે. પરંતુ તમે રસોઈ કરતી વખતે આઇફોન પર કોઈની સાથે વાત કરવા માગતા હો કે યુટ્યૂબ પર કોઈ રેસિપીનો વીડિયો પ્લે કરવા માગતા હો (એ પણ જોખમી તો છે જ, કંઈ નહીં તો છેવટે મરચું ડબલ પડી જવાનું જોખમ!)  કે પછી લેપટોપ પર કામ કરતી વખતે બીજા હાથે આઇફોનમાં કશુંક ટાઇપ કરવું હોય ત્યારે આઇફોનનું વન-હેન્ડ ટાઇપિંગ ફીચર વરદાનરૂપ બની શકે.

તેનો લાભ લેવા માટે કીબોર્ડના ડાબી તરફના નીચેના ખૂણે (અહીં તમારા સેટિંગ અનુસાર ઇમોજી કે ગ્લોબનો આઇકન જોવા મળતો હશે) ટેપ કરીને આંગળી થોડો સમય મૂકી રાખો.

આટલું કરવાથી એક મેનૂ પોપઅપ થશે. તેમાં આખા કીબોર્ડને ડાબી કે જમણી તરફ ખસેડવાનો વિકલ્પ મળશે. તમારી પસંદ અનુસાર કીબોર્ડને ડાબે કે જમણે ખસેડતાં એક હાથે ટાઇપ કરવાનું સહેલું બની જશે.

આવા વન-હેન્ડ કીબોર્ડ મોડમાંથી ફરી નોર્મલ કીબોર્ડમાં પરત જવું હોય ત્યારે આ જ પ્રોસેસ ફરી કરવાની રહેશે. સવાલ જ્યારે જેવી જરૂર, ત્યારે તેવા મોડનો ઉપયોગ કરવાનો જ છે.

yuf-yuf fe{kt Mk{kÞu÷e ¾qçkeyku

ઘણા લોકો માટે આપણે કહેતા હોઈએ છીએ કે એ દેખાય છે તેના કરતાં બહુ ઊંડો માણસ છે. એવું જ સ્માર્ટફોનના કીબોર્ડનું છે.  સ્માર્ટફોનનું કીબોર્ડ જેટલું દેખાય છે તેના કરતાં ઘણું વધુ સ્માર્ટ હોય છે - ખરા અર્થમાં! કેમ કે તેમાં કી પર જે દેખાય તેનાથી ઘણું વધુ ટાઇપિંગ શક્ય હોય છે.

જેમ કમ્પ્યૂટરના કીબોર્ડમાં કંટ્રોલ કે શિફ્ટ કીની મદદથી કીબોર્ડ પરની કીનો ઉપયોગ બદલી શકાય છે, બરાબર એ જ રીતે સ્માર્ટફોનના કીબોર્ડમાં જુદાં જુદાં લેયર હોય છે.

સ્માર્ટફોનના કીબોર્ડનો ફાયદો એ કે તેમાં લેયર બદલાતાં સ્ક્રીન પર દરેક કીથી શક્ય નવું ફંકશન પણ જોવા મળે.  સામાન્ય રીતે આપણે કીબોર્ડ પર નીચેની તરફ દેખાતી ‘123’ લખેલી કીની મદદથી કીબોર્ડનાં લેયર બદલી શકીએ. એ જ કામ જરા જુદી રીતે પણ કરી શકાય. એ માટે આપણે ફક્ત જે તે કી પ્રેસ કરીને થોડો લાંબો સમય હોલ્ડ કરવાની રહે. એ સાથે જે તે કીથી મળી શકતા નવા નવા વેરિએન્ટ્સ આપણે જોઈ શકીએ. જેમ કે એક જ કીમાં જુદી જુદી કરન્સીના સિમ્બોલ મળશે.

VkuLk{kt çkku÷eLku xkRÃk fhku

મોટા ભાગના લોકોની જેમ તમે પણ જેટલા ઝડપથી ટાઇપ કરી શકો તેના કરતાં વધુ ઝડપથી બોલી શકતા હશો. એટલે જ ઘણી વાર આપણે વોટ્સએપમાં મેસેજ ટાઇપ કરવાની ઝંઝટમાં પડવાને બદલે ફટાફટ વોઇસ મેસેજ મોકલીને વાત પતાવતા હોઇએ છીએ. પરંતુ અહીં જે વાત કરી રહ્યા છીએ તે રેકોર્ડેડ વોઇસ મેસેજની નહીં, પરંતુ ‘વોઇસ ટુ ટાઇપિંગ’ની વાત છે.

સ્માર્ટફોનમાં કીબોર્ડ આપણો પડ્યો બોલ ઝીલવાની બાબતે ખરેખર સ્માર્ટ બની ગયું છે! આઇફોનના કીબોર્ડમાં એ માટે ‘ડિક્ટેશન’ ફીચર ઓન કરવાનું રહે છે. સેટિંગ્સમાં ‘જનરલ’ અને તેમાં ‘કીબોર્ડ’માં આપણે ડિક્ટેશન ઓન કરી શકીશું.

