- Lkðk Mk{Þ{kt y÷øk y÷øk MkŠðMkLkku yuf{uf MkkÚku {u¤kÃk fhkððku sYhe Au
અત્યારે ભલે સૌની દુનિયા સ્માર્ટફોનના નાના સ્ક્રીનમાં સમેટાઈ ગઈ હોય, જો તમે સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ હો, ઓફિસ એક્ઝિક્યુટિવ હો કે
તમારો નાનો-મોટો બિઝનેસ હોય તો તમારો આખો દિવસ પીસી કે લેપટોપના સ્ક્રીન સામે
વીતતો હશે. એમાં પણ તમે કદાચ ગૂગલની જ વિવિધ સર્વિસનો ભરપૂર ઉપયોગ કરતા હશો.
જેમ કે જીમેઇલ, કેલેન્ડર, ડ્રાઇવ, કીપ, ટાસ્ક્સ... વગેરે. અનુભવ તમને સમજાયું હશે કે આ બધી સર્વિસ કોઈ એક ચોક્કસ કામ માટે સારી છે, પણ એકબીજા સાથે મનમેળ બેસાડી શકીએ તો વાત હજી જામે. આવી એક રીત એટલે ગૂગલની વિવિધ સર્વિસમાં, વેબ વર્ઝનમાં એટલે કે પીસી-લેપટોપના બ્રાઉઝરમાં જમણી તરફ જોવા મળતા સાઇડબારમાં ઊંડા ઊતરી જુઓ.
rðrðÄ MkŠðMk
yuf{uf MkkÚku òuzðe Ãkzu...
આપણા સૌના હાથમાં સ્માર્ટફોન આવી ગયા પછી આપણે અગાઉના સમય કરતાં વધુ વ્યસ્ત થઇ
ગયા છીએ!
કારણ દેખીતું છે હવે આપણે ગમે ત્યાંથી ગમે
ત્યારે અને ગમે તે કામ કરી શકીએ છીએ. કરવા ખાતર નોકરી કરનારા લોકો માટે આ સ્થિતિ
અભિશાપ જેવી છે કારણ કે બોસ તેમને ગમે ત્યારે ગમે ત્યાં ઝડપીને કામે લગાડી શકે છે, પરંતુ જેમને પોતાના કામ પ્રત્યે ખરેખર લગાવ છે એમને માટે હવે બહેતર
પ્રોડક્ટિવિટીની અનેક સંભાવનાઓ ખુલી ગઈ છે.
જીમેઇલ, વોટ્સએપ વગેરેને કારણે પોતાના
કામને સંબંધિત કોન્ટેક્ટ્સ સાથે સતત સંપર્કમાં રહેવું એકદમ સહેલું બન્યું છે અને
બીજી તરફ ગૂગલ ડ્રાઇવ જેવી સવલતને કારણે પોતાના કામકાજની લગભગ બધી જ ફાઇલ લેપટોપ
ને મોબાઇલમાં સતત હાથવગી રાખી શકાય છે.
ઇન્ટરનેટ કનેકશનનો હવે લગભગ કોઈ પ્રશ્ન રહ્યો નથી તેમ છતાં કોઈ જગ્યાએ બરાબર
કનેક્ટિવિટી મળતી ન હોય તો ડ્રાઇવમાંની ફાઇલ્સમાં આપણે ઓફલાઇન પણ કામ કરી શકીએ
છીએ. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે તમે તમારા સ્માર્ટફોન પરથી તમારા ઓફિસના
લેપટોપને એક્સેસ કરીને તેમાંની કોઈ પણ ફાઇલ્સની અન્યો સાથે આપ-લે કરી શકો એવી સગવડ
પણ હવે ઉપલબ્ધ છે.
સવાલ ફક્ત આ બધી સ્માર્ટ સુવિધાઓનો આપણે કેટલો સ્માર્ટ ઉપયોગ કરી શકીએ તેનો છે. જો આપણે પોતાના કામની વિવિધ સર્વિસને એકમેક સાથે કનેક્ટ કરી શકીએ, એકનો ડેટા બીજામાં સહેલાઈથી લઈ જઈ શકીએ તો આપણું કામ ઘણું વધુ સહેલું બને અને ધાર્યાં પરિણામ આપે. સગવડો બીજાની, સ્માર્ટનેસ આપણી!
...yu{kt
WÃkÞkuøke ÚkkÞ økqøk÷Lkku MkkRzçkkh
તમને કદાચ ખ્યાલ હશે કે જીમેઇલના વેબવર્ઝનમાં એટલે કે જ્યારે આપણે પીસી કે
લેપટોપમાં બ્રાઉઝરમાં જીમેઇલ ઓપન કરીએ ત્યારે સ્ક્રીન પર જમણી તરફ એક સાઇડબાર જોવા
મળે છે, જેમાં ગૂગલ કેલેન્ડર, ગૂગલ કીપ, ગૂગલ ટાસ્ક્સ, અને કોન્ટેક્ટ્સ જેવી ગૂગલની અન્ય સર્વિસિસના આઇકન જોવા મળે છે.
