Silent Gertility Decline: દુનિયામાં આજે હજારો પ્રકારના સિન્થેટિક રસાયણો (માનવ-નિર્મિત કેમિકલ) ફેલાયેલા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જેમાંથી ઘણા પેસ્ટિસાઈડ, પ્લાસ્ટિક, પોલ્યુટન્ટ અને 'ફોરેવર કેમિકલ' પ્રજનન ક્ષમતા એટલે કે ફર્ટિલિટીને ચુપચાપ નુકસાન પહોંચાડી રહ્યા છે. એક નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે રસાયણો અને જળવાયુ પરિવર્તન મળીને માનવ અને પ્રાણીઓ બંનેની પ્રજનન ક્ષમતા, જૈવવિવિધતા અને સ્વાસ્થ્યને ગંભીર જોખમમાં મૂકી રહ્યા છે.
બજારમાં 1000થી વધુ નુકસાનકારક કેમિકલ્સની હાજરી
છેલ્લા 50 વર્ષોમાં પૃથ્વી પર વન્યજીવોની વસ્તી બે-તૃતીયાંશથી વધુ ઘટી ચૂકી છે. આમાં પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન મોટા કારણો માનવામાં આવે છે. મનુષ્યોમાં પણ પુરુષ અને મહિલા બંનેમાં વંધ્યત્વ (બાંઝપણ)ની સમસ્યા વધી રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે હોર્મોન બગાડનારા રસાયણો (Endocrine Disrupting Chemicals - EDCs) આનું મુખ્ય કારણ હોઈ શકે છે. આજે બજારમાં 1000 થી વધુ એવા કેમિકલ્સ હાજર છે જે આપણા શરીરના કુદરતી હોર્મોન્સની નકલ કરે છે અથવા તેને અટકાવે છે.
વિવિધ જીવો પર પડતી અસરો
વૈજ્ઞાનિકોએ એક ટેબલમાં દર્શાવ્યું છે કે અલગ-અલગ જીવો પર કયા-કયા રસાયણો અને તણાવ કેવી રીતે અસર કરી રહ્યા છે.

જીવ અને રસાયણ તેમજ તેની અસર
-કીડા-મકોડા: Tributyltin, Phthalates, Microplastics: લિંગ પરિવર્તન, પ્રજનન ક્ષમતામાં ઘટાડો.
-માછલીઓ: Pyrethroids, Microplastics: ઈંડા ઓછા બનવા, વસ્તીમાં ઘટાડો.
-પક્ષીઓ: PFAS, Organoclorines", ઈંડામાંથી બચ્ચા બહાર આવવામાં સમસ્યા.
-સરીસૃપ (પેટે ચાલતા જીવ): ધાતુ અને તાપમાન,લિંગ રેસિયો(Sex Ratio) બગડવો.
-દેડકા: Phthalates: પ્રજનન સફળતામાં ઘટાડો.
-સમુદ્રી સસ્તન પ્રાણીઓ,પ્રદૂષકો: ગર્ભપાત, સમય કરતા વહેલો જન્મ.
-મનુષ્યો: PFAS, Microplastics: સ્પર્મની સંખ્યા અને ગતિમાં ઘટાડો, ગુપ્તાંગોમાં સમસ્યા.
-રસાયણો પર્યાવરણમાં લાંબા સમય સુધી ટકી રહે છે અને ઓછી માત્રામાં પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે.
જળવાયુ પરિવર્તન વધારી રહ્યું છે જોખમ!
ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાન વધી રહ્યું છે, જેનાથી પ્રાણીઓ પર વધારાનો તણાવ પડી રહ્યો છે. ગરમી, ઓક્સિજનની અછત અને રસાયણો મળીને પ્રજનનના તણાવને વધુ વધારી દે છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યોનો ફર્ટિલિટી ટ્રેન્ડ વન્યજીવો જેવો જ છે. બંને અજાણતામાં હાનિકારક રસાયણોના સંપર્કમાં આવી રહ્યા છે.
વૈજ્ઞાનિકના નેતૃત્વમાં અભ્યાસ
દુનિયામાં 1,40,000 થી વધુ સિન્થેટિક કેમિકલ્સ છે, પરંતુ માત્ર 1% ની જ સંપૂર્ણ સુરક્ષા તપાસ થઈ છે. DDT, PFAS (Forever Chemicals) જેવા ઘણા કેમિકલ્સ પહેલા વપરાતા રહ્યા અને બાદમાં તેના નુકસાનની ખબર પડી. DDT ને કારણે પક્ષીઓના ઈંડા પાતળા થઈ ગયા. સમુદ્રી જીવોની પ્રજનન ક્ષમતા ઘટી. PFAS મહિલાઓમાં ફર્ટિલિટી 40% સુધી ઘટાડી શકે છે. માઇક્રોપ્લાસ્ટિક પણ પ્રજનન અંગોમાં જમા થઈ રહ્યા છે, પરંતુ તેની સંપૂર્ણ અસરો હજુ જાણવા મળી નથી. વૈજ્ઞાનિક સુસાન બ્રાન્ડરના નેતૃત્વમાં કરવામાં આવેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ઇકોસિસ્ટમ અને માનવ સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલા છે. જો વન્યજીવોની પ્રજનન ક્ષમતા ખતમ થશે તો આખી ફૂડ ચેઈન પ્રભાવિત થશે, જેની અસર અંતે મનુષ્યો પર પડશે.
આ સમસ્યાનું સમાધાન શું?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે Global Plastics Treaty જેવા આંતરરાષ્ટ્રીય કરારો જરૂરી છે. આપણે રસાયણોની સુરક્ષા તપાસ ઝડપી બનાવવી પડશે. પ્લાસ્ટિક પ્રદૂષણ ઓછું કરવું પડશે અને ક્લાઈમેટ ચેન્જ રોકવાના પ્રયત્નો વધારવા પડશે. આ છૂપો પ્રજનન સંકટ કોઈ દૂરની વાત નથી. આ આજે આપણી આસપાસ થઈ રહ્યું છે. જો સમય રહેતા ધ્યાન આપવામાં નહીં આવે તો આવનારી પેઢીઓ ગંભીર સ્વાસ્થ્ય અને જૈવવિવિધતા સંકટનો સામનો કરશે. રસાયણો અને જળવાયુ બંને પર એકસાથે નિયંત્રણ જરૂરી છે, નહિતર આ 'સાયલન્ટ ફર્ટિલિટી ક્રાઈસિસ' ધીમે-ધીમે મોટા સંકટમાં ફેરવાઈ શકે છે.