આ ફીચર ઓન હોય ત્યારે આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે કીબોર્ડ પરના માઇક્રોફોન બટનને ક્લિક કરીને વોઇસ ટાઇપિંગ શરૂ કરી શકીએ છીએ. ઇંગ્લિશ જેવી ભાષામાં વોઇસ ટાઇપિંગ વખતે કોમા, ફૂલસ્ટોપ કે ક્વેશ્ચેન માર્ક જેવા પંક્ચ્યુએશન માર્ક કે ઇમોજી માટે પણ વોઇસ કમાન્ડ આપી શકાય છે.

ગુજરાતી કે હિન્દી જેવી ભાષામાં વોઇસ ટાઇપ કરતા હોઈએ ત્યારે ‘મહાભિનિષ્ક્રમણ જેવા અઘરા શબ્દો પણ સમજીને કીબોર્ડ તેને ચોકસાઇપૂર્વક ટાઇપ કરી આપે છે. ટ્રાય કરી જુઓ!

sYh {wsçk feçkkuzo {kuxwt fhku

ઉંમરના અવરોધને કારણે કે પછી અન્ય કોઈ કારણોસર, ઘણી વાર એવું બને કે આપણને સ્માર્ટફોન પર દેખાતું કીબોર્ડ જોવામાં નાનું પડે.

 આમ તો કીબોર્ડ પોતે આખા ફોનની સ્ક્રીનસાઇઝથી મર્યાદિત હોય, પણ આપણે ઇચ્છીએ તો કીબોર્ડ પર દેખાતા આલ્ફાબેટ્સ અને કીની સાઇઝ વર્ટિકલી થોડી મોટી કરી શકીએ છીએ.

આઇફોનના કીબોર્ડની ટેક્સ્ટ સાઇઝ સમગ્ર આઇઓસનાં સેટિંગ અનુસાર કામ કરે છે. તેને એડજસ્ટ કરવા માટે સેટિંગ્સમાં ‘ડિસ્પ્લે એન્ડ બ્રાઇટનેસ’માં જાઓ. અહીં ટેક્સ્ટ સાઇઝ બદલી શકાશે.

તમે ઇચ્છો તો બધું બોલ્ડ અક્ષરોમાં દેખાય એવું સેટિંગ પણ કરી શકો. આટલાથી સંતોષ ન હોય અને હજી આગળ વધવું હોય તો કીબોર્ડ પરના બધા આલ્ફાબેટ્સ લોઅરકેસને બદલે કેપિટલ દેખાય એવું પણ થઈ શકે (જોકે એ સ્થિતિમાં પણ શિફ્ટથી કેપિટલાઇઝેશન રાબેતા મુજબ કામ કરશે). આપણને આ કદાચ વધુ પડતી સગવડ લાગે,પણ ઘણા લોકોને અક્ષરો સ્પષ્ટ રીતે વાંચવા માટે ઉપયોગી થઈ શકે.

 એ માટે, સેટિંગ્સમાં ‘એક્સેસિબિલિટી’ અને તેમાં ‘કીબોર્ડ’માં જાઓ. અહીં ‘શો લોઅરકેસ કીઝ’ વિકલ્પ ડિસેબલ કરવાનો રહેશે.

çkeswt Ãký ½ýwt fMx{kRÍuþLk

અહીં આપેલી બાબતો ઉપરાંત પણ, આઇફોનના કીબોર્ડને જુદી જુદી ઘણી રીતે કસ્ટમાઇઝ કરી શકાય છે. એ માટે સેટિંગ્સમાં ‘જનરલ’ અને તેમાં ‘કીબોર્ડ’માં જાઓ. અહીં તમારી રોજિંદી જરૂરિયાત મુજબ જુદી જુદી રીતે કીબોર્ડને કન્ફીગર કરી શકાશે.

જેમ કે તમે રોજેરોજ ઇંગ્લિશ ઉપરાંત ગુજરાતી કે હિન્દીમાં પણ ટાઇપિંગ કરતા હો તો, લિપી ઇંગ્લિશ પણ શબ્દો અન્ય ભાષાના એ રીતે ટાઇપિંગ કરતી વખતે ‘ઓટોકરેક્ટ’ ફીચર નડતરરૂપ બને. તેને અહીંથી ઓન કે ઓફ કરી શકાય.

ફુલ સ્ટોપ પછીના શબ્દોનો પહેલો આલ્ફાબેટ આપોઆપ કેપિટલ થાય કે સ્ટ્રેટ ક્વોટ્સને બદલે કર્લી ક્વોટ્સ ટાઇપ થાય એવાં સેટિંગ્સ પણ અહીંથી કરી શકાશે. સવાલ ફક્ત, થોડી ફુરસદે આ બધાં સેટિંગ્સ તપાવાનો છે!

Tags :