આ સાઇડબાર આપણું કામ કેવી રીતે સહેલું બનાવે એ બરાબર સમજવા જેવું છે.
ઇન્ટરનેટ પર લાંબા સમયથી, આપણું કામ સહેલું અને ઝડપી
બનાવે એવી વિવિધ પ્રકારની અનેક સર્વિસિસ ઉપલબ્ધ થયા પછી આ બધી સર્વિસને એકમેક સાથે
સાંકળવાનું, ઇન્ટિગ્રેટ કરવાનું ભગીરથ
કાર્ય પણ મોટા પાયે શરૂ થયું છે.
એ કારણે, જીમેઇલમાં હજી જે કંઈ ખૂટે છે તે ઉમેરવા માટે અલગ અલગ થર્ડ પાર્ટી એક્સટેન્શન્સ પણ ઉપલબ્ધ છે. જોકે જીમેઇલ જેવી આપણા માટે સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ સર્વિસમાં થર્ડ પાર્ટી એપ કે એક્સટેન્શન્સને સાંકળવાનો મુદ્દો જરા વિવાદાસ્પદ છે. પરંતુ જો તમે તમારા રોજિંદા કામકાજ માટે ગૂગલની અલગ અલગ સર્વિસિસનો ઉપયોગ કરતા હો તો જીમેઇલ તથા અન્ય કેટલીક ગૂગલની સર્વિસમાં આ સાઇડબાર તમારે માટે, જુદી જુદી ઘણી રીતે ખરેખર આશીર્વાદરૂપ બની શકે છે.
MkkRzçkkhLke
{ËËÚke, økqøk÷Lke rðrðÄ MkŠðMkLkku zuxk ykÃkýu yufçkeò{kt Mknu÷kEÚke W{uhe
þfeyu
જો તમે ગૂગલની વિવિધ સર્વિસનો ભરપૂર ઉપયોગ કરતા હશો તો તમારો અનુભવ હશે કે આ
બધી સર્વિસપોતપોતાની રીતે અફલાતૂન છે, પણ એ દરેક સર્વિસ કોઈ એક કામ
એકદમ સચોટ રીતે કરવા માટે ડિઝાઇન કરાયેલ છે,
જેમ કે
જીમેઇલ: ઇમેઇલની આપલે કરવા માટે.
ગૂગલ કેલેન્ડર: એપોઇન્ટમેન્ટ્સ, શેડ્યૂલ, ટાઇમ-ટેબલ, ટાસ્ક્સ વગેરે સાચવવા માટે.
ગૂગલ ડ્રાઇવ: કામકાજનાં ડોક્યુમેન્ટ્સ,
સ્પ્રેડશીટ્સ, પ્રેઝન્ટેશન્સ વગેરે ક્રિએટ કરવા, ક્લાઉડમાં સ્ટોર કરવા તથા
અન્ય લોકો સાથે તેમના પર એક સાથે કામ કરવા. ઉપરાંત, અન્ય ફાઇલ્સ પણ ઓનલાઇન સ્ટોર કરીને, ગમે ત્યારે ગમે ત્યાંથી
એક્સેસ કરવા.
ગૂગલ કીપ: આપણા વિચારો, કામની નોટ્સ કે ઇન્ટરનેટ પર
જે કંઈ ઉપયોગી લાગે એ બધું ફટાફટ સાચવી લેવા માટે.
ગૂગલ ટાસ્ક્સઃ આપણે રોજબરોજ કરવાનાં કામના સાદાં લિસ્ટ જાળવવા માટે...
જો આ બધી સર્વિસ એકબીજા સાથે કોઈ રીતે કનેક્ટ થાય તો આપણે તેમનો હજી વધુ સારી
રીતે લાભ લઈ શકીએ.
જેમ કે મોટે ભાગે એવું બને છે કે આપણા કોઈ પણ કામની શરૂઆત આપણા પર આવેલા
ઇમેઇલથી થાય છે. આપણે એ ઇમેઇલમાંના કામની વિગતો આપણા કેલેન્ડર, કીપ કે ટાસ્ક્સ જેવી સર્વિસમાં ઉમેરવાની થતી હોય છે. જીમેઇલમાં ઉમેરાયેલા
સાઇડબારને કારણે આ કામ હવે એકદમ સહેલું બની ગયું છે.
તમે ઇનબોક્સમાં મેઇલ્સનું લિસ્ટ જોઈ રહ્યા હો ત્યારે જમણી તરફના સાઇડ બારમાં
ટાસ્કનો આઇકન ક્લિક કરતાં સાઇડબાર એક્સપાન્ડ થાય છે. હવે કોઈ પણ મેઇલને ડ્રેગ
કરીને સાઇડબાર પર લાવતાં તે નવા ટાસ્ક્સ તરીકે ઉમેરાઈ જાય છે. ટાસ્ક્સમાં આપણે
જુદા જુદાં લિસ્ટ બનાવી શકીએ છીએ અને તે પૂરું કરવાની તારીખ અને સમય પણ ઉમેરી શકીએ
છીએ, ટાસ્કને લગતી નોંધ પણ તેમાં
ઉમેરી શકાય. આપણા ઇમેઇલની લિંક તેમાં સચવાતી હોવાથી ગમે ત્યારે એ ઇમેઇલ ઓપન કરી
શકીએ છીએ.
