ઓનલાઈન સલામતીના સાદા નિયમો
- LkkLke LkkLke ðkíkkuLke fk¤S ykÃkýLku {kuxk LkwõMkkLkÚke çk[kðe þfu
લગભગ રોજ, આપણે કોઈને ફોન જોડીએ ત્યારે
સૌથી પહેલાં સાંભળવું પડે છે, સાવધાન...!. કૌન બનેગા કરોડપતિમાં બચ્ચન સાહેબ થોડી થોડી વારે કહે છે,
આરબીઆઇ કેહતા હૈ, સતર્ક રહીએ...! તેમ છતાં, અખબાર-ન્યૂઝ ચેનલ્સ-ન્યૂઝ સાઇટ્સમાં સાયબર ફ્રોડના નીતનવા સમાચારો આવતા જ રહે
છે. રોજેરોજ કોઈ ને કોઈ વ્યક્તિ, કોઈ ઉંમર-ભણતર-કમાણીના ભેદભાવ
વિના ઓનલાઇન ફ્રોડમાં કે એકાઉન્ટ હેક થવાના સાણસામાં ફસાતી જ રહે છે.
આવું કેમ? કારણ કદાચ એ છે કે આપણે પોતે
કોઈ ફ્રોડનો ભોગ બનીએ ત્યાં સુધી એને સંબંધિત કોઈ વાતમાં આપણને ખાસ કંઈ રસ હોતો જ
નથી. આપણે એટલે કે આખા સમાજના બહુ મોટા
પ્રમાણમાં લોકો ખરેખર સાવધાન કેસતર્ક હોતા નથી. વાસ્તવમાં સાદી, નાની નાની વાતની કાળજી લઈને પણ આપણે સાયબર હુમલા કે ફ્રોડથી બચી શકીએ. નીચે
આપેલી વાતો તમે જાણતા જ હશો, પણ બની શકે કે એને બહુ
ગંભીરતાથી લેતા ન હોય. એ જ હેતુથી, સમજદારને ઇશારા તરીકે આટલું...
ík{u Ãký
rLkþkLk çkLke þfku Aku
મોટા ભાગના લોકો એવી ગફલતમાં રહેતા હોય છે કે તેમના પર કોઈ પ્રકારનો સાયબર
હુમલો ન થાય કે કોઈ તેમને સાયબર ફ્રોડનું નિશાન ન બનાવે.
તમે આવી ગફલતમાં રહેશો નહીં. કોઈ પણ વ્યક્તિ સાયબર એટેક કે ફ્રોડનો ભોગ બની
શકે છે. નાની નાની બાબતોની કાળજી અને સજાગતા જ આપણને બચાવી શકે.
{sçkqík
ÃkkMkðzo òuEþu
આપણી ઓનલાઇન સેફ્ટીની શરૂઆત મજબૂત પાસવર્ડથી થાય છે. જુદા જુદા ઓનલાઇન
એકાઉન્ટમાં ક્યારેય એકના એક પાસવર્ડનો ઉપયોગ ન કરશો. સાવ સહેલા પાસવર્ડનો પણ
ક્યારેય ઉપયોગ ન કરશો.
પાસવર્ડ હંમેશા વધુમાં વધુ કોમ્પ્લેક્સ રાખશો. તે યાદ રાખવા મુશ્કેલ બને તો
ગૂગલ પાસવર્ડ મેનેજર જેવી ફ્રી અથવા અન્ય કોઈ પણ પેઇડ પાસવર્ડ મેનેજર સર્વિસનો
ઉપયોગ કરી શકાય. પરંતુ તેમાં પણ બેંક જેવા મહત્ત્વના એકાઉન્ટના પાસવર્ડ સેવ કરશો
નહીં.
xw-MxuÃk
ðurhrVfuþLk
હવે લગભગ બધી જ સારી ઓનલાઇન સર્વિસ આપણા એકાઉન્ટને સલામત રાખવા માટે ટુ-સ્ટેપ
વેરિફિકેશનની સગવડ આપે છે. આપણે એસએમએસ દ્વારા, ઓટીપી કે ઓથેન્ટિકેટર એપ કે પોતાના સ્માર્ટફોનમાં આપણે લોગ ઇન થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કેમ? એવા સવાલ સ્વરૂપે ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બધી પદ્ધતિમાં
એસએમએસ સૌથી ઓછા સલામત છે.
શક્ય એટલી બધી સર્વિસમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરો અને તેમાં પણ
ઓથેન્ટિકેટર એપ કે ફોનમાં પ્રોમ્પ્ટ જેવી પદ્ધતિનો ઉપયોગ કરો.
ðkuxTMkyuÃk{kt
Mkkð[uíke
વોટ્સએપમાં બહુ સહેલાઈથી આપણને છેતરી શકાય છે. તેમાં પરિચિતો તરફથી આવતા
મેસેજમાંની લિંક પર પણ આંખ મીંચીને ક્લિક કરશો નહીં. આવી લિંક જોખમી વેબસાઇટ પર લઈ
જઈ શકે. વોટ્સએપમાં આવતા ડોક્યુમેન્ટ ઓપન કરવામાં પણ સાવધાની રાખશો. ખાસ કરીને
ફાઇલના નામે અંતે .apk લખેલું હોય તો તેને ડાઉનલોડ
કરીને ઓપન કરવાથી ફોનમાં જોખમી એપ ઇન્સ્ટોલ થઈ શકે છે.