તમે ગૂગલની વિવિધ સર્વિસિસનો ઉપયોગ કરતા હો તો તેનો આવી રીતે ઇન્ટિગ્રેટેડ
ઉપયોગ કરી જુઓ. બહુ કામ લાગશે.
સ્માર્ટફોનમાં આવું કંઈ ખરું?
આપણે જોયું તેમ કમ્પ્યૂટરના બ્રાઉઝરમાં ગૂગલની જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ, કેલેન્ડર વગેરે સર્વિસમાં
જમણી બાજુનો સાઇડબાર આપણું કામકાજ ઘણું સહેલું બનાવે છે. આ સાઇડબારની મદદથી આપણે
પોતાની ફાઇલ્સ ગૂગલની વિવિધ સર્વિસમાં સહેલાઈથી હેરફેર કરી શકીએ છીએ તથા ઇચ્છીએ તો
અન્ય સર્વિસને પણ આ સાઇડબારમાં ઉમેરી શકીએ છીએ.
આ સાઇડબારની ડિઝાઇન જ એ પ્રકારની છે કે તે કમ્પ્યૂટર કે લેપટોપના મોટા સ્ક્રીન
પર વધુ ઉપયોગી થાય છે. સ્માર્ટફોનના નાના સ્ક્રીનમાં આવો સાઇડબાર થોડો અગવડભર્યો
બની શકે.
તેના ઉપાય તરીકે ગૂગલની વિવિધ એપ્સમાં જ તેને ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવી છે.
જેમ કે ડેસ્કટોપમાં જીમેઇલમાં કોઈ ઇમેઇલ ઓપન કરીને આપણે જમણી તરફનો સાઇડબાર
ઓપન કરીને તેમાં કોઈ ઇમેઇલ ડ્રેગ એન્ડ ટ્રોપ કરીને ટાસ્કમાં ઉમેરી શકીએ છીએ. એ જ
કામમાં જીમેઇલની એપમાં કરવા માટે આપણે એપમાં કોઈ પણ ઇમેઇલ ઓપન કરીને તેની સાથેના
ત્રણ ડોટ પર ક્લિક કરીને તેને ટાસ્કમાં ઉમેરી શકીએ છીએ.
ગૂગલ કીપમાંની નોટ્સ, કીપ એપમાંથી ગૂગલ ડોકસમાં એક
ક્લિકમાં પહોંચાડી શકાય છે.
અલબત્ત ગૂગલની વિવિધ એપ્સમાં આ પ્રકારનું ઇન્ટિગ્રેશન ડેસ્કટોપ પર જેટલું સહેલું છે એટલું સ્માર્ટફોનમાં નથી.
økqøk÷Lke
y÷øk y÷øk MkŠðMk{kt MkkRzçkkhLkk y÷øk y÷øk WÃkÞkuøk
S{uR÷{kt
MkkRzçkkh
આપણા પર આવેલા કામના મેઇલ્સ પર, કઈ તારીખે કામ કરવાનું છે એ
આપણે નક્કી કરી શકતા નથી. તેમ તેમાં કોઈ વધારાની નોંધ ઉમેરી શકતા નથી. તેનો ઉપાય
ટાસ્ક્સ સર્વિસમાં છે. સાઇબારમાં ટાસ્ક્સ ઓપન કરી, તેમાં મેઇલને ડ્રેગ કરીને ટાસ્ક તરીકે ઉમેરી, ડ્યૂ ડેટ અને નોટ ઉમેરી શકાય.
zkuõMk{kt
MkkRzçkkh
તમે કદાચ ગૂગલ કીપ સર્વિસનો નોટ કીપિંગ માટે ઉપયોગ કરતા હશો. તેમાંની વિવિધ
નોટ્સ, ડ્રાઇવમાં ઓપન કરેલા ડોક્યુમેન્ટમાં
લાવી શકાય. એ માટે ડોક ઓપન કરી, સાઇડબારમાં કીપ ઓપન કરો.
જોઈતી નોટ્સ સર્ચ કરીને તેને ડોકમાં ડ્રેગ-ડ્રોપ કરી દો!
fu÷uLzh{kt
MkkRzçkkh
તમે તમારા કામકાજની યાદી ગૂગલ ટાસ્ક્સમાં જાળવતા હો તો બ્રાઉઝરમાં કેલેન્ડર
ઓપન કરી, તેની બાજુમાં, સાઇડબારમાં ટાસ્ક્સ ઓપન કરી શકો. હવે કોઈ પણ ટાસ્ક્સને સાઇડબારમાંથી ડ્રેગ
કરીને, કેલેન્ડરમાં કોઈ પણ તારીખે, સમયના સ્લોટ પર ડ્રોપ કરી શકાશે.