વોટ્સએપમાં પરિચિતો તરફથી રકમની માગણી કરતો મેસેજ આવે તો તેના પર પણ વિશ્વાસ
કરશો નહીં. એ વ્યક્તિને સીધો કોલ જોડીને ખાતરી કરી લેવી સારી.
વોટ્સએપમાં કોઈ પણ મેસેજ સાચો હોવાની પૂરી ખાતરી ન હોય ત્યાં સુધી તેને અન્ય
મિત્રોને કે ગ્રૂપમાં ફોરવર્ડ કરશો નહીં.
ÃkkMkfeLkku
WÃkÞkuøk
ઓનલાઇન એકાઉન્ટની સલામતી માટેની નવી વ્યવસ્થા એટલે પાસકી. ગૂગલે ૨૦૨૩થી તેનો
લાભ આપવાનું શરૂ કર્યું, હવે લગભગ બધી મોટી કંપની
પાસકીનો લાભ આપે છે. તે આપણા સ્માર્ટફોન કે કમ્પ્યૂટરમાં તથા ઓનલાઇન પાસવર્ડ મેનેજર
સર્વિસમાં સ્ટોર થાય છે. આ પછી આપણને જે તે સર્વિસમાં પાસવર્ડ આપવાને બદલે
કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં મૂળ લોકનો પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ આપીને લોગ ઇન થઈ
શકીએ છીએ. પાસકી પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટથી બચાવે છે અને સરળતા સાથે સલામતી આપે
છે.
R{uR÷{kt
MkkðÄkLke
સાયબર ફ્રોડ કરનારી વ્યક્તિઓ માટે ઇમેઇલ એક બહુ મોટું હથિયાર છે. અજાણી
વ્યક્તિ તરફથી આવતા ઇમેઇલ્સમાંની વાત પર આંધળો ભરોસો કરશો નહીં. તેમાં આપેલી લિંક
પર ક્લિક કરશો નહીં કે તેમાંનાં એટેચમેન્ટ ઓપન કરશો નહીં. આવા ઇમેઇલ્સ જાણીતી
વ્યક્તિ કે કંપની તરફથી આવ્યા હોવાનું લાગે તો પણ તેને શંકાની નજરે જોવામાં લાભ
છે.
ykÃkýkt
MkkÄLkku yÃkzuxuz hk¾ðk
આપણા કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં મૂળ ઓપરેટિંગ સિસ્ટમ તથા વિવિધ એપ્સમાં
જ્યારે પણ અપડેટ ઉપલબ્ધ હોય ત્યારે તેનો લાભ લેવો જરૂરી છે. ઓપરેટિંગ સિસ્ટમ કે
એપ્સમાં સલામતીની કોઈ નવી ખામી ધ્યાનમાં આવે તો તેને અપડેટમાં સુધારી લેવામાં આવે
છે. આથી નવા ફીચર માટે તો ઠીક, સલામત માટે બધું અપડેટેડ
રાખવું જરૂરી છે.
ík{k{
zuxkLkku rLkÞr{ík heíku çkufyÃk
કમ્પ્યૂટર હોય કે સ્માર્ટફોન, આપણે માટે મહત્ત્વના તમામ
ડેટાનો નિયમિત બેકઅપ લેવો જરૂરી છે. ખાસ કરીને કમ્પ્યૂટરમાં રેન્સમવેર જેવા
હુમલાથી આપણા કમ્પ્યૂટરમાંનો બધો ડેટા લોક થઈ જાય ત્યારે બેકઅપમાં સાચવી રાખેલો
ડેટા એ જ બચાવનો એક માત્ર ઉપાય છે. એ જ રીતે સ્માર્ટફોનમાંના બધા ડેટાનો પોતાના
ગૂગલ કે એપલ એકાઉન્ટમાં નિયમિત રીતે બેકઅપ લેવાય એ જરૂરી છે. જેથી ફોન ખોવાય કે ચોરાય એ સંજોગમાં આપણે
મહત્ત્વનો ડેટા ગુમાવવાનો વારો આવે નહીં.
{n¥ðLke MkkRxTMk
Võík ÃkkuíkkLkk MkkÄLk{kt WÃkÞkuøk fhku
આપણે જ્યારે પણ પોતાના બેંક એકાઉન્ટમાં લોગ ઇન થવાનું હોય ત્યારે માત્ર પોતાના
કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં તેનો ઉપયોગ કરવો. તે જ રીતે ઓનલાઇન શોપિંગ કરીને
પેમેન્ટ કરવાનું હોય ત્યારે પણ માત્ર પોતાના કમ્પ્યૂટર કે સ્માર્ટફોનનો ઉપયોગ
કરવામાં સલામતી છે. એવું જ હોટેલ કે પબ્લિક પ્લેસમં મળતા ફ્રી વાઇ-ફાઇની લાલચ જતી
કરીને ફોનમાં મોબાઇલ ડેટાથી કે તેનાથી જ લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્શન મેળવવું
સારું.